Shivarudra .. - 26 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 26

26.

(શિવરુદ્રા, શ્લોકા અને આકાશ ડેવીલમાઉથ વાળી ગુફામાં ફસાય જાય છે. ત્યારબાદ તેઓની નજર સમક્ષ ચારેબાજુએ માત્રને માત્ર વાદળો જ દ્રશયમાન થઈ રહ્યાં હતાં, એવામાં આકાશને કોઇ પૌરાણિક પુલ હોવાનાં અવશેષો મળે છે. ત્યારબાદ તેઓ પેલી પૌરાણિક પુસ્તકમાં રહેલ કોયડો ઉકેલે છે. આ સાથે જ તેઓની નજર સમક્ષ લાકડાંનો એક પુલ આપમેળે આવી જાય છે. બરાબર એ જ સમયે તે લોકો સાથે અમુક ડરામણી ઘટનાઓ ઘટે છે. આકાશ અને શિવરુદ્રા સફળતાપુર્વક પુલ પાર કરી લે છે, પરંતુ શ્લોકા થોડી પાછળ રહી જાય છે. એ જ સમયે એ લાકડાનાં પૂલમાં લાગેલ આગ વિકરાળ સ્વરુપ ધારણ કરી લે છે. આથી શિવરુદ્રા એકપણ સેકન્ડ વેડફ્યાં વગર પોતાનો જીવ દાવ પર લાગાવીને શ્લોકાને હેમખેમ બચાવી લે છે. જોત - જોતામાં પેલો પૂલ સળગીને તુટી જાય છે. ત્યારબાદ તે લોકોની નજર સમક્ષ જ્યાં પહેલાં માત્રને માત્ર વાદળો જ દ્ર્શ્યમાન થઈ રહ્યાં હતાં હાલ તે જગ્યાં એ હરિયાળુ મેદાન દ્રશ્યમાન થઈ રહ્યું હતું...બરાબર એ જ સમયે તે લોકોની નજર તે મેદાનની વચ્ચોવચ રહેલ વર્ષો જુની પૌરાણિક મુર્તિ પર પડે છે. તે મુર્તિ કોની હશે ? શું તે મુર્તિ તેઓને હાલ જે રહસ્યોથી ઘેરાયેલાં છે, તેમાથી બહાર આવવામાં મદદરુપ થશે ? - આવા વગેરે પ્રશ્નો તેઓનાં મનમાં ઉદભવવાથી તે બધાં પેલી પૌરાણિક મુર્તિ તરફ આગળ ધપે છે..)

શિવરુદ્રા, શ્લોકા અને આકાશ ખુશ થતાં થતાં સામેનાં મેદાનની વચ્ચોવચ રહેલ પેલી પૌરાણિક મુર્તિ તરફ આગળ વધવાં માંડે છે. હાલ તે બધાનાં મનમાં થોડા આનંદ સાથે થોડોક ડર પણ ધીમે ધીમે પોતાનું આધિપત્ય જમાવી રહ્યો હતો. તેઓને ખુશી એ બાબતની હતી કે હવે તેઓએ કોઈ પડાવનો સામનો કે કોયડો ઉકેલવાની જરુર નહી પડે, કારણ કે શિવરુદ્રાએ તેમને જણાવ્યુ હતું કે પૌરાણિક પુસ્તકમાં હવે બધાં પઈઝ કોરા છે. અને આવનાર નજીકનાં ભવિષ્યમાં જ તેઓ હાલ જે રહસ્યમય, ડરામણી અને ભુલભુલૈયા ભરેલ સફરની મુસાફરી પર આવી ચડેલ હતાં તેમાથી ટુંક સમય માં જ બહાર આવી જશે.., આ સાથોસાથ ડર એ બાબતનો હતો કે હાલ તેઓ જે પેલી પૌરાણીક મુર્તિ તરફ આગળ વધી રહ્યાં છે, તે મુર્તિ નજીક જતાં પોતાની સાથે કોઈ ડરામણી કે અવિશ્વનીય ઘટનાઓ તો નહિ ઘટશે ને ? આ પૌરાણિક મુર્તિ વર્ષોથી પોતાની સાથે કેવાં કેવાં નવાં અગુઢ અને ગાઢ રહસ્યો લઈને બેસેલ હશે ? શું તેઓને કોઈ નવી જ આફતો કે મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત તો નહિ આવશે ને ? શું પોતાની સાથે કોઈ અજુગતી કે અવિશ્વસનીય ઘટનાઓ ઘટશે તો તેઓ તેનો સામનો કરી શકશે ? - હાલ તે બધાનાં મનમાં વારંવાર આવા પ્રશ્નો ઉદભવી રહ્યાં હોવાથી તે ત્રણેય એકપણ શબ્દ બોલ્યાં વગર મુંગા મોઢે પેલી પૌરાણીકમુર્તિ તરફ આગળ ધપવાનું ચાલુ રાખે છે, 

"શિવા ! મને અંદરથી થોડો ડર લાગી રહ્યો છે. મારુ મન ખુબ જ મુંઝાય રહ્યુ છે." શ્લોકા શાંત વાતાવરણને ચિરતાં ચિરતાં વાતાની શરુઆત કરતાં બોલે છે.

"મેમ ! મને પણ હાલ થોડો ડર લાગી રહ્યો છે. કારણ કે આવનાર થોડી જ મિનિટોમાં આપણી સાથે શું ઘટનાં ઘટવાની છે એ બાબતથી આપણે બધાં જ હાલ એકદમ અજાણ જ છિએ..!" પોતાનાં મનમાં ચાલી રહેલ ગડમથલ રજુ કરતાં આકાશ બોલે છે.

"ગાયઝ ! ડર તો મને પણ હાલ લાગી રહ્યો છે..પરંતુ તે મુર્તિની નજીક જવાં સિવાય આપણી પાસે હાલ કોઈ જ રસ્તો આપણી પાસે નથી...! અને એવું જરુરી થોડુ છે કે દરવખતે આપણી સાથે ડરામણી કે રહસ્યમય ઘટનાં ઘટે જ તે ? એવૂં પણ બની શકે ને કે આપણને ત્યાં જવાથી કોઈ રસ્તો, ઉકેલ કે અગાવની માફક કોયડો પણ મળી શકે ને ?" શિવરુદ્રા પોઝીટીવ એપ્રોચ દાખવતાં આકાશ અને શ્લોકા સામે જોઇને આત્મવિશ્વાસ સાથે બોલે છે.

"હા ! સર ! તમારી વાત પણ સાચી છે. હાથ પર હાથ ધરીને બેસી રહેવાં કરતાં, આપણે આ રહસ્યમય સફરમાંથી બહાર આવી જઈએ એ આપણાં માટે ખુબ જ મહત્વની બાબત ગણાય. બાકી આપણી સાથે જે કઈ ઘટનાઓ ઘટવાની કે બનાવાની હશે કે આપણાં નસીબમાં જે કઈ લખેલ હશે એ તો આપણે બેઠા હોઈશુ તો પણ આપણી સાથે બની ને જ રહેશે..!"

એવામાં ચાલતાં ચાલતાં તેઓ અંતે પેલી પૌરાણીક મુર્તિ પાસે આવી પહોચે છે. મુર્તિ પહોચતાની સાથે જ આશ્ચર્ય અને નાવાઈ સાથે સ્તબ્ધ બની જાય છે, કારણ કે તે મુર્તિ બીજા કોઈની નહિ પરંતુ ભગવાન શિવજીનાં "નટરાજ સ્વરુપ" ની હતી. આ મુર્તિ જોતાં તે લોકોએ એવું અનુભવ્યુ કે આ મુર્તિ જાણે પોતાની ભીતરમાં વર્ષોથી કોઈ રાઝ દબાવી બેસેલ હોય, તે નટરાજની મુર્તિની આંખો જાણે કઈક જણાવવાં માટે આતુર બની રહી હોય તેવું લાગી રહ્યું હતું, 

"ગાયઝ ! જોયુ ને મે તમને જણાવ્યું તે મુજબ દેવોનાં દેવ મહાદેવ પણ આપણી સાથે હાજરાહજુર છે. આ રહસ્યમય સફરની શરુઆત થઈ ત્યારથી માંડીને આજ સુધી "ભોળાનાથ" હરહંમેશ આપણી સાથે જ રહ્યાં છે." નટરાજની મુર્તિ તરફ પોતાનાં બંને હાથ જોડીને માથુ ઝુકાવતાં શિવરુદ્રા આકાશ અને શ્લોકા સામે જોઈને બોલે છે.

"શિવા ! એનું કારણ છે...ભગવાન શિવ પર રહેલો તમારો અતુટ અને અપાર વિશ્વાસ..!" શ્લોકા શિવરુદ્રાનાં વખાણ કરતાં કરતાં ગર્વ સાથે બોલે છે.

"સર ! આ મુર્તિ જાણે કોઈ શિલ્પીએ પોતાનો જીવ રેડીને, ખુબ જ ખંત અને મહેનતથી બનાવેલ હોય તેવું મને લાગી રહ્યું છે. આ મુર્તિ શિલ્પ સ્થાપત્યનો અદભુત નજારો હોય તેવુ પ્રતિત થઈ રહ્યું છે. આકાશ "નટરાજ" ની મુર્તિની કલાકૃતિથી મોહાંધ બની મુર્તિ તરફ આગળ વધતાં વધતાં બોલે છે.

ત્યારબાદ આકાશ આતુરતા અને ઉત્સુકતા સાથે નટરાજની મુર્તિની એકદમ નજીક પહોચીને તેનાં ચરણો સ્પર્શ કરે છે. જેવાં આકાશ "નટરાજની મુર્તિ" નાં ચરણો સ્પર્શ કરે છે. એ સાથે એકાએક આકાશમાં ઘનઘોર કાળા ડિબાંગ વાદળો છવાય જાય છે, એકાએક સુસવાટા મારતો પવન ફુંકાવા માંડે છે.આકાશમાં રહેલાં વાદળો જોર જોરથી ગર્જવા માંડે છે. આંખો આંઝી દે તેવી તેજ વિજળી કડકવાં માંડે છે.આ જોઈ આકાશ મનોમન ખુબ જ મુંઝાય જાય છે. હાલ તેઓ સાથે જે કઈ અજુગતી ઘટનાઓ ઘટી રહી હતી. તે બધી ઘટનાઓ ઘટવાં પાછળ પોતે જ જવાબદાર હોય તેવું હાલ આકાશ અનુભવી રહ્યો હતો. જે તેનાં ઉદાસ અને હેરાનીભર્યા ચહેરા પરથી સ્પષ્ટપણે જાણી શકાતું હતું. હાલ પોતાની સાથે શું ઘટી રહ્યું હતું તે તેઓની સમજમાં નહોતું આવી રહ્યું. આથી શિવરુદ્રા મનોમન પોતાનાં ઈષ્ટદેવ એવાં દેવોનાં દેવ મહાદેવને તેઓ પર આવી પડેલ મુસીબતમાંથી ઉગારવાં માટે પ્રાર્થનાં કરવાં માંડે છે, આ ઉપરાંત શિવરુદ્રા આકાશ અને શ્લોકાને પણ ભગવાનને પ્રાર્થનાં કરવાં માટે ઈશારો કરીને જણાવે છે.

જેવી તે બધાં પોત પોતાની આંખો ખોલે છે, એ સાથે તે લોકો ખુબ જ ખુશ થઈ જાય છે, કારણ કે હાલ તેઓની આજુબાજુનું વાતાવરણ પહેલાંની માફક નોર્મલ બની ગયેલ હતું, આ જોઈ તે બધાએ રાહતનો એક ઉંડો શ્વાસ લીધો અને મનોમન પોત પોતાનાં ઈષ્ટદેવનો આભાર વ્યકત કરવાં લાગ્યાં. બરાબર એ જ સમયે ભગવાન નટરાજની મુર્તિમાંથી એક દિવ્ય અને તેજસ્વી રોશની પ્રગટે છે, જે ધીમે ધીમે આગળ ધપવા માંડે છે. આથી તે બધાં એ દિવ્ય અને તેજસ્વી રોશનીને અનુસરતાં અનુસરતાં રોશની જે દિશામાં આગળ ધપી રહી હતી. તે દિશામાં આગળ વધવાં લાગે છે. જોત જોતામાં એ દિવ્ય અને તેજસ્વી રોશની એક ગુફામાં પ્રવેશે છે. આથી શિવરુદ્રા, આકાશ અને શ્લોકા એ ગુફામાં પ્રવેશે છે. જેવાં તેઓ ગુફામાં પ્રવેશે એ સાથે જ પેલી દિવ્ય અને તેજસ્વી રોશની આપમેળે જે અદ્રશય થઈ જાય છે. આ જોઈ તે બધાં ખુબ જ મુંઝવણમાં મુકાય જાય છે.

"સર ! હવે આપણે શું કરીશું ?" આકાશ હેરાનીભર્યા અવાજે શિવરુદ્રાની સામે જોઈને પુછે છે.

"હા ! શિવા ! આપણે જે દિવ્ય અને તેજસ્વી રોશનની ફોલો કરતાં કરતાં અહિ સુધી આવ્યાં....એ રોશની તો આમ એકાએક ગાયબ થઈ ગઈ ?" શ્લોકા ગભરાયેલાં અવાજે શિવરુદ્રાની સામે જોઇને પુછે છે.

"ગાયઝ ! શું તમને એવું નથી લાગી રહ્યું કે આ બધી ઘટનાઓ દ્વારા ઈશ્વર કે કુદરત આપણને કોઇ ઈશારો કરી રહી હોય કે પછી કોઈ સંકેત આપી રહી હોય ?" શિવરુદ્રા મનોમન કઈક વિચાર્યા બાદ આકાશ અને શ્લોકા તરફ જોઈને પુછે છે.

"સંકેત ? ઈશારો ? આ બધું થવાં પાછળ ?" શ્લોકા મોઢુ ચડાવતાં ચડાવતાં શિવરુદ્રા સામે જોઇને પુછે છે.

"શ્લોકા ! યાર ! તું આવી રીતે હિમંત ના હાર..! મને ખ્યાલ છે કે હાલ તને ખુબ જ ગુસ્સો આવી રહ્યો છે. પણ હાલ આપણે બધાં હાલાત, સંજોગો કે પરિસ્થિતિનો ભોગ બનેલાં છીએ. આપણી અનિચ્છા હોવા છતાંપણ આપણે કોઈપણ સંજોગોમાં આ પરિસ્થિતિનો સામનો કરવો જ પડશે...એ સિવાય હાલ આપણી પાસે કોઈ જ વિકલ્પ પણ નથી....મા કસમ તું આવા ગુસ્સામાં ખુબ જ ક્યુટ લાગે છો !" શિવરુદ્રા શ્લોકાને વાસ્તવિક્તા જણાવતાં અને તેનાં નરમ અને કુણા માખણ જેવાં ભરાવદાર ગાલો પર પ્રેમપુર્વક પોતાનાં બંને હાથ ફેરવતાં ફેરવતાં શિવરુદ્રા પ્રેમપુર્વક સમજાવતાં બોલે છે.

"સર ! મને પણ એવું જ લાગી રહ્યું છે..!" આકાશ ખોખારો ખાતા ખાતા બોલે છે.

"શું....શું ?" પ્રેમરુપી ઊંડા સમુદ્રમાં ડુબકી લગવવાની તૈયારીમાં રહેલાં શિવરુદ્રા અને શ્લોકા એકાએક પોતાની પ્રેમભરેલ દુનિયામાંથી એક ઝબકારા સાથે બહાર આવી સ્વસ્થ થતાં થતાં આકાશને પુછે છે.

"એ જ કે આપણી સાથે આ બધું થવાં પાછળ ચોક્ક્સથી ઈશ્વરીય સંકેત રહેલો છે.?" આકાશ પોતાનું મગજ દોડાવતાં દોડાવતાં બોલી ઉઠે છે.

"એ કેવી રીતે ?" શ્લોકા હેરાનીભર્યા અવાજે આકાશની સામે જોઇને પુછે છે.

"મેમ ! ભગવાન નટરાજની મુર્તિમાંથી તેજસ્વી રોશની પ્રગટવી, અને એ રોશનીનું અહિ ગુફા સુધી આવવું અને આ ગુફામાં આવ્યાં બાદ એકાએક ગાયબ થઈ જવું, એ આપમેળે જ એક કુદરતનો સંકેત જ છે. જેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે ભગવાન નટરાજની મુર્તિ અને આ ગુફા સાથે જરૂરથી કોઈને કોઈ સબંધ હોવો જોઈએ !" આકાશ પોતાની વાત વ્યક્ત કરતાં જણાવે છે.

"યસ ! આકાશ ! યુ આર રાઈટ ! મારુ પણ દ્રઢપણે એવું જ માનવું છે." શિવરુદ્રા આકાશની વાતમાં સુર પુરાવતાં બોલે છે.

"તો ! હવે આપણે શું કરીશું ?" શ્લોકા આકાશ અને શિવરુદ્રાની સામે જોઇને પુછે છે.

"તો ! હવે આપણે ભગવાન "નટરાજની મુર્તિ અને આ ગુફા સાથે શું સબંધ રહેલો છે, તે જાણવાનુ છે. જેનો ઉત્તર આપણને આ જ ગુફામાંથી મળી રહેશે એવું મારુ માનવું છે." શિવરુદ્રા પોતાનાં ખભે લટકાવેલ બેગમાંથી "સ્મોક લાઈટ" બહાર કાઢતાં કાઢતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા સ્મોકલાઈટ સળગાવીને ગુફામાં દુર ફેંકે છે, થોડી જ વારમાં સ્મોકલાઈટની લીલા રંગની રોશની ગુફામાં ચારેબાજુએ ફેલાય જાય છે. જ્યારે આ બાજુ શિવરુદ્રા, આકાશ અને શ્લોકા ભગવાન નટરાજની મુર્તિ અને આ ગુફા સાથે શું સબંધ રહેલો છે તે બાબતની તપાસ કરવાં માટે ગુફામાં આમતેમ આંટા મારી ખંખોળવાં માંડે છે. ખુબ જ શોધખોળ કર્યા બાદ તેઓનાં હાથ કોઈ નક્કર પુરાવા ના લાગવાથી હતાશ અને માયુસ બની જાય છે. અને શ્લોકા વધુ દોડાદોડી કરવાને કારણે ખુબ જ થાકી ગયેલ હોવાથી ગુફામાં રહેલ એક મોટા પથ્થર પર આરામ કરવાં માટે બેસવાનુ નક્કી કરે છે. જ્યારે શ્લોકા એ પથ્થર પર બેસવાં માટે જાય છે, બરાબર તે જ સમયે કોઈ નરમ અને કોમળ વસ્તુ પોતાનાં પગ નીચે આવી હોય તેવુ મહેસુસ કરે છે. આથી શ્લોકા ઉત્સુક્તાવશ થઈને તે વસ્તુ શું છે એ જાણવાં માટે નીચેની તરફ ઝુકે છે...જેવી શ્લોકા નીચેની તરફ ઝુકે છે, એ સાથે જ તેની બંને આંખો આશ્વર્ય અને નવાઈને લીધે પહોળી થઈ જાય છે, કારણ કે હાલ પોતાનાં પગ હેઠળ જે નરમ અને કોમળ વસ્તુ આવેલ હતી તે વાસ્તવમાં કોઈ વ્યક્તિનું વોલેટ હતું. આથી શ્લોકા શિવરુદ્રા અને આકાશને આ બાબતની જાણ કરવાં માટે પોતાની પાસે બુમ પાડીને બોલાવે છે.

"ઓહ ! માય ગોડ...!" વોલેટ ફગોળતાં શિવરુદ્રા બોલી ઉઠે છે.

"શું ! થયું ! શિવા ?" શ્લોકા નવાય ભરેલાં અવાજ સાથે શિવરુદ્રાને પુછે છે.

"હાલ તને જે વોલેટ મળ્યું એ હકિકતમાં કોનું વોલેટ છે ? એ તને ખ્યાલ છે ?" શિવરુદ્રા ખુશ થતાં શ્લોકાને પુછે છે.

"ના ! એ વોલેટ કોનું છે એ મને ખ્યાલ નથી..!" શ્લોકા સહજતાભર્યા અવાજે શિવરુદ્રાને જણાવે છે, 

"તને હાલ જે વોલેટ મળેલ છે તે વોલેટ બીજા કોઈનું નહી પરંતુ મિ. આલોક શર્માનું છે." શિવરુદ્રા વોલેટમાં રહેલ આઈ કાર્ડ બહાર કાઢીને શ્લોકા અને આકાશને બતાવતાં જણાવે છે.

"ઓહ માય ગોડ ! તો શું હાલ આલોક શર્મા હજુપણ જીવિત હશે ? આ એ જ આલોક શર્મા ને કે જે આપણી સંસ્થા ખાતે ઘણાં વર્ષો અગાવ "આર્કિયોલોજીસ્ટ" તરીકે ફરજ બજાવતાં હતાં. કે જેઓ ચાર પાંચ વર્ષ પહેલાં કોઇપણ પ્રકારની કોઈને પણ જાણ કર્યા વગર જ રહસ્યમય રીતે એકાએક ગુમ થઈ ગયેલાં હતાં." આકાશ આલોક શર્મા વિશે જે કઈ જાણતો હતો જે શિવરુદ્રાને જણાવતાં ખાત્રી કરતાં કરતાં પુછે છે.

"હા ! પણ ! આલોક શર્મા અને આ ગુફા વચ્ચે શું સબંધ રહેલો હશે ?" શ્લોકા અચરજ પામતાં પુછે છે.

"શ્લોકા ! એવું પણ બની શકે કે આ રહસ્યમય સફરમાં આવનાર આપણે પહેલાં ના હોઈએ, અને એવું પણ બની શકે કે મિ. આલોક શર્મા આપણી પહેલાં આ ગાઢ રહ્સ્યોથી ભરપુર ભુલભુલૈયામાં ભુલા પડયાં હોય, એવું પણ બની શકે કે મિ. આલોક શર્માનું રહ્સ્યમય રીતે આમ એકાએક કોઇને પણ જાણ કર્યા વગર જ ગુમ થવાં પાછળનું રહસ્ય આપણે ઉકેવાનુ હશે !" શિવરુદ્રા પોતાનાં મનમાં ચાલી રહેલાં વિચારો રજુ કરતાં કરતાં આકાશ અને શ્લોકાને જણાવતાં બોલે છે.

"સર ! મારું એવું માનવું છે કે ભગવાન નટરાજની મુર્તિનું યોગ્ય સ્થાન આ ગુફા જ હોવી જોઇએ !" આકાશ મનમાં કઈક વિચાર્યા બાદ શિવરુદ્રા અને શ્લોકાની સામે જોઇને બોલે છે.

"એ કેવી રીતે ? તને શાં માટે એવું લાગી રહ્યું છે ?" શ્લોકા એકશ્વાસમાં આકાશને પ્રશ્નો પુછે છે.

"સર ! આપણે હિંદુધર્મની સંસ્કૃતિ મુજબ વિચાર કરીએ તો આપણાં મોટા ભાગનાં દેવી દેવતાનુ સ્થાન મંદિરમાં હોય છે...અથવા તો આપણાં જુના મકાનોમાં તેઓ માટે દિવાલમાં ગોખલો બનાવીને મંદિર બનાવવામાં આવે છે. મેદાનમાં રહેલ મુર્તિનુ સ્થાન આ ગુફાનાં પ્રવેશદ્વારની બરાબર ઉપર જ છે...!" ગુફાની અંદર પ્રવેશદ્વારની ઉપરની તરફ રહેલ ભગવાન નટરાજની મુર્તિ જેટલી જ ઉચાઈનાં ગોખલાં તરફ ઇશારો કરતાં કરતાં આકાશ શ્લોકા અને શિવરુદ્રાને જણાવતાં બોલે છે.

"વાહ ! કયાં બાત હે....મિ. જુનિયર સાઈન્ટીશ..!" શ્લોકા આકાશની વાતથી પ્રભાવિત થઈને ખુશ થતાં બોલી ઉઠે છે.

"યસ ! આકાશ ! યુ આર રાઇટ !" શિવરુદ્રા આકાશની વાત સાથે સહમત થતાં બોલે છે.

ત્યારબાદ તે બધાં ભગવાન "નટરાજ"ની મુર્તિને તેની મુળ જગ્યાએ સ્થાપવા માટે મેદાનમાં રહેલ મુર્તિ લેવાં માટે જાય છે. થોડીવારમાં તે ત્રણેય મેદાનની વચોવચ્ચ રહેલ ભગવાન નટરાજની મુર્તિ પાસે આવી પહોચે છે. તે બધાં ભેગા મળીને ભગવાન નટરાજની મુર્તિ ખસેડવાં માટે પ્રય્તન કરે છે. જેવી તે લોકો ભગવાન નટરાજની મુર્તિ ખસેડે એ સાથે જ તેનાં કાને…

"પ્લીસ મને બચાવો ! મારી મદદ કરો ! ભગવાન તમારુ ભલુ કરશે !" - એવો લાચાર અને દર્દભર્યો અવાજ સંભળાય છે.

આથી તે ત્રેણેવ એકાબીજાનાં ચહેરા સામે હેરાનીપુર્વક જોવાં માંડે છે. પોતાની આજુબાજુમાં ચારેકોર દુર દુર સુધી પોત પોતાની નજરો દોડાવે છે, પરંતુ દુર દુર સુધી તેઓને કોઈ જ વ્યક્તિ નજરે પડયો નહી, આથી કદાચ તેઓને કોઈ વ્યક્તિ આવું બોલી રહ્યું હશે એ કદાચ પોતાનો ભ્ર્મ હશે, , , , આવો વિચાર કરીને ફરી પાછા તે લોકો ભગવાન નટરાજની મુર્તિ ઉચકવાં માટે ઝુકે છે. બરાબર એ જ સમયે તે લોકોને ફરી પાછો પેલો દર્દ અને લાચારીભર્યો "પ્લીસ મને બચાવો ! મારી મદદ કરો ! ભગવાન તમારુ ભલુ કરશે !" - એવો અવાજ સંભળાય છે.

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"