My poems part 17 books and stories free download online pdf in Gujarati

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 17

તમારી સમક્ષ નારી ઉપર, માં ઉપર તેમજ અમદાવાદઃ ના જન્મદિવસ અને શેત્રુંજ્ય મહાતીર્થ ઉપર અલગ અલગ સાત કાવ્યો રજુ કરું છું...... આશા રાખું છું આપ સૌ પ્રેમ થી વધાવી લેશો.....


કવિતા 01

On the occasion of women's Day

નારી....

ન્યારી ન્યારી છે નારી
માં, બહેન, દોસ્ત,ભાર્યા, દિકરી
દરેક સ્વરૂપે પ્યારી છે નારી ...

પત્થર માં પણ કુપળ ખીલવે નારી
દરેક સ્વરૂપે પ્રેમની મૂરત છે નારી
પ્યાર નું હરતું ફરતું મંદિર એટલે નારી

સહનશીલતા ની પ્રતિમા છે નારી
ત્યાગ ને બલિદાન નું પ્રતિક છે નારી
આફતો ને વંટોળે ચડાવે નારી

સુઘડતા ને શિસ્ત છે નારી થકી
સમાજ વ્યવસ્થા નારી તારા થકી
શક્તિ ને શૌર્ય નું સ્વરૂપ છે નારી

હિંમત નહી હારનારી છે નારી
મીરા તો રણચંડી દુર્ગા પણ છે નારી
વિશ્વાસ થી ભરપુર છે આજ ની નારી

નર ના અસ્તિત્વ નું કારણ છે નારી
નર ની તાકાત ને સ્વમાન છે નારી
નર અધૂરા છે વગર નારી

ન્યારી ન્યારી છે નારી
માં, બહેન, દોસ્ત,ભાર્યા, દિકરી
દરેક સ્વરૂપે પ્યારી છે નારી ...

નારી તું છો નારાયણી
નારી તારા દરેક સ્વરૂપ ને
અમારા છે દિલ થી પ્રણામ....

અનામીકવિતા 02

આજ ની નારી...

તારું સોનાનું પાંજરું તારી જોડે રાખ
મારે નથી કોઈ ના કેદ ની જરૂર

મારે પણ પંખ છે ઉડવા ને માટે
આકાશ આખું ખુલ્લુ છે મારા માટે

હુ માં થઈ ને સમજણ આપુ છું
મારે સમજણ ની નહી, જરૂર છે તારા સાથ ની

હું પણ બુલંદ ઈચ્છા ઓ ધરાવું છું
કાબેલિયત છે મારા માં અને હાસિલ કરું છું

દાસી ના સમજ તું મને તારા પગની
રીક્ષા,બસ, ટેકસી ને પ્લેન પણ હું ચાલવી જાણું છુ

સ્ત્રી ની બુધ્ધિ પાનીએ એવી વાત ના કર તું
ચાંદ અને મંગળ ઉપર પણ જઇ શકું છું હુ

નારી અબળા છે એવી વાત ન કર તું
માં સરસ્વતિ જોડે માં દુર્ગા નું પણ સ્વરુપ છું હુ

અનામીકવિતા 03

"માં"

આપણે દુનિયા ઓળખે એનાં
નવ મહિના પહેલા થી પ્યાર કરે
એ વ્યકતિ એટલે "માં"

આપણાં હસવા સાથે હસે
રડવા સાથે કારણ વગર રડે
એ વ્યકતિ એટલે "માં"

આપણાં માટે રોટલી શેકતા
હાથે દાઝી જાય છતા પણ હસે
એ વ્યકતિ એટલે "માં"

કોઈ સ્વાર્થ વગર આપણે ચાહે
તકલીફ માં સૌથી આગળ રહે
એ વ્યકતિ એટલે "માં"

ભગવાન સાથે પણ લડી લે અને
વિધાતા ના લેખ પણ બદલી શકે
એ વ્યકતિ એટલે "માં"

દુનિયાના દરેક સંબંધ છે મહત્વના
પણ જે સંબંઘ ની કોઇ તોલે ના આવે
એ વ્યકતિ એટલે "માં"

સુંદરતા ના પ્રમાણ છે ઘણા
પણ દુનિયા ની સૌથી સુંદર સ્ત્રી
એ વ્યકતિ એટલે "માં"

અનામી


કવિતા 04

કેટલી ઉંમર થઈ ...???😆😆🤩😍

કલાકો ઉપર દિવસો ને
દિવસો ઉપર મહિનાઓ ઉમેરાયા

મહિનાઓ ઉપર વર્ષો ચડતા ગયા
વધતી ગઈ ઉમર ને વર્ષો ગણાતા ગયા🙆

તન ઉપર દેખાઇ થોડી ઉંમર🤔🧔
પણ મન થી હજુ યુવાન છું હું 🧑‍💼🧖

ખીલ્યો છે હવે જીવન બાગ 💐🌷🥀🌹
ઘણા તડકા ને છાયડા ખમી,👪🌈🌈

ઉંમર તો મહજ એક માત્ર આંકડો છે🤪
કેટલી ઉંમર થઈ .??? 😬
કેટલા પૂરાં થયા..???😬
એવુ તું પૂછીશ નહી હવે જાલીમ👽

જેટલા વર્ષો થયા પૂરા
એ તો જીવન હતું 😁

બાકીની જીંદગી જીવવી છે મારે
મનભરી જિંદાદિલી થી ...💖💕💞કવિતા 05

ખૂશી...

કોઈ તો ગોતી આપો
ક્યાં ખોવાઈ છે ખૂશી
આ સ્વાર્થ ની દુનિયા માં

હું તો ગોતી ગોતી થાકયો
તોય ના મળી ખૂશી
કોઈ ચહેરા માં જૉવા

કોઈ તો જવાબ આપો
ખૂશી શું કામ નથી મળતી
આજકાલ આસાની થી જૉવા

કોઈ તો બતાવો ઠેકાણુ
કંઈ બઝાર માં ક્યાં દામ માં
વેચાતી મળશે ખૂશી અહીંયા

આંતરખોજ કરતાં માલૂમ થયું
ફરતો રહ્યો બહાર હું વ્યર્થ
ખૂશી તો છૂપાયેલી છે મનડા માં..

ટુકડે ટુકડે જીવાય એ જીંદગી નહી
રાજીખૂશી થી જીવીએ જેટલું
નામ એનુ જીંદગી ❤️

અનામી


કવિતા 06


શેત્રુંજ્ય તીર્થ...

પગથિયે પગથિયે
મસ્તક નમાવી નમન કરું
મારા શ્વાસ ના નાથ આદિનાથ ને

પગથિયે પગથિયે નામ જપુ
મારા શ્વાસ ના નાથ આદિનાથ નુ

પગથિયે પગથિયે દર્શન થાય
મારા શ્વાસ ના નાથ આદિનાથ ના

પગથિયે પગથિયે મારા કર્મો કાપે
મારા શ્વાસ ના નાથ આદિનાથજી

જયા કણ કણ માં છે
મારા પ્રભુ નો વાસ

જ્યાં અણુ અણુ માં છે
મારાં આદિનાથ

પાણી નાં બુંદ બુંદ માં છે
મારાં આદિનાથ

એવાં પર્વતરાજ શેત્રુંજય મહાતીર્થ ને
મારા દિલ થી પ્રણામ

અનામી...


કવિતા 07

Happy birthday Dear અમદાવાદ..

જ્યાં વાદ નહી વિવાદ નહિ
આમ આદમી નુ મારું અમદાવાદ

ગુજરાતી મારવાડી પંજાબી સિંધી
અને દરેક નુ છે મારું અમદાવાદ

દુનિયા નુ સૌથી મોટું સ્ટેડિયમ અહી
ગાંધી આશ્રમ ની તો વાત થાય નહી

કાંકરિયા છે અમદાવાદ નુ હાર્ટ
રિવર ફ્રન્ટ છે હરવા ફરવા નુ સ્થાન

B R T S અને મેટ્રો ટ્રેન છે અમદાવાદ નુ નાક
કેડિલા ટૉરન્ટ ઇન્ટાસ નિરમા ને અદાણી
અમદાવાદ ની છે નવી ઓળખાણ

I love you અમદાવાદ
Happy Birthday અમદાવાદ

અનામી