Love Fine, Online - 10 books and stories free download online pdf in Gujarati

લવ ફાઈન, ઓનલાઇન - 10 - ઓનલાઇન અને ઓફ્લાઈન પ્યારની સસ્પેન્સ કથા

લવ ફાઈન, ઓનલાઇન - 10

"સ્નેહા શાહ!" એ બીજું કોઈ નહિ પણ ખુદ સ્નેહા હતી! એણે કોઈ રાજેશ જેવા જ મસ્ત હેન્ડસમ છોકરા નો પિક સ્ટેટસ માં મૂકી ને એણે હેપ્પી બર્થડે રાજીવ જાન એવું વિશ કર્યું હતું! જોકે આજ કાલના સમયમાં તો કોઈ કોઈ પણ ને બાબુ, શોના, જાન કહી દે છે! એવા નામથી બોલાવવું હવે તો કોમન છે. અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર તો આવી રીતે જ સૌ કોઈ લખતાં હોય છે.

"ઓય હોય! કોણ છે?!" રાજેશે તુરંત જ એણે એ સ્ટેટસ થી રીપ્લાય આપ્યો!

"એક કલોઝ ફ્રેન્ડ છે!" એણે રીપ્લાય આપ્યો. ક્લોઝ ફ્રેન્ડ એટલે કે કરીબી મિત્ર. જસ્ટ ફ્રેન્ડ એટલે કે ખાલી મિત્ર. બેસ્ટ ફ્રેન્ડ એટલે કે બહુ જ ખાસ મિત્ર. મિત્રોનાં પણ આવા અલગ અલગ પ્રકારો (types) હોય છે!

"એનાં વિશે વધારે કહે ને હવે... મતલબ હું તારો કલોઝ ફ્રેન્ડ નહિ!" એક સેડ ઇમોજી રાજેશે સ્નેહા ને મોકલી દીધું! એક રીતે એને ઈમોશનલ બ્લેકમેઇલ કરવા માટે જ તો!

"અમે બચપણ ના સાથી છીએ... પણ એનાં મેરેજ નક્કી થઈ ગયા છે! તો પણ બોલ એ તો મારી સાથે બર્થડે સેલિબ્રેટ કરવા કાલે આવવાનો છે!" સ્નેહા એ એણે વિગતવાર બધું કહેવા માંડ્યું! એના શબ્દોમાં એક અલગ જ વાઇબ હતી તો રાજેશ પણ કોઈ હિન્ટ લઈ ગયો કે બંને કેટલા કલોઝ હતાં!

"તમે મતલબ જસ્ટ ફ્રેન્ડ જ છો એમ ને..." રાજેશે એક સળગતો સવાલ કર્યો તો એણે ઍવોઈડ કરતા કહ્યું "હા યાર... ઓકે એનો મેસેજ આવે છે!" રાજેશને એના હાલ પર છોડીને એ રાજીવ સાથે ચેટ કરવા ચાલી ગઈ.

વાઉ! વેરી નાઇસ! એકવાર તો અમારે ચારે ભેગા થવું જ પડશે! રાજેશે મનોમન ખુશ થતા વિચાર કર્યો! એ કઈક વિચાર કરતો હોય એવું લાગતું હતું.

"ઓક્કે તો રાજેશ... બાય ટેક કેર! ગુડ નાઈટ!" પ્રાચી એ એણે મેસેજ કર્યાં. બંનેએ ઓલરેડી ખાસ્સી ચેટ કરી લીધી હતી અને હવે પ્રાચીને ઊંઘ આવી રહી હતી.

"સારું...પણ તું તકિયા ને બાહોમાં લઇ ને જ ઊંઘજે... આમ તો તું ડરી જાય છે! જો બીક લાગે ને તો કોલ કરી દેજે!" રાજેશે એણે મેસેજ કર્યો. એણે પ્રાચીની ચિંતા થતી હતી. જેને આપને બહુ જ પ્યાર કરીએ દિલ કરતું હોય છે કે આપને એને થોડી પણ પરેશાની ના થવા દઇએ. એણે દુઃખી જોઈએ તો આપને બહુ જ દુઃખી થઈ જઈએ છીએ. એણે પળવાર પણ દુઃખ આપવા આપને નહિ માગતા અને દિલને થાય છે કે આપને એના દરેક દુઃખને હરી લઈએ અને આપનું દરેક સુખ એના નામ કરી દઈએ!

"તું યાર પ્લીઝ... ના કર આટલો લવ..." પ્રાચી એ મેસેજ કર્યો તો તો રાજેશના હોશ જ ઉડી ગયા!

"જો હું તો મરી જવાની છું... કેમ કે તારી સાથે જો મેરેજ નહિ થાય તો!" પ્રાચી એ મેસેજ માં ફરી કહ્યું.

"જો એવું થયું તો હું પણ તો ક્યાં જીવી શકીશ!" રાજેશે પણ સેડ ઇમોજી સાથે એણે મેસેજ કર્યો. એ પણ નહોતો ચાહતો ખુદનાં પ્યાર થી દૂર જવાનું.

"ઓકે... બાય! એન્ડ આઈ લવ યુ!" એણે મેસેજ કર્યો અને થોડી વારમાં એણે ડિલીટ ફોર એવરી વન કરી દીધો!

"આઈ લવ યુ ટુ, દીકા!" રાજેશે પણ એણે લાડ ભર્યો એ મેસેજ કર્યો. અને બંને ફોન ને પાસેના ટેબલ પર મૂકી ને ઊંઘી ગયા. પ્રાચી ને તો ઊંઘ આવી ગઈ પણ રાજેશ વિચારોમાં પડ્યો!

યાર, એક વાર તો અમારે ચારેય એ ભેગા થવું જ જોઈએ! ખરેખર એક બહુ જ મસ્ત અમે ગ્રુપ બની જઈશું! પણ કાલે જ કઈક પ્લાન કરું હું કે પરમ દિવસે ક્યાંક ફરવા માટે જઈએ એમ! પણ કઈ જગ્યા?! હમમ... કોઈ મસ્ત ગાર્ડનમાં પિકનિક માટે મસ્ત રહેશે! બસ તો તો કાલે જ કરું બધા ને તૈયાર!

ઘણાં બધા વિચારો કરી ને એણે છેવટે આ પ્લાન બનાવી જ દીધો!

પણ સવાલ ઘણાં બધા હતા, શું બધા તૈયાર થશે?! સ્નેહા ને તો પોતે રાજેશ મનાવી પણ લે; પણ શું રાજીવને મનાવવામાં પ્રાચી સફળ થઈ શકશે?! આખીર સ્નેહા એ જે રાજીવ માટે શબ્દ પ્રયોગ કર્યો - "જાન"... એની પાછળ વાત શું છે?!

શું એ બંને પણ આ બંને ની જેમ જ દોસ્તી ની આડ પાછળ એમનામાં રહેલી એ પ્યારની લાગણી ને છુપાવી રહ્યાં હતા?! શું એ બંને પણ એકમેકને પ્યાર કરતા હતા?! સવાલ તો ઘણા હતા, પણ જવાબ બસ સમય પાસે હતા! દરેક સવાલના જવાબ સમય ખુદ આપવાનો હતો, બસ થોડી રાહ જોવાની જ બાકી હતી.

વધુ આવતા અંકે...

 

***