I Hate You- Can never tell - 2 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-2

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-2

આઇ હેટ યુ
પ્રકરણ-2
રાજ અને નંદીનીની મુલાકાતો વધતી ગઇ બંન્ને જણા એકબીજામાં રસ લેવાં માંડ્યા. મુલાકતો દરમ્યાન પ્રેમ પાંગરી ગયો ખબરજ ના પડી. કોલેજમાં થતી મુલાકતો પછી સ્થળ બદલાવા માંડ્યુ.
રાજે સવારે ઉઠીને તુરંતજ નંદીનીને ફોન કરીને કહ્યું નંદીની આજે કોલેજ પછી મૂવી જોવાનો મૂડ છે જઇએ ? તારે તારાં ઘરે જણાવવું હોય તો જણાવી દેજે હું ઘરેથી બુકીંગ કરાવીનેજ કોલેજ આવીશ. મસ્ત મુવી છે એકદમ રોમેન્ટીક... જઈશુંને ?
નંદીનીએ કહ્યું રાજ તારી સાથે આવવાનું હોય તો હું થોડી ના પાડું ? પણ મંમી-પપ્પાને વાત કરવી પડશે મોડુ થાય તો એ લોકો ચિંતા કરશે. પણ કોઇ રીતે મનાવી લઇશ આપણે જઇશુંજ ઓહ.. થેંક્સ માય લવ.. નંદીનીએ કહ્યું થેંક્સ ? અરે તારી સાથે હું પણ મજા લૂંટવાનીજ છું ને આપણામાં આવી ફોર્માલીટી શું ? પણ ક્યા મલ્ટીપ્લેક્ષમાં જવા વિચારે ?
રાજ કહે અરે મસ્ત પસંદ કર્યુ છે રૂબરૂ કહીશ સરપ્રાઇઝ રાખ. તેં હા કીધી એમાંજ મારું શેર લોહી ચઢી ગયું. નંદીની કહે મારાં શેર તારું લોહી ચઢી ગયું. મારું... પછી હસી પડી. રાજે કહ્યું કેમ અટકી ? બોલને તારું શું ચઢી ગયુ ? અને લૂચુ હસીને બોલ્યો ચલ કંઇ નહીં કોલેજ પર મળીએ ચઢેલું ઉતારી આપીશ...
નંદીનીએ કહ્યું જાને લૂચ્ચા હમણાંથી તારી લૂચ્ચાઇઓ વધી ગઇ છે અને લૂચ્ચાઇઓ કરવાજ... છોડ વધારે નથી બોલતી રૂબરૂ વાત બાય મારાં રાજ...બાય નંદુ એમ કહીને ફોન મૂક્યો.
નંદીની કોલેજ વહેલીજ પહોચી ગઇ રાજ હજી આવ્યો નહોતો એણે ગેટ પર રાહ જોઇ પછી થાકી અને કલાસમાં પહોચી ગઇ. પહેલુ લેક્ચર પત્યું હજી ના આવ્યો.. એ મને જુલાઇ મહીનામાં એપ્રિલ ફુલ બનાવી છે કે શું ? ના ના રાજ ક્યાંક અટવાયો હશે વરસાદ નડ્યો હશે ? ના ના એતો કાર લઇને આવે છે મારો રાજ.. મારો રાજ. અમે ત્યાંજ રાજ બીજા લેક્ચરમાં આવી ગયો. એ આવીને નંદીની પાસે આવીને બોલ્યો સોરી જાન લેટ થઇ થવાયું... યાર થોડો અટવાયો હતો. અરે આજુબાજુમાં બધાએ એ સી.સી. કરીને ચૂપ રહેવાં કહ્યું કલાસમાં અને કોલજમાં એમનાં પ્રણયલીલાની બધાંને ખબર હતી. માંડ કોલેજ પતી કે બંને ઝડપથી બહાર નીકળ્યાં. નંદીની કહે હવે તો કહે ક્યાં જવાનુ છે ? ક્યુ મૂવી, ક્યુ મ્લ્ટીપ્લેક્ષ ?
રાજ કહે તું ભારે ઉતાવળી કેમ લુચ્ચાઇની બહુ ઉતાવળ છે ? બોલને ? નદીંનીએ શરમાઈને કહ્યું જા ને તું લુચ્ચો છે એટલેજ તે દૂરનું મલ્ટીપ્લેક્ષ નક્કી કર્યુ હશે હું તને પાકો ઓળખું. રાજે જવાબ ના આપતા લુચ્ચુ હસ્યો. આટલી ઓળખે છે પછી સમજી જાને ચિતા ના કરીશ વળતા તને વિજય છોડી દઇશ કે છેક ઘરે મૂકી જઉ ?
નંદીની કહે છોડવાની ક્યાં વાત કરે છે ? હજી હાલતો મળ્યાં છીએ. ચલ ઝડપથી ગાડી ચલાવ ફેંગલેડ ફેંટાસી પહોચતા ચાર વાગે એસ.જી. હાઈવેને ? મસ્ત નવું મલ્ટીપ્લેક્ષ છે મજા આવશે.
રાજ કહે વાહ તને ખબર છે ? કેવું છે ? હું પહેલીવાર જઊં છું. નંદીનીએ કહ્યું અરે મારી નેબર જઇ આવી છે એનાં બોયફેન્ડ સાથે ખૂબ વખાણ કરતી હતી એટલે ખબર છે હું ક્યાંથી જવાની ? એ પણ તારાં વગર ?
રાજે કહ્યું ઓહ ઓકે ભાઇ આજકાલની છોકરીઓની કંઇ ખબર ના પડે કહે ક્યાં અને નીકળે ક્યાં ?
નંદીનીએ ખોટો ગુસ્સો કરતાં કહ્યું એય રાજ કેમ આવું બોલે ? હું કહુજ તને અને નીકળુ શોધો તો તારી પાસેજ. આમ મૂડના બગાડ. રાજે કહ્યું "હુ તારી નહી બીજી ચાંપલીઓની વાત કરુ છું તેં તો કહ્યું તારી નેબર જઇ આવી એનાં બોયફ્રેન્ડ સાથે.. એટલે કીધુ. આમ પણ તારાં ફલેટમાં બધી જોરદાર રહે છે.
નંદીનીએ કહ્યું "તે ક્યારે જોઇ ? તું તો બધુ ધ્યાન રાખે છે બધાનું વાહ હું નહીં ઓળખતી હોઊં એટલી ને તું જાણે છે આમાં મારે શું કહેવું. તમારાં છોકરાઓનો ભરોસોજ નહીં.
રાજે હસતાં હસતાં કહ્યું એચ આમ વધુ રીએક્ટ ના કર પેલા દિવસે ખૂબ વરસાદ હતો તને ડ્રોપ કરવા આવ્યો ત્યારે નજર પડેલી એમાં બધાંને જાણું છું એવું થોડું કહેવાય ?
આમ વાતો કરતાં કરતાં મલ્ટીપ્લેક્ષ આવી ગયું બંન્ને જણાં ટીકીટ બતાવીને અંદર પ્રવેશ્યા. રાજ કહે હાંશ મસ્ત કુલીંગ છે આપણે છેલ્લી રો માં છેલ્લા બે નંબર છે.. થીયેટર નાનુ છે પણ ખૂબ આરામદાયક અને પ્રાઇવેસી પણ મસ્ત...
નંદીની કંઇ બોલી નહી પણ ચહેરાં પર સ્મિત આવી ગયુ બંન્ને જણાં છેલ્લી રો માં છેલ્લી બે સીટમાં બેસી ગયાં નંદીની છેલ્લી સીટ પર અને રાજ બાજુમાં... જાહેરાતો આવતી હતી બંન્ને જણાં એકબીજામાં લપાઇ ગયાં.
મૂવી ચાલુ થયું પણ અહીં રાજ અને નંદીની એકબીજાને સ્પર્શ કરીને આનંદ લઇ રહ્યાં હતાં. એકબીજામાં સાવ ખોવાઇ ગયાં. રાજે મૂવીમાં જેવો ડાર્કસીન આવ્યો એને નંદીનીનાં હોઠ પર હોઠ મુકીને મસ્ત ચુંબન લઇ લીધું. નંદીનીએ હોઠ એનાં મિલાવ્યા ક્યાંય સુધી છોડયાં નહીં બંન્ને જણાં મધુરસ માણતાં રહ્યાં ત્યાં ઉજાસ ફેલાયો અને છૂટા પડ્યાં. રાજ કહે ઇન્ટરવલ આવી ગયો ? યાર મૂવી ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. શું આવ્યું મૂવીમાં ?
નંદીનીએ કહ્યું અહીં મૂવી કોણ જુએ છે હું તો તારામાંજ પરોવાયેલી હતી... રાજ કહે હજી હું આગળ કંઇ કહુ એ પહેલાંતો ઇન્ટરવલ આવી ગયો. બંન્ને જણાં લુચ્ચુ હસી પડ્યાં. રાજ કહે હું કોફી અને સમોસા લઇ આવું. એટલે જોર આવે.
નંદીનીએ હસતાં હસતાં કહ્યું કેમ તારું તો શેર લોહી ચઢેલું હતું ને ? રાજ કહે એ તો વાપરી નાંખ્યુ હવે સેકન્ડ પાર્ટ માટે જોર જોઇશેને એમ કહેતો હસતો હસ્તો સ્ટેપ્સ ઉતરી ગયો.
નંદીની રાજને જતો જોઇ રહી અને આંખમાં સમાવતી રહી રાજને મેળવીને ખૂબ ખુશ હતી એને થયું આ સમય અહીજ થંભી જાય રાજ સાથેજ રહે આ ઘડી પળ ભોગવતાં રહીએ અને રાજ કોફી અને સમોસાની મોટી ટ્રે લઇને આવી ગયો. મૂવી ફરીથી સ્ટાર્ટ થયુ અને બંન્ને જણાં કોફીની ચૂસ્કી અને સમોસાની મોજ માણતાં રહ્યાં. કોફી પીવાયા પછી નંદીનીએ પર્સમાંથી હોલ્સ ગોળી કાઠીને રાજનાં મોઢામાં મૂકી દીધી....
રાજ હસી પડ્યો અરે યાર તું કોફીનો સ્વાદ તો લેવા દે કંઇ નહીં હવે મેંથોલ વાળા હોઠ અને જીભનાં ટેસ્ટ કરજે. નંદીની કહે તું બહુ લુચ્ચો છે મેં તો એમજ આપી હતી. મૂવી ચાલતું રહ્યું અને રાજ નંદીની એકમેકમાં ખોવાઇ ગયાં. રાજ કિસ કરીને નંદીનીનાં ઉભાર પર હાથ ફેરવવા માંડ્યો. નંદીનીએ કહ્યું બસ રોકાઇ જા પછી મારાથી નહીં રહેવાય આમ ઉશ્કેર નહીં મને હજી બે વર્ષ બાકી છે કોલેજનાં.... કાબૂ કર હમણાં હોઠથીજ પતાવ પછી આગળ વધજે.
રાજ કહે તારાં ગુલાબી હોઠનો નશો તો એવો ચઢે છે કે પછી કાબૂમાં નથી રહેવાતું હજી તો હોઠ પછી...બીજે હોઠ અને નંદીનીએ એનાં હોઠ પર હાથ મૂકી દીધો.
મૂવી પત્યું પછી રાજે કહ્યું એય નંદુ હવે આપણે બહાર કંઇક ખાઇનેજ જઇએ મેં મંમીને કહ્યું છે ફેન્ડ સાથે મૂવી જોવા જઊં છું બહાર જમીનેજ આવીશ. એટલે ચિંતા નથી તે કીધુ છે ને.
નંદીની કહે કીધુજ છે પણ આજે શું ખાઇશું ? બાય ધ વે હું તને પૂછવાનું જ ભૂલી કે તું લેટ કેમ આવ્યો ? શું થયેલું ?
રાજે કહ્યું "અરે યાર પાપાનાં કલાયન્ટ આવેલાં એમનો કોઇ કેસ હતો હાઇકોર્ટમાં એની ફાઇલ મારે ઓફીસ આપવા જવાની હતી પાપા ઘરે સ્ટડી કરવા લાવેલા ઓફીસ લઇ જવાનું ભૂલી ગયેલાં એ આપવા ગયેલો. એમાં અટવાયો હતો.
નંદીની કહે ઓહ ઓકે આમ પણ તારાં પપ્પા તો હાઇકોર્ટમાં મોટાં વકીલ છે જાણું છું અને એમનો એક દીકરો વાહ પાપાની સેવામાં હતો. રાજ કહે પાપાને મારું એક લેક્ચર પડ્યુ ગમ્યુ નહોતું સોરી કીધુ. કહે ઓફીસમાં પ્યુનને કોર્ટમાં મોકલ્યો હતો એટલે મારી પાસે મંગાવી હતી. એમને મારાં કરતાં વધારે મારાં અભ્યાસની કેર છે ક્યારેક બોલે તારી કેરીયર મારે ખૂબ સારી જોવી છે બસ ખૂબ ભણ અને.... છોડ એવી બધી વાત ચાલ રેસ્ટોરાં લઇ લઊં શાંતિતી જમીને ઘરે જઇશું.
નીલાંગી થોડી ગંભીર થઇ ગઇ... રાજે કહ્યું શું થયું ? નીલાંગીએ કહ્યું હું ભણવાનું પુરુ કરુ એની રાહમાંજ છે. મારાં પેરેન્ટ્સ... તારી જેમ આગળ હું કદાચ... પછી અટકી.. રાજે કહ્યું ઓહ આઇ નો.. પણ અભ્યાસની ચિંતા ના કર હું તારાં સાથમાંજ છું હું આગળ ભણીશ મને પણ ખૂબ રસ છે પણ તારો સાથ નહીં છોડું નંદુ તારાં વિનાનું જીવન હું કલ્પી શકું એમ નથી હું તારી તું મારી રાહ જોજે જો કે હજી તો બે વર્ષ બાકી છે... દીલ્લી દૂર છે.
નંદીની કહે બે વર્ષ ક્યાં પુરા થશે ખબર નહીં પડે પછી શું થશે મને નથી ખબર પણ એટલી ચોક્કસ ખબર છે કે હું તારાં વિના નહીં જીવી શકું.
*************
નંદીની મનોમન બબડી... તારાં વિના નહીં જીવી શકું રાજ અને આંખો ભરાઇ આવી એને ભાન થયું હું ઓફીસમાં છું. અને આ શું બબડું છું અને એનાં ફોનમાં મેસેજ આવ્યો કે...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-3

Rate & Review

Vishwa

Vishwa 4 weeks ago

Sonal

Sonal 1 year ago

Divya Patel

Divya Patel 3 months ago

Sanjay Kadivar

Sanjay Kadivar 3 months ago

JAGDISH.D. JABUANI