Neelgaganni Swapnpari - 3 books and stories free download online pdf in Gujarati

નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 3

નીલગગગની સ્વપ્ન પરી ... સોપાન 03.

મિત્રો, આ વાર્તામાં આપણે આગળના સોપાનમાં જોયું કે હર્ષ હરિતાનો જન્મદિવસ ઉજવવા આતુર છે અને તેને પરિતાનો સાથ મળે છે. તે બંને સાથે મળી શ્રી કૃષ્ણની એક સુંદર મૂર્તિ પણ ખરીદે છે. સાંજે સાત વાગ્યે ઉજવણી માટે ત્રણે મિત્રો અને તેમના પરિવારના સભ્યો પણ હાજર રહેશે. આમ સાંજના ચાર વાગવાની આ ત્રિપુટી વાટ જુએ છે. આગળ શું થશે, પાર્ટી હશે કે નહિ, કેક કપાશે તો સૌ વડીલોની હાજરીમાં આ ટીનએજરો કેવો ભાવ એકબીજા પ્રત્યે દાખવશે. ઘણું બધું અને ઘણી ઇન્તેજારી, કેમ ખરુંને ! તો ચાલો વાતને આગળ ...
💐💐💐💐💐🎂🎂🎂🎂💐💐💐💐💐
નીલગગનની સ્વપ્ન પરી - સોપાન 03.

હર્ષને વિચાર આવ્યો કે હરિતાને ડેરીમિલ્ક ચોકલેટ ખૂબ જ પસંદ છે. તેણે નીચે સોના ડેરીમાં જઈ બે ₹ 100 વાળી અને બે
₹ 30 વાળી ચોકલેટ લઈ આવ્યો અને ફ્રીજમાં મૂકી. તેનાં મમ્મી હરિતાના મમ્મી સાથે કેક અને અન્ય ખરીદી માટે શીતલ બેકરી અને પ્રોવિઝન સ્ટોરમાં ખરીદી કરવા જવા તૈયાર થાય છે. હર્ષ મમ્મી જાય તેની રાહ જુએ છે, ત્યાં જ હરિતા અને પરિતાની જોડી હર્ષને બોલાવવા આવી, તેઓ ભેગા મળી વાતો કર છે એટલામાં હરિતાનાં
મમ્મી સરસ્વતીબહેન આવતાં હર્ષનાં મમ્મી આ ત્રિપુટીને "અમે થોડી વારમાં આવીએ છીએ, તમે આગળના રૂમ (બેઠક ખંડ)માં બેસો" - એમ કહીને ગયા
હરિતા અને પરિતા એમની વાતોમાં મશગુલ છે ત્યારે હર્ષને ચા પીવાની ઇચ્છા થાય છે. તે ઊઠીને રસોડામાં જાય છે અને ચા બનાવે લાગે છે. એટલામાં હરિતા રસોડામાં આવે છે. અને હર્ષને કહે છે, "ચાલ હું બનાવી દઉં છું. મને કહેવું જોઈએ ને ?" તે હર્ષને આગળના રૂમમાં મોકલીને પરિતાને પોતાની પાસે રસોડામાં બોલાવી લે છે.
આ બંને બહેનો ચા બનાવવામાં રત છે. હરિતા પરિતાને ફ્રીજમાંથી દૂધ લાવવાનું કહે છે. પરિતા દૂધ લેવા માટે ફ્રીજ ખોલે છે ને તેની નજર ડેરીમિલ્ક ચૉકલેટ પર પડે છે. તે વિચારે આ ₹ 100 વાળી ડેરીમિલ્ક, ત આશ્ચર્ય સાથે જોયા કરે છે. પણ બે કેમ ? હર્ષના મનમાં મારે માટે પણ ડેરીમિલ્કનો ભાવ ઉદભવ્યો હશે ! એટલામાં હરિતા બૂમ પાડે છે એટલે દૂધ લઈને જાય છે.
આમ, ચા તૈયાર થતાં તે બંને ચાનો કપ લઈને બેઠક ખંડમાં આવે છે. હર્ષ ચા પીતાં પીતાં હરિતા અને પરિતાના ચહેરા પર નજર ફેરવી તે બંનેને જોયા કરે છે. જો કે તે બંનેનું તેના પર ધ્યાન પણ નથી. લીફ્ટનું દ્વાર ખુલતાં ત્રણેય સજાગ થાય છે, કારણ કે હર્ષનાં મમ્મી અને સરસ્વતીબહેન સ્વતીબહેન આવી ગયાં હતાં.
હર્ષને ચા પીતો જોઈને તેનાં મમ્મી બોલ્યાં કે, "પહેલા કહ્યું હોત તો હું બનાવીને જાતને !" ત્યારે હર્ષ કહે છે, "મમ્મી આ બંને એમની વાતોમાં હતાં એટલે હું રસોડામાં ચા બનાવવા ગયો. પણ ચા હરિતાએ જ બાનાવી." અને હરિતા સામે જોઈને તેની મમ્મી ના સાંભળે તે રીતે 'દિલને હરી લેનારીએ'. "મમ્મી હરિતા સરસ ચા બનાવે છે!"
આજ સમયે હરિતા તેને આંખો બતાવી ચૂપ થવા કહે છે. સાથે એમ પણ કહે છે "એમાં શું નવાઈ, ધીમેથી 'હેતના નીરથી બનાવી છે' તે સરસ જ થાય ને ?"
🎂🎂🎂🎂🎂
હરિતા અને પરિતા હર્ષને આવવાનું કહીને જાય છે. લગભગ સાડા પાંચ વાગી ગયા છે. તૈયારી માટે હર્ષ હરિતાના ઘરે જાય છે. ત્રણેય સાથે મળીને હરિતાના ઘરના બેઠક ખંડને સરસ સજાવી દે છે. એકબીજાને સ્પર્શ પણ કરી આનંદની અનુભૂતિ પણ અનુભવે છે.
અંદાજે સાત વાગવાની તૈયારી છે. હજુ સુધી પરિતાના મમ્મી-પપ્પા અને બહેન કવિતા હજુ આવ્યાં નથી તેથી પરિતા ચિંતિત છે. તે ફોન કરીને તેની મમ્મી સાથે વાત કરે છે તો જવાબમાં કહે છે "બેટા, માસીની બીમારી વધી ગઈ છે અને તેમને જયંત હૉસ્પિટલમાં દાખલ કર્યાં છે. સવારે બધા રિપોર્ટ આવે પછી જ ખબર પડે કે તેમને શું થયું છે. તું કાકીના ધરે રહેજે."
પરિતા બધાને આ વાત કરે છે. બધા પરિતાને ધીરજ રાખવા કહે છે. એટલામાં હર્ષ પરિતાને બૂમ પાડી બોલાવે છે. પરિતા તેની પાસે આવતાં પોતાના રૂમાલથી તેની આંખોમાં રહેલા આંસુ લૂછીને તેનો હાથ પોતાના હાથમાં લે છે. પરિતાના ગાલ પર ટપલી મારતાં કહે છે. "પાગલ છે તું ? માણસ વધારે બીમાર થાય તો હૉસ્પિટલમાં દાખલ કરવો જ પડે ને ! એમાં રોવાનું થોડું હોય ? તું હરિતાના રૂમમાં જઈ તે તૈયાર થઈ હોય તો લઈ આવ. હું બીજી તૈયારી શરૂ કરું."
સરસ્વતીબહેન, હરસુખભાઈ અને હરિતાનો નાનો ભાઈ રુદ્ર તથા ચેતનાબહેન અને હરેશભાઈ પણ હોલમાં આવી ગયા અને પોતપોતાના સ્થાને બેસી ગયા છે. આસપાસના બે ફલેટનાં બે ભૂલકાં પણ આવી ગયાં હતાં. હર્ષ હોલની લાઇટ બંધ કરે છે. હોલમાં એકાએક અંધારું છવાયું ત્યાં તો એક અનેરા પ્રકાશની છાયાનો પ્રવેશ થાય છે. છાયા જેમ જેમ આગળ વધે તેમ તેમ રંગબેરંગી પ્રકાશ પણ હળવા સંગીત સાથે આગળ વધતી જાય છે. આ છાયા એટલે હરિતાનું આગમન. આજે તો તે સુંદર અને આકર્ષક ભાસે છે. તેના મરક મરક થતા હોઠ અને ગાલોમાં પડતું ખંજન સૌને મોહ પમાડે તેવું છે. તેની હરિણીસી અણિયારી આંખો મૃગનયની જેવી લાગે છે. તેની મોરની જેવી ચાલ સાથે તેની એક તીરછી નજર હર્ષ પર ગઈ છે કે તરત જ તે કેકના ટેબલે હરિતા પાસે પહોંચી જાય ગયો.. સૌએ ઊભા થઈ તાલી પાડતાં ટેબલ નજીક આવતી હરિતાને અતિ સ્નેહથી વધામણી આપી. ત્યાં જ ઝબકતા રંગબેરંગી પ્રકાશની શ્રેણીમાં પણ વધારો થાયો.
હરિતાની એક બાજુ પરિતા તો બીજી બાજુ હર્ષ ઊભો રહી ગયો. હરિતાનો ભાઈ રુદ્ર પણ હરિતાની પાસ જ ઊભો રહ્યો. હરિતાએ જેવી મીણબત્તી જલાવી કૅક કાપી કે તરત જ બધાએ તાલીના તાલે હરિતાને જન્મદિનની શુભેચ્છા આપી. આજ સમયે હોલમાં પઢ 'Happy Birthday'ના સંગીતના સૂર રેલાયા. હોલની બધી લાઇટો ઝળહળી ઊઠી. હરિતા કૅકના નાના એક પીસને હર્ષ અને પરિતાના મોંઢામાં મૂકે તે પહેલાં તો તે બંનેએ એક એક પીસ કેકનો લઈ હરિતાના મોંઢામાં મૂકીને શુભેચ્છા પાઠવી દીધી. આ ત્રણેયે ભેગા મળી નાનકડા રુદ્રને પણ કૅક આપે છે. આ પછી તેઓ હરિતાના મમ્મી-પપ્પા પાસે જાય છે, હરિતા તેમનો ચરણસ્પર્શ કરી શુભાશિષ મેળવે છે. બંને જણા કૅક લઈ હરિતાના મુખમાં દે છે. આ પછી હરિતા હર્ષના મમ્મી-પપ્પાના ચરણસ્પર્શ કરીને શુભાશિષ મેળવી તેમના હાથે કૅકનો પ્રસાદ ગ્રહણ કરે છે. બધા ભેગા મળી નાસ્તો કરે છે અને આનંદ કરે છે. હરેશભાઈ અને હરસુખભા વાતોએ વળગે છે તો સરસ્વતીબહેન અને ચેતનાબહેન રસોડામાં તૈયારીઓમાં લાગે છે
હર્ષ, હરિતા તેમજ પરિતા હર્ષના ફ્લેટમાં જાય છે. હર્ષ ફ્રીજમાંથી 'ડેરીમિલ્ક' લઈ આવી હરિતા અને પરિતાને આપે છે. હરિતા 'ડરી મિલ્ક' ચોકલેટ જોઈ ભાવવિભોર થાય છે અને રેપર ખોલી 'ડેરીમિલ્ક' નો ટુકડો કરી હર્ષનો હાથ પકડી બે-ત્રણ વાર દબાવી, આંખોમાં આંખ પરોવી હર્ષના મોંઢામાં ડેરીમિલ્ક મૂકે છે. આ રીતે પરિતા પણ હર્ષને પોતાની પાસેની ડેરીમિલ્કનો ટુકડો કરી હર્ષને ખવડાવે છે. આ પછી હર્ષ પણ અત્યંત ભાવુક બને છે. તે હરિતાની નજીક જઈને ...
'હે રાધારાણી આજથી આ કહાન તમારો છે' કહી 'કૃષ્ણની મૂર્તિ' ભેટ ધરે છે. ત્યારે હરિતા ભાવવિભોર બની જાય છે ને મૂર્તિની સામે ઊભી રહી હર્ષને કહે છે ...
હે કાન્હા,
તારામાં હું ને મારામાં તું,
મારી આસપાસ પણ તું
તુંજ મારું ગોકુળ, તું જ મારું વૃંદાવન.
બસ તું અને હું હવે બીજું શું !
હરિતા દ્વારા ઉચ્ચારાયેલા શબ્દો પરિતા તાલી પાડી વધાવી લે છે. પરિતા પણ હરિતાને નાનકડી ભેટ આપે છે અને બંને એકબીજાને ભેટે છે.
હરિતાનાં મમ્મી તેમને જમવા માટે બોલાવે છે અને ત્રણેય જમવા જાય છે. જમણવારમાં સૌ ઘણા આનંદ સાથે જમતાં જમતાં વાતો કરે છે. ચેતનાબહેન સરસ્વતીબહેન અને હરસુખભાઈને કહે છે 20 ડિસેમ્બર હર્ષનો જન્મદિવસ છે. આ દિલસ પણ આપણે સૌ ભેગા મળી ભવ્ય રીતે ઉજવીશું.
બંને પરિવાર સ્વતંત્ર વિચારધારા ધરાવે છે અને તેઓ માને છે કે બાળકોના સુખમાં જ આપણા સૌનું અનન્ય સુખ સમાયેલું છે. આ પછી હરેશભાઈ પોતાના ઘરમાં જાય છે. ચેતનાબહેન સરસ્વતીબહેનની મદદમાં રોકાય છે. બધુ કામ પરવારી તેઓ બેઠા છે. હરિતા અને પરિતા પણ સાથે જ છે. હર્ષે આપેલી ભેટ તે તેની મમ્મી અને હર્ષની મમ્મીને બતાવે છે. બંને ઘણા ખુશ છે. ચેતનાબહેન હરિતાને પોતાની પાસે બોલાવીને જન્મદિનની ભેટ તરીકે ₹ 251 આપે છે. હરિતા તેમની ચરણવંદના કરે છે તરત જ ચેતનાબહેન તેના માથે હાથ મૂકી આશિર્વાદ આપે છે. સૌ છુટાં પડે છે.
💐💐💐🎂🎂🎂🎂💐💐💐
મિત્રો, Happy Birthday to Haritaમાં આનંદ આવ્યો જ હશે. અને હવે આવશે સપ્ટેમ્બર અને પછી ઑકટોબર. તમે જાણો છો કે સપ્ટેમ્બર-ઑક્ટોબર એટલે શાળામાં પ્રથમ પરીક્ષાની શરૂઆત. ત્યારબાદ તરતજ નવરાત્રિ અને પછી આવે દિવાળી. બહુ રાહ જોવી પડે! ના ના એવું કાંઈ નથી. આ લઈને આવ્યો જ સમજો સોપાન 4. અને તમારી આતુરતાનો અંત.
💐💐💐🎂🎂🎂🎂💐💐💐