I Hate You - Can never tell - 10 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-10

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-10

આઇ હેટ યુ
પ્રકરણ-10
નંદીનીએ એજ રાત્રે રાજને ફોન કર્યો અને રાજનાં મોઢેથી ખુશ ખબર સાંભળી કે પાપાએ પસંદગીની મ્હોર મારી દીધી છે નંદુ હવે બસ ક્યારે ભણીને પાછો આવું અને તારી સાથે લગ્ન કરી લઊં.
નંદીનીએ કહ્યું મારાં રાજ હું તને સંપૂર્ણ સમર્પિત છું આજે પણ તારીજ હું સદાય તારીજ રહીશ. તારી રાહ જોઇશ તું ખૂબ સરસ ભણે તારાં મંમી પપ્પાને સંતોષ થાય.
તારી વિદાય પછી એમ વિરહ નહીં સહેવાય મને ખબર છે બોલું છું એટલું સહેલુ નથી પણ પ્રેમમાં પીડા હોયજ અને મારાં પૂરી પાત્રતા સાથેનાં તપ પછી હું તને સદાય માટે મેળવી લઇશ. તને ખૂબ પ્રેમ કરીશ તારી ખૂબ કાળજી લઇશ પળ પળ તારાં પ્રેમમાં બાવરી બની તને અપાર પ્રેમ કરીશ તારી મીરાં બનીને તનેજ ઝંખીશ મારાં રાજ તારો પ્રેમ પામવા હું ખૂબ અધીરી છું પણ કઈ રીતે રહીશ ? મારાં રાજ મને નથી ખબ કેમ સમય કાઢીશ ?
રાજે કહ્યું એય નંદુ વિરહ તો બંન્ને બાજુ હશે તપ મારું પણ હશે ને તારા વિનાં એકપળ નથી રહી શકતો તો આટલો સમય મારો કેમ જશે ? તને રોજ સવાર બપોર રાત્રે ફોન કરીશ રોજ વાતો કરીશું એકબીજાની સ્થિતિ પર વાત કરશું. તું તારું બધુ કહેજે હું મારું કહીશ. હવે તો ઓડીયો-વિડીયો કોલની ફેસીલીટી છે. પછી વિરહને આંબવા એક તો કડી છે આમ પ્રેમ કરતાં ક્યાં સમય નીકળી જશે ખબર નહીં પડે.
મારી નંદુ મને પણ ખબર છે કે હું આશ્વાસનનાં શબ્દો કહી મારી જાતનેજ મનાવી રહ્યો છું અઘરું અને કપરું બધુ થવાનુ છે પણ આપણા કાયમી મિલન માટે આપણે એકબીજાને સાથે આપીને આ કપરો કાળ પણ કાપીશું. પ્રેમ આપણે એકબીજાને કર્યો એજ મોટાં આશીર્વાદ છે નંદુ ખબર છે આ શબ્દો વિરહમાં કેટલાં વસમાં લાગવાનાં છે પણ બીજે કોઇ વિકલ્પ પણ નથી એટલે સ્વીકારવાનું છે...
થોડીવાર બંન્ને એકબીજાને આશ્વાસન આપીને ચૂપ થઇ ગયાં.... બંન્ને જણાંની ચૂપકીદીમાં ઘણો સંવાદ હતો આંખમાં જળ હતાં. રાજે કહ્યું હું કાલે પાપા સાથે મારુ કામ નીપટાવીને ત્યાં પણ આવીશ. બાય સ્વીટુ કદી ફોન મૂક્યો.
આમ સમય વિતતો ગયો નંદીની સૂતાં સૂતાં વિચારી રહી... રાજ ઘરે આવતો પાપાની ખબર પૂછતો એનાં પેપર્સની ફોર્માલીટી પૂરી થઇ હતી એનું યુએસની સારામાં સારી કોલેજમાં એડમીનશન થઇ ગયુ હતું વેલનોન યુનીવર્સીટીમાં ભણવા જવાનો હતો. પાપાની સારવાર ચાલુ હતી. ડૉ.જયસ્વાલની ટ્રીટમેન્ટની પાપાની તબીયતમાં ઘણો સુધારો થયો હતો.
અને કારમો દિવસ આવી ગયો. જેની મને ખૂબ પાછળથી ખબર પડી... રાજનો ફોન આવ્યો કે નંદુ મારુ એડમીશન થઇ ગયું છે હવે મારી કોલેજ શરૂ થાય એ પહેલાં મારે યુ.એસ. જવાનું છે મારાં વીઝા આવી ગયાં છે. એને વીઝા મળી ગયાંનો ખૂબ આનંદ હતો અને મને વિયોગ પાસે આવ્યાનો પણ ડર... એ પળ યાદ કરતાં નંદીનીને ડુસ્કુ આવી ગયું એને થયુ મારે એ પળ યાદજ નથી કરવી કેટલો કારમો હતો એ દિવસ... રાજ... રાજ..... રાજ... એવાં ઉદગાર સાથે નંદીની ધુસ્કે અને ધુસ્કે રડી પડી.
નંદીનીનાં રડવાનો અવાજ સાંભળી વરુણ ઊંઘમાંથી જાગી ગયો એણે કહ્યું શું થયું નંદીની ? શા માટે રડે છે ? અને તું કોનું નામ લઇ રહી છે ? મારાથી તને વધારે કંઇ કહેવાઇ ગયુ હોય તો મને માફ કર આમ રડ નહીં સૂઇ જા કાલે તો સવારે વહેલાં ઉઠવાનું છે તારે અને મારે બંન્નેને જોબ પર જવાનું છે અને નંદીની એક ખાસ વાત કહેવાનું હું ભૂલ્યો છું ઘરનાં હપતા ભરાય છે એટલે ખેંચના પડે એટલે તને જોબ કરવાં મેં કહેલું.... મારી વિવશતા છે હું બધાં ખર્ચો નથી ઉઠાવી શકતો... મારે ફીનાન્સ લીધેલું છે એ બેંકમાં પણ જવાનું છે. હું અડધી રજા લઇને વહેલો પાછો આવીને મળી આવીશ. આગળનાં 2 હપતા નથી ભરાયાં મારાથી અચાનક પાપાએ પૈસાની માંગણી કરી હતી મારે એમને આપવા પડેલાં.
નંદીનીનાં મનમાં રાજનાં વિચારો હતાં બધાં વરુણમાં ઉઠવાથી હવા થઇ ગયાં ઉપરથી ઉઠીને એણે ભૂલેવી યાદો કહેવા માંડી.. નંદીનીએ કહ્યું કંઇ નહીં તું મળી આવજે અને એવું હોય તો હું મારી ઓફીસમાંથી ઉપાડ માંગી લઊં. મારી સેલેરીમાંથી કપાઇ જશે.
વરુણે કહ્યું નાના એવુ કંઇ હમણાં કરવું નથી ક્યાં ક્યાંથી લોન લઇશુ ? મેનેજ કરી લઇશ. સોરી એક તો તને નીંદર નહોતી આવતી અને હું એકદમ ઉઠીને તને ટેન્શન આપુ છું કંઇ નહીં સૂઇજા વહેલું ઉઠવાનુ છે એમ કહીને એ પાછો સૂઇ ગયો.
નંદીની વિચારી રહી કે જ્યારે લગ્ન થવાના હતાં એ પહેલાંજ વરુણે કહેલુ કે આપણે મારાં પાપા મંમી સાથે જોડે રહેવાય એવુ નથી એટલી વ્યવસ્થાજ નથી પાપાએ એમને પીએફ નાં પૈસામાંથી ફલેટ બુક કરાવ્યો છે એનાં હપ્તા આપણે ભરવા પડશે મારાં એકલાની સેલેરીમાંથી શક્ય નથી આપણે બંન્નેએ જોબ કરવી પડશે તોજ શક્ય બનશે.
નંદીનીએ કહ્યું હતું હું તો જોબ કરુજ છું હું તને એમાંથી પૈસા આપીશ... એ બહાને ઘરનું ઘરતો થઇ જાય. એ વાતને 6 મહીના થઇ ગયાં હતાં. બંન્ને જોબ કરીને હપ્તા ભરતાં એક સાથે ઘરમાં રહેતાં પ્રાથમિક જેટલી જરૂરીયાત હોય એટલું જ ઘરમાં કામ કરાવેલું બધાં પૈસા ચૂકવવાનાં હતાં. લીધેલી લોનમાંથી બધાં ખર્ચ મેનેજ થતાં હપ્તો ભરાતો.
નંદીનીએ વરુણ સામે જોઇને નિસાસો નાંખી બબડી આ ઘર કહેવા માટે થયું પણ સાચેજ આ ઘર છે ? એમાં માત્ર કોમ્પ્રોમાઇઝ છે પૈસાનો સાથ આપુ છું બાકી તો સાથ હું કોઇ આપી શકતી નથી એમજ દિવસો પસાર થઇ રહ્યાં છે.
નંદીનીએ વિચાર્યુ આવી અધકચરી જીંદગી જીવવી જીરવવી કેવી રીતે ? જ્યાં મન મેળજ નથી પ્રેમ નથી શું કરવાનું ? ક્યાં સુધી આવું ચાલશે ? ચિંતા અને આંસુ બંન્ને નંદીનીનો સાથ નહોતાં છોડી રહ્યાં. અને થાકેલી આંખ અને થાકેલાં મગજ સાથે એને ક્યારે નીંદર આવી ખબરજ ના પડી....
સવારે નંદીની વહેલી ઉઠી ગઇ એણે વરુણનું અને એનું ટીફીન તૈયાર કરી દીધુ. અને વરુણ નાહી પરવારીને આવ્યો અને તૈયાર ટીફીન હાથનાં લીધું અને જવા નીકળવાની તૈયારી કરી રહ્યો. નંદીનીએ કહ્યું ચા નાસ્તો તૈયાર છે એ કરીને પછી નીકળ.
વરુણે કહ્યું નાસ્તો નથી કરવો ચા પીને નીકળુ અને એણે ચા પી નંદીનીને કહ્યું હું ફોન કરીશ કહી નીકળી ગયો.
રોજનું નંદીની અને વરુણનું રુટીન હતું એ પ્રમાણે ચાલી રહેવું વરુણનાં ગયાં પચી નંદીની પણ તૈયાર થઇ ગઇ એણે ચા નાસ્તો કરી લીધો અને એણે એની મંમીને ફોન કર્યો.
"હાં માં કેમ છે ? વરુણ ગયા હવે થોડીવારમાં હું પણ નીકળીશ.. તારી તબીયત કેમ છે ? તારે કશું બજારમાંથી લાવવાનું છે ? તો ઓફીસથી પાછા આવતા તને આપતી જઇશ.
નંદીનીની મંમીએ કહ્યું દીકરા આખું ઘર ખાલી ખાલી લાગે છે તારાજ વિચાર આવ્યાં કરે છે ? કેમ ચાલે છે તારે ? બધું બરાબર છે ને ? તને અનૂકૂળતા હોય તો 2-3 દિવસ રહેવા આવી જાય તો સારું વરુણને પૂછી જો.. એ હા પાડે તો આવ રહેવા.. આમ તો હું ભરતકામ સાડીનાં ફોલનું કામ કરુ છું એમાં સમય નીકળી જાય છે આવી સ્થિતિ ગમે ત્યારે આવવાની હતી ખબરજ હતી પણ સહેવી અઘરી છે. તારાં પાપાનાં ગયા પછી તો ખૂબજ એકલુ લાગે છે. તારી વિદાય પછી તો હું સાવ એકલી થઇ ગઇ છું. વરુણને પૂછીને આવ દીકરા....
નંદીનીએ કહ્યું ઓકે માં આજે પૂછી લઇશ અને પછી આવી જઇશ મને પણ સારુ લાગશે હું પણ... પછી અટકી ગઇ આગળના બોલી શકે... અને ઓફીસ જવાની તૈયારી કરવા માંડી ફોન મૂકાયો અને પાછી વિચારોમાં અટવાઇ....
નંદીની બપોરે ઓફીસમાંજ હતી અને વરુણનો ફોન આવ્યો કે અડધી રજા લઇને હું આવીને બેંકમાં જઇને મળી આવ્યો છું મને એમાઉન્ટ કીધી છે ભરવા માટે એ હું કોઇ રીતે મેનેજ કરી લઇશ. મેં ગૌરાંગને વાત કરી છે એની પાસે થોડાં પૈસા મળી જશે. બાકીનાં....
વરુણ આગળ બોલે પહેલાં નંદીનીએ કહ્યું બાકીનો હું આપીશ મારી બચત છે એમાંથી મેનેજ થઇ જશે. અને હાં વરુણ એકવાત પૂછવી છે આજે મંમી સાથે વાત થઇ મંમીએ કહ્યું થોડાં દિવસ એની પાસે જઇને રહું. તું જો મેનેજ કરી લે તો મંમી પાસે જવાય મારાથી ઘણાં વખતથી હું ગઇ નથી મંમી એકલી કંટાળી છે હું જઇ આવું ?
વરુણે કહ્યું હાં જઇ આવ તારુ મન પણ હળવું થશે હું મારું મેનેજ કરી લઇશ અને નંદીનીને હાંશ થઇ એણે તરતજ...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-11


Rate & Review

Dipali Patel

Dipali Patel 4 days ago

Vishwa

Vishwa 4 weeks ago

Usha Patel

Usha Patel 2 months ago

Jayshree Thaker

Jayshree Thaker 3 months ago

Dipti Koya

Dipti Koya 5 months ago