Coincidence - 13 books and stories free download online pdf in Gujarati

દો ઈતફાક - 13


🔹️13🔹️
દો ઈતફાક
Siddzz💙



યુગ આજે ઘરે આવી ને ફુઆ સાથે ટીવી જોતો હતો પણ ફુઆ ના કોઈ ફ્રેન્ડ આવ્યા એટલે એ એની રૂમ માં જતો રહ્યો. અને માયરા ને ફોન કર્યો.

" બોલો જનાબ " માયરા બોલી.

" તારે ઓનલાઇન આવવાનું થાય છે કે નઈ એ બોલ" હજી સુધી માયરા ઓનલાઇન નઈ આવી હતી.

" જોઈએ કામ વગર શું કામ ઓનલાઇન આવું "

" સારું ના આવીશ. હું ફોન કરી લઈશ"

" કેમ ફોન?" માયરા એ યુગ ને પૂછ્યું.

" હા તો તું ઓનલાઇન નઈ આવે તો એજ કરું ને "

" ઓકે જોઈએ. "


પછી યુગ એના ડાન્સ ક્લાસ નું અને કોલેજ નું કહેતો હોય છે ત્યાં અચાનક એ બોલે છે,


" માયરા બે દિવસ પછી શું છે?"

" બે દિવસ પછી શનિવાર છે " માયરા એ કેલેન્ડર માં જોઈ ને કહે છે.

" એમ નઈ તારીખ કંઈ છે "

" 16 જૂન "

" હા શું છે એ ખબર છે ને ?"

" ના કેમ કઈ છે ?" માયરા એ પૂછ્યું.

" ના કઈ નથી. હું તો એમજ પૂછું છું.

"સારું હુ સૂઈ જાવ છું. ફરી મળીશું" કહી ને માયરા એ ફોન મૂકી દીધો.


યુગ નો બર્થડે હતો બે દિવસ પછી. 16 જૂન એ. પણ આ વાત માયરા ને ખબર જ નઈ હતી.


એક દિવસ પછી ,

કાલે યુગ નો બર્થડે છે પણ યુગ આજે બોવ થાકી ગયેલો એટલે જમી ને તરત સૂઈ ગયેલો. રાતે 12 વાગ્યા હસે ત્યારે નીલ યુગ ના રૂમ માં ગયો.

" યુગ ઊઠ ચલ સવાર થઈ ગઈ " નીલ બોલ્યો.

" ભાઈ પ્લીઝ... થોડી વાર સુવા દે ને "

ત્યાં તો રાધિકા રૂમ માં આવી.

" હેપ્પી બર્થડે યુગ " કહી ને રાધિકા એ એક પિલો યુગ ને માર્યું.

યુગ ને લાઈટ થઈ મારો બર્થડે ચાલુ થઈ ગયો હવે.

યુગ બહાર આવ્યો ત્યાં તો કેક મુકેલી હતી ટેબલ પર. ફોઈ ફુઆ પણ જાગેલા હતા.

બધાએ એક પછી એક હેપ્પી બર્થડે વિશ કર્યું અને પછી યુગ એ કેક કટ કરી. ફોટો પાડયા. ત્યાં યુગ ના મમ્મી નો વિડિયો કૉલ આવ્યો. યુગ એમની સાથે વાત કરતો હતો ત્યારે રાધિકા એ કહ્યું,

" મામી આખી રાત યુગ સાથે જ વાત કરવાનો ઈરાદો છે કે શું ?"

" ના સૂઈ જાવ તમે પણ સૂઈ જાવ."


બીજે દિવસે સવારે યુગ મસ્ત તૈયાર થઈ ને કોલેજ ગયો. એના ક્લાસ ની એક બે છોકરીઓ એ તો કહ્યું પણ ખરું કે તું આજે મસ્ત લાગે છે.


પણ હજી સુધી પાર્થ અને ઈશાન એ વિશ પણ નઈ કર્યું હતું. આજે શનિવાર હતો એટલે કોલેજ તો હાફ ડે જ હતી. છેલ્લે મેમ હાજરી લેતા હતા ત્યારે પાર્થ બોલ્યો,

" યુગ આજે કંઈ છે? "

" હા કેમ આજે નવા કપડાં પહેરી ને આવ્યો છે " ઈશાન એ પૂછ્યું.

" બસ એમજ મન થયું એટલે " યુગ એ પણ ના કીધું કે આજે મારો બર્થડે છે એવું.

કોલેજ પછી ઘરે જતા હતા ત્યારે ઈશાન એ એક કેફે પાસે ગાડી ઊભી રાખી.

" કેમ અહીંયા?" યુગ એ પૂછ્યું.

" કામ છે મારે ચલ ને તું અંદર" પાર્થ એ કહ્યું.

યુગ અંદર ગયો ત્યારે એને સમજ પણ ના પડી કે કેમ એ લોકો અહીંયા લઈ ને આવ્યા છે.


કોર્નર વાળા ટેબલ પર એ લોકો હતા. યુગ અને ઈશાન જોડે બેઠા હતા અને એની સામે પાર્થ બેઠો હતો.


ત્યાં વેઇટર આવી ને એક બોક્સ આપી ને ગયો નાનું એવું. પાર્થ એ બોક્સ ઓપન કર્યું અને યુગ બાજુ કર્યું.

યુગ પાસે બોલવા માટે કોઈ જ શબ્દ નઈ હતા. યુગ એક દમ ચુપ થઈ ગયેલો એ જોઈ ને પાર્થ અને ઈશાન બંને એક સાથે બોલ્યા,
" હેપ્પી બર્થડે યુગ "

અને એ બોક્સ માં કેક હતી. ડાર્ક ચોકલેટ ની અને ઉપર યુગ લખ્યું હતું.

" થેંક યુ પણ તમને કેમની ખબર " યુગ એ પૂછ્યું.

" કાલે બ્રેક માં તારો ફોન મારી પાસે હતો ને ત્યારે નોટીફિકેશન આવી હતી. એમાં માય બર્થડે એવું લખ્યું હતું " ઈશાન એ કહ્યું.

" પણ અમને ખબર નઈ હતી કે આજે તારી બર્થડે છે કે નઈ. એક તો તે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પણ નથી લખ્યું. " પાર્થ એ કહ્યું.

" પછી અમારો પ્લાન હતો તને અહીંયા લાવવાનો અને સરપ્રાઈઝ આપવાનો. બર્થડે હોય કે ના હોય આપડે જૉડે હોય એ બોવ છે." ઈશાન એ કહ્યું.

" પણ તું આજે નવા કપડાં પહેરી ને આવ્યો હતો એટલે ખબર પડી ગઈ કે તારી બર્થ ડે છે " પાર્થ બોલ્યો.

"ઓહ તો વિશ કેમ ના કર્યું" યુગ એ પૂછ્યું.

" તને રાહ જોઈ ને વિશ કરવાની મઝા આવી અમને " ઈશાન એ કહ્યું.

પણ યુગ એક દમ ધીમે થી બોલ્યો,
" રાહ તો હું પણ કોઈ ની જોવ છું "

" શું બોલ્યો તું ?" પાર્થ ને કંઈ સમજ ના પડી એટલે એને પૂછ્યું.

" કઈ નઈ " યુગ વાત પતાવતા બોલ્યો.

પછી યુગ એ કેક કટ કરી. અને ઈશાન અને પાર્થ એ એક ગિફ્ટ આપ્યું. એમાં એક ફોટો ફ્રેમ હતી અને એમાં એ ત્રણ નો પેલો ફોટો જે પાડ્યો હતો એ હતો.

" થેનક યુ સો મચ યાર. " યુગ થી આગળ કઈ ના કહેવાયું.

" એના થી કામ નઈ ચાલે પાર્ટી આપવી પડશે. " પાર્થ બોલ્યો.

" હા પણ આજે નઈ. કાલે " ઈશાન એ કહ્યું.

" કેમ કાલે?"

" કાલે રવિવાર છે તો આપડે ક્યાંક જઈશું. સાંજે પાછા આવી જઈશું " ઈશાન એ કહ્યું.

" પણ ક્યાં ?" યુગ બોલ્યો.

" તું આઠ વાગ્યે રેડી થઈ ને નીચે આવી જજે " પાર્થ એ કહ્યું.

એ લોકો ત્યાં બેસી ને વાત કરતા હતા ત્યારે ખબર જ ના પડી કેમના બે કલાક નીકળી ગયા એ. યુગ ને ફોન આવ્યો કોઈ નો.

" ઈશાન જલ્દી ક્લાસ પર મૂકી જા મને. મોડું થઈ ગયું છે" યુગ એ કહ્યું

" કેમ માયરા આવી છે ?" પાર્થ એ મસ્તી મા પૂછ્યું.

" ના હવે મેમ નો ફોન હતો. એક વાગ્યા નો ટાઈમ હતો આજનો. બે વાગી ગયા "


યુગ જલ્દી જલ્દી ક્લાસ પર પોહચ્યો અને પ્રેક્ટિસ કરી. અને પછી ગ્રુપ ડાન્સ હતો એની પ્રેક્ટિસ કરતા કરતા છ વાગી ગયા.


બધા ગયા ખાલી યુગ અને એનો ફ્રેન્ડ પ્રેક્ટિસ કરતા હતા. ત્યાં મેમ એ એક બોક્સ આપ્યું.

" આ શું છે ?" યુગ એ પૂછ્યું.

" ખોલી જોઈ લે " સર બોલ્યા.

"શૂઝ. ?" યુગ બોલ્યો.

ત્યાં તો યશ (યુગ નો ડાન્સ ક્લાસ વાળો ફ્રેન્ડ આવ્યો ) આવ્યો કેક લઈ ને.

" હેપ્પી બર્થ ડે ભાઈ " યશ એ કહ્યું.

" હેપ્પી બર્થડે યુગ " પંક્તિ મેમ બોલ્યા.

"શૂઝ તને અમારા તરફ થી ગિફ્ટ છે. આમ તો કોઈ ને શૂઝ ગિફ્ટ માં ના અપાય પણ ડાન્સ વાળા ને તો ગિફ્ટ અપાય " પંક્તિ મેમ બોલ્યા.

ત્યાં તો સર બીજી બેચ નાના છોકરા ઓ ની હતી એ બધા છોકરા ઓ કેક જોઈ ને ત્યાં આવી ગયા.

યુગ ને બધા સર મેમ વિશ કરતા હતા ત્યારે એક નાની છોકરી બોલી,
"કેક તો કાપો "

અને બધા હસવા લાગ્યા. યુગ એ બધા ને કેક ખવડાવી. પેલી નાની છોકરી એ કેક લઈ ને યુગ ના ગાલ પર લગાવી અને એ પછી તો બધા એ યુગ ને કેક લગાવી દીધી.

યુગ મોઢું ધોઈ ને ત્યાં નજીક માં એક દુકાન પર થી ચોકલેટ લઇ આવ્યો અને એ બધા નાના છોકરા ઓ ને આપી. અને એ લોકો એટલા ખુશ થયા કે કોઈ હદ નઈ.

યુગ ને યશ મૂકવા આવ્યો હતો ત્યારે યુગ એ પૂછ્યું,
" તને ખબર હતી મારો બર્થડે છે એવું ?"

" ના "

" તો આ બધું "

" તું બે વાગ્યા તો પણ આવ્યો નઈ એટલે મેમ એ ફોન કરવા આપડા ફોર્મ જોયા હતા. એમાં બર્થ ડેટ લખી હતી એટલે ખબર પડી "

" અચ્છા "


યુગ ઘરે આવી ને રાધિકા અને ફોઈ ફુઆ ને આજ નું બધું કહેતો હતો. એ લોકો આજે બહાર જમવા જવાના હતા પણ નીલ હજી સુધી આવ્યો નઈ હતો એટલે એની રાહ જોતા હતા.

નીલ આવ્યો એટલે એ લોકો જમવા બહાર ગયા.


આ બાજુ યશવી ને આજે બોવ કંટાળો આવતો હતો એટલે એને માયરા ને ફોન કર્યો એક કલાક જેવી વાત થઈ હસે પછી યશવી બોલી,

" માયરા આજે પેલી વાર હું યુગ ના બર્થ ડે પર જોડે નથી. નઈ તો હજી સુધી એક પણ વર્ષ એવી નથી ગયું અને એક પણ બર્થડે એવી નથી ગઈ કે યુગ અને હું સાથે ના હોઈ "

" હે?? આજે યુગ નો બર્થડે છે ?" માયરા એ પૂછ્યું.

" હા કેમ ?"

" અરે એને મને પૂછ્યું હતું બે દિવસ પેલા. મેં કીધું શનિવાર છે બીજું કંઈ નહીં "

યશવી હસવા લાગી થોડી વાર એ બંને એ વાત કરી પછી ફોન મૂકી દીધો. સાડા અગિયાર વાગ્યા હતા. માયરા વિચારતી હતી ફોન કરું કે નઈ. પછી એણે મેસેજ કરવાનું વિચાર્યું. પણ નેટ એના માં હતું નઈ. અને અત્યારે વિરાજ ભાઈ સુતા હતા એટલે એમનો ફોન લેવા પણ ના જવાય.


માયરા ફોન કરું કે નઈ એ વિચારવામાં 20 મિનિટ બગાડી નાખી. હવે 10 મિનિટ બાકી હતી યુગ નો બર્થડે પતાવામાં.


છેલ્લે માયરા એ ફોન કર્યો.

આ બાજુ યુગ તો સૂઈ ગયેલો. એક રીંગ પૂરી થઈ પછી એને ફોન ઉપાડ્યો. નામ તો જોયું નઈ એને એટલી ઊંઘ માં હતો એ.

" હેપ્પી બર્થડે "

" હમ કોણ?" યુગ એ પૂછ્યું.

" નામ જોતો જરા સેવ કર્યું હોય તો કુંભ કરણ " માયરા એ કહ્યું.

યુગ એ નામ જોયું તો માયરા. એને વિચાર્યું પણ નઈ હતુ કે માયરા વિશ કરશે. રાહ જોઈ હતી યુગ એ માયરા ના વિશ ની સાંજ સુધી નઈ જોઈ એમ પણ નઈ હતું.

" માયરા બર્થડે પતી ગયો "

" હજી પાંચ મિનિટ ની વાર છે યુગ "

" ઓકે આખો દિવસ રાહ જોતી હતી રાતે વિશ કરવાની?" યુગ એ પૂછ્યું.

" ના મને ખબર જ નઈ હતી તારો બર્થડે છે એ. હમણાં યશવી સાથે વાત કરતી હતી ત્યારે ખબર પડી. "

"કેમ મમ્મી અને યશવી ના સ્ટેટ્સ નઈ જોયા હતાં"

" અહીંયા ઓનલાઇન કોણ થયું છે" માયરા એ કીધું.

" બોવ સારું "

"હમ "

" લોકો પેલી વિશ કરે પણ તે તો છેલ્લી વિશ કરી " યુગ એ કહ્યું.

" પહેલી વિશ કરવા તો બધા બોવ હોય છેલ્લી વિશ કરવા વાળા બોવ ઓછા હોય છે "

" હા કદાચ તુ સાચું બોલે છે " યુગ એ કહ્યું.

" શું?"

" છેલ્લી વિશ કરવા વાળા થોડા વધારે સ્પેશિયલ હોય છે" યુગ એ કહ્યું.

" એવું કઈ ના હોય "

" એવું જ છે " યુગ એ કહ્યું.

" સારું. સૂઈ જા ફરી મળીશું " માયરા ફોન મૂકી ને સુઈ ગયો.


યુગ એ વિચાર્યું પણ નઈ હતું કે એનો બર્થડે આટલો સ્પેશિયલ હસે એ. એ ભગવાન ને thank you કહી ને સૂઈ ગયો.

બીજે દિવસે યુગ , પાર્થ અને ઈશાન એક બીચ પર ગયા. આખો દિવસ એ લોકો જોડે જ હતા. એટલે મસ્તી ની તો કોઈ લિમિટ નઈ.

આમ યુગ ની લાઈફ હવે પેલા કરતા સારી થઈ ગઈ હતી. કોલેજ અને ક્લાસ માં એને મઝા આવતી. અમુક વાર એ માયરા સાથે ફોન પર વાત કરી લેતો.


ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો હતો. માયરા ને સ્કૂલ ની એક્ઝામ ચાલુ થઈ ગઈ હતી એટલે ઓનલાઇન તો થતી નઈ. યુગ કઈ નવું થાય તો તરત માયરા ને મેસેજ કરતો જ્યારે માયરા ઓનલાઇન આવતી ત્યારે જોઈ લેશે એમ વિચારી ને.


આજે પાર્થ ને બ્રેક પછી કોઇ સેમિનાર હતો એમાં જવાની ઈચ્છા નઈ હતી એટલે યુગ અને ઈશાન પણ એની જૉડે કેનટીન માં બેસેલા હતા. ઈશાન ના ફોન મા બેટરી બોવ જલ્દી ઉતરી જતી એટલે યુગ ના ફોન માં એ કઈક જોતો હતો. યુગ અને પાર્થ છોકરી ઓ ના ગ્રુપ બાજુ જોતા હતા.


આ બાજુ માયરા ની એક્ઝામ પતી ગઈ હતી આજે એટલે એ ખુશ હતી. જમી ને એ ઓનલાઇન આવી. કેટલા દિવસ પછી એ ઓનલાઇન આવી હતી એટલે બોવ બધા મેસેજ પડ્યા હતા એમાં સૌથી વધારે યુગ ના મેસેજ હતા.

બધા મેસેજ તો વાંચ્યા નઈ પણ આજ સવાર ના મેસેજ નો જવાબ આપ્યો માયરા એ.

યુગ નો ફોન ઈશાન પાસે હતો એને જોયું માયરા નો મેસેજ છે.

" યુગ કોઈ નો મેસેજ આવ્યો " ઈશાન એ કીધું.

" હા હું પછી જોઈ લઈશ " યુગ એ કીધું.

" અરે પણ... " ઈશાન કહે માયરા નો મેસેજ આવ્યો છે એ પેલા જ યુગ એ કીધું ,

" તું શાંતિ થી વિડિયો જો હું પછી મેસેજ જોઈ લઈશ"


અને ઈશાન થી ભૂલ માં મેસેજ સીન થઈ ગયો.

માયરા ને લાગ્યુ યુગ એના થી નારાજ છે યા તો ગુસ્સે છે બોવ દિવસે ઓનલાઇન આવી એટલે મેસેજ જોવે છે પણ જવાબ નથી આપતો.

"હાઈ
મિસ્ટર ફટ્ટું
મેસેજ જોવે છે પણ જવાબ કેમ નથી આપતો?
ગુસ્સે છે મારા થી?"

ઈશાન એ પાછું કીધું યુગ ને. પણ યુગ ને છોકરીઓ જોવા માથી ટાઈમ મળે તો સંભાળે ને કઈ.

" ગુસ્સે હોય તો ગુસ્સો કરી લે ,
મઝા આવશે પછી... "

ઈશાન એ જવાબ આપ્યો
" હાઈ ભાભી "

" ભાભી?" માયરા ને શોક લાગ્યો.

"ઓહ સોરી હાઈ. યુગ નો ફોન મારી પાસે છે. "

" યુગ ક્યાં છે ? "

" અહીંયા જ છે એ તો "ઈશાન એ કીધું.

" તમે કોણ? યુગ નો ફોન તમારી પાસે કેમ છે ?"

"હાઈ આઈ એમ ઈશાન "

"ઓહ હાઈ. વિડિયો જોવા યુગ નો ફોન લીધો હસે. સાચું ને ?"

" હા પણ તને કેમની ખબર " ઈશાન ને નવાઇ લાગી કે માયરા ને કેમની ખબર યુગ નો ફોન મારી પાસે છે .

" એને કીધું હતું એક વાર મને"

"ઓકે "

"પણ એ કરે છે શું ?" માયરા એ પૂછ્યું.

" હરિયાળી જોવે છે "

"હે ?? " માયરા ને સમજ ના પડતા એને પૂછ્યું.

" અમે કેનટીન માં છે. એ ત્યાં છોકરીઓ નું ગ્રુપ બેસેલું છે ત્યાં ધ્યાન છે એનું."

" ઓહ " માયરા એ કહ્યું.

" જો યુગ અને પાર્થ ના ચારા જોવા હોઈ તો વિડિયો કૉલ કરું "

" ના ના એને ખબર પડી જસે પછી " માયરા એ કહ્યું.

"એક મિનિટ. તું કેમેરો અને વોઇસ ઓફ રાખજે. હું ફોન કરું છું" ઈશાન એ કહ્યું.

"ઓકે "

ઈશાન એ વિડિયો કૉલ કર્યો અને ફોન એવી રીતે મૂક્યો હતો કે યુગ અને પાર્થ ને ખબર ના પડે.

પછી ફોન મૂકી ને માયરા એ નોર્મલ વોઇસ કોલ કર્યો.

"યુગ ફોન છે માયરા નો ?" ઈશાન બોલ્યો.

"ઓહ ભાભી નો ફોન " પાર્થ બોલ્યો.

" ચુપ રે તું " યુગ બોલ્યો.


યુગ ફોન ઉપાડતાં બોલ્યો,

" બોલો મોહતરમાં કેમની યાદ આવી ગઈ મારી " યુગ હજી આટલું જ બોલ્યો ત્યાં તો પાર્થ અને ઈશાન એની સામે જોઈ ને ઓહ ઓહ કરતા હતા.

" તારી પાસે તો ટાઈમ ના હોય એટલે મને થયું હું જ યાદ કરી લવ"

"નસીબ મારા " યુગ બોલ્યો.

" હા "

" વિડિયો કૉલ કરું?" યુગ એ પૂછ્યું.

" કેમ ?"

" પ્લીઝ યાર " યુગ એ કહ્યું. અને યુગ નું પ્લીઝ એટલું બધું સોફ્ટ હતુ કે માયરા ના કહી ના શકી.

" હાઈ" માયરા વિડિયો કૉલ ઉપાડતા બોલી.

"હાઈ . આજે અમે બંક માર્યો છે " યુગ ખુશ થતાં બોલ્યો.

" હા મને ખબર છે "

" તને કેમની ખબર " યુગ એ પૂછ્યું.

" મે ત્યાં કેમેરા ફીટ કર્યાં છે એટલે ખબર તો પડી જ જાય ને "

" મસ્તી ના કર બોવ "

" તો છોકરીઓ જોવા માંથી તને ટાઈમ મળે તો તુ મારો મેસેજ જોવે ને " માયરા એ કહ્યું.

" એક મિનિટ. તે મેસેજ કરેલો?" યુગ એ પૂછ્યું.

" હા પણ તે એવું કીધું કે પછી જોઈ લઈશ. "

"યાર મને નઈ ખબર હતી કે તારો મેસેજ છે" યુગ બોલ્યો.

" હું કહેતો હતો પણ મારું સંભાળે છે કોણ અહીંયા " ઈશાન બોલ્યો.

" તારે કેવાય ને કે આ નંગ નો મેસેજ છે એમ " યુગ ઈશાન ને કહેતો હતો ત્યારે માયરા બોલી,

"યુગ એ કઈ કેહ એ પેલા તું ચુપ કરાઈ દેતો. "

" માયરા તું ઈશાન ની સાઇડ કેમ લે છે" યુગ એ પૂછ્યું.

"હા તો તમે બે એ બિચારા ને કઈ બોલવા જ નથી દેતા તો. એકલો એકલો ફોન માં મૂવી જોતો હતો અને તમે કંઈ બીજું જ મૂવી જોતા હતા. "

" પણ આ બધું તને કેમની ખબર " યુગ એ પૂછ્યું.

માયરા થોડું હસી અને પછી કીધું, " મે વિડિયો કૉલ પર જોયા તારા નાટક. "

" અચ્છા ઈશાન તે એને કીધું એમ ને " યુગ ને ઈશાન ને મારવાનું મન થઇ ગયેલું પણ ભાઈ ને થોડી મરાય.

પછી યુગ એ પાર્થ અને ઈશાન સાથે પરિચય કરાવ્યો. પછી માયરા ને ટ્યુશન જવાનું હતું એટલે એને ફોન મૂકી દીધો.


એક બે દિવસ પછી એ લોકો ક્લાસ માં વાત કરતા હતા ત્યારે પાર્થ એ કહ્યું,

" યુગ પ્રપોઝ કર્યું કે નઈ ?"

"કોને" યુગ ફોન માં ફોટા જોતા જોતા બોલ્યો.

" માયરા ને ?" ઈશાન એ કહ્યું.

" ના. અને એને કેમ પ્રપોઝ કરું ?" યુગ એ પૂછ્યું.

" કેમ ગમતી નથી એ ?" પાર્થ અને ઈશાન એક સાથે પૂછ્યું.

" મેમ આવ્યા આપડે પછી વાત કરીએ " કહી ને યુગ એ વાત ઇગનોર તો કરી દીધી પણ એ વિચારતો હતો આ લોકો સવાલ પાછો પૂછશે ત્યારે જવાબ શું આપીશ.


પછી તો એ લોકો ની મીડ એક્ઝામ હતી એટલે કોઈ સવાલ પૂછ્યા નઈ હતા. એક્ઝામ પછી ઈશાન અને પાર્થ એક કેમ્પ માં ગયા હતા. યુગ ને જવું હતું પણ એના ડાન્સ ક્લાસ ચાલુ હતાં અને યુગ પેલા ખાલી ટાઈમ પાસ કરવા માટે ડાન્સ ક્લાસ માં જતો એ હવે કઈક નવું શીખવા માટે જતો થઈ ગયો હતો.


એક દિવસ એ પણ એવો નઈ હોય કે એ ડાન્સ ક્લાસ માં ગયો ના હોય. આજે એ ડાન્સ ક્લાસ માં પ્રેક્ટિસ કરતો હતો મેમ એ કીધું હતું પ્રેક્ટિસ પતે પછી કેજે બાર જવું છે.


યુગ પ્રેક્ટિસ પતાવી ને પંક્તિ મેમ પાસે ગયો.
" આવ યુગ પંક્તિ તારી જ રાહ જોતી હતી " એ ક્લાસ માં જે સર હતા એ બોલ્યા.

" સર ભવિષ્ય માં પણ મારો કોઈ છોકરો હસે ને તો એ યુગ જેવો હોવો જોઈએ " પંક્તિ મેમ ને આટલું બોલતાં તો આંખ માં પાણી આવી ગયા.

" ચલ યુગ જઈએ " કહી ને પંક્તિ મેમ એ ગાડી સ્ટાર્ટ કરી.


પંક્તિ મેમ હંમેશા યુગ ને મુંબઈ ની અલગ અલગ જગ્યા એ કંઈ નવું ટેસ્ટ કરાવતા. યુગ તો એમ પણ પેહલે થી ખાવાનો શોખીન છે એટલે એ પણ કોઇ દિવસ ના નઈ પાડતો.

" મેમ આજે શું નવું ખવડાવવાના " મેમ ને ચુપ જોઈ ને યુગ એ બોલવાનું શરૂ કર્યું.

" થોડી શાંતિ રાખ ને તું "

" અરે પણ કેટલી શાંતિ રાખું. મારા પેટ માં જે ઉંદર દોડે છે એ પણ હવે તો પૂછે છે મેમ શું ખવડાવશે આજે એમ " યુગ આંખ મારતા બોલ્યો.

" ઓહો હમણાં આવે ત્યારે જોઈ લેજે. અને આમ આંખ નઈ માર કોઇ ફિદા થઇ જસે તારા પર "

" મસ્તી ના કરો મેમ " યુગ એ કહ્યું.

" સારું પણ કોક તો હસે દીવાની તારી "

" હા તો હોય જ ને " યુગ એ ઉત્સાહ મા આવી ને કીધું.

" ઓહ એટલે છે મને કીધું પણ નઈ તે "

" છે નઈ પણ આવશે તો ખરી ને " યુગ ખુશ થતાં બોલ્યો.

" એવું કોણે કીધું "

" આવશે ને ત્યારે કેવા હું "

" યુગ મને એમ કેમ લાગે છે આજ કલ થોડી સુરતી વધારે બોલે છે તું "

" મેમ એવું કઇ જ નથી "

" હા એવુ નથી પણ તે તારા ઈતફાક સાથે મારી મુલાકાત જ ના કરાવી " પંક્તિ મેમ એ કીધું.

"કરાવીશ " પછી મન માં બોલ્યો પેલા મને તો મળવા દો.



થોડી વાર પછી ,

પંક્તિ મેમ ઓર્ડર આપી ને આવ્યા અને યુગ સાથે વાત કરતા હતા.

ત્યાં વેતર ઓર્ડર આપી ને ગયો.

" આ શું છે ?" યુગ જોતા જ બોલતો.

"પિત્ઝા ઢોસા "

" આવું પણ હોય " યુગ બોલ્યો.

"હા ખાઈ લે ચલ "

પિત્ઝા ઢોસા ખાઈ ને મેમ સાથે શોપિંગ પર ગયો. પછી છેલ્લે મરીન ડ્રાઈવ પર.

બંને વાત કરતા હતા ત્યારે મેમ એ કીધું,

" યુગ કોઈ દિવસ બેસ્ટ ફ્રેન્ડ હોય ને એને લવ ના કરતો "

" કેમ ?" યુગ એ પૂછ્યું.

" કેમકે એની સાથે આપડે બેસ્ટ ફ્રેન્ડ પણ ખોઇ નાખીએ છીએ. " પંક્તિ મેમ ની આંખ માં આંસુ આવિ ગયા.

યુગ એ પેલી વાર મેમ ની આંખ માં આંસુ જોયા.
" મેમ રડો નઈ. જો તમે રડસો ને તો આ આઈસ્ક્રીમ ને ખોટું લાગી જસે. "

" વેરી ફની " મેમ આઈસ્ક્રીમ ખાતાં બોલ્યા.

" પણ તમે આમ કેમ બોલ્યા કઈ સમજાયું નઈ "

" તું બુદ્ધુ જ રેસે. ખબર નઈ માયરા ને કેમની સમજ પડતી હસે. "

" મેમ... એ મારી ફ્રેન્ડ છે શું તમે પણ "

" હા તો મે ક્યાં કીધું એ ફ્રેન્ડ નથી. ફ્રેન્ડ સાથે તો બધી વાત શેર કરી શકીએ ને. "

" હા " યુગ બોલ્યો.

" પણ માયરા નું નામ સાંભળી ને તારી સ્માઈલ કંઇક અલગ હોય છે એનું કારણ શું છે ?" પંક્તિ મેમ એ પૂછ્યું.

" એ સ્પેશિયલ છે ખબર નઈ કેમ પણ છે " યુગ એ કહ્યું.

" અચ્છા "

" હા જી " યુગ બોલ્યો.

"ઓકે "

" મેમ હું શું કહું " યુગ બોલ્યો.

" હા બોલ ને "

" તમારે લગ્ન નઈ કરવાના. અમે આમ ગ્રુપ ડાન્સ કરી શકીએ "

" યુગ બોવ મોડું થઈ ગયું ઘરે જઈએ. "

" ઓહો લગ્ન ની વાત પર જોવો તો મેમ કેટલા શરમાય છે એ "

" યુગ તને બધી વાત માં કોઈ ને હસાઈ દેતા બોવ સારી રીતે આવડે છે નઈ "

" ક્લાસ કરેલા છે. મતલબ કોઈ એ પર્સનલ ટ્રેનિંગ આપી છે. " યુગ આંખ મારતા બોલ્યો.

" કોને માયરા એ ?"

" ચાલો મારું ઘર આવી ગયું હું જાવ. " યુગ બોલ્યો.

" તું કાલે ક્લાસ પર આવ બધા ની વચ્ચે જ પૂછું તને. " પંક્તિ મેમ બોલ્યા.

" હા હા.. કાલ ની વાત કાલે " કહી ને યુગ ઘરે આવ્યો.



ઘરે આવી ને ફ્રેશ થઈ ને ટીવી જોતો હતો.

"શું ખાઈ ને આવ્યો આજે એકલો એકલો ?" યુગ ના ફુઆ એ પૂછ્યું.

" પિઝા ઢોસા "

" યુગ મેમ સાથે કોઈ ચક્કર નથી ને ?" યુગ ના ફોઈ એ પૂછ્યું.

" હે ??" યુગ શોક થઈ ને ફોઈ ની સામે જોતા બોલ્યો.

" મસ્તી કરું છું પણ હવે " ફોઈ બોલ્યા.

" મને તો લાગ્યું આજે યુગ નુ આવી બન્યું " ફુઆ બોલ્યા.

" પણ મને એવુ લાગે છે કે આજે ફોઈ ફોમ માં છે શું પ્લાનિંગ છે હે... " યુગ મસ્કા મારતો હોય એમ બોલ્યો.

" આ ઉંમર માં શું પ્લાનિંગ હોવાનો " ફોઈ બોલ્યા.

" અરે લવ તો ક્યારેય પણ થઇ શકે ને " યુગ એના અનુભવ પરથી બોલતો હોય એવું લાગ્યું.

" પણ મળવી જોઇએ ને " ફુઆ બોલ્યા.

" ફોઈ જોવો આ શું બોલે છે ?" યુગ બોલ્યો.

પછી ફોઈ ફુઆ વચ્ચે એક મીઠો ઝગડો થયો. યુગ બંને ના સપોર્ટ માં હતો એટ્લે એક પણ ને ખોટું ના લાગે કઈક પહેલા ની વાત નીકળી ને કેમના એક વાગી ગયા એ ખબર જ ના પડી.

" મને તો ભૂખ લાગી ગઈ " ફુઆ બોલ્યા.

" અત્યારે રાત ના એક વાગ્યે હુ કઈ બનાવવા ની નથી. હું જાવ છું સુવા તમે આવજો ખાઈ ને " કઈ ને ફોઈ તો જઈ ને સુઈ ગયા.

" યુગ કઈક કર હવે " ફુઆ બોલ્યા.

" ઓરિઓ શેક પીશો ?" યુગ એ પૂછ્યું.

" તને આવડે છે બનાવતા?"

" ટ્રાય કરું કઈક નવું એમ " યુગ બોલ્યો.

" માયરા એ શીખવાડયું કે શું?" ફુઆ બોલ્યા.

યુગ કઈ પણ બોલ્યા વગર કિચન માં જઈ ને ઓરિઓ શેક બનાવી ને આવ્યો.

" તે કીધું નઈ યુગ મને ?" ફુઆ એ પૂછ્યું.

" ફોઈ રાહ જોતા હસે સૂઈ જાવ "

" હા તુ માયરા ને યાદ કર્યા "

યુગ ના મગજ માં આજે બોવ વિચાર આવતા હતા અને એ પણ ખાલી માયરા ના.

કેમકે માયરા ને એ ફ્રેન્ડ જ માનતો હતો પણ એને ખબર નઈ પડતી હતી કેમ એની સાથે બધી વાત કરવાનું મન થાય છે.


થોડા દિવસ પછી,


વિરાજ ભાઈ અને માયરા જમી ને બેઠા હતા. ત્યારે વિરાજ ભાઈ એ પૂછ્યું,

" દીકરા આજ કાલ તું બોવ ખુશ હોય છે ને કંઈ કારણ ?"

" ના એવું કોઇ ખાસ કારણ નથી "

" તો શું છે ?" વિરાજ ભાઈ એ પૂછ્યું.

" મારા ફ્રેન્ડ "

" તારા એવા તો ક્યાં ફ્રેન્ડ છે જેના લીધે તું આટલી ખુશ રહે છે "

" યશવી પટેલ. અને તુફાન "

" આ યશવી ને તો હું ઓળખું છું પણ આ તુફાન કોણ ?"

" એનો ભાઇ " માયરા એ કહ્યું.

" હે... ?"

" યુગ... યુગ પટેલ છે એનું નામ "

પછી માયરા એ યુગ સાથે જે વાત થઇ હતી એ બધી કેહતી હતી. બધી વાત પત્યા પછી વિરાજ ભાઈ એ કહ્યું,

" આમ કોઈ ને તુફાન ના કેહવાય "

" કેમ ?"

" તું તુફાન કરતા ઓછી થોડી છે " વિરાજ ભાઈ હસતા હસતા બોલ્યા.

" મારે વાત જ નઈ કરવી તમારી જોડે . જય શ્રી કૃષ્ણ સૂઈ જજો. " કહી ને માયરા એના રૂમ માં જઈ ને સુઈ ગઈ.


બે ત્રણ દિવસ પછી એ ટ્યુશન થી આવી ને એનું વાંચવાનું પતાઈ ને બેઠી હતી. જમવાનું આજે વિરાજ ભાઈ લઈ ને આવવાના હતા એટલે બનાવવાનું તો હતુ નઈ.

એટલે એ મેડમ ઓનલાઇન આવ્યા.

સ્મિતા બેન ના મિસ્કોલ પડ્યા હતા એટલે એને વિડિયો કૉલ કર્યો.

" હેલ્લો આંટી "

" હાઈ કેમ છે બેટા?"

" એક દમ મસ્ત. "

" તુ તો યાદ જ નઈ કરતી ને મને " સ્મિતા બેન બોલ્યાં.

" ના એવુ નથી પણ આ ભણવાના ચક્કર માં ભુલાઈ જાય છે ફોન કરવાનો "

" હમ. બોલ બીજું "

" આ પાછળ ફોટો માં કોણ છે ?" માયરા એ ફોટો જોઈ ને પૂછ્યું.

" યુગ "

એ સાંભળી ને માયરા હસવા લાગી. પાંચ મિનિટ સુધી તો ખાલી એ હસતી જ હતી.

" પતલી કમર " માયરા બોલી.

એ સાંભળી ને સ્મિતા બેન પણ હસવા લાગ્યા.

" ખોટું ના લગાડતા તમારા છોકરા ને એવુ કીધું એટલે "

" ના ના એમાં શું. ચલ આજે શીરો બનાવું છું ખાવાની તુ ?"

" ઓહ શીરો? "

" હા ભાવે છે. આમ તો મને બધું જ સ્વીટ ભાવે છે ખાલી દૂધી અને ચીકુ નો હલવો જ નઈ ભાવતો. " માયરા બોલી.

" સરસ "

" તમે ક્યાં કલર નો શિરો બનાવો છો ?"

" કલર "

" હા સફેદ હોય કોફી હોય એમ ક્યાં વાળો ?" માયરા એ પૂછ્યું.

સ્મિતા બેન ને ખ્યાલ આવી ગયો કે માયરા માં મમ્મી નથી એટ્લે એ કલર થી જ ઓળખે છે ,
" સફેદ વાળો "

"ઓહ વાઉ "

" તને બોવ ભાવતો લાગે છે "

" હા બોવ જ એક વાર યુ ટ્યુબ પર જોઈ ને બનાવવાનો ટ્રાય કર્યો હતો પણ શિરા ની જગ્યા એ કઈ બીજું જ બની ગયેલું"


આમ સ્મિતા બેન અને માયરા ની વાતો ચાલતી રહેતી. સ્મિતા બેન એ વિડિયો કૉલ પર માયરા ને શિરો બનાવતા શીખવાડયું હતું. પણ માયરા ને ટાઈમ મળશે ત્યારે બનાવશે એવુ એ વિચારતી હતી.


યુગ ના મેસેજ પડ્યા હતા એટ્લે માયરા એનાં મેસેજ વાંચતી હતી અને ત્યારે યુગ ઓનલાઇન હતો એટલે માયરા એ ડાયરેક્ટ વિડિયો કૉલ કર્યો.

યુગ એ ફોન તો ઉપાડ્યો પણ કઈક દેખાતું નઈ હતું. એક મિનિટ ચાલુ રાખ આટલું બોલ્યો યુગ.


યુગ ની એક મિનિટ એટલે પાંચ મિનિટ થાય.

" બોલો મોહતારમાં આજે ઓનલાઇન કેમના આવ્યા " યુગ એ પૂછ્યું.

" બસ તમારી યાદ આવી ગઈ એટલે "

" નસીબ મારા કે તું યાદ કરે છે એ "

"ઓહ "

" હમ "

" બાય ધ વે તુ છે ક્યાં. અને આ આટલા મોટા કાચ કેમ છે અહીંયા ?" માયરા એ પૂછ્યું.

" ડાન્સ ક્લાસ મા છું " પછી યુગ એને એનો ડાન્સ ક્લાસ બતાવતો હતો.

" હાય લા.. આ તો ટીવી માં આવે એવો ક્લાસ છે "

"હા "

" પણ તે કેમ સાવ આવા કપડાં પેહેરીયા છે ?" માયરા યુગ ના કપડાં જોતા બોલી.

" ફેશન "

" હુહ... " માયરા ઇગ્નોર કરતા બોલી.

" બસ આ બ્લેક બિન્દી નુ કારણ તે કીધું નઈ મને "

" પપ્પા ને ગમે છે એટલે "

" અચ્છા "

" પણ આ ફાટેલા કપડા " માયરા હસતા હસતા બોલી.

" બસ યાર બોવ ના હસ. "

"હા સોરી "

" નો સોરી " યુગ એ કહ્યું.

" તો પછી પાછું આપી દે સોરી " માયરા બોલી.

યુગ અને માયરા વાત કરતા હતા ત્યારે પંક્તિ મેમ ક્યાર ના યુગ ને જોતા હતા એ એટલો ખુશ હતો કે કોઈ હદ નઈ. બહાર થી તો એ ખુશ જ રેહતો પણ અત્યારે એ અંદર થી પણ ખુશ હતો.

" ઓહ કોની સાથે વાત કરે છે "

" કોઈ ની નઈ " યુગ એ કીધું.

" ચલ જૂથ મત બોલ "

" છે હવે એક " યુગ બોલ્યો.

" કોણ ઇતફાક ?" પંક્તિ મેમ એ પૂછ્યું.

" હા "

" ઓહો લોકો અમારી સાથે વાત પણ ના કરાવે. કેવી દુનિયા છે ?" પંક્તિ મેમ બોલ્યા.

" એક મિનિટ " યુગ બોલ્યો.


" માયરા આ અમારા મેમ છે. " યુગ એ પંક્તિ મેમ ની બાજુ કેમેરો કરતા બોલ્યો.

" હાઈ ડિયર " મેમ એ માયરાને કહ્યું.

" હાઈ મેમ "

" આ તારો ફ્રેન્ડ ક્લાસ મા બોવ ફ્લર્ટ કરે છે બધી છોકરીઓ સાથે "

" અત્યારે નઈ કરે તો ક્યારે કરશે મેમ " માયરા એ કહ્યું.

" હા એ તો છે " પંક્તિ મેમ બોલ્યાં.

" ચલ યુગ તું વાત કર હું જાવ છું "

" ઓહો ડેટ પર " યુગ બોલ્યો.

" તું પછી મલ મને કહું તને બધું " પંક્તિ મેમ એ કહ્યું.

મેમ ગયા પછી માયરા એ કહ્યું,
" આ પંક્તિ મેમ હતા ને ?"

" હા તને કેમની ખબર ?"

" તે કીધું હતું એ પરથી તો એવું જ લાગ્યું કે આ પંક્તિ મેમ છે એમ "

" બોવ સ્માર્ટ તું " યુગ એ કહ્યું.

" હા તારી જૉડે વાત કરી ને સ્માર્ટ થઇ ગઇ "

" બોવ સારું "

" હા સારું જ છે. પણ આ ફાટેલા કપડા ... "

" માજી આઈ હવે આ ક્યારેય ના પેહરું " યુગ એ કહ્યું.

" વોટ "

" મારી માં એમ કહ્યું મે "

" હા બોવ વાત કરી હવે ફોન મૂકું તું પ્રેક્ટિસ કર "

" ના " યુગ બોલ્યો.

" કેમ ડેટ પર જવાનું છે?" માયરા એ પૂછ્યું.

" તું આવતી નથી ને હું એકલો કેમનો જવાનો "

" ચાલ બાય. પછી વાત કરું " કહી ને માયરા એ ફોન મૂકી દીધો.

યુગ એ થોડી વાર પ્રેક્ટિસ કરી અને પછી ઘરે જવા નીકળ્યો.

ક્લાસ ની બહાર એક નાની છોકરી બેસેલી હતી. યુગ ને નાના છોકરા ને રમડવા બોવ ગમતા એટલે એ છોકરી ની બાજુ માં જઈ ને બેસી ગયો.

" હાઈ " યુગ એ કહ્યું.

પેલી છોકરી એ જોયું પણ કઈ બોલી નઈ. અડપ વાળી ને બેસેલી હતી.

" કેમ નારાજ છે મારાથી"

છોકરી એ હા માં માથું હલાવ્યું.

" કેમ ? મે શુ કર્યુ ?"

" તમે બર્થડે પર ખાલી ઍક જ ચોકલેટ આપી હતી મને. બીજી પછી આપવા આવવાના હતા પણ આવ્યા જ નઈ "

" અરે બસ આટલી વાત છે ચલ આજે આપી દેવ " યુગ એ બેગ માથી ચોકલેટ કાઢી ને આપી.

"હાઈ " પેલી છોકરી એ કીધું.

" હાઈ ક્યુટી "

" કેમ ઘરે નઈ જવાનું "

" જવાનું છે ને " યુગ એ કહ્યું.

" તો કેમ અહીંયા બેઠા છો રાહ જોતું હસે કોઈ "

" મારી રાહ કોણ જોવાનું "

" હમણાં તમે વાત કરતા હતાં ને મે જોયેલું "

યુગ ને યાદ આવ્યું એ માયરા સાથે વાત કરતો હતો ત્યારે જોયું હસે આને. એટલે એને કહ્યું,

" એ તો મારી ફ્રેન્ડ હતી "

" તમે મને નામ ના કીધું તમારું " પેલી છોકરી એ યુગ એ કહ્યું.

" તે પૂછ્યું જ નઈ તો હું કેમનો કહું "

" મને ખબર છે તમારું નામ "

" શું છે મારું નામ " યુગ એ પૂછ્યું.

" ટુગ છે ને તમારું નામ "

" ના યુગ છે "

" હા એજ ટુગ" પેલી છોકરી બોલી.

"પણ તે તારું નામ ના કહ્યું "

" ધ્વનિ "

" હમ તો કેમ અહીંયા બેઠી છે તું ઘરે નઈ જવાનું "

" ઘરે જવું છે પણ મમ્મી નઈ આવ્યા. એકલી કેમની જાવ. "

" ક્યારે આવશે તો "

"સાડા સાત વાગે " ધ્વનિ એ કહ્યું.

" પણ હજી તો સાત જ થયા છે "

" હા એટલે તો અહીંયા બેઠી છું "

" ક્યાં છે તારું ઘર હું મૂકી જાવ ?" યુગ એ પૂછ્યું.

" અહીંયા નજીક માં જ છે " કહી ને ધ્વનિ એ એના ઘર નું એડ્રેસ કહ્યું.

" ચલ હું મૂકી જાવ. સાડા સાત સુધી એકલું ના બેસી રેહવાય "

" ના તમને મોડું થશે ને પછી "

" ના. તારા મમ્મી નો નંબર ખબર છે તો એમને ફોન કરી ને પૂછી જો હું ઘરે જાવ "

ધ્વનિ એ એના મમ્મી ને યુગ ના ફોન માથી ફોન કર્યો એના મમ્મી એ પેલા તો ના પાડી પછી હા પાડી.

ધ્વનિ રસ્તા માં યુગ ને બધું પૂછતી હતી અને એનું કહેતી હતી. હજી એ બીજા ધોરણ માં હતી પણ બોવ સમજ હતી એના માં.

યુગ ધ્વનિ ને ઘરે મૂકી ને એના ઘરે ગયો.





શું થશે આગળ?