my poems part 19 books and stories free download online pdf in Gujarati

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 19

કાવ્ય 01

શું કામ નુ ???

તોફાન મસ્તી વગર નુ
બાળપણ શું કામ નુ ???

સાહસ ને શૂરવીરતા વગર નું
યૌવન શું કામ નુ ???

શાણપણ ને બુધ્ધિ વગર નુ
ઘડપણ શું કામ નુ ???

ખુલ્લા વિચાર વગર નાં
ચક્ષુ શું કામ ના ???

સવેનદના ને પ્રેમ ના હોય એવું
હૃદય શું કામ નુ ???

મદદ માટે લાંબા ના થઇ શકે એ
હાથ શું કામ ના ???

દાન દીધા વગર નુ તીઝોરી માં પડેલું
ધન શું કામ નુ ???

"માં બાપ" ને સાચવી ના શકે એવા
સંતાનો શુ કામના ???

ઘડપણ માં એક્બીજા નો સાથ ના આપે
એવા જીવન સાથી શુ કામ ના??

મીઠો આવકાર નાં હોઈ એવા
મોટા ઘર શુ કામ ના??

મુશ્કેલી માં પીઠ દેખાડે એવા
મિત્રો શુ કામ ના ??

એક માનવી બીજા માનવીના કામ માં નાં આવે
એવો માનવી શું કામ નો ???

આટલી સરળ ને સરસ વાત વાંચી ને પણ
કૉમેન્ટ્સ માં વાહ વાહ
ના લખે એવા વાચકો ........??😂😂



કાવ્ય 02

વિફર્યો....વકર્યો...કોરોના ....

કોરોનાને સમજતા લાગી હતી વાર,
કોરોના એ સાત આઠ મહિના સુધી
સમગ્ર વિશ્વ ઉપર મચાવ્યો હતો હાહાકાર,

ગુમાવ્યા હતા લોકોએ સ્વજનો,
ગુમાવ્યા હતા લોકોએ ધંધા ને વ્યાપાર
અને થયા હતાં બેકાર ને બેરોજગાર,

દસ દસ મહિને આવ્યો હતો કંટ્રોલ માં,
ત્યાં આવ્યા ઈલેકશન, મેચ અને લગ્ન પ્રસંગો,
એટલે મળ્યો કોરોના ને ફરી થી ખોરાક
માથુ ઊંચકવા નો....

હવે કોરોના તો ગયો.. હવે ક્યાં છે કોરોના ..
ઍવુ સમજી ચૂંટણી ટાણે
ફર્યાં નેતા અને લોકો માસ્ક વગર ...ડર્યા વગર

આથી ખોટુ લાગતા કોરોના ને
ફરિથી ઉચક્યું માથું...
એ તો વિફર્યો...વકર્યો.. જોરાવર થઈ...

હુંકાર કરી કોરોના એ હાજરી પૂરાવી જોરદાર
કહ્યું હું ક્યાંય ગયો નથી,
થયો હુ એક વર્ષ નો વધું મજબૂત ને તાકાતવર

હવે નહી રાખો જો તમારું ઘ્યાન
તો ફરીથી કરીશે કોરોના હેરાન....


કાવ્ય 03

ચાઇના માં રેતી નુ વાવાઝોડુ આવ્યું તે સંદર્ભે...

વાવાઝોડું..

ફૂકાયો જોરદાર પવન
આવ્યું તોફાની વાંવાઝોડું
ઉડાવી ને લઇ ગયું સર્વસ્વ ગુમાન ચાઇના નું

ઊઝડયાં બાગ બગીચા ને ઝાડવા
જોડે ઉઝડ્યા પંખીઓ ના માળા
બધું વેરવિખેર કરી ગયું એક વાવાઝોડું

વાત હતી અમુક કલાકો ની
છતાં મજબૂત માળખાંઓ ને
પણ હલબલાવી ગયું એક વાવાઝોડું

કુદરત થઈ છે ક્યાંક નારાજ
તેની સાબિતી પુરાવી ગયું
એક નાનું અમથું વાવાઝોડું

વાવાઝોડુ તો છે એક નાની એવી ચેતવણી
નહી સુધરે જો કાળા માથા નો માનવી
તો રાખવી પડશે તૈયારી કુદરત નાં
ગંભીર પરિણામો ભોગવવા ની...

કાવ્ય04

કાગળ....

દેખાઈ કાગળ સાવ સાદો સફેદ
કાળા અક્ષરો પડતા કાગળ
ધારદાર થાય શમશેર થી પણ અધિક...

કીમત વગર નો છે કોરો કાગળ
ચેક ઉપર હસ્તાક્ષર પડતા
કિંમત અંકાઈ લાખો કરોડો માં

કીમત વગર નો છે કોરો કાગળ
જો કાગળ દસ્તાવેજ કે વીલ બની જાય
તો ઘરેણાં કરતાં પણ કિંમતી ગણાઈ

કીમત વગર નો છે કોરો કાગળ
પણ રૂપિયા શબ્દ કાગળ ઉપર છપાઈ તો
તિઝોરી માં સ્થાન મળે ઝવેરાત સંગ

કીમત વગર નો છે કોરો કાગળ
પરંતુ પ્રેમ ના બે અક્ષર પડતા
ગળગળા કરી મૂકે મુંગો કાગળ

કીમત વગર નો છે કોરો કાગળ
પરંતુ ચોમાસા માં કાગળ હોડી બની
બાળકો ની ખુશી નું કારણ બની જાય...

કીમત વગર નો છે કોરો કાગળ
જો કાગળ ઉપર શ્લોક લખાઇ
બને મહાન ગ્રંથ ને સરસ્વતિ બની પૂજાય.. ..

કાવ્ય 05

સ્મરણો....

મોજ મજા મસ્તી ને આનંદ ની ધડી
ને ભુતકાળ ની મીઠી યાદો બને સ્મરણો

શૈશવ કાળ ની યાદો બાળપણ ની
જિંદાદિલી અને તોફાન બને સ્મરણો

જીંદગી ની પળો જીવી જાણીએ એવી કે
બને ભવિષ્ય માટે મીઠી યાદો ને સ્મરણો

ક્યારેક ભુતકાળ ના સ્મરણો તાદર્શ્ય થાય
તસ્વીર બની ને મન હરખાઈ હિલોળે ચડી

સ્મરણો ના સથવારે જીવાય પાછલી જીંદગી
સ્મરણો વાગોળતા હરખાય આંખોં આસુઓથી

સપના ને કરીએ સાકાર તો બને સ્મરણો
સપના કરતા સ્મરણો સાથે નુ જીવન છે મજાનું