Soul - Invisible Existence - 2 books and stories free download online pdf in Gujarati

આત્મા - અદ્રશ્ય અસ્તિત્વની - 2

[અસ્વીકરણ]
( સત્ય ઘટના પર આધારિત)
" આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "
************


પ્રકરણ : ૨/૫

નામ : દિવ્યાબેન વાલાણી ( નામ ફેરવેલ છે.)
ભણતર : BA, MA in English, Bed.
સ્થળ : અમરેલી


દિવ્યા એક સરકારી માધ્યમિક શાળાની શિક્ષક હતાં . સવારે શાળા એ પોતાની નિયમિત ફરજ બજાવે અને સાંજે ઘરે 5-8 PM એમ ત્રણ પાળીમાં અંગ્રેજી ભાષાનાં વર્ગ લેતાં હતાં. વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખાસ્સી એવી આવતી હતી.
તેમનું શિક્ષણ શાળામાં તો પ્રચલિત હતું એ જ રીતે અહીં ઘરે વર્ગમાં પણ વિદ્યાર્થીઓને ના પાડવી પડતી હતી. સાથે સાથે અમરેલી જિલ્લાનાં તે RP ( Resource Person) તરીકે શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હતાં.

ઘણાં સમય થી છોકરાઓ ભૂતની સિરિયલ અને પ્રકરણમાં આવતી ભૂતની કહાનીઓ વિશે વાતો કરતાં હતાં. એવાં માં તેનાં એક વિદ્યાર્થી મીત એ કહ્યું મેડમ, આપને પેલું ચેસ રમે એવું જ એક ફોર્મેટ આવે છે એમાં ડિજિટ અને આલ્ફાબેટ હોય એ લઈ ને ચાલો ને આત્મા બોલાવી એ...
દિવ્યા બેન કહે એ એક થોડી આવે એ ફિલ્મ માં સારું લાગે...

ઘણાં પ્રયાસો પછી દિવ્યા બેન એ કહ્યું એ હા, વાંધો નહીં.. તારો જે આ વહેમ છે ને એ ઉતારવા આપણે બોલાવી લઈએ બસ.

મીત કહે મેડમ તો આજે રાતે જ મોડું નહીં. આ વાત તેની સાથે સાંભળતા એ જ વર્ગ નાં વિદ્યાર્થીઓ પણ રસપ્રદ લાગ્યું કે શું સાચેજ આવું હોય..એટલે તેમણે પણ મીત ની વાતમાં ધ્યાન આપ્યું.

વર્ગ પૂરો થતાં ની અંતે દિવ્યા બેન સાથે ચર્ચા કરી કે આ બધું મધરાતે થશે એટલે આપણે આ હોલ માં જ કરીશું.
( જે હોલ માં વર્ગ ચાલતાં હતાં એ પહેલાં મળે હતો એટલે એ સ્વતંત્ર હોવાથી દિવ્યાબેન એ હા પાડી)

આ વિદ્યાર્થીઓ ધોરણ દસનાં હતાં. મીત સાથે અન્ય છ મિત્રો આવવાં નાં હતાં.

મીત, હર્ષ, પ્રિયા, હર્ષિત, શ્રી, ઝરણાં ( દિવ્યાબેનનાં જેઠ ની દીકરી), દક્ષ અને દિવ્યા બેન આમ કુલ આઠ જણાં આ કામ માટે રાતે દિવ્યા બેનનાં ઘરે મળવાના હતા.

ઉપરોક્ત આપેલ વિદ્યાર્થી નાં નામમાં કોઈ ફેરફાર કરેલ નથી.

સૌ પોણા બાર ની નજીક દિવ્યાબેનને ત્યાં સૌ ભેગા થાય છે. દિવ્યા બેન દ્વારા મળેલી માહિતી મુજબ મીત આત્મા ને બોલાવવાં માટે ચેસ જેવું એક ફોર્મેટ લઈ આવ્યો હતો અને એક એક પાસું પણ સાથે હતું થોડી મીણબત્તી હતી.

બધું મીત એ તેની સૂજ બૂજ થી ગોઠવી દીધું. મીત ને આ રીતે ધ્યાન થી બધું કામ કરતાં જોઈ અન્ય મજાક ઉડાડે છે.
લે લે જાણે કેમ એ મને કહી દેશે કે તારે આટલાં માર્ક આવશે.. ( હસે છે સૌ)

મીત કોઈની વાત પર ધ્યાન નથી દેતો અને તે દિવ્યા બેન ને કહે છે લાઇટ ઓફ કરી દો અને સૌ આ ફોર્મેટ ની નજીક બેસી પોતાની આંગળી આ મીણબત્તી થી થોડે દૂર રાખી બધા ની નજર પાસા સામે રાખો.

મીત એ કહ્યાં પ્રમાણે બધાં એ કરું. મીત કહે છે, મેડમ આપણે પવિત્ર આત્મા બોલાવી એ જેથી એમને પાછી મોકલવી સહેલી છે.

સૌ હસે છે, પણ મીત હવે ગંભીર થઈ ને કહે છે બધાં છાના માના રહો... જેને હવે હસવું આવતું હોય એ ચાલ્યાં જાવ એટલે ધ્યાન આપી શકાય. મજાક નથી આ કંઈ.. થોડું ઊંચા અવાજે બોલ્યો એટલે સૌ શાંત થઈ ગયાં.

મીત કહે છે હવે આપણે સૌ એ વારાફરતી હું જે બોલું એ એક પછી એક બોલવાનું છે ત્યાં સુધી કે પેલો પાસું તેના મૂળ સ્થાન થી ખસે નહીં.

મીત બોલે છે, " હે પવિત્ર શુદ્ધ આત્મા જો તમે મારો અવાજ સાંભળી શકો છો તો આપ અહીં આવી તમારી હોવાની અનુભૂતિ આપો અમે તમને સવાલ પૂછી શું પછી તમને વિદાય આપીશું અને તમે ખુશી થી જતાં રહેજો.."

( આ વાકય આજે પણ દિવ્યાબેનને યાદ છે, કોઈ ભૂલ નથી ને એ ચકાસવા મીત અને ઝરણાં બંને નો વારાફરતી સંપર્ક કરી આ વાકય ની ચકાસણી કરવા માં આવી હતી.)

સૌ વારાફરતી આ વાકય બોલે છે... લગભગ વીસ પચ્ચીસ મિનિટ વિતે છે પણ કશું ફેરફાર જોવા મળતો નથી. દિવ્યા બેન કહે છે.. ચાલો હવે બહુ થયું સવારે મારે શાળા જવાનું છે અને તમારાં મમ્મી પપ્પા પણ રાહ જોતા હશે કે મેડમ ને ત્યાંથી હજી ના આવ્યાં...

મીત કહે છે કોઇ જાવ માં થોડો પ્રયત્ન કરો હવે ભેગાં થયાં છીએ તો થોડી મિનિટ વધુ... એમ કહી એ સૌને મનાવી લે છે.

ફરી એક વાર વારાફરતી સૌ એ વાકય ને બોલે છે.
એવાં માં એ ફોર્મેટ નું બોર્ડ ધ્રુજારી કરવાં લાગે છે. આ તરફ પ્રિયા ચીસ પાડે છે સૌ નાં ચહેરે એક ડર આવે છે. સૌ કહે છે ભાઈ હું જાવ હો....મેડમ મારે નથી રહેવું... એમ અવાજ થવા નો શરૂ થયો

મીત કહે છે... ચૂપ... ચૂપ... આપણે પવિત્ર આત્મા બોલાવી છે એ કોઈને નુકશાન નહી કરે કોઈ બીક જન્માવી ને હાંફળા ફાંફળા ના થાવ. તે કશું નહીં કરે કોઈ નુકશાન નહીં પહોંચાડે.

સૌ પોતાનાં સ્થાને વ્યવસ્થિતિ બેસે છે ધ્રુજારી બંધ થઈ ગઈ હતી જ્યારે સૌ વાતો કરતાં હતાં એવાં વખત થી.

મીત ફરી વાકયનું પુનરાવર્તન કરે છે. તે લગભગ અઢાર થી વીસ વખત બોલે છે એવાં માં પાસું તેનાં મૂળ સ્થાન થી ખસી ત્યાં હલવા લાગે છે. મીત સૌને જણાવે છે જો આત્મા આપની આસપાસ છે આ રૂમ માં જ આ તેનો સંકેત છે તે હવે આપણે શુદ્ધ મન સાથે વિદાય આપીશું ત્યારે જ જશે.

મીત સૌને હિંમત આપી એટલે સૌ શાંત ચિત્તે તેની વાત સાંભળી માને છે. મીત કહે છે પહેલાં હું પૂછી જાણું કે તમે ક્યાંથી આવ્યાં છો.

( હવે પછી નીચે થવાં સંવાદ અને સંકેતો આત્મા અને ત્યાં રહેલાં સાત વ્યક્તિઓનાં છે)

મીત : હે પવિત્ર આત્મા તમે અહીં આવ્યાં એ અમને ખુશી છે. અમે તમને કોઈ તાંત્રિક વિદ્યા થી હેરાન નહીં કરીએ અમે આપને અમારાં સવાલ નાં જવાબ જાણવા અને આત્મા હોય છે એ વિશે સૌને જણાવવા બોલાવી છે. અને અમને પણ ખુશી થશે જયારે તમે પણ અંતે ખુશી થી વિદાય લેશો.

હે પવિત્ર આત્મા તમે સ્ત્રી લિંગ છો કે પૂલિંગ... પાસું બહુ જ ધીમે તેનું સ્થાન બદલી ને ( P) નાં ખાના માં જઈ સ્થિર થાય છે.


તમારૂં નામ, સ્થળ અને ઉંમર વર્ષ અમારે જાણવું છું.

K.....A.....N.....A.....B.....H......A.....I

Kanabhai (કાનાભાઈ)

H........A..........T..........H........S.......A......N......I

હાથસણી ( આ ગામ સાવરકુંડલા તાલુકામાં આવતું ગામ હાથસણી તા. સાવરકુંડલા, જી. અમરેલી)


5............4...........

54
[ આ ઘટના બાદ માહિતી ની પુષ્ટિ માટે દિવ્યાબેન અને તેનાં પતિ લલિત ભાઈ ( નામ ફેરવેલ છે) અને મીત હાથસણી જાય છે. લલિત ભાઈનાં માસીની દીકરીનાં પતિ ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક છે તેની મારફતે તપાસ કરી તો જાણવા મળ્યું કે કાના બાપા આ ગામનાં જ છે તેની ઉંમર 54 વર્ષની છે. હ્રદય હુમલા થી પાંચ - સાત દિવસ પહેલાં જ દેહ છોડ્યો છે થોડાં દિવસો પછી પાણીઢોલ છે.
આટલી સચોટ માહિતી એટલે હતી કે ગામ નાનુ અને ક્યારેય મૃત્યુ થાય તો અચૂક આખાં ગામ માં વાત થઈ જ જતી. અને શાળા માં બાળકો ને તેની તિથિ પર ગૂંદી ગાંઠીયા નું પેકેટ સૌને આપવા લોકો આવતાં હતાં.]


હર્ષ : મારે દસમાં માં કેટલાં ટકા આવશે...?

6..........7........... ( 67 %)

( હર્ષ ભણવામાં ખૂબ હોંશિયાર હતો, પણ એ અત્યારે કશું ના બોલ્યો.)


પ્રિયા : મારે આગળ ભણવા માટે વિદેશ જવાની તક મળશે..?


............... X........... ( ચોકડી પર પાસું આવે છે અને જવાબ ના મળે છે.)


શ્રી : મારે દસમાં પછી શું લેવું.. આર્ટ કે કોમર્સ...?

.............S....... ( અર્થ - વિજ્ઞાન પ્રવાહ)


ઝરણાં : મારે મેડિકલ લાઇન લેવી કે હું ઈજનેર લાઇન માં આગળ આવું....

................M......E....D....I.....C.....A.....L.....


દક્ષ : મારી ઉંમર કેટલી છે....?

1........6......( સોળ વર્ષ)

હર્ષિત : મને દસમાં માં કેટલાં ટકા આવશે...?

............ 7.............9...........( 79%)

દિવ્યાબેન : આપ મારાં ઘરે થી ખુશી થી ચાલ્યાં જશો ને........ YES કે No

Y..........E...........S....... ( હા)


આ સાથે સૌએ સવાલ જવાબ પૂછી લીધાં.

હવે સૌ ફરી ત્યાં મીણબત્તી ની નજીક હાથ રાખી મીત બોલતો હતો એ પછી સૌ બોલતાં હતાં.

હે પવિત્ર આત્મા
અમે તમને કોઈ તાંત્રિક રીતે હેરાન ગતિ કરી ને..
અમે કોઈ આપની સાથે ખરાબ વર્તન કર્યું નથી...
તમે શુદ્ધ આત્મા છો...
અમે તમારાં મોક્ષ ની પ્રાર્થના કરીએ છીએ....

તમે હવે મૂળ સ્થાને જતાં રહો એવી પ્રાર્થના....
તમે જ્યાં થી આવ્યાં છો ત્યાં શાંતિ થી જતાં રહો એવી પ્રાર્થના... ( વારંવાર)


પાસું અંતે જ્યાં પહેલાં હતું ત્યાં જઈ ને તે છટકી ને નીચે જમીન પર ફરવા લાગે છે.

મીત કહે છે તેણે મૂળ સ્થાન લઈ અને તે અહીં થી ચાલ્યાં ગયાં છે આ એમનો સંકેત હતો.

સૌ ત્યાં જ બેઠા બેઠાં સાત - આઠ મિનિટ મોક્ષ પ્રાપ્તિ માટે આંખો બંધ કરી મન માં જ પ્રાર્થના કરી સ્મરણ કરે છે.

બીજે દિવસે આ અંગે સૌને ખ્યાલ આવે છે થોડાં દિવસો આ વાત નો દબદબો રહે છે. હર્ષ ને માનવા નહોતું આવતું કે તેને આટલાં જ ટકા આવશે....

દિવ્યા બેન ને ત્યારબાદ જે કોઈ કહેતાં કે ચાલો ને મેડમ આત્મા બોલાવી એ એ કોઈ દિવસ તૈયાર નથી થયાં... જ્યારે જાણ્યું કે કેમ તમે તો શુદ્ધ આત્મા બોલાવી હતી....પણ તે ના પાડતા ( વાત કરતાં તેનાં ચહેરા પર એક અજીબ ડર અને તેમણે કહ્યું કે ત્યાર પછી તો તરત આવતાં રવિવારે હવન કરાવી લીધો હતો.)

જે લોકો એ સવાલ જવાબ કર્યા હતાં તેની આજે સ્થિતિ વિશે માહિતી નીચે મુજબ છે.

મિત :
BSc ( Micro), MSc,
Bed શરૂ છે સાથે પ્રાઇવેટ બાયોલોજી નાં વર્ગ કરે છે
હાલ. અમરેલી

હર્ષ :
ધોરણ દસમાં 67.37 %,
હાલ. પ્રોડક્શન સુપરવાઈઝર - રાજકોટ

પ્રિયા :
B.com, Mcom ( Banking)
હાલ - જુનાગઢ ( Married )

શ્રી :
BSc, Bed ( Maths)
હાલ - પ્રાઇવેટ કોલેજમાં લેક્ચરર - અમરેલી

ઝરણા -
MBBS, હાલ. મેડિકલ પ્રેક્ટિસ - સાવરકુંડલા

દક્ષ :
BCom, Mcom
હાલ. હોલસેલ ક્લોથ મટીરીયલ વેચાણ - અમરેલી

હર્ષિત :
દસમાં ધોરણમાં 78.37 %
BE in Electrical
હાલ. Design Engineer ( Drafting& printing circuit) - અમદાવાદ

જયશ્રી ક્રિષ્ના,
વાચકમિત્રો

દિવ્યાબેન ની સાથે બનેલી તેનાં એ જ ઘરે બીજી એક ઘટના આપણે ત્રીજાં પ્રકરણમાં જોઈશું.

આપ સૌને આ સત્ય ઘટના કેવી લાગી..?
આપનો પ્રતિભાવ આપ મને ( Rate & Comment) દ્વારા આપશો તો મને લેખન માટે પ્રેરણા અને પ્રોત્સાહન મળશે.

આભાર સહ.

આપનો સ્નેહી,
જયદિપ એન. સાદિયા "સ્પર્શ"

સમાપ્ત.