Stree Sangharsh - 8 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી સંઘર્ષ....ભાગ 8

રાજીવને રેખાના મનમાં ચાલતા ભયંકર તોફાનો વિશે ખરેખર કોઈ અંદાજ જ ન હતો. તેને લાગતું હતું કે કદાચ નીલ ના આવ્યા પછી ઘરમાં છે રૂચા ને મળતો પ્રેમ અને સમય માં તફાવત આવ્યો છે આથી તેને લઈને કોઈ પ્રશ્ન રેખાના મનમાં ચાલી રહ્યો છે . તેણે વધુ માથું ન મારતા થોડા સમય રેખાને જાત વિચારવાનો સમય આપશે એમ વિચારી તે પાછો પોતાના કામે લાગી ગયો. જ્યારે આ બાજુ રેખા પણ ઘણા સમય પછી પોતાના પિયરે આવી ખૂબ જ ખુશ હતી કારણ કે અહીં બીજું કોઈ આ રીતે રૂચાનને તરછોડતું કે આવગણતું ન હતું..

પંદર દિવસ વીત્યા પછી પણ રાજીવ નો રેખા કે રૂચા માટે કોઈ ફોન આવ્યો ન હતો અને રેખાએ પણ પોતાની કોઈ જાણકારી આપી ન હતી . અહીં આવ્યા પછી રેખાના સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો આવવા લાગ્યો હતો. રેખા પણ એવું સમજી બેઠી હતી કે હવે કોઈને રેખા અને રૂચા થી ફરક પડતો નથી ઘરમાં જેને લાડલી લાડલી કહીને સૌ કોઈ દિવસ રાત નામ રટણ કર્યા કરતા હતા તે રુચા નું પણ હવે કોઈ એક ફોન કરી પૂછતું નથી આથી તેણે પણ કશું જાતે જાણ કરવાની હિમ્મત કરી નહી . પોતાની દીકરીને હસતી-રમતી તે જોઈ રહી. રાજીવ અને રેખા વચ્ચે આવેલા આ ભયંકર મૌનને અંતે સૌ કોઈ નિહાળી રહ્યા હતા. ઘરમાં કોઈને આ સમજાતું ન હતું કે આખરે આ શું ચાલી રહ્યું છે ?? જે રાજીવ આ રીતે પહેલા ક્યારેય આટલા બધા દિવસ રેખા અને રૂચા વગર રહ્યો નથી તે અત્યારે એટલો બધો કેમ શાંત છે ?

રેખાના ગયા પછી ખરેખર તો સૌ કોઈ તેને દિવસ રાત યાદ કરતું હતું. તેના હાથની રસોઈ નો સ્વાદ તો જાણે વિસરાઈ ગયો હોય તેમ બધા અનુભવ કરી રહ્યા હતા . રુચા માટે પણ એ જ રટણ ચાલુ હતું. પરંતુ એક પૌત્ર ઘેલછા દાદી ના વહેણ આટલા બધા ધારદાર નીકળશે તે અત્યારે કોઈને સમજાતું ન હતું અને ખરેખર સંબંધોમાં આવેલી આ ખટાશને કોઈ ઓળખી શકતું ન હતું. આખરે કિરણ બહેને સતત ચાલતા આ રીતના વાતાવરણ પછી રેખાને પાછો લાવવાનો હુંકમ રાજીવને કરી દીધો. કારણકે એક નાના બાળક ની દેખરેખ સાથે કવિતા અને કિરણ બહેનનું આટલા મોટા પરિવારનું અને ઘરનું સંભાળવું થોડું મુશ્કેલ થઈ પડ્યું હતું. આથી આ રીતે જરૂરના સમયે રેખાનું બીમારી ના નામે પોતાના પિયર જાઈ આરામ કરવું કિરણબેન થી સહન થાય તેમ ન હતું. વારંવારના વેણ પછી અંતે રાજે બે દિવસ પછી રેખા અને રૂચા ને પાછો લઈ આવશે એમ કહી આશ્વાસન આપવા લાગ્યો અને રેખાના પિયર ફોન કરી આ અંગે જાણ પણ કરી દીધી.

આ સાંભળી રેખા થોડીવાર માટે તો વિચારોમાં ખોવાયેલી રહી અત્યારે પણ તેને રાજીવ નું ફોન કરવાનું થોડું સ્વાર્થીપણા જેવું લાગ્યું. કારણકે તે એવું અનુભવ કરી રહી હતી કે કદાચ કાંઈ કામ ની ખેંચતાણને લીધે જ રેખાને પાછી બોલાવાઈ રહી છે આનું બીજું કોઈ કારણ હોઈ શકે નહીં. અને સાચું તો આજ હતું જોકે આનો અર્થ એમ ન હતો કે રાજીવને કે પરિવારને રેખા અને ઋચાની કોઈ કાળજી નથી કે તેમની યાદ આવતી નથી. માતા-પિતાના જોર પછી રેખા ફરી સાસરે જવા તૈયાર થઈ ગઈ ખરેખર તો તેની શારીરિક તબિયતમાં પણ ઘણો સુધારો આવ્યો છે તેવું લાગવા લાગ્યું હતું. પરંતુ માનસિક રીતે મનમાં ભરેલું જેર કેમેય કરીને ઉતારવું અશક્ય થઇ પડ્યું હતું. તે જે અત્યારે અનુભવ કરી રહી હતી એક કદાચ નકામું હોઈ શકે પરંતુ જો આનો સમજદારીપૂર્વક ઉકેલ લાવવામાં ન આવે તો પારિવારિક સંબંધ વિપરીત દિશા એ વળતા દેખાય અને પરિસ્થિતિ કપરી બની જાય જે આગળ આમ બનશે તેની દિશા સૂચવી રહ્યું હતું. જાણતા અજાણતા પરિવારના કોઈપણ રેખાના મનમાં ચાલી રહેલા ઘમાસાણ ને જાણતું ન હતું.

જતા જતા આગલી રાતે રેખાની ભાભી એ તેના મગજમાં બીજા બાળક વિશે વાત નાખી. જોકે રેખાના પરિવારમાં એ કોઈ જાણતું ન હતું કે હવે ફરી રેખા માં બની શકે એમ નથી અને જો તે ફરી પ્રયત્ન કરશે તો કદાચ તેની જાન ઉંપર પણ ખતરો આવી શકે એમ છે. પંદર દિવસમાં રેખા અને રાજીવના સંબંધ માં આવેલી પાતળી ભેદરેખા ને રેખાની ભાભીએ પારખી લીધી હતી પરંતુ તેણે વાત ન વધારતા કોઈને આ વિશે જણાવ્યું ન હતું . વળી જો કોઈ રાજીવ ને યાદ કરતું તો રેખા જ તે વધુ કામ માં પરોવાયેલા છે એમ કહી વાત ને ટાળતી હતી . કારણકે તે પોતેજ રાજીવ સાથે કોઈ વાત કરવા ઇચ્છતી ન હતી. તે માત્ર તેના આવતા ફોનની રાહમા હતી. રેખાની ભાભીને રેખાના અને તેના પરિવારના સભ્યોમાં આવેલા પરિવર્તનનો રેખાના વર્તન પછી થોડો અંદાજ આવી ગયો હતો. આથી તેણે રેખાને સમજાવતાં કહ્યું કે જો તમે રાજીવભાઈને એક દીકરો આપી દયો તો તેમની પણ તમારા પ્રત્યે થોડી કાળજી અને સંમાન વધી જશે અને જેનો સીધો લાભ રુચા ને પણ થશે. તમારા પરિવારના લોકો પણ કદાચ કવિતા અને મોહનની લુચ્ચાઈ પારખીને તમારી સાચી ઓળખ કરી શકશે.