Shivarudra .. - 11 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 11

11.

સાત વર્ષ પહેલાં…

સ્થળ : સૂર્યપ્રતાપગઢ ગામની બહાર આવેલ એક ફાર્મ હાઉસ.

સમય : બપોરનાં 12 કલાક.

સૂર્યપ્રતાપગઢ પર જાણે આજે કુદરત મહેરબાન થઈ હોય તેવી રીતે ગઈકાલ મોડીરાતથી વરસાદ મન મુકીને અનાધાર વરસી રહ્યો હતો, વતાવરણમાં એક અલગ જ પ્રકારની ઠંડક છવાઈ ગઈ હતી, માટીમાંથી આવતી ભીની ખુશ્બુ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી રહી હતી, સૂર્યપ્રતાપગઢમાં આવેલ ઝરણાં અને નદીઓ જાણે ફરી સજીવન થઈ ગયાં હોય તેવું લાગી રહ્યું હતું, સૂર્યપ્રતાપગઢની ચારેબાજુએ આવેલ ડુંગરોએ જાણી લીલા રંગની ચાદર ઓઢી લીધેલ હોય તેવું લાગી રહ્યું હતું, આ દ્રશ્ય જોનાર વ્યક્તિની આંખોમાં એક અલગ પ્રકારની તાજગી છવાઈ જતી હતી, આ વરસાદ એ કુદરતે આપણને આપેલ એવી અણમોલ ભેટ છે કે જેમાં નાના બાળકોથી માંડીને જીવનનાં કિનારે બેસેલાં વૃદ્ધ લોકોને પણ વરસાદ પસંદ પડે છે…..

આલોક શર્મા પણ પોતાનાં સેન્ટરનાં સ્ટાફ કવાર્ટરમાં આ વરસાદી માહોલનો લુપ્ત ઉઠાવી રહ્યો હતો, તેને બહાર જઈને ભીંજાવવાની ખૂબ જ ઈચ્છા થઈ આવી પરંતુ આ સમાજે તેનાં કપાળે લગાવેલ "સાહેબ" નું બિરુદ તેને બહાર વરસાદમાં ભીંજાવા જતાં રોકી રહ્યું હતું, આથી આલોક શર્મા પોતાનાં કવાર્ટરની બારીએ જ ઉભા રહીને આ વરસાદી માહોલ માણવાનો લુપ્ત ઉઠાવી રહ્યો હતો….

બરાબર એ જ સમયે આલોક શર્માનો ફોન રણકી ઉઠ્યો આથી આલોક ટીપાઈ પર પડેલાં પોતાનાં મોબાઈલ તરફ પોતાનાં પગલાં ભરવા લાગે છે….મોબાઈલ ઉઠાવીને જોવે છે કે મોબાઇલની ડિસ્પ્લે પર લખેલ હતું, વિકાસ નાયક આથી આલોક એકદમ ઝડપથી કોલ રિસીવ કરે છે….

"યસ...વિકાસ...સર…!" - આલોક થોડાં ગભરાયેલા અવાજે બોલે છે.

"આલોક...શું તું આજે ફ્રી છે….?" - વિકાસ પોતાનાં ભારે અને દમદાર અવાજમાં આલોકને પૂછે છે.

"હા...સર!" - આલોક થોડાક હળવા અવાજે બોલે છે.

"ઓકે…! તો આજે સાંજે બરાબર 8 વાગ્યે સૂર્યપ્રતાપગઢની બહાર આવેલાં મારા ફરમહાઉસે આપણે મળીએ છીએ…!" - વિકાસ આલોકને આદેશ કરતાં કરતાં જણાવે છે.

"યસ...સર...સ્યોર…!" - આલોક વિકાસની વાત સાથે સહમત થતાં બોલે છે.

"ઓકે….!" - આટલું બોલી વિકાસ કોલ ડિસ્કનેકટ કરે છે.

જ્યારે આ બાજુ આલોકનાં મનમાં વિચારોની ટ્રેન દોડવા માંડે છે...કે...શાં માટે વિકાસ સરે મને આવી રીતે એકાએક પોતાનાં ફાર્મ હાઉસ પર બોલાવેલ હશે…? દરરોજ માત્ર ફોન પર જ મળતાં વિકાસ નાયક આજે શાં માટે પોતાને રૂબરૂ મળવા માટે તૈયાર થઈ ગયાં હશે…? શું આ પાછળ કોઈ ગાઢ રહસ્ય કે કારણ તો નહીં છુપાયેલ હશે ને…? ફાર્મહાઉસે મારી સાથે કોઈ અઘટીત કે અણધારી ઘટનાં તો નહીં બનશે ને…? - આવા અનેક વિચારો હાલ આલોકનાં મનમાં ઘૂમી રહ્યાં હતાં….

એ જ દિવસે રાતે આઠ વાગ્યે….

હજુપણ વરસાદ એ જ ધારે ધોધમાર વરસી રહ્યો હતો, જે બંધ થવાનું નામ જ નહોતો લઈ રહ્યો, પરંતુ આલોકને વિકાસ નાયકને મળવું પણ ખૂબ જ જરૂરી હતું...આથી આલોક પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી પોતાની આર્કીયોલોજી સંસ્થાની કાર લઈને આલોક સૂર્યપ્રતાપગઢની બહાર આવેલાં વિકાસ નાયકનાં ફાર્મહાઉસે જવાં માટે રવાનાં થાય છે, થોડીવારમાં આલોક સૂર્યપ્રતાપગઢની બહાર નીકળી જાય છે, હજુ પણ વરસાદ એ જ ગતિએ વરસી રહયો હતો, જોરદાર વરસાદ સાથોસાથ સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો હતો, આકાશ ઘનઘોર કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલ હતું, તારાઓ અને ચંદ્ર આ કાળા ડિબાંગ વાદળો પાછળ જાણે સંતાઈને અદ્રશ્ય થઈ ગયાં હોય તેવું લાગી રહ્યો હતો, હાલમાં ખૂબ જ વરસાદ વરસતો હોવાને લીધે આલોક રસ્તા પર વ્યવસ્થિત જોઈ શકતો ન હતો, આથી તેણે પોતાની કારનાં વાઈપરની ઝડપ વધારી અને હેડ લાઈટ ફૂલ બિંબ કરી નાખી, હાલમાં વીજળીના કડાકા - ભડાકા એટલાં જોરથી થઈ રહ્યાં હતાં, જે જોઈને નબળા હૃદયનાં લોકોનું તો હૃદય જ બેસી જાય…આવા ભારે વરસાદને કારણે આખો રસ્તો સુમસામ અને વેરાન હતો, આખા રસ્તા પર એકમાત્ર આલોક પોતાની કાર ચલાવી રહ્યો હતો…..

અડધા કલાક બાદ, આલોક વિકાસ નાયકનાં ફાર્મહાઉસે પહોંચે છે, તે ત્યાં જઈને જોવે છે, કે વિકાસનાં ફાર્મહાઉસ પર સૂર્યપ્રતાપગઢ ગામ જે જિલ્લામાં આવતું હતું, તે જિલ્લાનાં એમ.પી, એમ.એલ.એ, ડી.વાય.એસ.પી, ડી, જી.પી, જિલ્લા મેજિસ્ટ્રેટ, કલેકટર વગેરે હાલમાં વિકાસ નાયકનાં ફાર્મ હાઉસ પર હાજર હતાં, આ બધી મોટી મોટી હસ્તીઓને જોઈને આલોક શર્મા પળવાર માટે તો મૂંઝવણમાં મુકાઈ ગયો, તેનાં મનમાં થોડોક ગભરાહટ થવાં લાગી….આથી વિકાસ નાયક આલોકની સામે જોઇને બોલ્યો.

"ડોન્ટ...વરી...આલોક...આ બધાં વ્યક્તિઓ અન્ય લોકો માટે ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિઓ હશે...પણ મારા માટે તો બિઝનેસ પાર્ટનર છે, બીજા શબ્દોમાં કહું તો હું આજે આ ઈમપોર્ટ એન્ડ એકસપોર્ટ ઓફ એનસીયન્ટ થીંગ્સ એન્ડ મટીરીયલ નો કિંગ બનીને બેસેલો છું, તો માત્રને માત્ર આ બધાં વ્યક્તિઓને લીધે જ, જેઓ મને કોઈપણ પ્રકારનાં વિઘ્ન કે મુશ્કેલીઓ વગર જ આ બધી પ્રાચીનતમ વસ્તુઓને આપણાં દેશમાંથી અન્ય દેશમાં એક્સપોર્ટ કરવામાં મદદરૂપ થાય છે, જેની હું તે બધાંને ચોક્કસ રકમ પણ આપું જ છું….!" - વિકાસ સોફા પર બેસેલાં બધાં હસ્તીઓનો પરિચય આપતાં બોલે છે.

વિકાસની આ વાત સાંભળીને આલોકનો ગભરાયેલો જીવ શાંત પડ્યો, તેનાં વધી ગયેલાં શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકારા ફરી પાછા નોર્મલ થઈ ગયાં….

"મીટ...મિ.આલોક શર્મા...હી ઇસ વન ઓફ ધ ડેરિંગ, ઇન્ટેલિજન્ટ, ડાયનેમિક એન્ડ યનગેસ્ટ આર્કીયોલોજીસ્ટ ઓફ સૂર્યપ્રતાપગઢ જે આપણને અલગ અલગ પ્રાચીનતમ વસ્તુઓ અત્યાર સુધી પુરી પાડી રહ્યો છે, તેની બાતમી અને રિસર્ચને આધારે હાલ આપણે ઘણી બધી પ્રાચીનતમ વસ્તુઓ, મૂર્તિ, હીરા, મોતી, ઘરેણાં વગેરે પ્રાપ્ત કરવામાં સફળ રહ્યાં છીએ….સો ગીવ હિમ અ બિગ કલાઉસ ઓફ અપલોવ્ઝ….!" - વિકાસ આમંત્રિત મહેમાનોને આલોકની ઓળખાણ આપતાંઆપતાં જણાવે છે.

ત્યારબાદ વિકાસ, આલોક ઊપરાંત અન્ય આમંત્રિત મહેમાનો બધાં મળીને આહલાદક ડીનરનો આસ્વાદ માણે છે, ડિનર કરી લીધાં બાદ વિકાસ નાયક પોતાનાં ફાર્મહાઉસનાં વેઇટરને બોલાવીને પોતાની કારમાંથી કંઈક વસ્તુ મંગાવે છે….

થોડીવારમાં પેલો વેઈટર વિકાસ નાયકની કારની ડેકીમાંથી રેડ વાઇનની પાંચ બોટલ લઈને આવે છે, અને ડિનર ટેબલ પર મૂકે છે….તેમાંથી વાઇનની એક બોટલ પોતાનાં હાથમાં ઉઠાવતાં વિકાસ બોલે છે…

"ડિયર ! ફ્રેન્ડસ ! આ એક સ્પેશીયલ પ્રકારની રેડ વાઇન છે, જે જર્મનીમાં રહેતાં મારા એક મિત્રએ મને ભેટ કરેલ છે, કહેવાય છે કે આ રેડ વાઇન 200 વર્ષ જૂની છે, જેની કિંમત હજારો નહીં પણ લાખોમાં બોલાય છે, અને જર્મનીમાં દર વર્ષે આ સ્પેશિયલ પ્રકારની વાઇનની હરાજી થાય છે, અને મારા મિત્રએ ખાસ મારા માટે આ રેડ વાઇનની બોટલ મોકલાવી આપેલ છે, જે હું તમારા નામે કરું છું….!" - વેઇટરનાં હાથમાં રેડ વાઇનની બોટલ આપતાં - આપતાં વિકાસ બોલે છે….ત્યારબાદ વેઈટર વિકાસ, આલોક અને આમંત્રિત બધાં મહેમાનોને આ રેડ વાઇન સર્વ કરે છે…..જોત - જોતામાં બધાં મળીને એ પાંચે પાંચે બોટલ પુરી કરી જાય છે….

આ બાજુ પોતાને એકલા જવાનું હોવાથી આલોક વિકાસની અને આમંત્રિત તમામ મહેમાનોની રજા લઈને અને આવી ભવ્ય અને યાદગાર પાર્ટી આપવાં બદલ વિકાસ નાયકનો આભાર માનીને આલોક પોતાનાં કવાર્ટર પર પરત ફરવાં માટે વિકાસનાં ફાર્મહાઉસ પરથી નીકળે છે.

હાલ પેલો વરસાદ થોડોક ધીમો પડેલ હતો, પરંતુ હજુપણ સુસવાટા મારતો પવન બંધ થયેલ ન હતો, હજુપણ આકાશમાં વિજળીઓમાં કડકી રહી હતી, વાદળો ગળગળાટ કરી રહ્યાં હતાં, આલોક પોતાનું સમગ્ર ધ્યાન હાલ કાર ચલાવવામાં લગાવી રહ્યો હતો, આલોક વિકાસનાં ફાર્મહાઉસ પરથી જ્યારે નીકળ્યો હતો, ત્યારે તે એકદમ નોર્મલ હતો, પરંતુ હાલ સુસવાટા મારતાં ઠંડા પવનને લીધે, આલોકને પેલાં રેડ વાઇનનો ધીમે ધીમે નશો ચડી રહ્યો હતો, ધીમે - ધીમે આલોકની આંખો ઢળવા લાગી, તેમ છતાંપણ આલોક પોતાની જાત પર કન્ટ્રોલ કરી રહ્યો હતો, કારનું સ્ટિયરિંગ માંડ માંડ સંભાળી રહ્યો હતો, હવે ધીમે - ધીમે આલોક પોતાની જાત પરનો કાબૂ ગુમાવી રહ્યો હતો, તેની આંખો અને માથું વારંવાર ઢળી પડતાં હતાં, એવામાં એકાએક સામેની તરફથી જોરદાર હોર્નનો અવાજ આલોકનાં કાને પડ્યો, આથી આલોક ઝબકારા સાથે થોડોક ભાનમાં આવ્યો, આથી આલોકે પોતાની નજર સામેની તરફ રસ્તા પર કરી, અને જોયું કે એક ટ્રક પુરઝડપે પોતાની સામે ઘસી આવી રહ્યો છે, જેની હેડલાઈટનાં તીવ્ર રોશનીને લીધે આલોકની આંખો અંજાય ગઈ, આથી આલોક પોતાની અંદર જેટલું જોર હતું તે બધું જોર સ્ટિયરિંગ ફેરવવામાં લગાવી દીધું…..પરંતુ એ સાથે જ આલોકની કાર રસ્તા પરથી નીચે ઉતરી ગઈ….અને એક દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ, આલોકની કાર પેલી દીવાલ સાથે એટલાં ફોર્સથી અથડાય હતી કે આલોકની કાર તે દીવાલ તોડીને આગળ વધી ગઈ હતી….આ સાથે આલોક રેડ વાઈના નસાને લીધે સ્ટિયરિંગ પર જ પોતાનું માંથુ રાખીને સુઈ ગયો….આલોકનાં નસીબ કદાચ આજે જોર કરી રહ્યાં હતાં, હાલ તેને મામુલી ઇજાઓ સિવાય કોઈ મોટી ઇજાઓ થયેલ હતી નહિ...પરંતુ આ બાબતથી નશામાં ચકચૂર આલોક અજાણ હતો…..

સમય : વહેલી સવારનાં પાંચ કલાક

સ્થળ : આલોકની કાર જે જગ્યાએ પડેલ હતી તે સ્થળ

જેમ - જેમ રાત હવે સવારનું સ્વરૂપ ધારણ કરી રહી હતી, તેમ તેમ આલોક પણ રેડ વાઇનનાં નસામાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યો હતો, આ બાજુ વરસાદ પણ વરસવાનું બંધ થઈ ગયેલ હતું, આકાશ પણ હવે હળવે હળવે સ્વચ્છ થઈ રહ્યું હતું, આ સાથે જ આલોક એક ઝબકારા સાથે જાગી ગયો, પોતાની આવી હાલતમાં જોઈને પળવાર માટે તો ગભરાઈ ગયો, આથી આલોક પોતાનાં મગજ પર ભાર આપીને રાતે પોતાની સાથે જે કંઈ બન્યું એ યાદ કરવાં માટે પ્રયત્ન કરે છે….પરંતુ છેલ્લે તેને માત્ર એટલું જ યાદ હતું કે પોતે વિકાસ નાયકનાં ફાર્મહાઉસેથી પોતાની કાર લઈને નીકળ્યો હતો, ત્યારબાદ પોતાની સાથે શું ઘટનાં ઘટી એ વિશે આલોકને કાઈ જ યાદ ન હતું, આથી આલોક સફાળો પોતાની કારમાંથી બહાર નીકળે છે, અને જોવે છે કે પોતાની કાર આગળનાં ભાગેથી પૂરેપૂરી ડેમેજ થઈ ગયેલ છે, પાછળની તરફ નજર કરે છે તો તે જોવે છે કે તેની પાછળ રહેલ દિવાલ ધરાશય થયેલ હતી, આથી આલોકને એટલો તો ખ્યાલ આવી જ ગયો કે હતો કે તેની કાર આ દિવાલને તોડીને અહીં આવી પહોંચેલ છે.

બરાબર એ જ સમયે આલોકની આંખો સામે વાદળી રંગનો એક પ્રકાશ પડે છે, આથી આલોક આળસ મરડતાં - મરડતાં તે પ્રકાશ જે બાજુએથી આવી રહ્યો હતો તે તરફ પોતાની નજર ફેરવે છે, અને આ પ્રકાશ જે દિશામાંથી આવી રહ્યો હતો, તે દિશામાં આગળ વધે છે….ત્યારબાદ આલોક જે નજારો જોવે છે, તે જોઈને તેની આંખો આશ્ચર્યને લીધે પહોળી થઇ જાય છે કારણ કે હાલ આલોક શર્માની નજરો સમક્ષ એક મોટો ફુવારો હતો, જે જોતાં એવું લાગી રહ્યું હતું કે આ ફુવારો વર્ષોથી બંધ હાલતમાં હશે….આ ફુવારાની બરાબર વચ્ચે એક નાના સ્તંભ પર આરસની એક મોહક મૂર્તિ હતી, અને આ વાદળી રોશની તેની બંને આંખોમાંથી જ આવી રહી હતી, આ જોઈ આલોકનાં મનમાં લાલચ જાગી, આથી આલોક દોડીને પોતાની કાર પાસે ગયો, અને કાર ફ્રી કરી હેન્ડ બ્રેક લગાવીને હેડ લાઈટ ચાલુ કરી, આથી આલોકને ખ્યાલ આવ્યો કે હાલ પોતે બીજે ક્યાંય નહીં પરંતુ સૂર્યપ્રતાપગઢની બહાર આવેલ પેલાં વર્ષો જુનાં જર્જરિત સૂર્યપ્રતાપ મહેલમાં જ આવી પહોંચેલ છે.

પછી આલોક કારનાં ડેસ્કબોર્ડ પર રહેલ ખાનામાંથી આર્કીયોલોજીનો જે સામાન હતો, તેમાંથી એક અણીદાર સ્કાલપેલ લે છે, અને એ ફુવારની અંદર પ્રવેશે છે, અને એ અણીદાર સ્કાલપેલની મદદથી પેલી મૂર્તિની એક આંખ કાઢી લે છે, અને ત્યારબાદ આલોક એ મૂર્તિની બીજી આંખ કાઢવા જાય છે, જેવો આલોક પેલી મૂર્તિની બીજી આંખ કાઢવા જાય છે, એ સાથે જ પેલાં જર્જરિત મહેલમાંથી એક યુવતીનો અવાજ સંભળાય છે, જે ખુબ જ ગુસ્સામાં બોલી રહી હતી, એકાએક પેલાં બેજાન ફુવારમાં જીવ આવ્યો હોય તેમ ફુવારા આપમેળે જ ચાલુ થઈ જાય છે, આ સાથે જ એક જોરદાર ધડાકા સાથે પેલી મૂર્તિ અને ફુવારો જમીનમાં દટાઈ જાય છે, આ જોઈ આલોક ખુબ જ ગભરાય ગયો, આથી આલોક દોડીને પોતાની કારમાં બેસે છે, અને પોતાનાં સામાનમાં રહેલ એક પોટલીમાં પેલી યુવતીની આંખ મુકી દે છે…..

બરાબર આ જ સમયે આલોક મનોમન વિચારે છે, "આ કાર ફરી પાછી પેહલાંની માફક જ નોર્મલ થઈ જાય તો કેવું સારું….!" - એ સાથે જ આલોક હાલ જે કારમાં બેસેલ હતો, તે કાર આપમેળે જ પહેલાંની માફક નોર્મલ બની જાય છે, આથી આલોક વિચારે છે હાલ પોતાની પાસે પેલી મૂર્તિમાંથી જે આંખ કાઢી તે આંખ કોઈ સામાન્ય આંખ નથી પરંતુ તે આંખ એક ઈચ્છા પૂરી કરનાર "ક્રિસ્ટલ આઈ" છે…..આથી આલોક ઝડપથી કાર પેલાં પૌરાણિક અને જર્જરિત મહેલની બહાર જતાં રસ્તા પર ચલાવે છે…..

મહેલની બહાર નીકળીને આલોક પેલી "ક્રિસ્ટલ આઈ" પોતાની હથેળીમાં રાખીને કહે છે કે, "મહેલની આ તૂટેલી દિવાલ ફરી પાછી હતી તેવી બની જાય….!" - આલોક આટલું બોલ્યો એ સાથે જ જોત - જોતામાં મહેલની એ તૂટેલી દિવાલ આપમેળે જે પહેલાંની માફક ચણાઈ ગઈ…..આ જોઈ આલોકની ખુશીઓનો પાર જ ના રહ્યો આથી આલોક મનોમન ખુશ થતાં - થતાં પોતાનાં કવાર્ટર તરફ જતાં રસ્તા પર કાર ચલાવવા માંડે છે…..જાણે એકાએક આલોકને કોઈ મોટો જેકપોટ કે લોટરી લાગી હોય તેવું પોતે હાલ અનુભવી રહ્યો હતો, આલોક મનમાં વિચારી રહ્યો હતો કે "દેને વાલા જબ ભી દેતાં, દેતાં છપ્પર ફાડકે…!" - એવું ખરેખર હાલ પોતાની સાથે બનેલ હતું….

આલોક હાલ ભલે મનોમન ખુશ થતાં - થતાં પેલી "ક્રિસ્ટલ આઈ" પોતાની સાથે લઈ જઈ રહ્યો હોય, પરંતુ આલોક એ બાબતથી તદ્દન અજાણ હતો કે હાલ પોતે પોતાની સાથે માત્ર એ "ક્રિસ્ટલ આઈ" જ નહી પરંતુ પોતાનાં જીવનની સૌથી મોટામાં મોટી મુસીબત પોતાની સાથે લઈને જઈ રહ્યો હતો, પરંતુ હાલ લોભ, મોહ અને માયાનાં પ્રભાવથી અંજાયેલ આલોક આ બાબતથી તદ્દન અજાણ હતો, અત્યારે હાલ આલોક આ "ક્રિસ્ટલ આઈ" ની સારી બાબતો વિશે જ જાણી શક્યો હતો, પરંતુ એ ક્રિસ્ટલ સાથે જોડાયેલ દર્દનાક અને ગાઢ અતીત કે ભૂતકાળ વિશે આલોક અજ્ઞાન હતો, જે આવનાર સમયમાં આલોકનું જીવન વેરવિખેર કરી નાખનાર હતો, જે ભવિષ્યમાં આલોકનાં અસ્તિત્વ સામે પણ ઘણાં સવાલો લઈને આવનાર હતાં.

ક્રમશ :