Shivarudra .. - 18 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 18

18.

(શિવરુદ્રા, આકાશ અને શ્લોકા હાલ પેલી ડરામણી અને અંધકારમય ગુફામાં ફસાય ગયેલાં હતાં, હાલ તે બધાં પોતાનાં રસ્તામાં આવેલ પડાવ કે પડકારને ઉકેલવામાં સફળ રહ્યાં હતાં, જેમાં શિવરુદ્રાનો સિંહફાળો હતો, પેલો કોયડો ઉકેલાતાની સાથે તે લોકોનાં જીવમાં જીવ આવેલ હતો, જેમાં તે બધાનો ચમત્કારી રીતે આબાદ બચાવ થયેલ હતો, જેથી તે બધાંનાં ચહેરાઓ પણ ખુશીઓ છવાય ગયેલ હતી, ત્યારબાદ પેલો પૌરાણિક વર્ષો જૂનો દરવાજો આપમેળે ખૂલી જાય છે, જે જોઈને તે બધાની ખુશીઓનો કોઈ જ પાર નથી રહેતો, આથી તે બધાં ખુશ થતાં - થતાં પેલાં દરવાજાની અંદર પ્રવેશે છે, ત્યાં જઈને તે લોકો આશ્ચર્યમાં પડી જાય છે, કારણ કે દરવાજામાં પ્રવેશતાંની સાથે જ તે લોકોની નજર સમક્ષ એક મોટો કિલ્લો આવેલ હતો, જે કિલ્લાની દીવાલો વર્ષો જૂની હોય તેવું લાગી રહ્યું હતું, જેની ફરતે માત્ર ને માત્ર પાણી જ આવેલ હતું. આ કિલ્લામાં પ્રવેશવાં માટેનોં કોઈ જ પ્રવેશ દ્વાર તેઓની નજરે પડી રહેલ ન હતો..)

“ઓહ ! માય ગોડ ! વ્હોટ ઇસ ધીસ !” - શ્લોકા આશ્ચર્ય પામતાં - પામતાં પેલાં વર્ષો જૂનાં કિલ્લાની સામે જોઈને બોલી ઉઠે છે.

“યસ ! સર ! શું આ કોઈ સપનું છે કે પછી વાસ્તવિકતા..?” - કિલ્લા તરફ જોઈને આકાશ બોલે છે.

“યસ ! હું મારી આટલાં વર્ષોની કારકિર્દીમાં સ્થાપત્યકલાનો આવો બેનમૂન નમૂનો પહેલીવાર જોઈ રહ્યો છું, આ કિલ્લો જેણે પણ બનાવડાવેલો હશે તેની પાસે શિલ્પ અને સ્થાપત્યનું સારું એવું જ્ઞાન હશે, આ કિલ્લાની બનાવટમાં વપરાયેલો લાલ પથ્થર આ કિલ્લાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે, અને તેમાં પણ આ કિલ્લાની ફરતે બનવડાવેલ ઊંડી નદી - એ બાબતની પણ ચાડી ખાય રહી છે કે આ કિલ્લાનાં નિર્માણકાર શત્રુઓથી કેવી રીતે બચી શકાય તેની વિવિધ યુક્તિઓનું પણ સારું એવું જ્ઞાન ધરાવતાં હશે.....!” - શિવરુદ્રા અચરજ પામતાં બોલે છે.

“તો ! સર ! હવે આપણે શું કરીશું ?” - આકાશ મુંજાયેલા અવાજે પૂછે છે.

“બસ ! આ કિલ્લો પણ પેલાં પૌરાણિક રહસ્યમય દરવાજાની માફક મહેજ આપણાં રસ્તામાં આવેલ એક પડકાર જ છે.... જે આપણે ઉકેલવો જ પડશે..!” - શિવરુદ્રા દ્રઢ મનોબળ સાથે બોલે છે.

“તો ! સર ! આ પણ એક કોયડો જ હશે..?” - આકાશ શિવરુદ્રાનાં ચહેરાની સામે જોઈને પૂછે છે.

“હા ! હું ! એવું માનું છું !” - શિવરુદ્રા આકાશનાં પ્રશ્નનો ઉત્તર આપતાં બોલે છે.

“શિવા ! સામે જોયું તમે..?” - શ્લોકા એકાએક પેલાં કિલ્લાની દિવાલ સામે ઈશારો કરતાં - કરતાં ચમકીને બોલી ઉઠે છે.

“શું ?” - શિવરુદ્રા અને આકાશ શ્લોકાને હેરાની ભરેલાં અવાજે પૂછે છે.

“શિવરુદ્રા ! સામે કિલ્લાની વચ્ચોવચ ઉપર દિવાલ પર એક નાના મંદિર જેવુ કંઈક આવેલ હોય તેવું મને લાગી રહ્યું છે..!” - શ્લોકા પોતાની આંગળી ચીંધતા બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા પોતાની બેગમાં રહેલ દૂરબીન બહાર કાઢે છે, અને શ્લોકા જે દિશા તરફ ઈશારો કરી રહી હતી, તેનું શિવરુદ્રા બારીક નિરીક્ષણ કરવાં લાગે છે, બારીક નિરીક્ષણ કર્યા બાદ શિવરુદ્રા શ્લોકાનાં હાથમાં પેલું દૂરબીન આપતાં - આપતાં બોલે છે.

“યસ ! શ્લોકા ! યુ આર રાઇટ ! તે શંકર ભગવાનનું નાનું એવું મંદીર છે..!”

“વાવ ! વ્હોટ…..અ બ્યુટીફુલ ટેમ્પલ ધેટ ઇસ !” - શ્લોકા પ્રભાવિત થતાં બોલે છે.

“બટ ! સર ! એ મંદિરની નીચે રહેલ દિવાલમાં બંને બાજુએ સિંહ જેવી પ્રતિકૃતિઓ આવેલ છે, એવું મને લાગી રહ્યું છે..!” - આકાશ દૂરબીન દ્વારા અવલોકન કરતાં કરતાં જણાવે છે.

“સર ! પેલાં ! અઘોરીબાબાએ આપલે પૌરાણિક પુસ્તકમાં આ પડાવ વિશે કોઈ ઉલ્લેખ કરેલો હશે ને..?” - આકાશ થોડું વિચાર્યા બાદ બોલે છે.

“હા ! શિવા ! આકાશની વાત સાચી છે..!” - શ્લોકા આકાશની વાત સાથે સહમત થતાં બોલે છે.

આથી શિવરુદ્રા પોતાનાં ખભે લટકાવેલ બેગમાંથી અઘોરી બાબાએ આપેલ પૌરાણિક પુસ્તક બહાર કાઢે છે, અને ઝડપથી એક પછી એક પેઇઝ પલટાવા માંડે છે, પુસ્તક ફંગોળ્યા બાદ શિવરુદ્રા એક ઊંડો નિસાસો નાખે છે.

“શું ! થયું.. શિવા ?” - શ્લોકા નવાઈ પામતાં શિવરુદ્રાને પૂછે છે.

“કઈ નહીં ! હું જ્યારે આ પૌરાણિક પુસ્તકમાં નજર નાખી રહ્યો હતો, ત્યારે મે આપણે જે પહેલાં પડાવનો સામનો કરેલ હતો, તેનાં વિશે જે પેઇઝ પર માહિતી લખેલ હતી, એની પછીનું પેઇઝ એકદમ કોરું જ હતું, તેમાં આ પડાવ -2 વિશે કશું જ લખેલ નથી..!” - શિવરુદ્રા ઉદાસી ભરેલાં અવાજે જણાવે છે.

“તો ! શું ! આપણે કાયમિક માટે આ ભુલભૂલૈયાંમાં ફસાય જઈશું ? શું આપણે આ પડાવ પાર નહીં કરી શકીશું ? શું આપણે આપણી દુનિયામાં ફરી હવે પાછા નહીં ફરી શકીશું..?” - આકાશ હેરાની ભરેલાં અવાજે પૂછે છે.

“યસ ! આકાશ ! જેવી રીતે આ પૌરાણિક પુસ્તક આપણને પહેલાં પડાવમાંથી બહાર નિકળવામાં મદદ રૂપ સાબિત થયેલ હતું, તેવી રીતે આ પૌરાણિક પુસ્તક આપણને બીજા પડાવમાં ખાસ મદદરૂપ નહીં થશે એવું મને આ પુસ્તકમાં પડાવ - 2 ની જગ્યાએ રહેલ દુધિયા રંગનું કોરું પેઇઝ જોતાં લાગી રહ્યું છે....... એવું હું માનું છું..!” - શિવરુદ્રા પુસ્તક પર હાથ મુકતાં - મૂકતાં બોલે છે.

“તો ! હવે ! આપણે શું કરીશું..?” - શ્લોકા ગભરાયેલાં અવાજે પૂછે છે.

“હવે ! આપણે જાતે જ નક્કી કરવાનું છે કે આપણે પડાવ - 2 સહી, સલામત અને સાવચેતીથી કેવી રીતે પાર કરીશું..?” - શિવરુદ્રા માનસિક રીતે મક્કમ થતાં બોલે છે.

“યાર ! આવું તો મે સપનામાં પણ નહોતું વિચારેલ કે હું ક્યારેક આવી રહસ્યમય, ડરામણી અને ભુલભૂલૈયાં વાળી અલગ જ દુનિયા કે ગુફાઓમાં ક્યારેય ફસાઈ જઈશ..?” - આકાશ દુખી અને પરેશાન થતાં - થતાં, પોતાનાં પગ પાસે પડેલ પથ્થર ઉઠાવી સામે રહેલ નદીમાં બળપૂર્વક ફેંકતાં - ફેંકતાં બોલે છે.

જેવો આકાશ તેઓની સામે રહેલ પેલી નદીમાં પથ્થર ફેંકે છે, એ સાથે જ પેલી નદીમાં જાણે એકાએક ઘોડાપૂર આવ્યું હોય તેમ ઊંચા - ઊંચા મોજાઓ ઊછળવાં લાગે છે, જોત - જોતામાં ધીમે - ધીમે એ મોજા કિલ્લાની ઊંચી દિવાલોને સ્પર્શવા માંડયા, જેવાં આ મોજા પેલાં કિલ્લાની દિવાલને સ્પર્શ્યા એ સાથે જ જાણે આ કિલ્લાની દીવાલો કોઈ મોટી નદી આડે બંધ બાંધવામાં આવેલ હોય તેમ, તે દીવાલો પરથી પણ પાણીનો ધોધ વહેવાં લાગ્યો.... ધીમે ધીમે આ પાણીનાં મોજાઓ દિવાલમાં રહેલ પેલાં  સિંહોની પ્રતિકૃતિ સુધી પહોંચી જાય છે, જેવાં આ મોજા પેલી સિંહની પ્રતિકૃતિને સ્પર્શ્યા એ સાથે જ તે બનેવ સિંહોમાં જાણે એકાએક જીવ આવી ગયો હોય તેમ તેઓ સજીવન થઈ જાય છે.જેવાં બંને સિંહો સજીવન થયા એ સાથે જ કિલ્લાની દિવાલમાંથી નદીની આ પારથી પેલે પાર જવાં માટે એકાએક લાકડાંનો પુલ બહાર આવ્યો, અને આ બનેવ ડાલામથા સિંહો “પાઘડતા - પાઘડતા કરતાં અને ગુસ્સામાં લાલચોળ થતાં - થતાં, પોતાની આગવી છટ્ટામાં એ લાકડાંના પુલને ધ્રૂજવતાં - ધ્રૂજવતાં શિવરુદ્રા, શ્લોકા અને આકાશ હાલ જે જગ્યાએ ઉભેલાં હતાં, તે તરફ ભયાનક અને શરીરનાં રૂવાડા ઊભાં કરી નાખે તેવી ગર્જના કરતાં કરતાં અને ત્રાડો પડતાં - પાડતાં આગળ ધપી રહ્યાં હતાં.. આ સિંહને જોઈને આપણાં રાષ્ટ્રીય શાયર એવાં સ્વ.શ્રી.ઝવેરચંદભાઈ મેઘાણીએ પોતાની કૃતિ “ચારણ કન્યા” માં કરેલ સિંહનું વર્ણન જાણે તે લોકોની આંખો સમક્ષ ખડું થઈ ગયું હોય તેવું, તે બધાં અનુભવી રહ્યાં હતાં.....

“સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિ ગરજે

કડ્યપાતળિયો જોધ્ધો ગરજે

મોં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે !

 

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે ઝાડતણાં પાંદડલાં કાંપે

સૂતાં ને જાગંતાં કાંપે

જડ ને ચેતન સૌ એ કાંપે’

 

આંખ ઝબૂકે !

કેવી એની આંખ ઝબૂકે !

વાદળમાંથી વીજ ઝબૂકે જોટે ઊગીબીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે

હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે

વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે

સામે ઊભું મોત ઝબૂકે

 

જડબાં ફાડે!

ડુંગર જાણે ડાચા ફાડે!

જોગી જાણે ગુફા ઉઘાડે!

જમરાજાનું દ્વાર ઉઘાડે!

પૃથ્વીનું પાતાળ ઉઘાડે!

બરછી સરખા દાંત બતાવે

લસ! લસ! કરતી જીભ ઝુલાવે…!”

“સર ! પ્લીઝ ! ડૂ સમથિંગ ! વેરી ક્વીકલી..!” - આકાશ ડરેલાં અને ભયભીત અવાજે શિવરુદ્રા સામે જોઈને બોલે છે.

“શિવા ! આપણી સામેની તરફ રહેલાં પેલાં લાકડાનાં પુલ પરથી આવી રહેલાં પેલાં ખૂંખાર ડાલામથા સિંહોને જોઈને મને એવું લાગી રહ્યું છે કે, “જાણે ! એ સિંહોનાં રૂપમાં સાક્ષાત આપણું મોત આપણી નજીક આવી રહ્યું હોય..!” - શ્લોકા ડરેલાં અવાજે બોલે છે.

“સર ! કદાચ આપણે આ નદીમાં આવેલાં પુરમાંથી બચી જાશું પણ આ ખૂંખાર સિંહોથી આપણે આપણી જાતને નહીં બચાવી શકીશું..!” - આકાશ હિંમત હારતાં - હારતાં દુ : ખી હૈયે બોલે છે.

જ્યારે આકાશ અને શ્લોકા શિવરુદ્રાને પોતાની ચિંતાઓ અને ડર વિશે જણાવી રહ્યાં હતાં, એ જ સમયે શિવરુદ્રા કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલ હતો, એકાએક શિવરુદ્રા પોતાનાં વિચારોની દુનિયામાંથી એક ઝબકારા સાથે બહાર આવે છે, અને ખૂલી છાતીએ સાક્ષાત મોત સમાન પેલાં ડલામથા સિંહોની સામે ધપે છે, આ જોઈ શ્લોકા અને આકાશ પાસે પણ કોઈ જ વિકલ્પ નાં હોવાથી તે બંને શિવરુદ્રાની પાછળ - પાછળ કોઈ લાંબો વિચાર કર્યા વગર ચાલવાં માંડે છે.

આ બાજુ નદીનાં કિનારે પહોંચ્યા બાદ શિવરુદ્રા હાંફળા - ફાંફળા થતાં - થતાં પોતાનાં ખભે રહેલ પેલી બેગમાં હાથ નાખે છે......અને પેલાં અઘોરીબાબાએ તેને આપેલ વસ્તુઓ પૈકી પેલો જે પૌરાણિક સિક્કો હતો, તે સિક્કો પોતાનાં હાથમાં લઈને પોતાનાં શરીરમાં જેટલું બળ હતું, તે બધું બળ એકઠું કરીને પેલી નદીમાં ફેંકે છે, હાલ શિવરુદ્રાનું આવું વર્તન જોઈને આકાશ અને શ્લોકા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયેલાં હતાં, શિવરુદ્રા હાલ શું કરવાં માંગે છે, તે તેઓની સમજમાં નહોતું આવી રહ્યું... તે લોકો માત્રને માત્ર હતભ્રત થઈને શિવરુદ્રાની સામે જોઈ રહ્યાં હતાં..

શિવરુદ્રાએ નદીમાં નાખેલ પેલો પૌરાણિક સિક્કો નદીનાં પાણીની સપાટી પરથી નદીનાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો, એ સાથે જ માત્ર થોડીક જ ક્ષણોમાં તે નદીનાં પાણીમાંથી એક નૌકા બહાર આવે છે, જે પેલા પૌરાણિક સિકકાનાં ચમત્કારને આભારી હતું.. આથી શિવરુદ્રા શ્લોકા અને આકાશને  ઝડપથી તે નૌકામાં બેસવા માટે ઈશારો કરે છે, ત્યારબાદ શિવરુદ્રા, શ્લોકા અને આકાશ પેલી નૌકામાં બેસી જાય છે, જ્યારે આ બાજુ પેલાં ડાલામથા સિંહો ફરી પાછા પ્રતિમામાં ફેરવાય જાય છે, આ જોઈ બધાંનાં જીવમાં જીવ આવ્યો, તે લોકોને એવું હતું કે હાલ તેઓનાં માથે આવી પડેલ મુસીબત ટળી ગયેલ છે, પરંતુ તે લોકો એ બાબતથી હજુપણ એકદમ અજાણ જ હતાં કે હાલ તેઓનાં માથેથી મુસીબત તળેલ નથી પરતું આ કોઈ વાવાઝોડા પહેલાંની શાંતિ સમાન સન્નાટો હતો....

“શિવા ! તને કેવી રીતે ખ્યાલ આવ્યો કે સમય આવ્યે આ સિક્કો નૌકાનું પણ સ્વરૂપ ધારણ કરી શકે છે..?” - નવાઈ પામતાં - પામતાં શ્લોકા શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“તમે ! બનેવ ! જ્યારે મને પેલાં સિંહો વિશે જણાવી રહ્યાં હતાં, ત્યારે હું આ આવી પડેલ આફતમાંથી કેવી રીતે બહાર નીકળવું એનાં વિશે જ વિચારી રહ્યો હતો, ત્યારે બરાબર મારા મનમાં એક ચમકારો થયો, અને જ્યારે આપણે રહસ્યમય ગુફામાં રહેલ પેલાં રહસ્યમય દરવાજો ખોલવાં માટે કોયડો ઉકેલવા માટે અઘોરીબાબાએ આપેલ પુસ્તક ફંગોળી રહ્યાં હતાં, ત્યારે મારુ ધ્યાન પેલાં કોયડાવાળા પેઈઝની નીચે દોરલ એક નાની આકૃતિ પર પડી જેમાં એક તરફ આ સિક્કાની આકૃતિ બનેલ હતી, અને વચ્ચે એક નદી જેવુ કઈક દોરેલ હતું, અને જેની બીજું બાજુએ નૌકા દોરેલ હતી, અને આ નૌકા અને પેલાં સિક્કો એક રેખાથી જોડાયેલાં હતાં.. આથી મારા મનમાં તત્કાલ વિચાર આવ્યો કે, “કદાચ ! આ પૌરાણિક સિક્કાને હું નદીમાં નાખીશ તો તે નૌકામાં ફેરવાય જશે..!” - શિવરુદ્રા જાણે કોઈ સસ્પેન્સ જણાવી રહ્યો હોય તેવી રીતે જણાવે છે.

“તો ? સર ! શું.. તમને વિશ્વાસ હતો કે આ પૌરાણિક સિક્કો નૌકામાં ફેરવાય જશે.. એવો ?” - આકાશ ખાતરી કરતાં શિવરુદ્રાને પૂછે છે.

“ના ! મને એ બાબતની ખાતરી કે વિશ્વાસ હતો નહીં, પરંતુ આપણી પાસે હાલ તેનાં પર વિશ્વાસ કરવાં સિવાય કોઈ જ રસ્તો ન હોવાથી મે આવું કર્યું..! આમેય તે પેલાં ડાલામથાં સિંહનો કોળિયો બનવાં કરતાં આ યુક્તિ અજમાવવી વધુ બહેતર રહેશે એવું મને લાગ્યું.. આથી મે આ યુક્તિ અજમાવી જોઈ..!” - શિવરુદ્રા ખુલાસો કરતાં જણાવે છે.

“પણ ! શિવાં ! અમારા બંનેમાંથી શાં માટે કોઈનું ધ્યાન એ ચિત્રાકૃતિ પર નાં પડયુ ?” - શ્લોકા નવાઈ પામતાં શિવરુદ્રાને પૂછે છે.

“એનાં માટે આપણી હ્યુમન સાઇકોલોજી જવાબદાર છે..?” - શિવરુદ્રા શ્લોકાને જણાવતાં બોલે છે.

“એ કેવી રીતે..?” - શ્લોકા અચરજ સાથે શિવરુદ્રાને પૂછે છે.

“એસ પર ધ એક્સપર્ટ સાઇકોલોજીસ્ટ “એબ્રાહમ માસ્લો” , “મનુષ્ય પહેલાં પોતાની મૂળભૂત જરૂરીયાતો પર વધારે ધ્યાન આપે છે, અને તેની મૂળભૂત જરૂરીયાતો પરિપૂર્ણ થયાં બાદ જ વ્યક્તિ તેની સેકન્ડરી જરૂરિયાત પર ધ્યાન આપે છે.....જે થીયરી ને તેઓએ “પિરામિડ ઓફ હીરારકી” થીયરી એવું નામ આપેલ હતું…!” - શિવરુદ્રા સ્પષ્ટતા કરતાં જણાવે છે.

“એટલે ? સર મને કઈ સમજાયું નહી..!” - આકાશ શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“જો ! “પિરામિડ ઓફ હીરારકી” પ્રમાણે જોઈએ તો તે સમયે આપણી પહેલી જરૂરિયાત એ હતી, કે પેલાં રહસ્યમય દરવાજામાં કેવી રીતે પ્રવેશવું..? અને બરાબર એ જ સમયે આપણે પેલાં પૌરાણિક પુસ્તક ફંગોળી રહ્યાં હતાં, આથી એ સમયે તમારા બનેવની નજર હાલ પૂરતી જે જરૂરિયાત હતી તે જ શોધી રહી હતી, એટલે કે “દરવાજો કેવી રીતે ખોલવો..?” - એનાં વિશે જ તમારું મન એનાં વિશે જ વિચારી રહ્યાં હતું, માટે તમારા બનેવમાંથી કોઈનું પણ ધ્યાન એ જ પેઇઝની નીચે દોરેલ આ આકૃતિ પર પડયુ નહીં, કારણ કે એ સમયે આ સિક્કાવાળી આકૃતિ આપણી પહેલી જરૂરિયાતમાં આવતી જ ન હતી..!” - શિવરુદ્રા આકાશ અને શ્લોકાને “પિરામિડ ઓફ હીરારકી” થીયરી સમજાવતાં - સમજાવતાં બોલે છે.

“વાવ ! યુ ! આર રિયલી જિનિયસ ગાયઝ..!” - શ્લોકા શિવરુદ્રાની સામે જોઈને ગર્વ સાથે બોલે છે.

બરાબર તે જ વખતે તેની નૌકા એક જોરદાર થડાકો અને ધ્રુજારી અનુભવે છે, જોત - જોતામાં નદીમાં રહેલ પાણી વિકરાળ મોજાઓનું સ્વરૂપ ધારણ કરી ળે છે, જ્યારે આ બાજુ કિલ્લાની દિવાલો પરથી વહેતાં પાણીનો પ્રવાહ એકાએક વેગવંતો બની જાય છે, જોત જોતામાં તે લોકો “અત્ર - તત્ર - સર્વત્ર” માત્રને માત્ર પાણીથી ઘેરાય જાય છે, દૂર - દૂર જ્યાં સુધી નજરો પહોંચતી હતી, ત્યાં બધે જ પાણી જ દ્રશ્યમાન થઈ રહ્યું હતું.......હજુ તો શિવરુદ્રાને એ લોકો કાંઈ વિચારે એ પહેલાં જ પેલાં કિલ્લામાંથી કડડ - કડડ અવાજ આવવાં માંડે છે, અને એ કિલ્લાની દિવાલોમાં જોત - જોતામાં એક ભયંકર ધડાકા સાથે મોટી તિરાડ પડી જાય છે, અને એ કિલ્લાની દિવાલોમાં રહેલ લાલ અને મોટા પથ્થરો ધીમે - ધીમે ઉડીને નદીમાં ફેંકાવા માંડે છે, બરાબર એ જ સમયે બે - ત્રણ પથ્થરો શિવરુદ્રા, આકાશ અને શ્લોકા જે નૌકામાં બેસેલાં હતાં, તે નૌકા સાથે ધડાકાભેર અથડાય છે, અને તેઓની નૌકા એક જ ઝાટકામાં વેર વિખેર બની જાય છે, ત્યારબાદ તે બધાં બેભાન થઈ જાય છે..!

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"