Shivrudra - 1 in Gujarati Fiction Stories by Rahul Makwana books and stories PDF | શિવરુદ્રા.. - 1

શિવરુદ્રા.. - 1

(અ બ્લેસ ઓફ ગોડ..)

1

મિત્રો, મારા દ્વારા અગાવ લખાયેલ નોવેલ ધ ઊટી, ધ મિસ્ટરીયસ બ્લેક ફોરેસ્ટ, ધ સોલંગવેલી, વગેરેને આપ સૌ વાચકમિત્રો તરફથી મળેલ પ્રેમ અને આવકારથી પ્રેરીત થઈને હું રજૂ કરવાં જઈ રહ્યો છું એક અલગ જ પ્લોટ પર આધારિત નવલકથા.."શિવરુદ્રા..(અ બ્લેસ ઓફ ગોડ..) જે તમને એક અલગ જ દુનિયાની સફર કરાવશે…….તો તૈયાર થઈ જાવ એક અલગ જ પ્રકારની નોવેલ વાંચવા માટે...અને આ નોવેલ વાંચીને આપનો કિંમતી અને મુલ્યવાન મંતવ્યો આપવાનું ભૂલશો નહીં…….

ભારત દેશ….આ નામ સાંભળતા જ આપણાં મનમાં ભારતમાતાની છબી ખડી થઈ જતી હોય છે, આપણાં દેશમાં અલગ અલગ ધર્મ, જાતિ, કોમનાં લોકો રહે છે, બધાં જ હળીમળીને એકબીજાનાં ધાર્મિક તહેવારો ઉજવવામાં ભાગીદાર થાય છે, આથી જ આપણો દેશ "વિવિધતામાં એકતા" માટે ખુબ જ જાણીતો છે.

પરંતુ બીજી બાજુએ આપણો દેશ હજારો વર્ષોથી પોતાનાં પેટાળમાં અસંખ્ય રાઝ, રહસ્યો સાચવીને બેસેલ છે, જેમાંથી અમુક અમુક રહસ્યો તો એવાં છે કે જેને હાલમાં ચાંદ સુધી પહોંચેલ વિજ્ઞાન પણ સમજી શકયું નથી, પરંતુ મિત્રો, ભગવાન, ઈશ્વર કે અલ્લાહ હજારો વર્ષોથી આપણી આ દુનિયામાં છુપાયેલ રહસ્યો સુલઝાવવા માટે કોઈ એક ખાસ વ્યક્તિની પસંદગી કરતાં હોય છે, અને જેથી આ દુનિયામાં વધી રહેલાં પાપનો અંત કરી શકાય….

ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહેલ છે કે….

"यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्‌ ॥"

"परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌ ।

धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥"

◆◆◆◆

 

 

 

સમય : સવારનાં 11 કલાક.

સ્થળ : ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરીટેજ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ - દિલ્હી...કેમ્પસ

કોલેજ કેમ્પસ આજે જાણે સોળે કલાએ ખીલ્યું હોય, તેવું લાગી રહ્યું હતું, કેમ્પસનાં એન્ટરસમાં જ એક મોટી એવી રંગબેરંગી રંગોથી મનમોહક રંગોળી બનાવવામાં આવેલ હતી, જે કેમ્પસની શોભામાં વધારો કરી રહી હતી, આખા કેમ્પસમાં અવનવા ફૂલો અને ફુગ્ગો લગાવેલ હતાં, આખી ઇસ્ટિટ્યૂટને રંગબેરંગી લાઈટોથી ડેકોરેટ કરવામાં આવેલ હતી, બધાં જ વિદ્યાર્થીઓમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ અને ઉમંગ તરવરાટ કરી રહ્યો હતો, જે સ્વાભાવિક પણ છે...કારણ કે એક તરફ ફર્સ્ટ યરમાં એડમિશન લઈને આવેલાં નવાં વિદ્યાર્થીઓ માટે "વેલકમ પાર્ટી" અને લાસ્ટ યર સફળતાપૂર્વક પૂરું કરીને આ કોલેજમાંથી વિદાય લઈને જઈ રહેલાં તમામ વિદ્યાર્થીઓ માટે "ફેરવેલ પાર્ટી" નું આયોજન કરવામાં આવેલ હતું….કેમ્પસમાં મોટુ એવું સ્ટેજ બનાવવામાં આવેલ હતું, અને ત્યાં રહેલ ખુરશીઓ પર "કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેરીટેજ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ - દિલ્હી" નાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, પ્રિન્સિપાલ, વાઇસપ્રિન્સિપાલ અને આમંત્રિત મહેમાનો બેસીને સ્ટેજની શોભામાં વધારો કરી રહ્યાં હતાં….

ધીમે - ધીમે આ પ્રોગ્રામનું સંચાલન એન્કર દ્વારા શરુ કરવામાં આવ્યું, બધાં જ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું, અને બધાં જ આમંત્રિત મહેમાનોએ આ પ્રસંગને અનુરૂપ પોત - પોતાનું વ્યક્તવ્ય રજૂ કર્યું…..ત્યારબાદ દરેક વર્ષમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને તેઓને સન્માનિત કરવામાં આવ્યાં.

"નાવ ! આઈ એમ રિકવેસ્ટિંગ ટુ મિ. મનોજ ગોસાઈ સર, વાઇસ ચાન્સેલર ઓફ દિલ્હી યુનિવર્સિટી ટુ ગીવ એ ટ્રોફી ટૂ ફાઇનલ યર સ્ટુડન્ટસ વુસ નેમ ઇસ "શિવરુદ્રા" વુ સ્ટુડ કમ ફર્સ્ટ થ્રુ આઉટ થ્રી યર ઓફ કોલેજ…..!'' - એન્કર મનોજ ગોસાઈ સરને રિકવેસ્ટ કરતાં બોલે છે.

એન્કર દ્વારા આ શબ્દો બોલાતની સાથે જ આખું સ્ટેજ વિદ્યાર્થીઓની તાળીઓ અને ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યું...બધાં જ વિદ્યાર્થીઓ "શિવરુદ્રા" - એવી બુમો પાડવા લાગ્યાં, જેનાં પરથી એ બાબતનો સ્પષ્ટપણે ખ્યાલ આવી રહ્યો હતો, કે શિવરુદ્રા બધાં જ વિદ્યાર્થીઓનો કેટલો માનીતો હશે…..!

આ બાજુ મનોજ ગોસાઈ સર પોતાની ચેર પરથી ઉભા થઈને સ્ટેજ પર આગળ આવે છે, અને આ બાજુ શિવરુદ્રા પોતાની ટ્રોફી લેવાં માટે પોતાની ચેર પરથી ઉભો થાય છે, અને સ્ટેજ તરફ ગર્વ સાથે ચાલવા માંડે છે, ત્યારબાદ મનોજ ગોસાઈ સર શિવરુદ્રાને તેની ટ્રોફી એનાયત કરે છે, અને આવનાર ભવિષ્ય વિશે શુભેચ્છાઓ આપે છે….ત્યારબાદ શિવરુદ્રા પોતાની ટ્રોફી લઈને સ્ટેજ પરથી નીચે ઉતારવા માટે ચાલવા માંડે છે….બરાબર એ જ સમયે….

"મિ. શિવરુદ્રા….પ્લીઝ ટેલ સમથિંગ અબાઉટ યોર ગોલ્ડન મેમરી ઓફ ધીસ કોલેજ...એન્ડ અબાઉટ યોર ફ્યુચર પ્લાન….!" - એન્કર શિવરુદ્રાને વિનંતી કરતાં બોલે છે.

"હું….શિવરુદ્રા….ફાઇનલ યર સ્ટુડન્ટ!" -માઇક પોતાનાં હાથમાં પકડતાં શિવરુદ્રા બોલે છે.

જેવી રીતે બાહુબલીમાં પ્રભાસ બોલે છે કે, "અમરેન્દ્ર બાહુબલી યાની મેં….!" એ સાથે જ બધાં જ નગરજનો જેવી રીતે ખુશ થઈને બુમો પાડવા માંડે છે, તેવી જ રીતે શિવરુદ્રા આટલો બોલ્યો એ સાથે જ ફરીથી સંપૂર્ણ સ્ટેજ ફરીથી બધાં વિદ્યાર્થીઓની અવાજથી ગુંજી ઉઠ્યો…

"હું શિવરુદ્રા ફાઇનલ યર સ્ટુડન્ટ , આપણી કોલેજનાં પ્રિન્સિપાલ સર, વાઇસ પ્રિન્સિપાલ સર, તમામ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, તમામ પ્રોફેસરો, અને આ ઇન્સ્ટિટ્યૂટનાં દરેક કર્મચારીઓનો સહૃદય કાયમિક માટે આભારી રહીશ….જેણે મારા જીવનમાં "શૂન્યમાંથી સર્જન કરેલ છે, અને એક પથ્થરને છીણી વડે કોતરીને - કોતરીને મારા જેવી એક નવનિર્મિત મૂર્તિનું સર્જન કરેલ છે, અને "આર્કયોલોજી" વિભાગમાં ગ્રેજ્યુએશન કરવું એ મારું એક સપનું હતું...જે આજે હકીકતમાં પરિણમેલ છે, જે બદલ હું આજે ખૂબ જ ખુશ છું…અને ભવિષ્યમાં હું ભારત સરકારના આર્કયોલોજી ડિપાર્ટમેન્ટમાં જોબ કરવાની ઈચ્છા ધરાવું છું….આજે મારો કોલેજનો છેલ્લો દિવસ છે...કાલે મારા બધાં જ મિત્રો કોલેજ છોડીને પોત - પોતાનાં શહેરમાં પરત ફરશે….પછી ખબર નહીં કે ભવિષ્યમાં એકબીજાને મળીશું કે નહીં…..આમ જોવો તો આ કોલેજે મને અભ્યાસની સાથોસાથ ઘણું બધું આપેલ છે….ટૂંકમાં કહુ તો આ કોલેજે મારું માત્ર ભણતર નહીં પરંતુ ઘડતર પણ કરેલ છે….આ ઉપરાંત ચિરાગ, નિખિલ, અવની અને આસ્થા જેવાં જીગરજાન મિત્રો પણ આપેલ છે….હું તેઓને અને મારા બધાં જ જુનિયર્સને માત્ર એટલું જ કહીશ...કે…."મિસ યુ ઓલ...યારો….!" - પોતાની આંખોમાં રહેલ આંસુઓ લૂછતાં - લૂછતાં શિવરુદ્રા બોલ્યો.

"થેન્ક યુ વેરી મચ...ફોર યોર એક્સેલેન્ટ સ્પીચ...મિ. શિવરુદ્રા….!" - એન્કર પોતાનાં હાથમાં માઈકનું કમાન સાંભળતા - સાંભળતા બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા પોતાની ટ્રોફી અને સર્ટિફિકેટ લઈને સ્ટેજ પરથી નીચે ઉતારવા જાય છે, બરાબર એ જ સમયે….એન્કર પોતાનાં ભારે અવાજમાં બોલે છે…

"વેઇટ ! મિ.શિવરુદ્રા લાસ્ટ બટ નોટ લિસ્ટ, નાવ આઈ મેં રિકવેસ્ટિંગ ટુ અવર પ્રિન્સિપાલ કે.એમ.ખુરાના સર ટુ ગીવ વન મોર ફિધર ફોર, "સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ" ઈન યોર કેપ…!" - એન્કર પ્રિન્સિપાલ સરને રિકવેસ્ટ કરતાં બોલે છે.

ત્યારબાદ પ્રિન્સિપાલ ખુરાના સર શિવરુદ્રાને "સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ" એનાયત કરતાં - કરતાં કહે છે કે…"વી રિયલી ફિલ પ્રાઉડ ઓન યુ...ડિયર શિવરુદ્રા…મારી કે આપણી કોલેજની જ્યારે પણ તારે જરૂર હોય ત્યારે તું બેજીજક થઈને આવી જશે….તમારી જેવાં વિદ્યાર્થીઓને મદદ કરવી કે માર્ગદર્શન આપવું અમારા જેવાં શિક્ષકો માટે કોઈ રિવોર્ડથી ઓછું નથી…..!"

પછી શિવરુદ્રા પોતાની બંને ટ્રોફી અને સર્ટિફિકેટ લઈને સ્ટેજ પરથી નીચે ઉતરે છે, અને બધાં જ વિદ્યાર્થીઓ તેને તાળીઓના ગળગળાટથી વધાવી લે છે, ત્યારબાદ ઓથ સેરેમની, કલચરલ પ્રોગામ રજુ કરવામાં આવે છે જેમાં દરેક વર્ષનાં વિદ્યાર્થીઓ દ્વારા પોત - પોતાની ઇવેન્ટ રજૂ કરવામાં આવે છે, બધાં જ વિદ્યાર્થીઓ આ પ્રોગામમાં ખૂબ જ એન્જોય કરે છે, અને છેલ્લે તે બધાં જ વિદ્યાર્થીઓ લંચ કરે છે, ત્યારબાદ શિવરુદ્રા પોતાનો બધો સામાન લઈને બધાં મિત્રોને ગળે મળીને રડતાં - રડતાં કોલેજમાંથી વિદાય લે છે….સવારે જે કેમ્પસ મનમોહક લાગી રહ્યું હતું એ જ કેમ્પસ હાલ એકાએક એકદમ ઉજ્જડ અને વેરાન બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું….સવારે બધાં જ મિત્રોના ચહેરા પર રહેલ આનંદ અને ખુશીઓમાં જાણે એકાએક ઓટ આવી ગઈ હોય, તેમ બધાં જ મિત્રોનાં ચહેરા હાલ એકદમ ઉદાસ, હતાશ અને નિરાશ બની ગયેલા દેખાય રહ્યાં હતાં…..ત્યારબાદ બધાં મિત્રો એકબીજાને ગળે મળીને છુટા પડે છે.

જ્યારે આ બાજુ શિવરુદ્રા કોલેજનાં એન્ટરસથી માંડીને મેઈન ગેટ સુધી ચાલીને જાય છે, અને બરાબર આ જ સમયે આ બધાં જ સ્થળો સાથે જોડાયેલ તેની બધી જ યાદો તાજી થઈને તેની આંખો સામે દ્રશ્યમાન થાય છે.

એવામાં કોલેજનાં મેઈન ગેટ પાસે શિવરુદ્રાએ અગાવથી જે કેબ બુક કરાવેલ હતી, તે કેબ આવી પહોંચે છે, અને શિવરુદ્રા પોતાનો બધો જ સામાન તે કેબની ડેકીમાં રાખે છે….પછી તે કારનો દરવાજો ખોલીને બેસવા માટે આગળ વધે છે….બરાબર એ જ સમયે શિવરુદ્રાનાં કાને એક જાણીતો અવાજ સંભળાય છે…..

"હેલો...મિ. શિવરુદ્રા, તમે યુનિવર્સિટી ટોપ આવ્યાં અને તમને આટલાં બધાં ઇનામો મળ્યાં તો પાવર આવી ગયો લાગે છે……!" - શિવરુદ્રાને પોતાની પાછળ તરફથી હાંફતાં અવાજમાં કોઈ બોલ્યું હોય તેવું સંભળાય છે.

"ઓહ... શ્લોકા તું….!" - આશ્ચર્ય અને નવાઈ સાથે શિવરુદ્રા બોલે છે.

"હા….હું….માન્યું કે હું તમારી બે વર્ષ જુનિયર છું….તો શું તમારી નજરમાં જુનિયરનું કોઈ જ મહત્વ નથી….!" - શ્લોકા થોડાંક ગુસ્સા સાથે પૂછે છે.

"નો...ડિયર શ્લોકા એવું કંઈ નથી….!" - શિવરુદ્રા પોતાનો બચાવ કરતાં - કરતાં બોલે છે.

"હા….એવું જ છે….બાકી આજનો પ્રોગ્રામ શરૂ થયો ત્યારથી માંડીને છેક અત્યાર સુધી હું તમારી આસપાસ જ હતી….પરંતુ તમે એકવાર પણ મારી તરફ જોયું જ નહીં….!" - આંખોમાં આંસુ સાથે શ્લોકો બોલે છે.

"નો...ડિયર...એવું જરાય નથી…. એવું પણ બની શકે કે હું ઉતાવળમાં હોવ એટલે કદાચ તારા તરફ મારું ધ્યાન ના ગયું હોય….!" - શિવરુદ્રા શ્લોકાને સમજાવતાં બોલે છે.

"પણ...તું આજ સવારથી મારી આસપાસ કેમ આંટા મારી રહી હતી….?" - નવાઈ સાથે શિવરુદ્રા શ્લોકાને પૂછે છે.

"તમને યાદ છે...હું જ્યારે ફર્સ્ટ યરમાં એડમિશન લઈને આવેલ હતી...ત્યારે મારા જ એક સિનિયર એટલે કે તમારા એક કલાસમેટ દ્વારા મારા પર રેગીંગ કરવાં માટે પ્રયત્ન કરેલ હતો….અને એ સમયે તમે મને ઓળખતા પણ ન હોવાછતાં પણ મને એ સમયે રેગીંગનો ભોગ બનતાં અટકાવી હતી….અને તમે તમારા કલાસમેટની સારી એવી ધોલાઈ કરેલ હતી…..!" - શ્લોકા જૂની યાદો તાજા કરતાં - કરતાં શિવરુદ્રાને જણાવે છે.

"હા….તો...એ ઘટનાનો અને મારી આસપાસ તારા આંટા મારવા વચ્ચે શું સંબધ હોઈ શકે….?" - શિવરુદ્રા થોડાં મૂંઝાયેલાં અવાજે શ્લોકાની સામે જોઈને પૂછે છે.

"તમે….એકદમ...બુધ્ધુ છો...એટલું પણ નહીં સમજતા….ત્યારથી માંડીને આજસુધી મને જો કોઈ છોકરા વિશે વિચાર આવેલ હોય તો એ તમેં જ છો….હું મનોમન તમને પસંદ કરવાં લાગી હતી….અને જોતજોતામાં મારી એ પસંદગી પ્રેમમાં ક્યારે પરિણમી એ મને ખ્યાલ જ ના રહ્યો….તેમ છતાંપણ કોલેજનાં અમુક રૂલ્સ અને રેગ્યુલેશન, સિનિયર જુનિયરને એક કાલ્પનિક બાઉન્ડરી વગેરે ને લીધે હું તમને મારા મનની વાત જણાવી જ ના શકી….અને ગઈકાલે તો આખી રાત મને ઊંઘ જ ના આવી...મારું મન મને એક જ પ્રશ્ન વારંવાર પૂછી રહ્યું હતું કે, "તું...તારા મનની વાત શિવરુદ્રાને કાલે નહીં કરીશ તો પછી...ક્યારે કરીશ…? કાલે તો શિવરુદ્રા કોલેજમાંથી રીલિવ થઈને જતો રહેશે….માટે આવતીકાલે હિંમત કરીને તારા મનમાં શિવરુદ્રા પ્રત્યે જે કાંઈ લાગણીઓ રહેલ છે, તેનાં વિશે કોઈપણ પ્રકારની બીક કે ડર રાખ્યા વિના જણાવી જ દેજે….!" - આથી હું મારા મનમાં રહેલ વાત તમને જણાવવા માટે સવારની તમારી આસપાસ ભટકી રહી છું….."આઈ...લ...વ...યુ….સો...મ...ચ….!" - શ્લોકા આંખોમાં આંસુ સાથે...પોતાનાં હાથમાં રહેલ ગુલાબ શિવરુદ્રાને આપતાં - આપતાં બોલે છે.

"શ્લોકા….આઈ લવ યુ ટુ મચ….બટ… મને એક પ્રોમિસ આપ….!" - શિવરુદ્રા શ્લોકાનો હાથ પોતાનાં હાથમાં પકડતાં બોલે છે.

"હા...ચોક્કસ… એક નહીં પરંતુ હું તમને હજારો પ્રોમિસ આપવાં માટે તૈયાર છું….!" - થોડીવાર પહેલાં જે આંખો આંસુઓથી ભરેલ હતી...તે જ આંખોમાં ખુશીઓનાં આંસુ સાથે શ્લોકા ખુશ થતાં - થતાં બોલે છે.

"જો...શ્લોકા…તારે હજુ અભ્યાસ પૂર્ણ કરવામાં બે વર્ષ બાકી છે….તો હું એવું ઈચ્છું છું કે તું પહેલાં તારો અભ્યાસ શાંતિથી પૂર્ણ કરીશ અને આપણાં આ રિલેશનની તારા અભ્યાસ પર કંઈ જ અસર નહીં થવાં દઈશ…અને મારા હૃદયમાં કાયમિક માટે તારૂ જ સ્થાન રહેશે….બટ યુ હેવ ટુ મસ્ટ કમ્પ્લીટ યોર સ્ટીડી ફર્સ્ટ….ત્યાં સુધી આપણે એકબીજા સાથે ફોન પર એટલી બધી વાતો પણ નહીં કરીશું…..!" - શિવરુદ્રા શ્લોકા સામે શરત રાખતાં - રાખતાં બોલે છે.

"યસ….સ્યોર...આઈ એમ એગ્રી...વિથ યુ….!" - શ્લોકા શિવરુદ્રા પાસેથી જે સાંભળવા માંગતી હતી...તે તો શિવરુદ્રાએ કહી જ દીધેલ હતું….આથી શ્લોકા ખુશ થતાં થતાં શિવરુદ્રાને હગ કરી લે છે….અને શિવરુદ્રા પણ શ્લોકાને હગ કરી લે છે…..અને ઘણી મિનિટો સુધી તે બંનેવ આંખોમાં આંસુ સાથે એકબીજાને વળગીને રહે છે….બરાબર એ જ સમયે કેબ ડ્રાઇવર ઇસ્માઇલ હોર્ન વગાડે છે….આથી તે બંનેવ પોતાની એ પ્રેમભરેલી દુનિયામાંથી એક ઝબકારા સાથે વાસ્તવિક દુનિયામાં આવી જાય છે….ત્યારબાદ શિવરુદ્રા કેબમાં બેસી જાય છે….અને શ્લોકાને બાય - બાય કરતાં કરતાં હેન્ડ વેવ કરે છે….જ્યારે આ બાજુ ફરી શ્લોકાની આંખોમાં આંસુઓ આવી જાય છે….પરંતુ હાલમાં શ્લોકા મનમાં એક અનેરી શાંતિ, તૃપ્તિ, અને ખુશીઓ ફેલાઈ ગયેલ હતી….જાણે પોતાનાં શરીરમાં એક નવાં પ્રકારની ઉર્જા કે ઊર્મિઓનો સંચાર થઈ ગયેલ હોય તેવું શ્લોકા અનુભવી રહી હતી….જે સ્વભાવિક પણ હતું….કારણ કે શ્લોકા છેલ્લાં બે વર્ષથી શિવરુદ્રાને પ્રેમ કરી રહી હતી...પરંતુ તેણે પોતાની લાગણીઓ પર બે વર્ષ સુધી કાબુ રાખેલ હતો...જે કોઈ નાનીસૂની વાત તો ના જ હતી….અને કહેવાય છે ને કે, "ધીરજના ફળ મીઠા…!" - આ કહેવત જાણે શ્લોકા માટે જ લખાયેલ હોય તેવું લાગી રહ્યું હતું….શ્લોકાએ પોતાનાં દિલની વાત શિવરુદ્રાને કહેવામાં ધીરજ રાખી હતી….જેનું અંતે શ્લોકોને સારું એવું પરિણામ પણ મળ્યું હતું.

આ બાજુ શિવરુદ્રા જે કેબમાં બેસેલ હતો...તે કેબ ધીમે ધીમે રોડ પર દોડવા લાગી….આ બાજુ શ્લોકાની આંખોમાંથી આંસુઓ દડ - દડ કરીને તેનાં ગાલ પર દોડવા માંડ્યા….અને એ કેબ જ્યાં સુધી દેખાતી બંધ ના થઇ ત્યાંસુધી શ્લોકા કોલેજનાં ગેટ પાસે જ ઉભી રહી….ત્યારબાદ શ્લોકા પોતાની આંખોમાં રહેલ આંસુઓ લૂછતાં - લૂછતાં, મનમાં એક અલગ પ્રકારનાં આનંદ સાથે ફરી પાછી પોતાની કોલેજમાં પ્રવેશે છે….જ્યારે આ બાજુ શિવરુદ્રા પોતાની કોલેજ જે શહેરમાં આવેલ હતી...તે શહેરની બહાર નીકળે છે….

કેબમાં બેઠાં - બેઠાં શિવરુદ્રાનાં મનમાં વાયુવેગે વિચારોનું ચક્રવાત સર્જાયું તે વિચારી રહ્યો હતો કે પોતે હાલ શ્લોકા સાથે જે કાંઈ કર્યું તે યોગ્ય છે કે નહીં…? શું શ્લોકા મારા વગર કોલેજમાં એકલી રહી તો શકેશે...ને…? શું શ્લોકાની પ્રપોઝલ સ્વીકારીને મેં કાઈ ભૂલ તો નથી કરીને….? - આવા વિચાર કરતાં - કરતાં શિવરુદ્રા સીટ પર પોતાનું માથું ટેકવીને ઊંઘી ગયો….!

એકબાજુ શિવરુદ્રાની કોલેજ લાઈફ પુરી થઈ રહી હતી...તો બીજી બાજુ શિવરુદ્રાની પ્રોફેશન અને શ્લોકા સાથે પર્શનલ લાઈફની એક નવી શરૂઆત થવા જઈ રહી હતી….અત્યાર સુધી શિવરુદ્રાની લાઈફ એકદમ સરળતાથી પસાર થઈ રહી હતી….પરંતુ શિવરુદ્રા ભવિષ્યમાં પોતાની જે નવી પ્રોફેશન અને પર્શનલ લાઈફ શરૂ થવા જનાર છે….તે પોતાની સાથે કેટ - કેટલી આફતો, મુશ્કેલીઓ, રહસ્યો, ઉતાર-ચડાવ, અડચણો, દુઃખો, હતાશા, નિરાશાઓ લઈને આવશે….તેનો શિવરુદ્રાને જરાપણ અણસાર હતો જ નહીં….જે માત્ર આવનાર સમય જ જણાવી શકે તેમ હતો….!

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"

Rate & Review

Jagi

Jagi 2 years ago

Sonal Parmar

Sonal Parmar 2 years ago

jigna bhatt

jigna bhatt 2 years ago

Bhavesh Sindhav

Bhavesh Sindhav 2 years ago

Niketa

Niketa 2 years ago