Shivarudra .. - 31 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 31

31.

આલોક શર્માનાં ગુમ થયાનાં એક વર્ષ બાદ.

સમય : સવારનાં 10 ક્લાક.

સ્થળ : વિકાસ નાયકનું ફાર્મહાઉસ.

વિકાસ નાયક પોતાનાં ફાર્મહાઉસ ખાતે આવેલ પોતાની ઓફિસમાં બેસેલ હતો, અને ટેબલ પર રહેલાં લેપટોપમાં પોતાનુ કામ કરવામાં વ્યસ્ત હતો, બરાબર તે જ વખતે તેની સામે રહેલ ટેબલ પરનો ઈન્ટર કોમ ફોનની ઘંટડી વાગે છે. આથી વિકાસ નાયક ઈન્ટરકોમ ફોનનું રિસીવર પોતાનાં કાન પાસે રાખીને ભારે અવાજે બોલે છે.

"હેલો !"

"સર ! તમારા નામે કોઈ એક કુરિયર આવેલ છે. જેનાં પર આપણાં આ ફાર્મહાઉસનુ સરનામું લખેલ છે, જ્યારે મોક્લનાર જર્મનીથી કોઈ "ચાર્લ્સ જોસેફ" છે. અને આ કુરિયર બોયે મને એવું જણાવ્યુ કે આ પાર્સલ ખુબ જ કિમતી હોવાથી હું આ પાર્સલ વિકાસ સરને હાથોહાથ જ આપીશ..તો હું એ કુરીયરબોયને તમારી ઓફિસમાં મોકલું ?" સિકયુરીટી ગાર્ડ સવિનય બધી બાબતો વિકાસ નાયકને જણાવ્યાં બાદ હળવા અવાજે પુછે છે.

"હા ! ચોક્ક્સ...તમે એ કુરીયરબોયને મારી ઓફિસમાં મોકલી આપો." વિકાસ નાયક આદેશ કરતાં જણાવે છે.

"જી ! સર !" આટલું બોલી સિકયુરીટી ગાર્ડ ફોનનું રિસીવર નિચે મુકીને કુરીયરબોયને વિકાસ નાયકની ઓફિસ જવાં માટેનો રસ્તો બતાવે છે.

ત્યારબાદ કુરીયરબોય હાથમાં પાર્સલ લઈને વિકાસ નાયકની ઓફિસ તરફ આગળ વધવાં લાગે છે, પોતાનાં હાથમાં તે એકદમ સામાન્ય કુરીયર બોય હાલ કેટલી મોંઘી વસ્તુ લઈને જઈ રહ્યો હતો, તેનો તેને અંદાજો પણ ન હતો. ત્યારબાદ કુરીયરબોય પોતાનાં હાથમાં રહેલ પાર્સલ વિકાસ નાયકનાં હાથમાં આપે છે. અને પોતાનાં ખભે લટકાવેલ થેલાંમાથી એક કાગળ બહાર કાઢીને વિકાસ નાયકનાં હાથમાં આપતાં તેમની સહિ કરવાં માટે જણાવે છે. આથી વિકાસ નાયક તે કાગળમાં રહેલ પોતાનાં નામની સામે સહી કરી આપે છે. ત્યારબાદ કુરીયરબોય વિકાસ નાયકનો આભાર માનીને ઓફિસની બહાર નીકળવાં માટે દરવાજા તરફ આગળ ધપવાં લાગે છે.

"એક મિનિટ બેટા ! તારુ નામ શું છે ?" વિકાસ નાયક કુરીયર બોયને અટકાવતાં પુછે છે.

"જી ! રોહન...સર..!" વિકાસ નાયકે પુછેલાં પ્રશ્નનો હળવાં અવાજે ઉત્તર જણાવતાં રોહન બોલે છે.

"લે ! બેટા...!" પોતાનાં વોલેટમાંથી પાંચસો રૂપિયાની નોટ રોહન તરફ આગળ ધરતાં વિકાસ નાયક બોલે છે, 

"પણ...સર...આ પાર્સલનું પેમેન્ટ ઓલરેડી થઈ ગયેલ છે." રોહન વિકાસની સામે જોઈને જણાવતાં બોલે છે.

"બેટા ! આ પાર્સલનું પેમેન્ટ નથી પરંતુ તારુ ઈનામ છે, તને કદાચ નહિ ખ્યાલ હોય કે તે મને હાલ જે વસ્તુ પાર્સલ સ્વરુપે આપેલ છે, તેનાં દ્વારા હું મારા વર્ષો જુનાં સપનાઓ હવે પુરા કરી શકીશ...!" વિકાસ નાયક પાર્સલ તરફ નજર કરતાં કરતાં બોલે છે.

"જી ! સર..!" વિકાસ નાયકનાં હાથમાં રહેલ પાંચસો રુપિયાની નોટ પોતાનાં હાથમાં લઈને, બે પોતાનાં બે હાથ જોડીને વિકાસ નાયકનો આભાર વ્યકત કરીને રોહન વિકાસ નાયકની ઓફિસની બહાર નીકળે છે.

જ્યારે આ બાજુ વિકાસ નાયક વ્યાકુળતા સાથે પાર્સલ ખોલે છે. પાર્સલ ખોલાતાની સાથે જ તે પાર્સલમાંથી એક ડિવાઈસ નીકળે છે, જેની સાથે એક લેટર પણ હતો. આથી વિકાસ નાયક ઝડપથી ઉત્સુકતા સાથે એ લેટર વાંચવાં લાગે છે જેમાં લખેલ હતું કે, "ડિયર ફ્રેન્ડ ! વિકાસ, હું ચાર્લ્સ જોસેફ જર્મનીથી તમારા માટે મારી કંપની એન્જિયર દ્વારા તૈયાર કરેલ એક ખાસ ડિવાઈસ કે જેનું નામ.."યુનિવર્સલ ટ્રેજર ડિટેકટર" છે, તે ગિફટ સ્વરુપે આપને મોકલાવી રહ્યો છું, જે તમને ઈન્ડિયામાં રહેલાં પેશ કિમતી અને મોંધા ટ્રેજર કે ખજાનો ખોજવામાં ચોક્ક્સપણે મદદરુપ સાબિત થશે એવું મારુ માનવું છે. હું આશા રાખું છુ કે મારા તરફથી તમને મોકલાવવામાં આવેલ આ ગિફટ પસંદ પડશે..અને અત્યાર સુધી આપણે "પૌરાણીક વસ્તુઓ" નો જે કઈ વ્યાપાર કર્યો છે. તે આ ડિવાઈસની મદદથી આગળ જતાં, આવનાર સમયમાં ખુબ જ વધશે એવુ હું દ્રઢપણે માનું છું...આપનો એક મિત્ર - ચાર્લ્સ જોસેફ."

આ લેટર વાંચતાની સાથે જ વિકાસ નાયકની ખુશીઓનો કોઈ જ પાર નાં રહ્યો, જાણે આ ડિવાઇસનાં રૂપમાં તેને કોઈ પારસમણી મળી ગઈ હોય તેટલી ખુશી હાલ વિકાસ નાયક અનુભવી રહ્યો હતો. જેવી રીતે બે ત્રણ દિવસથી ભુખ્યા વ્યક્તિને એકાએક મિષ્ઠાનવાળું સ્વાદિષ્ટ ભોજન મળવાથી આનંદ થાય તેટલો આનંદ હાલ વિકાસ નાયક અનુભવી રહ્યો હતો.

આથી "યુનિવર્સલ ટ્રેજર ડિટેકટર" ની ખરાઈ કરવાં માટે વિકાસ નાયક તે ડિવાઇસમાં રેહલ "ઓન" લખેલ બટન દબાવે છે. તેની બે જ મિનિટમાં આ ડિવાઈસ એકટિવ બની જાય છે. અને તેમાં રહેલ ડિસ્પ્લે પર "સર્ચિંગ" એવું લખાયને આવે છે, જેની પાંચ જ મિનિટ બાદ આ ડિવાઇસમાં રહેલ લાલ રંગની લાઈટ આપમેળે જ બ્લિંક કરવાં લાગે છે, તેની સાથોસાથે તેમાંથી અલાર્મ વાગવાં માંડે છે. જોતજોતામાં તે ડિવાઇસની ડિસ્પ્લે પર દિશા સુચન કરતો એક આખો મેપ આવી જાય છે. આ જોઈ વિકાસ નાયક એકદમ સ્તબ્ધ બની જાય છે. આથી વિકાસ નાયક આતુરતા સાથે તે ડિવાઈસમાં રહેલ મેપ જે દિશા તરફ સુચન કરી રહ્યો હતો, તે દિશામાં મેપને અનુસરતાં અનુસરતાં વિકાસ નાયક આગળ વધવાં માંડે છે. આગળ ચાલતાં ચાલતાં વિકાસ નાયક ફાર્મ હાઉસનાં પાછળનાં ભાગે પહોચી જાય છે. ફાર્મહાઉસની બહાર નિકળ્યાં બાદ વિકાસ નાયક માંડ આઠ દસ ડગલાં જ ચાલ્યો હશે, ત્યાં જ મેપમાં રહેલ "એરો" એકદમ સ્થિર બની જાય છે. આ જોઈ વિકાસ નાયકની ખુશીઓનો કોઈ જ પાર નાં રહ્યો, કારણ કે હાલ વિકાસ નાયક બરાબર એ જ જગ્યાએ આવીને ઉભો રહી ગયેલો હતો કે જેની બરાબર નિચે વિકાસ નાયકે ખુફિયા સ્ટોરરૂમ બનાવેલ હતો, જેમાં તેણે હાલ પોતાની પાસે જે કઈ પૌરાણીક વસ્તુઓ હતી, તે બધી જ વસ્તુઓ સાચવીને રાખેલ હતી. જે રાઝ એકમાત્ર વિકાસ નાયક પોતે જ જાણતો હતો. આ જોઇને વિકાસ નાયકની ખુશીઓનો કોઈ જ પાર ના રહ્યો. હાલ પોતે મનોમન વિચારી રહ્યો હતો કે હવે તેનુ અરબપતિ બનવાનું સપનું થોડા જ સમયમાં સાકાર થઈ જશે...ત્યારબાદ વિકાસ નાયક તે ડિવાઈસ પર રહેલ "ઓફ" લખેલ બટન દબાવે છે.

એ જ દિવસે રાતે

વિકાસ નાયક ખુશ થતાં થતાં પોતાનાં ફાર્મહાઉસ પરથી પોતાનાં ઘરે જવાં માટે નીકળે છે. વિકાસ નાયકનુ ઘર સુર્યપ્રતાપ ગઢમાં દાખલ થતાં જ પહેલો જ બંગલો વિકાસ નાયકનો આવતો હતો. જ્યારે તેનાં બંગલાથી સુર્યપ્રતાપ મહેલ આઠ કિ.મી દુર આવેલ હતો. પોતાનાં આવનાર ઉજ્જવળ ભવિષ્ય વિશે વિચારતાં વિચારતાં વિકાસ નાયક પોતાનાં બંગલા પાસે ક્યારે આવી પહોચ્યો તે તેને ખ્યાલ જ ના રહ્યો.ત્યારબાદ વિકાસ નાયક કારમાંથી ઉતરીને પેલું "યુનિવર્સલ ટ્રેજર ડિટેકટર" ડિવાઇસ પોતાની સાથે લઈ જવાં માટે કારમાંથી બહાર કાઢે છે, અને પોતાનાં બંગલા તરફ આગળ વધવા લાગે છે. બરાબર તે જ સમયે "યુનિવર્સલ ટ્રેજર ડિટેકટર" ડિવાઇસમાં રહેલ લાલ લાઈટ એકાએક બ્લિંક કરવાં માંડે છે, અને અલાર્મ વાગવાં લાગે છે. આ જોઇ વિકાસ નાયક ખુબ જ હેરાન અને વ્યતિત બની ગયો, કારણ કે તે એ બાબત ખુબ જ સારી રીતે જાણતો હતો કે આ ડિવાઇસ જ્યારે બેગમાં તેણે પાછું મુકેલ હતું ત્યારે "ઓફ" લખેલ બટન દબાવ્યુ હતું. તો પછી શું ડિવાઈસ આપમેળે જ શરુ થઈ ગયું હશે...? આ વિચાર આવતાંની સાથે જ વિકાસ નાયક "યુનિવર્સલ ટ્રેજર ડિટેકટર" ડિવાઇસ બેગમાંથી બહાર કાઢે છે. અને તે જોવે છે તો તેની ડિસ્પ્લે પર એક મેપ દેખાય રહ્યો હતો. આ જોઈને વિકાસ નાયકને નવાઈનો કોઈ જ પાર ના રહ્યો, આથી લાંબો વિચાર કર્યા વગર તે મેપમાં જે દિશા સુચન કરવામાં આવેલ હતું તે દિશામાં કોઈ ખજાનો મળી જવાની લાલચમાં વિકાસ નાયક આગળને આગળ વધવાં માંડે છે. મેપમાં રહેલ દિશાને અનુસરતાં પોતે પોતાનાં બંગલાથી ચારેક કિ.મી જેટલો આગળ આવી ગયેલ હતો જે બાબતનો વિકાસ નાયકને અણસાર સુધ્ધા પણ ન હતો. એવામાં એકાએક મેપમાં રહેલ "એરો" નો સિમ્બોલ સ્થિર બની જાય છે. આથી વિકાસ નાયક પોતાની નજર ઊંચી કરીને જોવે છે. તો તેની નજર સમક્ષ એક પુરાતન જર્જરિત મકાન આવેલ હતું. જ્યારે વિકાસ નાયક એ બાબતથી ખુબ જ વાકેફ હતો જે હાલ પોતે જે જગ્યા પર ઉભેલો હતો. તે જગ્યાએ વર્ષો પહેલાં એક જુનો કુવો આવેલ હતો, જે સમયનાં પ્રવાહની સાથે સુકાઈ ગયેલો હતો. અને તે જ કુવામાં થોડા જ વર્ષો અગાવ ગામનાં એક ખેડુત પરીવારે દુકાળ અને ભુખમરાથી કંટાળીને આત્મ હત્યા કરી લીધેલ હતી. આ બનાવ બાદ તે કુવાને ગામ લોકો દ્વારા કાયમિક માટે બુરી દેવામાં આવેલ હતો. આથી વિકાસ નાયકને એ બાબતનો સ્પષ્ટપણે ખ્યાલ આવી ગયો હતો કે જેમ આજે સવારે આ "યુનિવર્સલ ટ્રેજર ડિટેકટર" પોતાનાં ફાર્મહાઉસનાં પાછળનાં ભાગે જે જગ્યાએ મારા દ્વારા બનાવવામાં આવેલ ખુફિયા સ્ટોર રૂમ પાસે પહોચતાની સાથે જ "એરો" સ્થિર થઈ ગયેલ હતો, તે મુજબ વિચારીએ તો હાલ જે કુવો ગામ લોકો દ્વારા બુરી દેવામાં આવેલ છે, એ જ કુવાનાં પેટાળમાં કોઈ પેશ કિમતી ખજાનો, હિરા કે ઝવેરાતો આવેલ હશે ?

બરાબર એ જ સમયે વિકાસ નાયકને એક ચમકારા સાથે યાદ આવે છે કે જ્યારે પોતે કારમાંથી "યુનિવર્સલ ટ્રેજર ડિટેકટર" ડિવાઈસ બહાર કાઢી રહ્યો હતો, ત્યારે તેનો અંગુઠા દ્વારા જે જગ્યાએ "ઓન" લખેલ બટન આવેલ હતુ તે દબાવાય ગયું હતું. આથી વિકાસ નાયકને હાલ આ ડિવાઇસ પાક્કી અને સાચી માહિતી આપી રહ્યું છે - તે બાબતની ખાતરી થઈ ગઈ. આથી વિકાસ નાયક પોતાનાં પેન્ટનાં ખિસ્સામાંથી મોબાઈલ ફોન બહાર કાઢે છે. અને વારાફરતી પોતાની ટીમનાં કારીગરો, આર્કિયોલોજીસ્ટ મિત્ર, અને સુરક્ષા માટે બંદુક ધારી સિક્યુરીટી ગાર્ડને પોતે હાલ જે સ્થળ પર ઉભેલ હતો તે સ્થળે એક ક્લાકમાં આવી પહોચવાં માટે જણાવે છે.

બધાંને કોલ કર્યા બાદ વિકાસ નાયક પોતે હાલ જે જગ્યાએ ઉભલે હતો, તે સરળતાથી ઓળખાય જાય તેની નિશાનીનાં ભાગ રૂપે બાજુમાં રહેલ એક મોટો પથ્થર ઊઠાવીને મુકી દે છે. પોતાનાં બંગલા તરફ પાછો ફરે છે, થોડી જ વારમાં વિકાસ નાયક પોતાનાં ઘરે પહોચી જાય છે. ઘરે પહોચ્યા બાદ વિકાસ નાયક ફ્રેશ થઈને પોતાનાં પરીવાર સાથે ડિનર કરે છે. ડિનર કર્યા બાદ વિકાસ નાયક પોતાની સાથે આ મિશન માટે જરુરી એવી બધી વસ્તુઓ જેવી કે ટોર્ચ લાઈટ, કેન્ડલ, માચીસ બોક્ષ, નાના મોટા દોરડાં, અમુક ઓજારો, પાણીની બોટલો એક બેગમાં ભરીને ઝડપથી પેલાં વર્ષો જુનાં કુવા પાસે જવાં માટે પોતાનાં બંગલેથી રવાનાં થાય છે. થોડી જ વિકાસ નાયક પેલાં કુવા પાસે પહોચી જાય છે.

કુવા પાસે પહોચતાની સાથે જ વિકાસ નાયકનાં ચહેરા પર ખુશીઓની લકિરો છવાય જાય છે, કારણ કે પોતે કુવા પાસે પહોચે એ પહેલાં જ તેની સમગ્ર ટીમ પુરેપુરી રીતે સજ્જ થઈને ત્યાં આવી પહોચેલ હતી. ત્યારબાદ વિકાસ નાયક પોતાની ટીમને આજ સવારથી માંડીને અત્યાર સુધી જે કઈ બન્યું હતું તેનાં વિશે વિગતવાર જણાવે છે. અને દરેકને પોત પોતાનો હિસ્સો ચોક્ક્સપણે મળી જશે એ બાબતની ખાતરી આપે છે. આથી સમગ્ર ટીમ લાલચ અને રાતોરાત અમીર બનવાનાં સપનાં માટે વિકાસ નાયકની શરત સાથે સહમત થઈ જાય છે. ત્યારબાદ સમગ્ર ટીમે હોશે હોશે એ કુવો ખોદવાનાં કામમાં લાગી જાય છે. હાલ બધાને માત્રને માત્ર આ કુવાનાં પેટાળમાં જે કઈ ખજાનો દટાયેલો હતો એ જ દેખાય રહ્યો હતો. તે બધાની આંખો આગળ લાલચનાં આવરણો છવાય ગયેલાં હતાં પરંતુ પોત પોતાની લાલચનું પરીણામ કેટલું ભયંકર આવશે...તેનાથી હાલ તે બધાં સાવ એકદમ અજાણ જ હતાં.

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"