Neelgaganni Swapnpari - 7 books and stories free download online pdf in Gujarati

નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 07.

મિત્રો, સોપાન 06માં ડ્રેસની ખરીદી થઈ ગઈ. સમય
થતાં બધા 'પાટીદાર રમઝરમાં' આવ્યા છે. હજુ કોઈ
શરૂઆત નથી થઈ. મોડું થઈ રહ્યું છે. બધા જ લોકો
કાગડોળે આતુરતાથી રાહ જુએ છે. હવે આગળ
વધીએ.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 07.

માઈક પર જાહેરાત થાય છે કે ગરબા રમઝટના ઉદધાટન સમારોહના પ્રમુખશ્રી એવા સુરત શહેરના
મેયરશ્રી નવનીતરાય દેસાઈ રંગમંચ પર પધારી રહ્યા છે, તેમની સાથે સુરત શહેરના કમિશ્નર તથા પોલીસ
કમિશ્નર પણ મુખ્ય મહેમાન તરીકે હાજર છે.
મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરાય છે. આ પછી મેયરશ્રી તથા બંને કમિશ્નરને હસ્તે માતાજીની
સમક્ષ દીપપ્રાગટ્ય કરાવી સૌ મહેમાનોના હસ્તે આરતી કરવામાં આવે છે. ગાયકવૃંદ સંગીત સાથે ભાવભરી આરતીનું ગાન કરે છે. સૌને આરતી દર્શન
કરાવવામાં આવે છે તેમજ સ્વયંસેવકો દ્વારા જે તે વ્યક્તિને પ્રસાદ પહોંચતો કરવામાં આવે છે. હાજર સૌ વ્યવસ્થા ગોઠવણીથી ઘણા જ ખુશ છે.
ઉદઘાટન સમારોહ પૂર્ણ થતાં માઈક પરથી એક જાહેરાત થાય છે કે, જેમની પાસે આજની તારીખના
રમઝટમાં ભાગ લેવાના પાસ છે અને પાસમાં લખેલ
સૂચના મુજબ ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરનારને ગરબા લૉન્જમાં પ્રવેશ મળશે. સૌ જે તે બાજુના ચારેચાર દરવાજેથી ક્રમબદ્ધ રીતે દશ મિનિટમાં હાજર થાય.
હર્ષ, હરિતા અને પરિતા તેમની બેઠકની સામેના દરવાજેથી મેદાનમાં પ્રવેશ મેળવે છે. રંગબેરંગના
પ્રકાશ વચ્ચે હરિતાનો નિખાર અલગ લાગે છે. તે જાણે નીલગગનના પરીલોકમાંથી ઉતરી અહીં ગરબે રમવા આવેલી સ્વપ્નપરી જેવી દેખાય છે. એના ચહેરાની ચમક એના દિલમાં રમતા રમઝટના ભાવ પ્રગટ કરે છે. તેના મલકતા હોઠ તથા તેની આંખોની
નિર્દોષ નજર એના મનમાં રમતો ઉલ્લાસ દર્શાવે છે.
માઈક પરથી જહેરાત થાય છે, "પાયલ ગાયકવૃંદ
વડોદરા દ્વારા, શ્રીમતી વૃંદાબહેન પરીખ 'પાટીદાર રમઝટ'માં ગરબાની રમઝટ બોલાવશે. તો હવે સૌ
ખેલૈયાઓ રમઝટમાં ઘૂમવાનું શરૂ કરશે. આ સાંભળી તરત જ સંગીતના તાલ સૌ ઘૂમવા લાગે છે. શરૂઆત
ધીમી સરસ શરૂ થઈ છે. હર્ષની આજુબાજુ હરિતા અને પરિતા ઘૂમે છે.
રમઝટની શરૂઆત ગણપતિ અને માતાજીના સ્તુતિ ગરબા સાથે ધીમી પણ મક્કમ છે. ત્રણ તાળીના ગરબે રમવાની શરૂઆત થઈ. સૂર, તાલ અને લયનો સમન્વય માઇક પર લહેરાય રહ્યો છે. ગરબે રમતા ખૈલૈયાઓના દિલનો ઉમંગ તેમના પગ તેમજ હાથની તાળીમાં સ્પષ્ટપણે વરતાય છે.
હરિતા, હર્ષ અને પરિતાનો થનગનાટ તો જાણે
મનમયૂર દિલના ઉમંગે મન ભરીને પગની ઠેકે ઉલાળા
લેતો જણાય છે. એકબીજાને જોતા જાય, હળવા
હોઠે મલકતા જાય અને દિલના ઉપવનમાં પ્રેમનો રંગ
ભરતા જાય. સૌના ઉમંગ વચ્ચે ગરબા વચ્ચે મીઠા સૂરે સ્નેહની સૃષ્ટિ સજતા જાય છે.
ત્યાં તો ગાયકવૃંદે જેવું ...
ए ... हलोने ...
हालो ...
हालो ... हालो ...
हालो ... हालो ...

હે રંગલો જામ્યો કાલિંન્દીને ધાટ ...
છોગાળા તારા ... રંગીલા તારા ...
રંગભેરુ જુએ તારી વાટ.
ઉપાડ્યું કે ખેલૈયાઓમાં એક નવી મસ્તી સાથેના
અપ્રગટ આનંદની ઝલક ઉમટી. રમઝટ રમતા સૌના
પગના સ્ટેપ એવા વેગીલા બન્યા કે જાણે ઠેક પૂરતા
જ ધરતીને સ્પર્શ કરતા હોય તેવુ લાગે. હરિતા, હર્ષ અને પરિતા તો જાણે આ અવની પર અધ્ધર રહીને ગરબા ઘૂમતાં હોય તેવો ભાસ થતો.
રમઝટ ખરેખર બરાબર જામી હતી. આમ તો
ઘણા થાકી જતાં ચાલુ ગરબે ખેલૈયાઓની ખુરશીમાં બેસી ગયા. હરિતા પણ થાકી હતી અને તે થોડા આરામ માટે બહાર નીકળી ગઈ. પણ હર્ષ અંને પરિતાની જોડી રમઝટમાં એવી જામી કે સૌ એમની ગરબે રમવાની ઢબ, સ્ટેપ્સ, લચક, મોઢા પર મલકાટ બધું જ જોઈ તેમના પર આફરિન હતા.
રમઝટ પૂર્ણતા તરફ કદમભેર આગળ વધી રહી હતી ત્યાં પરિતા બહાર આવી એટલે હરિતા હર્ષની
આંખના ઈશારે અંદર દોડી ગઈ. તે પણ પરિતાની જેમ જ હર્ષ સાથે રમઝટ જમાવી રહી હતી. ઘણી હોંશથી રમઝટ રમાતી હતી ત્યાં હરિતા અટકી અને
હર્ષના કાનમાં કંઈક વાત કરી એટલે હર્ષ હરિતાને લઈને બહાર આવી ગયો. ત્રણેય પોતાના માતા-પિતા
પાસે આવી ગયા. આમ પણ ગરબા કાર્યક્રમ પૂરો થવાની તૈયારીમાં જ હતો. તેમણે ધેર જવાની તૈયારી કરી. પરિતા તેના મમ્મી-પપ્પા સાથે ઘેર જવા રવાના થઈ ગઈ. હરિતાના મમ્મીએ હરિતાને ઘેર જવાની વાત કરી તો હરિતા બોલી કે હમણાં નહીં ગરબા પૂરા થાય પછી. આથી હર્ષના પપ્પાએ હરિતાનો ગરબા નિહાળવાનો ઉત્સાહ જોઈ તેઓએ હર્ષને હરિતાની સાથે રોકાવાનુ કહે છે તથા બંનેને ગરબા પૂરા થાય ત્યાં સુધીમાં આવી જશે તેમ કહી બધાને લઈને ધેર ગયા.
આમેય હરિતાને હર્ષનું સાનિધ્યે નિરાળું લાગતું હતું. તેને આમ જ હર્ષની સાથે એકલતાની પળો માણવી હતી. ગરબા જોવાનું તો એક બહાનું હતું. હરિતા હર્ષને આઈસક્રીમ કે બીજુ કંઈ ખાઈએ એવી વિનંતી કરીને બહાર લઈને જાય છે..
બંને નજીક આવેલી આઇસક્રીમ પાર્લરમાં જાય છે. બહુ પ્રકાશ ન હોય અને કોઈ જોઈ ન શકે તેવી જગ્યા હરિતા પસંદ કરે છે. પાર્લરમાં હરિતા હર્ષની લગોલગ અડીને બેસે છે. એને હર્ષને પરિતા સાથે જે રીતે રમઝટ રમતો જોયો તેનાથી તેને ડર લાગ્યો કે મારો હર્ષ પરિતામાં ના ખોવાઈ જાય. તે ખૂબ જ સાવધાન થઈ ગઈ હતી. તે આઈસ્ક્રીમ આવતાં હર્ષને નજરમાં ભરતાં ભરતાં પોતાનો આઈસ્ક્રીમ ખાય છે. હરિતા એકાએક હર્ષને કહે ... "ચાલ, રમત રમીએ, હું તને ને તું મને, હળીમળીને આઈસ્ક્રીમ ખાઈએ." હર્ષ થોડી આનાકાની કરે છે, પરંતુ આ તો સ્ત્રી હઠ. માની ગયો.
બંને એકબીજાને આંખમાં આંખ પરોવી ખવરાવે છે. એવામાં હરિતા એક ચમચી પોતે ખાય છે અને બીજી ચમચી હર્ષને ખવરાવે છે. હર્ષને પણ હરિતાની આ રમત દિલને સ્પર્શી ગઈ. ત્યાં તો ઊભા થતાં થતાં હરિતાએ આનંદના આવેશમાં આવી અંધારાનો લાભ લઈ હર્ષને એક દિલકસ કિશ કરી ચોંકાવી દીધો. હર્ષના દિલને સ્ત્રી હૂફનો ભાવ ઝૂકાવી ગયો અને તે પણ ભાવુક બની હરિતાને પલભર હગ કરી તેના કોમળ હોઠે હોઠ મિલાવી લીધા.
તે બંને એકબીજાના હાથમાં હાથ રાખી રમઝટના દરવાજે આવીને ઊભા રહ્યા. એટલામાં હરેશભાઈ ગાડી લઈને આવ્યા. બંને પોતપોતાના ધેર ગયા. રાત્રીના બાર વાગી ગયા હતા. સૌ થાકના કારણે ઊંઘી ગયા. માત્ર બે જીવ સ્વપ્નોની સૃષ્ટિમાં પડી નિદ્રાને માણતા હતા.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
આમ, આજનો નવરાત્રીનો પ્રથમ દિવસ આનંદ અને ઉલ્લાસ સાથે પૂરો થયો. આઈસ્ક્રીમ પાર્લરમાં હર્ષ અને હરિતા વધારે નજીક આવ્યાં હોય તેવો ભાસ થાય છે. હવે પછી રમઝટમાં હરિતા સાથે કેવી રંગત જામશે ? હર્ષ પરિતાને પોતાનાથી દૂર રાખશે કે પછી ... કે પછી દો ફૂલ એક જ માલી ?
જોઈએ આગળ સોપાન 08 માં.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ'.
માત્ર વૉટ્સ ઍપ (No Phone) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐