I Hate You - Can never tell - 9 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-9

આઇ હેટ યુ
પ્રકરણ-9
નંદીનીને મળ્યાં પછી રાજની મંમી ખૂબ ખુશ હતી. રાજે ખૂબ સરસ છોકરી પસંદ કર્યાનો સંતોષ હતો. એમણે રાજને કહ્યું મારાં દીકરાએ સરસ છોકરી પસંદ કરી છે મારાં તમને બન્નેને ખૂબ આશીર્વાદ છે. રાજ પણ મંમીની ખુશી અને આશીર્વાદથી ખૂબ આનંદીત થયો એણે કહ્યું મંમી તમને નંદીની ખૂબ પસંદ આવી છે તો પાપાને પણ પસંદ આવશેજ.
નંદીની દીલમાં આનંદ ભરી રહી હતી પોતાનો પ્રેમ જાણી અને એની મંમીનાં આશીર્વાદથી પ્રેમમાં સ્વર્ગવિહાર કરવા લાગી એણે રાજની મંમીને કહ્યું માં પણ ખૂબ ખુશ છું તમારાં આશીર્વાદ મળ્યાં પછી મને પણ ખૂબ આનંદ થયો. રાજ માટે હું રાહ જોઇશ અને એં ભણતર તથા જીવનનાં બધાં સંજોગોમાં સાથ આપીશ હું એટલી સ્વાર્થી નહીં બનું કે રાજની કેરીયરમાં અવરોધ કરી બેસું.
રાજની મંમીએ કહ્યું તમારાં લગ્ન કરાવવાનું વચન આપુ છું બસ આમ રાજને સદાય સાથ અને પ્રેમ આપજે એક માં તરીકે એવુંજ માંગુ નંદીનીએ રાજની મંમીને પગે લાગીને ફરી આશીર્વાદ લીધાં.
રાજની મંમીએ કહ્યું દીકરા હવે નિશ્ચિંત થઇ જાવ અને આગળની જવાબદારી પુરી કરો તારાં પાપાને ડૉ.જયસ્વાલ અંકલ પાસે લઇ જાવ અને જરૂર લાગે હું પણ સાથે આવવા તૈયાર છું.
રાજે કહ્યું ના મંમી તમે ઘરે રહો હમણાં પાપા આવશે અમે બંન્ને લઇ જઇશું. એમ કહીને નંદીનીને કહ્યું ચાલ આપણે તારાં પાપાને ડોક્ટર અંકલ પાસે લઇ જઇએ. અને બંન્ને જણાં ખુશ થતાં જવા નીકળ્યાં.
નંદીનીનાં ઘરે જઇને રાજે એનાં પાપાને કાળજીથી નંદીનીનાં પાપાને કારમાં બેસાડી એની મંમીને પણ સાથે લઇને ડૉ. જયસ્વાલની હોસ્પીટલ લઇ આવ્યાં.
હોસ્પીટલમાં આવી રાજે તુરંત ડૉ.જયસ્વાલનાં ખાસ મદદનીસને જાણ કરી એનાં નંદીનીનાં પાપાની તબીયત ઠીક નહોતી એમને વધારે રાહ જોવારાવાય એવું નહોતું અગાઉથી સમય લીધો હતો એટલે એમનાં મદદનીશે તરતજ નંદીનીનાં પાપાને કનસ્લટીંગ રૂમમાં લઇ લીધાં.
થોડીકજ વારમાં ડૉ.જયસ્વાલ આવ્યા અને રાજને જોઇને કહ્યું કોન્ગ્રેચ્યુલેશન યંગ મેન. પછી એમણે નંદીનીનાં પાપા તરફ જોઇને કહ્યું હેલ્લો કેમ છો ? કોઇ રીતે ગભરાતા નહીં તમારુ ચેક અપ કરીને દવા ચાલુ કરીશું. સારવાર પછી તમે એકદમ ઠીક થઇ જશો કાંઇ ચિંતા ના કરશો.
નંદીની અને એની મંમી ડોક્ટરનાં આશ્વાસન અને સ્વભાવથી પ્રભાવિત થયાં. આંખમાં હૈયાધારણ લાગતી હતી અને રાજે પણ કહ્યું હવે ડોક્ટર અંકલની સારવારથી બધું સારું થઇ જશેજ.
ડૉક્ટરે નંદીનીનાં પાપાને ચેકઅપ કરવા માંડ્યુ એમને શું શું થાય છે એ પ્રશ્નો કરી બધી તપાસ કરવા માંડી એમની બધીજ કેસ હીસ્ટ્રી જાણી પછી એમણે ખાસ્સો સમય લીધો પછી રાજને કહ્યું તારી મિત્ર અને એમની મંમીને બહાર રાહ જોવા કહે... મારે બધાં રીપોર્ટ કાઢવા પડશે આપણી હોસ્પીટલમાં બધીજ વ્યવસ્થા છે થોડીવાર લાગશે પણ એમને કહેજે નિશ્ચિંત રહે.
રાજ નંદીની અને એની મંમીને બહાર લઇ ગયો અને કહ્યું હું અંદર પાપા પાસે રહું છું બધા રીપોર્ટ કાઢવાનાં છે પછી હું આવુ ડૉક્ટરે બધાં રીપોર્ટ કાઢ્યા બધી તપાસ કર્યા પછી નંદીનીનાં પાપાને ઇન્જેક્શન આપ્યાં પછી કહ્યું થોડીવાર આરામ કરો.
ડૉ. જયસ્વાલે રાજને કહ્યું એમને કેન્સર છે એ નક્કીજ પણ શરૂઆતમાં દવાઓ ચાલુ કરીએ જો એનાંથી ફરક પડી જાય તો વાંધો નથી નહીતર ઓપરેશન કરવું પડશે એમને અન્નનળીમાં અંતભાગે ગાંઠ છે જે દવાથી ઓગળી શકે છે પણ અહીં થાય તો ઓપરેટ કરીને કાઢી નાંખીશુ પણ હમણાં દવાઓ ચાલુ કરીએ હાં ધીરજ રાખવી પડશે આ જટીલ રોગ છે પણ એની સારવાર પણ છેજ એટલે ગભરાવવાની જરૂર નથી.
રાજે કહ્યું અંકલ નંદીની મારી મિત્ર છે પણ હું એની સાથે લગ્ન કરવાનો છું એમની બધીજ જવાબદારી મેં લીધી છે કોઇ પણ કસર ના રાખશો. અંકલ મને ખબર છે મારે આવું કહેવાની પણ જરૂર નથી પણ...
ડૉક્ટરે રાજને અટકાવીને કીધું. દીકરા ચિંતા ના કરીશ કોઇજ. તારાં પાપાનો ફોન આવેલો અને તારાં આવતાં પહેલાં તારી મંમી આઇમીન ભાભીનો ફોન પણ આવી ગયો છે મારાં માટે આ પણ પેશન્ટ છે હવે તું નિશ્ચિંત થઇ જા એમને અહીં કોઇ પેમેન્ટ પણ નથી કરવાનું હું એ બધું તારાં પાપા પાસે સમજી લઇશ.
ડૉક્ટરની વાત સાંભળી રાજ ખુશ થઇ ગયો એણે કહ્યું અંકલ થેંક્સ. નંદીની એનાં પાપા માટે ખૂબ ચિંતામાં રહે છે એટલે ડૉકટરે કહ્યું તું એમને લઇ જઇ શકે છે અને આ દવાઓ લખી આપુ છું જે આપણાં કોમ્પ્લેક્ષમાંજ દાવની દુકાન હવે લીધી ત્યાંતીજ મળી જશે તું આ દવાઓ લઇ આવ ત્યાં સુધી એનાં પાપા ભલે અહીં આરામ કરતાં પછી હું દવાઓ સમજાવુ એ પ્રમાણે લેવાની છે.
રાજે પ્રીસ્ક્રીપ્શન લીધુ અને થેંક્સ કહીને દવાઓ લેવા જતો હતો. બધીજ દવાઓ લઇ આવી ડૉક્ટર પાસે સમજી લીધું અને પછી નંદીની પાસે જઇને કહ્યું નંદુ પાપાને તપાસી અને દવાઓ આપી છે હું તને ઘરે જઇને સમજાવું છું ધીરજ રાખવા કહ્યું છે પણ સારું થઇજ જશે એટલે ચિંતા ના કરીશ.
નંદીનીની મંમી રાજ સામે જોઇ રહ્યાં પછી બોલ્યાં ક્યા ભવનાં લેણદેણ છે દીકરા કે તું અમારી જીંદગીમાં આવ્યો છે હવે મને ભરોસો છે ઋણાનુંબંધ જરૂર છે કોઇ.. મારી નંદીનીએ પારસ શોધ્યો છે. થેંક્યુ દીકરા પછી નંદીનીની સામે જોઇને કહ્યું ડોક્ટરની ફી અને દવાનાં પૈસા હું લાવી છું નંદીની કંઇ બોલે પહેલાંજ રાજે કહ્યું હમણાં ઋણાનુંબંધની વાત કરી મને શરમાવો નહીં ડૉક્ટર અંકલે હજી કંઇ કીધુ નથી તમે ચિંતા ના કરો બધુ થઇ જશે અને તમારે દવાઓ કે ફીની ચિંતા નથી કરવાની એમ કહી ફાઇલ નંદીનીને આપી કહ્યું આ તું રાખ આપણે પાપાને ઘરે પાછા લઇ જવાનાં છે. નંદીની રાજની સામે જોઇ રહી એની આંખમાં આંસુ ઉભરાયા પણ જતાવા ના દીધું.
નંદીનીએ ફાઇલ મંમીને આપતાં કહ્યું માં અમે પાપાને અંદરથી લઇ આવીએ અને નંદીની તથા રાજ નંદીનીનાં પાપાને સાચવીને બહાર લાવ્યાં અને કારમાં બેસાડી ઘરે જવા નીકળ્યાં.
નંદીનીનાં ઘરે આવીને રાજે એનાં પાપાને સાચવીને બેડપર સુવાડ્યા અને નંદીનીને ડૉક્ટરે આપેલી ફાઇલમાં દવાઓ ક્યારે કેટલી આપવાની છે એ સમજાવવા લાગ્યો.
નંદીનીનાં પાપા રાજને આભરવશ જોતાં રહેલા પછી બોલ્યાં થેંક્યુ દીકરા થેંક્યુ. રાજે કહ્યું અંકલ થેંક્યુ ના કહેવાનું હોય મને આવી તક આપી એનાં માટે હું આભાર માનું છુ નંદીનીએ દવાઓ સમજી લીધી હતી.
રાજે કહ્યું હું રજા લઊં કંઇ પણ કામ પડે મને ફોન કરજે હું પાપા મંમી રાહ જોતાં હશે મારું થોડું કામ પણ નીપટાવી લઊં એમ કહી નંદીની અને એનાં પાપા મંમીની રજા લઇને ઘરથી બહાર નીકળ્યો. નંદીની રાજની પાછળ પાછળ ગઇ રાજને વિદાય આપવા અને રાજને કહ્યું "મારાં રાજ થેક્યું આજે તેં મારું ખૂબ મોટું કામ પાર પાડ્યું છે. તારાં પાપા મંમીને પણ થેંક્સ કહેજે.
રાજે કહ્યું નંદુ આપણી વચ્ચે આવી ફોર્માલીટી ના હોય મેં કોઇ એવું કામ નથી કર્યુ કે તું આમ... તને ખબર છે ? હવે આ મારી જવાબદારી છે એમનો પણ હવે હું દીકરોજ છું તને સાથ આપી મને કેટલો આનંદ થયો એની તને કલ્પના નથી.
નંદીનીએ રાજને વળગીને કહ્યું "મારાં રાજ આઇ લવ યું હું કેટલી નસીબવાળી છું ઇશ્વરને આભાર માનું એટલો ઓછો છે. રાજ તારું કામ સરસ પતાવજે અને હું રાત્રે ફોન કરીશ.
રાજે નંદીની નાં હોઠ ચૂમતાં કહ્યું હું રાહ જોઇશ મારી રાણી એમ કહી વ્હાલ કરીને ઘરે જવાં નીકળી ગયો...
નંદીની બેડ પર સૂવાનો પ્રયત્ન કરતી ભૂતકાળ વાગોળી રહી હતી આજે વરુણને પણ કહી દીધું હતું કે તને તકલીફ થતી હોય તો ઘર છોડીને જવા તૈયાર છું પણ હું નહીં સ્વીકારી શકું....
રાજની વાતો વાગોળી રહી હતી રાજ એનાં પાપા ને ડૉક્ટર અંકલને બતાવી ઘરે લાવી દવાઓ સમજાવીને ઘરે ગયો હતો. નંદીની ખુશ થતી પાછી ઘરમાં આવી અને એની મંમીએ કહેલું નંદીની તારાં લગ્ન અંગે તો ચિંતા ટળી ગઇ સાથે સાથે જે રીતે રાજે આજે સાથ આપ્યો છે આવા મોટાં ડૉક્ટરને બતાવી દવાઓ શરૂ કરી છે તારાં પાપા પણ સાજા થઇ જશેજ એવી આશા જાગી ગઇ છે. ભગવાન એ છોકરાને ખૂબ સુખી કરશે વળી તું એનાં જીવનમાં આવી એમાંય એ પણ ખૂબ ખુશ છે.
નંદીનીએ કહ્યું માં એની મંમીને પણ હું ખૂબ પસંદ આવી છું એમણે મારાં સ્વીકાર કરી નવી આશા જગાડી છે. અને ઘરમાં આનંદ અને સંતોષ ફેલાઇ રહેલો.
રાત્રે નંદીનીએ રાજને ફોન કર્યો.... રાજે તરતજ ઉપાડીને કહ્યું મારી નંદુ કોન્ગ્રેચ્યુલેશન મંમીએ પાપાને તારી મુલાકાતની વાત કરી તને પસંદ કરી છે એ સાંભળી પાપએ પણ ખુશી વ્યક્ત કરી છે નંદુ બસ હવે ક્યારે હું ભણીને પાછો. આવું અને તારી સાથે....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-10