I Hate You - Can never tell - 5 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-5

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-5

આઇ હેટ યુ
પ્રકરણ-5
રાજ અને નંદીની બંન્ને નદીકિનારે બેઠાં હતાં. કારમાંજ બધી વાતો ચાલુ થઇ ગઇ. રોમેન્ટીક ગીતોની સીડી વાગી રહી હતી. નંદીની કંઇક વધુજ ઇમોશનલ થઇ ગઇ હતી એણે કહ્યું રાજ.. તને મારાં ઘરની વાત કરવી છે. મારાથી હવે આગળ ભણી નહીં શકાય હું જોબ શોધીશ. પાપાનાં લાસ્ટ સ્ટેજનું કેન્સર છે ડોક્ટરે આશા છોડી હાથ ઉંચા કરી દીધાં છે. ખબર નથી ક્યારે શું થાય ? ઘરમાં અમારે ગમગીની ઉદાસી અને ભયનુ વાતાવરણ છે. એકએક પળ શું થશે એની શંકામાં વીતે છે. મારે નથી કાકા કે મામા સાવ એકલું કુટુંબ દૂરનાં સગાઓ શરૃઆતમાં ખબર કાઢવા આવતા હવે એ પણ ઓછાં થઇ ગયાં છે. જેટલી બચત હતી એ વપરાઇ ગઇ છે.
વાસ્તવિકતાઓનો ભયંકર ચિતાર નજર સામે છે ખબર નથી પડતી કાલે સવારે શું થશે. મંમી તો પાપાની સેવામાં રહે છે પણ એની આંખ અને ચહેરો થાક અને નીરાશા સિવાય કંઇ કહેતો નથી. આટલું બોલી ધુસ્કે ધુસ્કે રડી પડી.
રાજ પણ લાગણીવશ થયો એની આંખો ભીંજાઇ ગઇ એણે કહ્યું માય લવ નંદુ તું મુંઝાયીષ નહીં હું તારાં સાથમાં છું તારાં પડખે છું તારી સાથે મેં ટાઇમ પાસ નથી કર્યો. હું છુ ને ? કેમ ચિંતા કરે છે ? તું અત્યાર સુધી મને મદદ કરવા કે મારી મદદ લેવા ના જ પાડતી રહી તારુ સ્વમાન ઘવાય એટલે ચૂપ રહ્યો છું પણ હવે એવું નહીં ચાલે હું બધીજ જવાબદારી ઉઠાવી શકીશ. નંદુ પ્લીઝ મને તક આપ તારાં બધાંજ ટેંશન હું લઇ લઊં છું આજથીજ આ પળથીજ...
ભલે કાકા-મામા કે બીજા સંબંધો નથી પણ એ બધાંજ સંબંધો હું ભરપાઇ કરી દઇશ તને કે તારાં પેરેન્ટસને કદી એકલુ નહીં લાગે.
નંદીનીએ કહ્યું "રાજ.. મને ખબર છે ખૂબ વિશ્વાસ છે પણ હજી એ સમય નથી છતાં તને એટલું કહું કે જ્યારે તૂટી પડવાની આવી પળ હશે હું તારી પાસેજ આવીશ બીજે ક્યાંય ખોળો કે હાથ નહીં ફેલાવું. આતો તને કહીને મારું દુઃખ અને હૃદય હળવું કર્યુ છે રાજ લવ યુ. આપણુ રીઝલ્ટ આવે એનીજ રાહ જોઊં છું પછી હું બધે એપ્લાય કરવા માંડીશ.
પણ.. પણ.. રાજ એકજ ભય છે પાપા ખૂબ ઇમોસનલ થઇ ગયાં છે વારે વારે મારાં નામનોજ ઉચ્ચાર કરે છે મને ઠેકાણે પાડવાનાં વિચારો કરે છે મેં સમજાવ્યું કે હું તમારો દીકરો છું હું નોકરી કરીશ તમે ચિંતા ના કરો બધુ સારું થશે. મને થાય છે કે ઘરે હું આપણો સંબંધ કહી દઊં એ લોકોને આશ્વત કરી દઊં કે મેં પાત્ર શોધી લીધું છે તમે ચિંતા ના કરો એટલે મને લગ્ન મારે દબાણ જ નહીં કરે.
રાજે કહ્યું "આજ ઉત્તમ વિચાર છે તું કહે તો હું મળવા આવું અને હું જ કહુ પછી તો શી ફીકર છે ? તું નિશ્ચિત થઇ જા તારો રોબ અને વિશ્વાસ કદી નહીં તોડું.
નંદીની રાજની આંખોમાં જોઇ રહી. રાજની આંખોમાં વિશ્વાસ હતો પૂરી સભાનતા અને પ્રેમથી કહી રહેલો. નંદીની રાજને વળગી પડી રાજ તારો સાથજ મને હિંમત આપી રહ્યો છે. બંન્ને જણાં એકબીજાને વળગીને ક્યાંય સુધી બેસી રહ્યાં.
રાજે કહ્યું નંદુ ચાલ કોફી પીને ઘર જઇએ આજે એક્ઝામ પુરી થઇ છે પાપા પણ રાહ જોતાં હશે તારે ઘરે પણ ચિંતા કરશે પછી તું કહીશ ત્યારે હું તારાં ઘરે આવીને વાત કરીશ. તારો હાથ માંગી લઇશ બસ એકજ મારી રીક્વેસ્ટ છે કે લગ્ન માટે ઉતાવળ ના કરે મારે ભણવું છે આપણાં બંન્નેનું જીવન ખૂબ સુખમય વિતે એ પણ જોવાનું છે અત્યારે ગ્રેજ્યુએટની કોઇ વેલ્યુ નથી અને મારાં પેરેન્ટસનું પણ સ્વપ્ન છે હું ખૂબ ભણું. બસ એટલી મારી રાહ જોજો.
નંદીની કહે એની ચિંતા ના કરીશ તું ઘરે આવીને માં પાપાને મળી લે પછી એ લોકો પણ નિશ્ચિત થઇ જશે રાહ તો હું જોઇશ તું ભણીલે પછી આપણે લગ્ન કરીશું. નંદીનીનાં ચહેરાં પર સ્મિત આવી ગયું આજે એને જાણે દીલમાં ટાઠક થઇ ગઇ.
રાજે ચૂમી લેતાં કહ્યું "હાશ મારી ડાર્લીંગ હવે હસી તું હસે ત્યારે કેટલી સુંદર લાગે છે. ભગવાને તારો ચહેરો હસવા માટેજ બનાવ્યો છે. મારી સ્વીટુ તને કોઇ દુઃખ અહીં આવે આપણે એકબીજાને સાથમાં ખૂબ આનંદ અને પ્રેમ કરીશું આઇ પ્રોમીસ.
રાજે ગાડી સ્ટાર્ટ કરી અને બંન્ને ઘરે પાછા આવવા નીકળ્યાં. નંદીની પાછા ફરવા સાથે દીલમાં આનંદ અને નિશ્ચિંતતા લઇને જઇ રહી હતી.....
નંદીની બેડ પર વરુણ સાથે આવી આડી પડી હતી અને રાજ સાથેનાં સ્મરણ એક પછી એક કડીની જેમ યાદ આવી રહે. સૂતા સૂતા આંખનાં ખૂણાં ભીંજાઇ ગયાં. મારાં રાજ... રાજ આ બધુ શું થઇ ગયું ? હું બીજાની સાથે સાતફેરાં ફરવા મજબૂર થઇ ગઇ... રાજ...
રાજ અને નંદીનીનું રીઝલ્ટ આવી ગયું રાજ આખી કોલજમાં ત્રીજા નંબર હતો. પહેલાં અને બીજા નંબર કરતાં પણ છ માર્કથી પાછળ હતો એને વસવસો રહી ગયો થોડું સારુ રીઝલ્ટ આવ્યું હોત તો ? હું પ્રથમ હોત. નંદીની પણ ફર્સ્ટક્લાસમાં પાસ થઇ ગઇ હતી બંન્ને જણાં સાથે કોલજ આવ્યાં હતાં. રાજનું રીઝલ્ટ સાંભળીને નંદીની એને વળગીજ પડી. કોન્ગ્રેચ્યુલેશન્સ માય લવ. માત્ર 6 માર્કથી પાછળ રહ્યો ? પણ મારાં માટે તો તું પ્રથમજ છે.
રાજે કહ્યું થોડો અફસોસ છે પણ કંઇ નહીં મારે આગળ એડમીશનમાં વાંધો નહીં આવે. ઘરે જઇને પાપા સાથે ડીસ્કશન કરીને નિર્ણય લઇશ. પણ નંદુ સાચી સફળતા તો તારી છે તારાં ઘરમાં આટલી મુશ્કેલી ચિંતાઓ વચ્ચે તું ફર્સ્ટ કલાસમાં પાસ થઇ છે મારાં કરતાં તારુ રીઝલ્ટ મારી દ્રષ્ટીએ વધારે સારુ છે એમ કહીને આજુબાજુ કોણ છે એ લોકો ક્યાં છે એ વિચાર્યા વિનાંજ નંદીનીનાં હોઠ ચુમી લીધાં.
નંદીની શરમાઇને છૂટી પડી એય લૂચ્ચા જો તો ખરો આપણે ક્યાં છીએ ? સાવ લુચ્ચોજ છે. એની વે મારાં રાજ હું ઘરે જઇને માં પાપાને સમાચાર આપું એ લોકો ખૂબ ખુશ થઇ જશે. ઘરની ચિંતાઓ અને માંદગીની ઉદાસી વચ્ચે આ સમાચાર આનંદ લાવશે.
રાજે કહ્યું "હું પણ ઘરે પહોચું પણ આપણે પછી કોઇક મસ્ત પ્રોગ્રામ બનાવીએ હાં હું પછી તને ફોન કરુ છું મારાં વતી તારાં મંમી પપ્પાને રીક્વેસ્ટ કરજે કે તને મારી સાથે આવવા એલાઉ કરે.
નંદીનીએ કહ્યું અરે આ આનંદનાં સમાચાર વચ્ચે તારુ નામ તારુ રીઝલ્ટ અને આપણો સબંધ બધુજ આજે કહી દઇશ. અને પછી તું પણ આવીને મળી જજે આપણે નક્કી થયું છે એ રીતે.
રાજે એને કહ્યું ડન... મારી જાન. હવે એક પગથીયુ તો સફળતાનું ચઢી ગયાં એ લોકો પણ આપણાં સંબંધ અંગે ના નહીં પાડે સ્વીકારીજ લેશે. એમ તો.... રાજ આગળ બોલો પહેલાં નંદીની કહે ના નહી જ પાડે ગમે તેવો જમાઇ થોડો છે તું અવ્વલ નંબર છે મારાં રાજનો. એ લોકો ખૂબજ ખુશ થશે.
રાજ કહે ચાલ હું તને વિજય ડ્રોપ કરીને પછી હું આગળ ઘરે જતો રહીશ અને બંન્ને જણાં પોતપોતાનાં ઘરે પહોચ્યાં.
રાજ ડ્રોપ કરીને ગયો પછી નંદીની ખુશાલીમાં ઝડપથી ઘરે પહોંચી. ઘરે પહોચીને જોયું તો એનાં પાપાની ખૂબજ તબીયત બગડી હતી બાજુનાં પાડોશીઓ ઘરમાં હતાં. એ લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને માં રડી રહી હતી. જેવી નંદીનીને જોઇ અને માં બોલી આવી ગઇ દીકરા ? તારાં પાપાની ખૂબ તબીયત બગડી છે તાત્કાલીક હોસ્પિટલ લઇ જવા પડશે. ચાલ તું સાથેજ એમ કહીને નંદીનીનાં પાપા પાસે ગયાં. નંદીની આવી ગઇ છે ચાલો પહેલાં હોસ્પીટલ જઇએ. નંદીનીએ જોયું એનાં પાપાની તબીયત ખૂબ લથડી હતી જોર જોરથી ઝડપથી શ્વાસ લઇ રહેલાં શ્વાસ લેવાનો આવાજ સ્પષ્ટ સંભળાઇ રહ્યો હતો. એમણે નંદીની સામે જોયું થોડું સ્માઇલ કર્યું અને પછી આંખોથી વાતો કરી રહ્યાં.
નંદીની અને એ મંમી એમ્બ્યુલન્સમાં બેઠાં પાપાને હોસ્પીટલ લઇ જવા નીકળ્યા અને પહોચીને એડમીટ કર્યાં.
પાપાની ટ્રીટમેન્ટ ચાલુ થઇ ગઇ. માં રડતીજ રહી હતી અને નંદીની મોઢાંમાંથી કંઇ બોલીજ ના શકી. એ આનંદ એનાં હૃદયમાંજ દબાઈ ગયો. એ અને મંમી એમનાં બેડની બાજુમાં બેસી રહ્યાં થતી સારવાર જોઇ રહ્યાં.
આમને આમ રાત પડી ગઇ. નંદીનીને થયું રાજને ફોન કરીને પહેલાં જણાવી દઊં પછી વિચાર આવ્યો ના નથી કરવો ફોન એનો ફોન આવે ત્યારે વાત એનાં ઘરમાં આનંદનો ઉત્સવ હશે મારે પીડાનાં સમાચાર નથી આપવાં.
રાત્રે ડોક્ટરે કહ્યું એમની તબીયત સ્થિર છે હવે ચિંતા નથી પણ બે ત્રણ દિવસ જોવું પડશે પછી આગળ નિર્ણય લઈશું નંદીનીને ખૂબ ઉચાટ હતો. પાપાની તબીયત સ્થિર છે સારી નહીં એણે રાજનાં ફોન આવવાની રાહ જોઇ અને રાત્રે છેક 10 વાગે રાજનો ફોન આવ્યો. "હાય નંદુ મંમી પપ્પા ખૂબજ ખુશ છે હું ઘરે પહોચું પહેલાંજ પાપા, કાકા, એમનાં ફ્રેન્ડ્ઝ બધાં ઘરે રાહ જોતાં હતાં એમને રીઝલ્ટ મળી ગયું હતું હું કહું એ પહેલાંજ ઘરમાં પાર્ટીના મૂડમાં છે બધાં નંદુ હું તને લેવા આવું છું આજે મારાં ઘરેજ પાર્ટી કરીએ.
નંદીની સાંભળી રહી કંઇ જવાબ ના આપી શકી અને એનાંથી ડૂસ્કુ નંખાઈ ગયું અને રાજ.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-6

Rate & Review

Vishwa

Vishwa 4 weeks ago

Usha Patel

Usha Patel 2 months ago

Chitra

Chitra 2 months ago

Jayshree Thaker

Jayshree Thaker 3 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago