Stree Sangharsh - 9 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી સંઘર્ષ....ભાગ 9



આખરે પંદર થી વીસ દિવસ પછી રેખા ફરી પાછી સાસરે આવી ગઈ હતી. સૌ કોઈ આજે તેમનું હર્ષ અને ઉલ્લાસ થી સ્વાગત કરી , બંને ને વધાવી રહ્યા હતા . તેમના પાછા આવવાથી સૌ કોઈ ખુશ હતું. રેખા સાથે વાત કર્યા પછી રાજીવને પણ થોડો સંતોષ થયો હતો જોકે બંનેના સંબંધો એટલા પણ કાચા ન હતા કે ઝડપથી તેમાં કોઈ ભેદ કે તિરાડ આવી જાઈ. રેખા માં આવેલું પરિવર્તન જોઇ રાજીવને વધુ કોઇ ગંભીર બાબત નથી એમ જાણી તે નિશ્ચિત થઇ ગયો હતો. અને રેખાએ પણ નવા વિચાર સાથે ફરી જાતે જ કોઈ નિર્ણય લઈ ને એ ઋચા નું ભવિષ્ય સુદ્રઢ કરશે તેઓ તેણે મક્કમ સંકલ્પ લઈ લીધો હતો. જોકે હજી રાજીવ રેખાના મનમાં ચાલી રહેલી આં રચના પારખી શક્યો ન હતો . આખરે ફરી બધું સામાન્ય થવા લાગ્યું હતું


રેખાની ભાભીએ તેના મનમાં નાખેલી યોજના ઉપર રેખા ઝડપથી કામ કરવા લાગી હતી . ખરેખર તો તેણે કવિતા અને મોહનને કિરણ બહેન ની જેમ કપટી જાણી તેમના પ્રત્યે થોડું પોતાના વર્તનમાં પરિવર્તન કર્યું હતું. કદાચ પિયરમાંથી પાછી વળેલી રેખા હવે પહેલા જેવી રહી ન હતી. પરિવારના સભ્યો પ્રત્યે તેણે પોતાના મનમાં એક નિષ્ઠુરતા પાળી રાખી હતી. તે હવે સમજી ગઈ હતી કે રાજીવ નો અને પોતાનો ઘરના સૌ કોઈ સ્વાર્થ માટે માત્ર ઉપયોગ કરે છે અને જો તે રાજીવને આ વિશે સ્પષ્ટ જણાવશે તો કદાચ તેનું પરિણામ કંઈક બીજું જ આવશે આથી પોતાનો કોઈ જાતે જ માર્ગ શોધશે એમ વિચારી લીધું.

જોકે રેખા જે બધું વિચારી રહી હતી આવું સંપૂર્ણ સત્ય ન હતું. કવિતા અને મોહન તો આ બધાથી ઘણા દૂર હતા. તે બંને તો અત્યારે માત્ર એક સહયોગની આશા સાથે રેખા નો હાથ પકડવાની ઈચ્છા બતાવતા હતા જોકે તે કઈ ખોટું પણ ન હતું પરિવારમાં તો સહયોગથી જ સંબંધ વધુ સુંદર બને છે પરંતુ આમાં કોનો વાંક બતાવો તે સમજી શકવું અઘરું છે. ?? શું ખરેખર રેખાની કે પરિવારની એમ કોની મનો દશા માઠી બેઠી છે. ???

દિવસો આમને આમ પસાર થવા લાગ્યા એક સમય હતો જ્યારે રેખા એક અવાજે બધાની સામે ઉભી રહી જતી તેની આંખોમાં પરિવારના સભ્યો પ્રત્યે પ્રેમ છલકાતો હતો. આટલા કટુ વચન અને સમાજના અપશબ્દો તે એક ઘૂંટે પી જતી એક હતી પરંતુ હવે જે કઇ પણ તેના મગજમાં ચાલતું હતું તે સમજવું કે બરદાસ કરું તેના માટે અઘરું થઈ પડ્યું હતું. તે સમજવા લાગી હતી કે જ્યાં સુધી તે માતા નહોતી બની શકતી ત્યાં સુધી તેનામાં ખોટ હતી પરંતુ જ્યારે હવે એક ઋચા જેવી સુંદર અને ભગવાનના આશિર્વાદ સમાન પુત્રી તેની પાસે છે છતાં સમાજ અને પરિવારની લાલસા પૂરી થતી નથી અને કદાચ જ્યાં સુધી તે સહન કરશે ત્યાં સુધી તેનો કોઈ અંત આવવાનો જ નથી આ તો આમજ એક પછી એક વધતી જશે. હવે રેખા એક પુત્ર માટેની મહત્વકાંક્ષા રાખવા લાગી હતી જેથી તે કિરણ બહેનને અને પરિવારના તમામ ને તે બોલતા બંધ કરી શકે અને રૂચા માટે પણ એક સારું ભવિષ્ય નક્કી કરી શકે.

સમય જોઇને રેખાએ ફરી માતા બનવાની ઈચ્છા રાજીવ સામે પ્રગટ કરી . જોકે તેના વર્તનમાં આવેલો સામાન્ય પરિવર્તન રાજીવ જોઈ શકતો હતો પરંતુ તેના મગજમાં કોઈ આવા પણ વિચારો આવી શકે તે રાજીવે ક્યારેય વિચાર્યું ન હતું તે આ સાંભળી અવાક બનીને ઉભો રહી ગયો. અચાનક આવી રીતે રેખાના મનમાં આવેલી વાત રાજીવને સમજાતી ન હતી. પરંતુ કોઇપણ જાતનો પ્રતિ ઉત્તર આપ્યા વગર તે ડોકું ધુણાવી બહાર જતો રહ્યો.

શાળાના પ્રતીક્ષા રૂમમાં બેઠી ને પોતાનું કામ કરતા હોવા છતાં પણ રાજીવ ના મગજ માં રેખા એ કહેલી વાત ગુંજતી રહી તે સારી રીતે જાણતો હતો કે ફરી માતા બનવું રેખા માટે જીવનું જોખમ હોઇ શકે પરંતુ જો તે સ્પષ્ટ રીતે રેખાને ના કેશે તો કદાચ તેનું પરિણામ વિપરીત આવશે આથી તે ઊંડા વિચારમાં ખોવાઈ ગયો. શું કહીને તે રેખાને બીજા ધ્યાન પર દોરી શકે તે વિચારવા લાગ્યો. રાજીવ એટલો મગ્ન થઈને ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો કે તેણે બાજુમાં બેઠેલા પોતાના સહત્રિપાઠી ની વાત ધ્યાનમાં લીધી નહીં. જ્યારે સમીરે એવો અનુભવ કરી લીધો કે રાજીવ કોઈ બીજા જ વિચારોમાં ખોવાયેલો છે હંમેશા શાંત સ્વભાવ વાળા રાજીવને અટલો ઉત્કૃષ્ટ જોવો દુર્લભ હતો. આથી સમીરે રાજીવને ખંભો હલાવતા સફાળો કર્યો.

સમીર અને રાજીવ સહત્રિપાઠી હોવા છતાં સારા મિત્રો પણ હતા . બંને વચ્ચે એટલા ગાઢ સંબંધો હતા કે કદાચ બંને એક જેવું જ વિચારતા હતા અન્ય સહત્રિપાઠીઓ તો બંનેને જુગલ જોડી જ કેહતા હતા. જોકે બંને હંમેશા સાથે જ હોય ઘણીવાર તો બંને એકબીજાનું કામ પણ કરી દેતા. આથી સમીરે તરત જ રાજીવની ઉત્કૃષ્ટતાનું કારણ વગર કોઈ ખચકાટ એ પૂછ્યું અને રાજીવ એ પણ મનમાં ચાલી રહેલા અઢળક વિચારો નું પુસ્તક તેની સામે ખોલી નાખ્યું. જોકે સમીર રેખા અને રાજીવ વચ્ચેનો ચાલી રહેલી થોડા સમયની ગડમથલ જાણતો હતો અને તેને જ રાજીવને શાંત રહેવાનો વિચાર જણાવ્યો હતો આથી તે તરત જ સમજી ગયો કે કદાચ આ વિચાર તેના મગજમાં કોઈએ નાખેલો હોવો જોઈએ કારણકે રેખા પુત્રઘેલી તો ન જ હતી અને આ વાત રાજીવ ની સાથે સમીર પણ સારી રીતે જાણતો હતો. રુંચા ના આવ્યા પછી પાંચ વરસ ઉપર નો સમય વીતી ચૂક્યો હતો અને રેખાએ બીજા બાળક માટે તો ક્યારેય વાત જ કરી ન હતી આથી રાજીવને પણ સમીર ની વાત પર ઊંડાઈ થી વિચારવાનો વિચાર આવ્યો કદાચ તેણે તે દિવસે પોતાની માતાના બોલેલા શબ્દો યાદ આવ્યા અને કદાચ પોતાની માતાનો જ દબાણ હોઈ શકે તેવો વિચાર રાજીવના મગજમાં ઉદ્ભવ્યો. પરંતુ જો તે આં વિશે ઘરે જઈને રેખા કે કિરણબહેન ને પૂછે તો બંને માંથી કોઈ જવાબ આપશે નહીં આથી તેણે શાંતિથી રેખા અને કિરણ બહેનને સમજાવવાનો નિર્ણય કર્યો.

જોકે કિરણબેન રેખાને પોતાના દીકરાના વંશ માટે મેંણા ટોણા તો મારતા હતા પરંતુ બાંજ કરતાં તો એક પુત્રી છે તેનો જ તેમને સંતોષ મહદંશે થઈ ગયો હતો કારણકે કિરણબેન પણ જાણતા હતા કે આ વંશજ ની વાત જો તે ઘરમાં કરશે તો કદાચ તેની આ વાત કોઈ સ્વીકારશે નહીં . અને બધા રેખાનો જ સાથ આપશે આથી તે માત્ર રેખાને સંભળાવતા જ હતા કારણકે પોતાના દીકરા માટે તે વધુ ખોટું કે ખરાબ વિચારી શકે તેમ ન હતા. પરંતુ આ વખતે કિરણબેન રેખા ના મગજ માં આવેલો આ વિચાર જાણતા ન હતા અને રાજીવ પણ તેમના વિશે આવી કોઈ શંકા કરશે તેવું તેમણે કઈ વિચાર્યું જ ન હતું તે તો પોતાના કામમાં વ્યસ્ત હતા.

આ બાજુ રેખા પણ ધીરે ધીરે વધુ ને વધુ ઉદ્વિગ્ન બનવા લાગી હતી અને રાજીવ પણ તેને કઈ રીતે કોઈ બીજા માર્ગે દોરી શકે તે વિચારી રહ્યો હતો. તે આં વાત જેટલી વધુ ને વધુ ટાળતો હતો તેટલું જ રેખા નું ધ્યાન વધુ ને વધુ તે વાત ઉપર જતું હતું. આટલી મક્કમતા જોઈ રાજીવ સમજી ગયો હતો કે રેખાએ ગાઢ રીતે બીજી સંતાન માટે નિર્ણય કરી લીધો છે અને હવે તેને ગેરમાર્ગે દોરવી કદાચ શક્ય નહીં હોય. અને આ માટે તે પોતાની માતાને દોશી સમજવા લાગ્યો હતો કારણકે કદાચ તેને એ સમયે બીજા કોઈનો વિચાર આવતો ન હતો અને કિરણ બહેનના શબ્દો એટલા કડવા હતા કે કોઈપણ વ્યક્તિને મગજ ઉપર છાપ મૂકી શકે. પોતે માતા નહીં બની શકવાના મેણા ટોણા છેલ્લા નવ વર્ષથી રેખા સાંભળી ચૂકી હતી અને હવે તેની હિંમત અને ધીરજ એ પણ માત આપી દીધી છે એમ રાજીવ સમજવા લાગ્યો હતો.

પહેલા ક્યારેય રાજીવ કિરણબેન ની વાતનું ખોટું લગાડતો ન હતો. તેના સ્વભાવમાં એટલું શાંતપણ હતું કે તે રેખા અને કિરણબેન એમ બંનેને કેમ સાથે રાખવા તે સહજતાથી વિચારી લેતો હતો. અને તેમાં તે સફળ પણ થયો હતો પરંતુ હવે જ્યારે વાત રેખાની જાન ઉપર આવી ગઈ હતી ત્યારે રાજીવ બેચેન થઈ ઊઠયો હતો કારણકે રેખાનો બદલાયેલો સ્વભાવ રાજીવ માટે એક સંઘર્ષ થઈ ગયો હતો. રેખાને કેટલાય અપમાન સહન કરવા પડ્યા હશે અને તેના મનમાં કેટલી પીડા થતી હશે તેવો અનુભવ રાજીવને થવા લાગ્યો હતો. રાજીવ હવે પોતાની જાતને જ દોષ દેવા લાગ્યો હતો કારણકે જો તેણે પહેલાજ પોતાની માતાને રેખા માટે રોકી હોત તો કદાચ અત્યારે આ પરિસ્થિતિ ઉભી થઈ ન હોત કારણકે આ સામાન્ય દેખાતી પરિસ્થિતિ અંદરખાને ખૂબ જ ગંભીર હતી. રાજીવ એ સમજવા લાગ્યો હતો કે તેની માતા ની લાલચ નો કોઈ અંત નથી કદાચ તે હવે આ જીવન માં તો રેખાને સ્વીકારી શકે તેમ નથી..