Neelgaganni Swapnpari - 4 books and stories free download online pdf in Gujarati

નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 4


મિત્રો, આપણે 'નીલગગનની સ્વપ્નપરી' નવલકથાના સોપાન... 03 માં જોયું કે હર્ષ અને પરિતાની જોડી દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે હરિતાના જન્મદિનની ઉજવણી થઈ આ ઉજવણીમાં આધુનિક વિચારધારા ઘરાવતા હર્ષ અને હરિતાનાં માતા-પિતા પણ હાજર રહ્યા તો બીજી તરફ પરિતાની બીમાર માસીને તત્કાળ જીવનધારા હૉસ્પિટલમાં દાખલ હોવાથી પરિતાનાં
માતા-પિતા હાજર ન રહી શક્યાં. આ ઉજવણીમાં
પરિતા મનથી હાજર ન રહી શકે તેની નોંધ હર્ષના
દિલે નોધાઈ. બીજા દિવસે શું થશે, પરિતાની માસીને શું થયું હશે ? આગળ શું થશે ? આપ સૌને ઇન્તેજારી છે. મને પણ આપને મળવાની આતુરતા છે. તો હવે આગળ વધીએ ... સોપાન 04 તરફ.
💐💐💐💐💐💐💐💐💐💐

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 04.

બીજા દિવસે સોમવાર હોવાથી શાળામાં વહેલું જવાનું છે. હરિતા વહેલી ઊઠી પરિતાને પણ ઊઠાડી. બંંને તૈયાર તો થઈ પરંતુ પરિતા સ્કૂલે જવાની ના પાડે છે. તેનો યુનિફોર્મ, પુસ્તકો, ઓળખપત્ર બધુ ઘેર છે. એટલે હરિતા તેની સાઈકલની ચાવી લઈને લિફ્ટમાં નીચે જાય છે. નીચે હર્ષની રાહ જુએ છે. એટલામાં હર્ષ આવે છે અને બંને પોતપોતાની સ્કૂલે જવા માટે નીકળે છે.
હરિતાનાં મમ્મી સરસ્વતીબહેન ચેતનાબહેનને
મળવા આવે છે. 9:00 વાગે હૉસ્પિટલમાં પરિતાની માસી સવિતાબેનની ખબર જોવા જવાની વાત કરે છે. એટલામાં પરિતાના પપ્પા રવિન્દ્રભાઈનો ફોન હરસુખભાઈ પર આવે છે. ફોનમાં જણાવે છે કે સવિતાબેનની તબીયત નાજુક છે અને ઑક્સિજન પર છે. આ વાત તેઓ હરેશભાઈના ઘરમાં આવી સરસ્વતીબહેને કહે છે. હરેશભાઈ ઓફિસમાં ફોન કરી કેટલીક વાતો કરી લે છે. ચેતનાબહેન શાળામાં રજાનો રિપોર્ટ મોકલાવી દે છે. હરેશભાઈ તેમને કહે છે હુ આપ સૌની સાથે જ છું.આપણે પરવારીને સાથે નીકળીએ છીએ.
હરિતાના મમ્મી-પપ્પા ઘરમાં આવે છે. તેઓ પરિતાને કોઈ વાત ન કહેતાં માત્ર એટલું જ કહે છે, "પરિતા બેટા, આપણે બધા હૉસ્પિટલ જઈએ છીએ. તું ચા-નાસ્તો કરી લે. સૌ પરવારીને નીચે જાય છે, ચેતનાબહેન અને હરેશભાઈ પણ આવી ગયા. બધા હરેશભાઈની ગાડીમાં બેસી ગયા અને ગાડીએ
હૉસ્પિટલ તરફ ગતિ કરી.
હરસુખભાઈન, સરસ્વતીબહેન, રુદ્ર, હરેશભાઈ, ચેતનાબહેન તથા પરિતા હોસ્પિટલમાં પહોંચે છે. બધા રવિન્દ્રભાઈ અને સોનલબહેનને મળે છે. પરિતા પણ તેની મમ્મી પાસે જાય છે. રવિન્દ્રભાઈ બધાને જણાવે છે કે સવિતાબેનને રાતના બે વાગે તબીયત વધારે બગડતાં ICUમાં લાઈ ગયા છે. તેમના રિપોર્ટ હજુ આવ્યા નથી. આવે ત્યારે ખબર પડે. પછી બધા
વાતો કરતા હોય છે ત્યારે ચેતનાબહેન સોનલબહેનને
કહે છે ઘેર જઈ બધા માટે રસોઈ તૈયાર કરું. તેઓ
હરિશભાઈને લઈને ધેર જાય છે. પણ એટલામાં તો હરસુખભાઈનો ફોન આવે છે કે સવિતાબહેન હવે આપણી સાથે નથી. તેમનું દેહાવસાન થયું છે. ત્યાં તો હરિતા અને હર્ષ પણ શાળાથી આવી જાય છે.
હરેશભાઈ તરત બધાને લઈને હૉસ્પિટલમાં પહોંચી જાય છે. બહાર એમ્બ્યુલન્સ તૈયાર છે અને
સવિતાબહેનના દેહને તેમાં મોટા વરાછા લઈ જાય છે.
હરેશભાઈ પણ સહપરિવાર મોટા વરાછા જાય છે.
સૌના દિલ પર આઘાતની લાગણી છવાયેલી છે. આ
આઘાતની લાગણી બાળકોના દિલે પણ વરતાઈ રહી છે તેવું તેમના હાવભાવ પરથી જણાઈ આવે છે.
સૌથી વધારે આધાત પરિતાના દિલે છે કારણકે તેની આ માસીનો તેના પર અતિશય સ્નેહ હતો.
મોટા વરાછા પહોંચ્યા પછી રવિન્દ્રભાઈ જણાવે છે કે બધા સંબધીઓ આવી જાય તેની રાહ જોવાની હોવાથી અંતિમસંસ્કાર કાલે સવારે સાત વાગે રાખ્યા છે. ચેતનાબહેન અને હરેશભાઈ થોડી વાર બેસીને હર્ષ, હરિતા, પરિતા અને બે નાનકાંને લઈ ને ઘેર આવે છે. ચેતનાબહેન રસોઈ બનાવા લાગે છે તો હરિતા અને પરિતા તેમને મદદ કરે છે. રસોઈ તૈયાર થતાં બધા જ જમવા બેસે છે. પરિતા ઘણી ઉદાસ છે. ચેતનાબહેન તેને પોતાની પાસે બેસાડી અવનવી વાતો કરતાં તેને જમાડે છે. જમી રહ્યા પછી હરેશભાઈ સરસ્વતીબહેન તથા હરસુખભાઈને લઈ આવે છે. તેઓ પણ આવીને જમી લે છે. પરિતા હરિતાને લઈને પોતાને ઘેર જાય છે. ત્યાં તેઓ સાડા છ વાગ્યા સુધી રોકાય છે.
અહીંથી ચારેક વાગે હરેશભાઈ હર્ષને ઘેર મૂકીને બધાને લઈને મોટા વરાછા આવે છે. બધાની સાથે બેસે છે. શાંત્વના આપે છે.
હર્ષ ઘરમાં એકલો છે. એ વિચારે છે પરીક્ષા હવે આવી રહી છે તો તૈયારી પણ એટલી જ જરુરી છે. તે પોતાના ભણવાના વિષયોમાં રત થાય છે. લગભગ છ વાગે હર્ષનાં તથા હરિતાનાં મમ્મી-પપ્પા, હરિતાનો ભાઈ આવે છે. થોડી વારમાં હરિતા અને પરિતા પણ આવી જાય છે.
હરિતા પરિતા સાથે પોતાના રૂમમાં જઈને લેશન કરે છે. બંનેમાંથી કોઈ વાત કરવાના મૂડમાં નથી. થોડો સમય વાંચી શાળાના સમય પત્રક મુજબ પુસ્તકો અને વિષય અનુસાર નોટબુક ગોઠવી તે બંને સૂઈ જાય છે.
હર્ષ પણ આજના બનાવથી વ્યથિત છે. તેને સતત પરિતાના જ વિચારો આવે છે. આમ, તે ક્યારે ઊંઘી ગયો તે તેને ખબર ન પડી. તેનાં મમ્મી આવીને લાઈટ બંધ કરી.
બીજા દિવસે બંને ઘરના બધા વહેલા ઊઠી જાય છે. હર્ષ, હરિતા અને પરિતા શાળામાં જવા તૈયાર છે.
હરેશભાઈ હર્ષને સંકેત વિદ્યાલયમાં અને હરિતા તથા પરિતાને ઉન્નતિ વિદ્યલયમાં મૂકી 11:30 વાગે લેવા આવશે તેમ જણાવી ઘેર આવે છે. બધા પ્રસંગને અનુરૂપ વસ્ત્ર પરિધાન કરી મોટાવરાછા જાય છે. બધા સગા-સંબંધીઓ આવી ગયા છે. દેહને નનામી પર મૂકવામાં આવ્યો છે અને તેની વિધિ થઈ રહી છે. મ્યુનિસિપાલિટીની શબવાહીની ગાડીની રાહ જોવાઈ રહી છે. શબવાહિની ગાડી આવતાં નનામી ગાડીમાં મૂકી સ્મશાન ધાટ તરફ પુરુષ વર્ગ રવાના થાય છે. સ્મશાન ઘાટ પહોંચી અંતિમ ક્રિયા માટેની તૈયારી થાય છે અને ગેસની ભઠ્ઠીમાં મૃતદેહ લપાઈ જાય આમ અંદાજે દોઢેક કલાકમાં સવિતાબહેનનો મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. સૌ પોતપોતાના
ઘેર જાય છે.
હરેશભાઈ અને હરસુખભાઈ પણ મોટા વરાછા
ગામથીથી સરસ્વતીબહેન, ચેતનાબહેન તથા રુદ્રને લઈને ઘેર આવ્યા. હરેશભાઈ નાહીને પરવારી તૈયાર થયા. 11:00 વાગ્યાનો સમય થયો એટલે તેઓ હર્ષ, હરિતા અને પરિતાને સ્કૂલે લેવા જવા નીકળ્યા. સંકેત વિદ્યાલય છૂટવાની થોડી વાર હોવાથી પ્રથમ ઉન્નતિ વિદ્યાલયથી હરિતા અને પરિતાને લઈ હર્ષની સંકેત વિદ્યાલય આવ્યા. થોડા જ સમયમાં પણ હર્ષ આવ્યો એટલે તેમને લઈ ઘેર પહોંચ્યા. રસોઈ તૈયાર થતાં તે જમીને થોડો આરામ કરી ઓફિસે ગયા.
જમીને હરિતા અને પરિતા હરિતાની રૂમમાં જાય છે અને પાતાના કામમાં મશગૂલ થાય છે. સામેના ફ્લેટમાં હર્ષ પણ પોતાના કામમાં પરોવાય છે. આમને આમ સવિતાબહેનની તેર દિવસની વિધી પણ પુરી થાય છે. હર્ષની શાળામાં નવારાત્રિ શરૂ થાય તે પહેલાં પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થવાની છે. તેનું સમયપત્રક પણ જાહેર થઈ ગયું હતું. 19 સપ્ટેમ્બર સોમવારથી પરીક્ષા શરૂ થશે જે લગભગ દશ દિવસ સુધી ચાલશે. હરિતા અને પરિતાએ પણ આજે શાળાથી આવતાં જ પરીક્ષા બાબતે જણાવ્યું. તેમની પ્રથમ પરીક્ષાની શરૂઆત 22, સપ્ટેમ્બર, ગુરુવારથી થવાની છે. આ પછી નવરાત્રી 04 ઑક્ટોબરથી શરૂ થઈ રહી છે.
જો કે પરિતાના દિલમમાં તેની માસીના દેહાન્તનો
ઘાવ હજી રૂઝાયો નથી. પરંતું હરિતા ને વિશ્વાસ છે કે પરીક્ષા પૂરી થતા સુધીમાં બધું જ સુખરૂપ ગોઠવાઈ જશે.
હવે સૌ પોતપોતાની રીતે પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા. હર્ષ સાયન્સમાં અભ્યાસ કરતો હોવાથી તેને હરિતા કે પરિતા ખાસ ડિસ્ટર્બ નથી કરતા. પરિતાને ગણિતમાં કે વિજ્ઞાનમાં કોઈ તકલીફ જેવું લાગે તો તે તેને સમજાવી દે છે. બિનજરૂરી વાતો થતી નથી કે એકબીજાને તેઓ ખાસ મળતા પણ નથી.
💐💐💐💐💐💐💐💐💐💐
મિત્રો, આ ત્રણ તો પરીક્ષામાં પરોવાઈ ગયા. હવે પરીક્ષા પૂરી થયા પછી જ તેમનામાં નવરાત્રીનો રંગ લાગે એવું લાગી રહ્યું છે. ત્યાં સુધી તો આપણે પણ થોભવું પડે. પછી તો નવરાત્રી જામશે. કહેવાય છે કે ગરબે ઘુમવાની પરિતા ઘણી શોખીન છે. પણ એના મન પર બોજ છે. હળવો થશે. કાનુડો હોય તો રાધા થોડી ઝાલી રહે. જો જો તો ખરા ... ઝૂલણ મોરલી વાગી નથી ન રાધા ડોલી નથી. અરે, પણ અહીં તો કાનજી એક અને રાધા બે.
જુઓ, તમે આમ ઉતાવળા ન થાવ. નવરાત્રી તો આવવા દો. તમે પણ તમારી રાધારાણીને નવરાત્રી
રમવા મનાવી લેજો, પછી મને ના કહેતા અમે આ વાત જ ભૂલી ગયા ! ચાલો ત્યારે, મળીએ આગળના ... સોપાન 05 માં.
💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ',
માત્ર વૉટ્સ ઍપ (No Phone) : 87804 20985💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐