Female Conflict ... Part 4 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી સંઘર્ષ...ભાગ 4

મોહન ના કહેલા શબ્દો રેખાના કાન સુધી પહોચ્યા જ ન હતા. અત્યારે તેનું ધ્યાન પ્રસંગ ઉપરથી ભટકી ગયું હતું. ખબર નહીં કેમ આજે તેને અંદર સુધી કંઈક ખૂંચી ગયું હતું. કિરણ બહેનના શબ્દો ના તીર તેરા હૃદયના આરપાર સુધી ઉતરી ગયા હતા જો કવિતાને દીકરો આવશે તો મારી રુંચા નું શું ??

રેખા માં ઘણી ઉદારતા હતી. કવિતા અને મોહન માટે તેના હદયમાં અપાર પ્રેમ હતો પરંતુ એક દીકરીની માતા બન્યા પછી તે પોતાની દીકરી માટે કઈ બીજું વિચારી શકે તેમ ન હતી. પોતાને કમી ના લીધે તેણે આટલા વરસ બધાના અપશબ્દો અને કટુ વચનો હસતા મુખે સાંભળી લીધા હતા તે હંમેશા વિચારતી હતી કે , "પોતાની કમી ના લીધે પણ આ પરીવાર તેને સંભાળી રહ્યો છે તેનાથી વિશેષ બીજું કંઇ ન હોઈ શકે." ખરેખર તો આપણા સમાજની આ એક બાજુ અહીં પ્રગટ થાય છે એક સ્ત્રી જ બીજી સ્ત્રી માટે ઘણીવાર કોલસા જેવું કામ કરી જાય છે જેનો હેતુ તો અગ્નિ તો પ્રદાન કરવાનો હોય છે પરંતુ સાથે સાથે તે એક કાળી મેશ પણ છોડી જાય છે.

ઘરમાં છવાયેલા ઉત્સાહ ઉમંગ સમય વીતતા વધુ ગાઢ બન્યો હતો. સૌ કોઈ પોતાની મસ્તીમાં મગ્ન હતા અને રેખા પણ જવાબદારી પૂર્ણ કરવામાં વ્યસ્ત થઈ ગઈ. પરંતુ મન માં આવેલી ભાવના તે મૂકી શકી નહીં ગમે તેમ કરીને પણ તે આ વાત ભુલી શકતી ન હતી શ્રીમંત ધામધૂમથી પત્યું સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે કવિતા ને આશીર્વાદ આપી વિદાય લઈ જવા લાગ્યા. અને ઘરના સૌ કોઈ બધું આટોપવા માં લાગી ગયા .

દિવસ આમને આમ પસાર થવા લાગ્યા હતા. કવિતાની પ્રસુતિનો સમય જેમ નજીક આવવા લાગ્યો તેમ સૌ કોઈ નવા બાળકના આગમન ના સપના જોવા લાગ્યા હતા. ઘરમાં ચારે તરફ રોશની પ્રગટ થવા લાગી હતી. કિરણબેન ફરી દાદી બનવા જઈ રહ્યા હતા. મોહન અને કવિતાના બાળક માટે તેમના જોયેલા સપનાઓ એક આકાર લેવા લાગ્યા હતા. જ્યારે રેખા એ અનુભવ કરવા લાગી હતી કે રુંચા તરફ થી બધાનું ધ્યાન હવે ભટકવા લાગ્યું છે સૌ કોઇ હવે તેને ટોકવા લાગ્યું છે જે પ્યાર અને ધ્યાન અત્યાર સુધી માત્ર રૂંચા તરફ હતું તે હવે જે બાળક હજી આ દુનિયામાં આવ્યું પણ નથી તેના ઉપર વધવા લાગ્યું છે અને જો આમ જ રહેશે તો બાળક આવ્યા પછી તો તેની રુચા કોઈને ધ્યાનમાં આવશે પણ નહીં.

રેખાના મનમાં ડર વધવા લાગ્યો હતો. રુંચા માટે તે દિન પ્રતિદિન ઉત્કૃષ્ટ રહેવા લાગી હતી. રેખાનો બદલાયેલો સ્વભાવ રાજીવ થી છુપાયેલો ન રહ્યો. એકવાર તેને શાંતિથી રેખાને એક બાજુ બેસાડી આ વિશે પૂછ્યું પણ ખરું, પરંતુ કોણ જાણે આ વખતે રાજીવ રેખાનું મૌન સમજી શક્યો નહીં. કદાચ અત્યારે કામનું વધુ બોજ અને જવાબદારી તેની માથે છે આથી થાકને લીધે તેના વર્તનમાં બદલાવ આવેલો લાગે છે અને વળી ઋચા પણ વધુ ને વધુ તોફાની બનતી જાય છે આમ વિચારી રાજીવે પણ રેખા પર વધુ ધ્યાન આપ્યું નહીં.

મોહન એ પણ રેખાને શ્રીમંત ના દિવસે કોઈ વચન આપેલું હતું પરંતુ તે પણ દિવસ જતા ભૂલી ગયો ઉત્સાહ અને ઉમંગ માં કોઈનું ધ્યાન રેખા ઉપર હતું નહીં .તેને કોણ જાણે પોતાની પુત્રી માટે તેનો ડર વધુ ને વધુ સતાવવા લાગ્યો પરિવારનો રુચા પ્રત્યે ભેદભાવ વધવા લાગ્યો છે તેવું તેને દેખાવા લાગ્યું. કિરણ બહેનની પૌત્ર માટે આટલી બધી ઘેલછા જોઈ રેખા વધુ ડરવા લાગી તે બધાથી દૂર અને પોતાની ચિંતામાં ખોવાયેલી રહેવા લાગી હતી. દિવસે દિવસે તેના મનનો ડર તેના શરીર પર નબળાઈ સ્વરૂપે દેખાવા લાગ્યો આંખોના નીચે કાળા ડાઘ પડવા લાગ્યા શરીર પણ પાતળું થવા લાગ્યું . માથાના વાળ ચિંતાથી સફેદ થવા લાગ્યા.

ઝડપથી આવતો બદલાવ બધાની નજરે ચડે પરંતુ ધીમે ધીમે થયેલા ફેરફારો બધાની નજરે ચડતાં વધુ સમય લાગે પરિવારના લોકોમાં પણ આજ થયું રેખાના બદલાવો નજરે ચડતા વાર લાગ્યા. અને જ્યારે અનુભવ થયો ત્યારે રેખાની ઉંમર થઈ ગઈ છે એમ કહી બધાએ હસી કાઢ્યું. રાજીવને પણ કામની ચિંતા ને લીધે રેખા પરથી ધ્યાન ભટકાવ્યું. અત્યારે સૌ કોઈનું ધ્યાન કવિતા ઉપર હતું તે શું ખાય છે પીવે છે અને કેવી તબિયત છે તેની જાણ સૌ કોઈને હતી. અને આખરે સૌ કોઇનો ઇંતેઝાર પૂરો થયો અને કવિતાના ખોળે એક પુત્રનો જન્મ થયો.

કિરણ બહેનની ખુશીનું કોઈ ઠેકાણું જ ન હતું. તે તો જાણે સાતમા આસમાને પોહચી ગયા હોય તેમ મહેકવા લાગ્યા હતા. ઘરમાં સૌ કોઈનો આ જ ઉત્સાહ હતો .આજે ને આજે જ પડોશીઓ અને પારિવારિક સંબંધ હોય તેમના ઘરે પેંડા મોકલી દીધા. દૂરના સંબંધીઓને જા જ ફોન કરી સમાચાર આપ્યા. ચારે તરફ કવિતાની વધામણી થવા લાગી.