Shivarudra .. - 16 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 16

16

(શિવરુદ્રા જ્યારે પોતાની આંખો ખોલીને જોવે છે, તો હાલ તે પોતાની જાતને એક ઘોર ઘનઘોર અને ગાઢ રહસ્યમય ગુફામાં આવી પહોચેલ પામે છે, આ જોઈ શિવરુદ્રા એકદમથી ગભરાય જાય છે, ત્યારબાદ તે શ્લોકા અને આકાશને મળે છે, અને પછી તેઓ એકબીજા સાથે વાતોચિતો કરે છે, અને હાલ પોતાના માથે એકાએક આવી પડેલ આફત સામે કેવી રીતે લડવું એ વિશે ચર્ચા - વિચારણા કરવાં માંડે છે, ગહનચર્ચા અને વિચારવિમર્ષનાં કર્યા બાદ અંતે "જે થશે એ જોયું જશે...!" - એવું વિચારીને ગુફાનાં એ ગાઢ અને રહસ્યમય માર્ગ પર આગળ ધપે છે.....ત્યારબાદ તેઓ એક મોટાં રહસ્યમય અને વર્ષો જુનાં પૌરાણિક દરવાજા સામે આવીને ઊભાં રહી જાય છે, અને ત્યાં તેઓએ સપનામાં પણ વિચારેલ નહીં હોય તેવી ચિત્ર - વિચિત્ર અને ડરામણી ઘટનાઓ ઘટવા માંડે છે, ત્યારબાદ તેઓ પેલાં અઘોરીબાબાએ આપેલ પૌરાણિક વસ્તુઓની મદદથી આ પૌરાણિક અને રહસ્યમય દરવાજો કઈ રીતે ખોલવો....? તેનાં માટે એક કોયડો મેળવવામાં સફળ રહે છે....બસ જરૂર હતી તે તે કોયડાને ઉકેલવાની.....!)

“છે આ બધું એક મૃગજળ માફક, 

જે દેખાય છે તને, 

રાખી ધર્મને તારા હ્રદયનાં કેન્દ્ર સ્થાને, 

જોડી દે તું તારી ચારે દિશાઓને, 

મનરૂપી લકીરોથી, 

રાખી ઈશ્વર પર વિશ્વાસ અપાર, 

પછી જો કેવો તારો રસ્તો લઈ જાય, 

છે તેને તારી મંઝિલ સુધી..!

“તો ! આ કોયડાનો મતલબ શું થતો હશે ? શું....આ કોયડો આપણને પેલો રહસ્યમય પૌરાણિક દરવાજો પાર કરવામાં મદદરૂપ સાબિત થશે ? આ દરવાજા પાછળ આ ગુફામાથી બહાર નીકળવાં માટેનો કોઈ રસ્તો મળશે કે પછી...આ દરવાજા પાછળ કોઈ નવી જ મુસીબતો આપણાં માટે રાહ જોઈ રહી હશે....?" - શ્લોકા શિવરુદ્રાની સામે હેરાની ભરેલાં અવાજે જોઈને પૂછે છે.

"શ્લોકા ! હાલ આપણાં પર આવી પડેલ આફત જોતાં, તને આવાં પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે ? પરંતુ આ પ્રશ્નોનાં જવાબ હાલ મારી પાસે નથી પરંતુ એક વાત તો એકદમ સ્પષ્ટ છે, કે "ભલે ! હાલ તારા આ પ્રશ્નોનાં ઉત્તરો આપણી પાસે ના હોય, પરંતુ જો આપણે સાથે મળીને મહેનત કરીશું તો આપણે ચોક્કસથી આ તમામ પ્રશ્નોનાં ઉત્તરો મેળવવામાં સફળ થઈશું.....!" - શિવરુદ્રા આત્મવિશ્વાસ સાથે શ્લોકા અને આકાશની સામે જોઈને બોલે છે.

"પણ ! સર ! ઈશ્વરે આપણને અહી સુધી પહોચાડયા છે, તો પછી આ મુશ્કેલીઓ અને આફતોમાથી બહાર આવવાં માટેનો કોઈ રસ્તો પણ વિચારીને રાખેલ હશે જ તે........!" - આકાશ ભગવાન પર રહેલાં વિશ્વાસનાં આધારે બોલે છે.

“યસ ! ડિયર ! આકાશ ! કદાચ એવું પણ બની શકે ?” - આકાશની વાત સાથે સહમત થતાં શિવરુદ્રા બોલે છે.

“પણ.. આ..કોયડો કેવાં શું માંગે છે ? આ મૃગજળ ? આ મંઝીલ ? આ રસ્તો ? વગેરે શું કેવાં માંગે છે” - શ્લોકા હેરાનીભરેલાં અવાજે પૂછે છે.

“જો ! શ્લોકા ! - “છે આ બધું એક મૃગજળ માફક, જે દેખાય છે તને.” જેનો અર્થ હું માનું ત્યાં સુધી એવો થતો હોવો જોઈએ કે હાલ આપણી સાથે જે કઈ ઘટનાઓ ઘટી રહી છે, તે બધી ઘટનાઓ માત્ર એક ઝલાવાં કે એક જાળ છે, જે વાસ્તવિક લાગે છે, પણ તે વાસ્તવિક નથી..!” - શિવરુદ્રા પોતાનો વિચાર રજૂ કરતાં - કરતાં બોલે છે.

“તો ! સર ! - “રાખી ધર્મને તારા હ્રદયનાં કેન્દ્ર સ્થાને, જોડી દે તું તારી ચારે દિશાઓને, મનરૂપી લકીરોથી.” - એનો મતલબ શું થાય..?” - આતુરતા ભરેલાં અવાજે આકાશ શિવરુદ્રાને પૂછે છે.

“એનો મતલબ ! મારી ! દ્રષ્ટિએ એવો થાય કે - “જો ! આ મુસીબતમાંથી બહાર નીકળવું હોય તો તેનો એકમાત્ર ઉપાય છે, ધર્મ એટલે કે ઈશ્વર ભક્તિ..જો આપણી ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને શ્રધ્ધા સાચી હશે તો આપણે ચોક્કસથી આ આફતોમાંથી બહાર આવી શકીશું !” - શિવરુદ્રા પોતાની વિચારશક્તિ પ્રમાણે જણાવતાં બોલે છે.

“પછી જો કેવો તારો રસ્તો લઈ જાય, છે તેને તારી મંઝિલ સુધી..!” - આનો અર્થ શું થાય ? - શ્લોકા શિવરુદ્રાને પૂછે છે.

“જો ! આપણે ! આપણાં હ્રદયમાં ઈશ્વર પ્રત્યેની સાચી ભાવના હશે, તો આપણે આ વાસ્તવિકતાં અને મૃગજળ વચ્ચેનો બારીક ભેદ સારી રીતે પારખી શકીશું અને જો આપણે એ ભેદ પારખવામાં સફળ રહ્યાં તો પછી આપણી મંઝિલે જવાનો રસ્તો આપણને આપોઆપ મળી જ જશે..!” - શિવરુદ્રા શ્લોકાનાં પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે.

“અને ! સર ! ન કરે નારાયણ ! આપણે એ ભેદ પારખવામાં નિષ્ફળ રહીશું તો..?” - હેરાની ભર્યા અવાજે આકાશ પૂછે છે.

“જો ! આપણે ! આ ભેદ પારખવામાં નિષ્ફળ રહીશું તો.. તો આપણાં અસ્તિત્વ પર પ્રશ્નો ઊભા થશે ! કદાચ આપણે આપણું અસ્તિત્વ ગુમાવવાની નોબત પણ આવી શકે !” - શિવરુદ્રા આકાશ અને શ્લોકાને વાસ્તવિકતા જણાવતાં કહે છે.

“તો ! કાંઈક ! તો રસ્તો હશે ને.. આ આફતમાંથી બહાર આવવાનો ?” - શ્લોકા હિમ્મત હારતાં બોલે છે.

“હા ! હું ! કહું ! એમ તમે બને કરજો ! અને મને મદદ કરજો !” - શિવરુદ્રા થોડુંક વિચાર કર્યા બાદ બોલે છે.

“હા ! સ્યોર !” - આકાશ અને શ્લોકા શિવરુદ્રાની વાત સાથે સહમત થતાં - થતાં ખુશ થઈને બોલે છે.

બરાબર એ જ સમયે તે બધાંનાં કાને એક ધડાકા જેવો અવાજ સાંભળાયો, આથી તે બધાં હાલ જે પથ્થર પાછળ છુપાયને બેસેલાં હતાં, ત્યાંથી માથું ઊંચું કરીને પેલાં દરવાજા સામે જોવે છે, હજુપણ પેલાં ધનુર્ધારીઓ એક પછી એક તીર છોડી રહ્યાં હતાં, એવામાં પેલા દરવાજા પાસે ઉભેલાં બે કદાવર અને કદરૂપા ચોકીદારોમાં જાણે એકાએક જીવ આવ્યો હોય તેમ હલન - ચલન કરવાં માંડયા, અને પોતાનાં હાથમાં રહેલ પેલી ધારદાર તલાવાર લઈને પોતાની તરફ આગળ ધપી રહ્યા હતાં, આ જોઈ તે બધાનું હ્રદય કબૂતરની માફક ડર અને ગભરામણને લીધે ફફળાટ કરવાં માંડયું હોય, તેમ જોર - જોરથી ધબકવા લાગ્યું.

“શિવા ! પ્લીઝ ! ડુ સમથીંગ ! અધરવાઈઝ વી વીલ કિલ બાય ધીસ મોનસ્ટર !” - શ્લોકા ડરેલાં અને ગભરાયેલાં અવાજે શિવરુદ્રા સામે જોઈને બોલે છે.

“યસ ! સર ! કઈક ઉપાય કરો ઝડપથી.. પ્લીઝ !” - આકાશ શ્લોકાની વાતમાં સૂર પુરાવતા બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા હાલ જે જગ્યાએ બેસેલ હતાં, ત્યાંથી ઊભા થઈને દિવાલ તરફ આગળ વધે છે, અને તેઓ ચોરસ આકારમાં ગોઠવાય જાય છે, અને જે ખુણો ખાલી હતો, તે ખૂણામાં રાજકુમારીની આરસની મૂર્તિ રાખે છે, જેથી ચારે દિશાઓ આવરી શકાય, ત્યારબાદ શિવરુદ્રા પોતાની બેગમાં રહેલ પેલાં બાબાએ આપલે રુદ્રાક્ષની માળા તે બધાની વચ્ચોવચ ભગવાન શિવનાં પ્રતિક તરીકે મૂકે છે, ત્યારબાદ તેઓ એકબીજાનો હાથ પકડે છે, જેમાં આકાશ અને શ્લોકા પેલી રાજકુમારીની મૂર્તિનો એક - એક હાથ પકડે છે, એવામાં શ્લોકાએ એકાએક પેલાં દાનવને પોતાની વધુને વધુ નજીક આવતાં જોઈને જોરથી બૂમ પાડી, ત્યારબાદ શિવરુદ્રા તેને સમજાવે છે કે, 

“શ્લોકા ! તું ! ડરીશ ! નહીં ! તારી બંને આંખો બંધ કરીને હું જે મંત્ર બોલું છું, એ મંત્ર સાચા ભક્તિભાવ સાથે બોલ..!” - શિવરુદ્રા શ્લોકાને હિમત અને સાત્વનાં આપતાં જણાવે છે.

ત્યારબાદ તે બધાં પોત - પોતાની આંખો બંધ કરે છે, અને પોતાનાં ઈષ્ટદેવને સાચી શ્રધ્ધા અને ભક્તિભાવથી યાદ કરવાં માંડે છે, અને હાલ આવી પડેલ આવી અણધારી આફતમાંથી નિવારવા માટે પ્રાર્થના કરવાં લાગે છે.

“ॐ हौं जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्‍बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्‍धनान् मृत्‍योर्मुक्षीय मामृतात् ॐ स्वः भुवः भूः ॐ सः जूं हौं ॐ !!” - શિવરુદ્રા પોતાનાં વેદોના અભ્યાસનાં આધારે મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરવાં લાગે છે.

આ સાથોસાથ શ્લોકા અને આકાશ પણ સાચી શ્રધ્ધા અને ભક્તિભાવથી આ મહા મૃત્યુંજય મંત્રનો જાપ, કરવાં લાગે છે, એવામાં એકાએક તેઓની વચ્ચે રહેલ પેલી રુદ્રાક્ષની માળામાંથી એક જોરદાર અને તેજસ્વી રોશની નીકળે છે, ધીમે - ધીમે તે રોશની જોત - જોતામાં “ત્રિશુળ” નું સ્વરૂપ ધારણ કરે છે, અને તેમની તરફ આગળ ધપી રહેલાં પેલાં દાનવની છાતીમાં ઘૂસી જાય છે, અને એક ધડાકા સાથે જ પેલાં દાનવનાં ટુકડે ટુકડા થઈ જાય છે, અને હવામાં ફેલાય જાય છે, અને જોત - જોતામાં અદ્રશ્ય થઈ જાય છે, આ ધડાકો સાંભળીને શિવરુદ્રા, શ્લોકા અને આકાશ એક ઝબકાર સાથે ચમકીને જાગી જાય છે, અને પોતાની આંખો ખોલે છે.

આ જોઈ બધાની આંખોમાં પોતાની જીત થઈ હોય, તેવી ચમક દેખાય આવી, તે લોકોને એ બાબત હાલ ખૂબ જ સારી રીતે સમજાય ગઈ હતી કે, “હાલ ! જો.. આસુરી શક્તિઓ કે બૂરી શક્તિઓ જો પોતાનું અસ્તિત્વ ધરાવે છે, તો સારી અને ઈશ્વરીય શક્તિઓ પણ પોતાનું અસ્તિત્વ ધરાવે જ છે, હાલ આ જોઈ તે લોકોને એટલો ખ્યાલ આવી જ ગયો હતો કે હાલ તે લોકોનું પેલાં દાનવથી રક્ષણ કરવાં માટે કે પોતાનાં પર આવી પડેલ આફતો કે મુશકેલીઓ માંથી ઉગારવાં માટે, “ખુદ દેવોના દેવ એવાં - મહાદેવ..!” - તેમની વ્હારે આવેલ હતાં.. આથી તે બધાંએ પોત - પોતાનાં બનેવ હાથ જોડીને, માથું ઝુકાવીને પેલાં “ત્રિશુળ”ને સાક્ષાત નમન કરે છે, અને પેલું ત્રિશુળ જોત - જોતામાં અદ્રશ્ય થઈ જાય છે.

જેવુ પેલું ત્રિશુળ અદ્રશ્ય થયું એ સાથે જે તેઓ તરફ વાયુવેગે ધપી રહેલાં પેલાં તીર હવે વરસતા એકાએક બંધ થઈ ગયાં.. અને એક ઝબકારા સાથે જ પેલાં દરવાજામાંથી “કડડડડ - કડડડડ” આવાજ આવ્યો, અને જોત - જોતામાં પેલો રહસ્યમય દરવાજો આપમેળે ખૂલી ગયો, એ દરવાજા પાછળથી એક તેજસ્વી રોશની અને દિવ્ય તેજ આ ભયંકર અને ડરામણી અંધકારમય ગુફામાં પ્રવેશી રહ્યો હતો, જે ગુફામાં થોડીવાર પહેલાં ડર અને ગભરામણ અને તણાવ ભરેલ વાતાવરણ હતું, તે જ ગુફા હાલ તેજસ્વી રોશનીથી ચળકી ઉઠી અને નીરવ શાંતિ અને છન્નાટો છવાય ગયો, શિવરુદ્રા, શ્લોકા અને આકાશનાં ચહેરા પર ખુશીઓ અને આનંદની લકીરો ઉપસી આવેલ હતી, જે સ્પસ્ટપણે દેખાય રહ્યું હતું, તે બધાનાં વધી ગયેલાં હ્રદયનાં ધબકાર અને શ્વાસોશ્વાસ ફરી પાછા નોર્મલ બની રહ્યાં હતાં, તેનો તાળવે ચોંટેલો જીવ હવે શાંત પડી રહ્યો હતો.. તેઓ એવું અનુભવી રહ્યાં હતાં કે હાલ તેઓને આ ગુફામાંથી બહાર નીકળવાનો કોઈક રસ્તો મળી ગયો હશે, પરંતુ તે આ લોકોની ભૂલ હતી, હાલ તે બધાનાં માથેથી આફત ટળી હતી નહીં, હજુ વધુ આગળ જતાં તો તે લોકોને આથી પણ મોટી - મોટી આફતો કે મુશકેલીઓનો સામનો કરવાનો હજુ તો બાકી જ હતો, જેનાં વિશે હાલ તેઓ અજાણ જ હતાં..

ત્યારબાદ શિવરુદ્રા, શ્લોકા અને આકાશ ખુશ થતાં - થતાં પેલાં રહસ્યમય દરવાજા તરફ આગળ વધવા માંડે છે, હાલ તે બધાનાં મનમાં એક જ પ્રશ્ન હતો કે પેલાં દરવાજા પાછળ શું હશે ? શું એ દરવાજાની મદદથી તેઓ આ ગુફામાંથી બહાર નીકળી શકશે ? કે પછી એ દરવાજા પાછળ કોઈ નવી મુસીબતો કે આફતો તેમનાં માટે પ્રતિક્ષા કરી રહી હશે..?

“શિવા ! આજે તો તમે કમાલ કરી દીધો !” - શ્લોકા ખુશ થતાં થતાં શિવરુદ્રાનો આભાર માનતાં બોલે છે.

“યસ ! સર ! શ્લોકા મેમ ઇસ રાઇટ ! પણ તમે આ બધું કેવી રીતે જાણો છો..?” - આકાશ અચરજ ભરેલાં અવાજે શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“ડિયર ! આકાશ ! હું એક બ્રાહ્મણ પરીવારથી બિલોન્ગ કરું છું, નાનપણથી મારો ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયેલો છે, આ બધાં વિશેનું જ્ઞાન મને મારા પિતા અને દાદા દ્વારા વારસામાં જ મળેલ છે, અને એ સમયે મારુ ઘર મંત્રોચ્ચારથી જ ગુંજતું હતું, ટૂંકમાં આ બધું જ્ઞાન મને વારસામાં જ મળેલ હતું, અને મને એટલો તો વિશ્વાસ હતો જ કે આ “મહામૃત્યુંજય મંત્ર” આપણું ચોક્કથી રક્ષણ કરશે..!” - શિવરુદ્રા પોતાની છાતી ગદ - ગદ ફુલાવતાં - ફુલાવતાં ગર્વ સાથે શ્લોકા અને આકાશની સામે જોઈને જણાવે છે.

“શિવા ! આ “મહામૃત્યુંજય મંત્ર” વિશે ઘણું બધું સાંભળેલ તો હતું જ તે પરંતુ આ મંત્ર આટલો બધો પ્રભાવશાળી અને અસરકાર હશે એ તો આજે જ પ્રત્યક્ષ રીતે અનુભવ્યું અને જોયું..!” - શ્લોકા શિવરુદ્રાની સામે જોઈને પોતાનો મંતવ્ય કે અનુભવ જણાવતાં બોલે છે.

“મહામૃત્યુંજય મંત્ર ખૂબ જ ચમત્કારી મંત્ર છે અને આ મંત્રનો જાપ કરવાથી અનેક પ્રકારના રોગો અને અકાળ મૃત્યુથી બચી શકાય છે. મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવ સાથે સંકળાયેલ છે અને જ્યારે આપણે આ મંત્રનો જાપ કરીએ છીએ ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થઇને દરેક મનોકામના પૂર્ણ કરે છે. કોઈ પણ વ્યક્તિ દ્વારા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે, અને કહેવાય છે કે જો કોઈ રોગથી પીડિત વ્યક્તિ લાંબા સમય સુધી મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે, તો તે સ્વસ્થ બને છે, આટલું જ નહીં પરંતુ કહેવાય છે કે જ્યારે કુંડળીમાં અકાળ મૃત્યુની સંભાવના હોય ત્યારે તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમારી ઉપર જે ભય આવવાનો છે તે ટળી જાય છે..! - મહામૃત્યુંજય મંત્રનું મહત્વ અને અગત્યતા જણાવતાં શિવરુદ્રા આકાશ અને શ્લોકને જણાવે છે.

“સર ! યુ ! આર ! રિયલી અ જિનિયસ પર્સન !” - આકાશ શિવરુદ્રાને સલામી ભરતાં - ભરતાં બોલે છે।

“આઈ ! રિયલી ! ફિલ પ્રાઉડ ઓન યુ અને માય લવ..!” - શ્લોકા પ્રેમભરેલી નજરે શિવરુદ્રાની સામે જોઈને બોલે છે.

ત્યારબાદ તે બધાં પેલા મોટા અને રહસ્યમય દરવાજાની અંદર પ્રવેશે છે, જેવા તે બધાં પેલાં દરવાજામાં પ્રવેશે છે, એ સાથે જ પેલો દરવાજો આપમેળે ધડાકાભેર બંધ થઈ જાય છે, તેઓ દરવાજામાં પ્રવેશતાંની સાથે જ અચરજમાં ગરકાવ થઈ જાય છે કારણ કે હાલ તેઓની નજર સમક્ષ થોડેક દૂર મહાકાય અને ગોળાકાર એક ઊંચી અને મોટી દીવાલ ધરાવતો કિલ્લો આવેલ હતો તેની ફરતે માત્રને માત્ર પાણી જ વહી રહ્યું હતું, આ જોઈ તેઓની આંખો નવાઇ અને અચજથી પહોળી થઈ ગઈ હતી, તે બધાનાં ચહેરા પર છવાયેલ પેલી આનંદ અને ખુશીઓની લકીર પળભરમાં અદ્રશ્ય થઈ ગઈ..આ કિલ્લો જાણે વર્ષોથી આ જગ્યા કે સ્થળ પર આવેલ હોય તેવું લાગી રહ્યું હતું, , હાલ પહેલી નજરે સામાન્ય લાગી રહેલ કિલ્લો કેટલો ભયંકર હશે ? તેની ભયાનકતાં તો આવનાર સમય જ આ લોકોને જણાવી શકે તેમ હતો.. આ કિલ્લો હાલ પોતાનાં હ્રદયમાં કેટ - કેટલાં રહસ્યો છુપાવીને બેસેલ હશે, તેનો સામનો કરવાનો તો હજુ શિવરુદ્રા અને તેની ટીમને બાકી જ રહ્યું.

ક્રમશ :