Ascent Descent - 14 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 14

પ્રકરણ - ૧૪

આધ્યાને સોનાએ ફરીવાર તાવ માટે દવા આપી‌. દવા લીધા પછી સારું લાગી રહ્યું છે. શકીરાની ગેરહાજરીમાં બધાં ઘણા સમયે આજે બધાં શાંતિથી આરામ ફરમાવી રહ્યાં છે.

સોના : " યાર બસ ઘણાં સમયે આવી શાંતિ મળી છે આજે. આ શકીરાને કે આવાં એક નહીં જેટલાને મળવું હોય તું ત્યારે જજે. અમે સંભાળી લઈશું ‌"

નેન્સી હસીને બોલી, " મને તો એમ થાય છે કે આપણે ભાગવું જ છે તો અત્યારે સારો મોકો છે. ચાલોને ભાગી જઈએ...આવીને જોશે તો મોટી સરપ્રાઈઝ મળશે. આપણાં બધાં વિના તો પાગલ થઈ જશે‌. આખો દિવસ ધમકાવશે કોને એ? શું કહેવું છે તમારાં બધાનું?"

આધ્યાએ અફસોસ કરતા કહ્યું, " કાશ !એમ ભાગીને નીકળી જવાતું હોત તો કેટલું સારું થાત. હું અહીં ન હોત આજે... અહીંથી નીકળવું એટલું સહેલું નથી. અહીંથી બહાર પણ ક્યાંય સુધી એનાં ચમચાઓ રાખેલા છે એમની નજર ચોવીસે કલાક બધાં પર હોય છે. ધારો કે નીકળી પણ ગયાં અને એ અહીં આવે અને કોઈને ન જોવે અહીં તો ચૂપ બેસે ખરી? એકાદા ને પણ એ છોડતી નથી તો આટલાં જાય તો એ આકાશ પાતાળ એક કરી દે...એની બધી તાકાત લગાવી દે...પણ કોઈને છોડે નહીં."

અકીલા: " મેમ પર ઉસકી તાકાત તો હમ સબકી વજહ સે ભી હે ના? હમ હી નહીં હોંગે તો ઉસકી તાકાત એસે હી કમજોર હો જાયેગી."

આધ્યા: " એસા નહીં હોતા. એક તાકાત હમ હે લેકિન દૂસરી તાકાત પર હે જિસકે બલ પર શકીરા યે શકીરાહાઉસ અકેલી ચલાવે કા સાહસ કર રહી હે વો હમ સબસે અનજાન હે. યે બમ્બઈ મેં એસે ઈતને સાલો સે ટિકના એસા આસાન કામ નહીં હે કોઈ.

સોના : " યસ આધ્યા યુ સેઈગ રાઈટ. ડિયર પ્લાનિંગ કરવો પડશે એ માટે. બધાંની સહમતિ પણ જોઈએ. ચલો હજું એ વાર છે થોડો સમય લાગશે. પણ આજની મજા લઈએ તો? વર્તમાનને જીવી લઈએ તો? આધ્યા તને સારું લાગે તો ચાલો પાર્ટી કરીએ... સાંજ પડતાં ફરી આપણી ડ્યુટી શરું થઈ જશે‌... એમાં જરાં પણ ગોલમાલ નહીં ચાલે. નહીં તો આપણી ડબ્બી ગુલ.."

આધ્યા : " પણ બહું સમય થયો માઈ આવી નથી મને કોઈ શંકાનાં એંધાણ થાય છે. એ ગમે ત્યારે આવી ચડે અને આપણે બધાં મજા કરતાં હશું તો?"

"આધ્યા તું બહું વિચારે છે. ગઈ હશે કોઈને મળવા. આવશે હમણાં. એને આમ પણ કોણ સંઘરશે? આપણાં સિવાય કોણ એને સહન કરી શકશે?" કહીને સૌના હસવા લાગી.

આધ્યા બધાંનો મૂડ ન બગડે એટલે કંઇ બોલી નહી પણ એનું મન તો કંઈ સારા નરસા વિચારો સાથે ઘુમવા લાગ્યું.

એ સાથે બીજી બધી છોકરીઓ પણ ખુશ થઈને મોજ કરવાં તૈયાર થઈ ગઈ કારણસર દરેકની એવી જ કરુણ સ્થિતિ છે અહીં. થોડીવારમાં તો બધાએ ડાન્સ પાર્ટી, ને મોજ મજા શરું કરી દીધી...આજે પહેલીવાર આ શકીરા હાઉસમાં બધાંએ આટલી મુક્ત રીતે મજા કરી. અમને આમ સાંજ પડી ગઈ. કસ્ટમર માટેનાં ફોન આવવા લાગ્યાં. પણ શકીરા આવી નહીં.

સોનાને એક વાર તો થયું કે શકીરા હજું સુધી આવી નથી તો આવશે કે નહીં? ના જ આવવાની હોય તો બધાને એક દિવસ ના કહી દઈએ. પણ પછી થયું કે એક સાથે આટલું સાહસ કરવા જેવું નથી‌ આથી બધાં થોડીવારમાં ફટાફટ ફરમાઈશ મુજબ તૈયાર થવા લાગ્યાં.

સોના : " આજે આધ્યા તું આરામ કરજે. અમે સંભાળી લઈશું." ને પછી એક પછી એક બધાં કામમાં પરોવાતા ગયાં. લગભગ નવ વાગ્યાનાં સમયે એક યુવાન આવ્યો. સોના ત્યાં જ હોવાથી એ બધાંની રુપિયાની ગોઠવણ કરી રહી છે ત્યાં જ એ યુવાન આવીને ત્યાં ઉભો રહ્યો‌. સોનાની નજર તો એક મિનિટ માટે આ કોણ હશે વિચારમાં અટકી ગઈ.

ફરી તરત જ એણે ગોઠવણ કરતાં એને એક વૃંદા નામની છોકરી સાથે જવાં કહ્યું. એ યુવાને વૃંદાની સામે ના કહી દીધી. આમ તો આ હાઉસમાં રહેતી દરેક છોકરીઓ સુંદર છે એમાં સુંદરતા પણ ઉતરચડ તો હોય જ‌‌...સોનાએ વિચાર્યું ચાલો કંઈ નહીં એને હું સંભાળી લઈશ. એમ વિચારીને એણે કહ્યું, " મેરે સાથ ચલોગે?"

એ યુવાને ના કહી દીધી. મુજે વો પરસો થી વહી લડકી ચાહિયે. સોનાને સમજાયું નહીં કે કોની વાત કરી રહ્યો છે. એટલામાં જ દૂરથી આ બધું જોઈ રહેલી અકીલાને સોના કંઈ મૂંઝવણમાં લાગતાં એ ત્યાં આવી.

અકીલા: " મેમ ક્યા હુઆ?"

સોના ધીમેથી બોલી," ઈસ લડકે કો પરસો વાલી લડકી ચાહીએ. વો કોન હોગી? મેં કેસે ઢૂંઢુ ઈસે? વો શકીરા કો માલૂમ મુજે ક્યા પતા? ઓર નામ તો કિસીકો બતાતે નહીં તો કેસે પતા ચલેગા?"

" મેં બતાઉ ? વો આધ્યા મેમ કી બાત કર રહા હે. અકીલાને જોઈને જ એ યુવાનને થોડી શાંતિ થઈ હોય એવું સ્પષ્ટ લાગ્યું."

આધ્યા નામ પડતાં જ એ યુવાને જાણે કાન સરવા કરી દીધાં.

સોના ધીરે સે બોલી, " તુજે કેસે માલૂમ? પર અભી ઉસકી તબિયત તો...?"

અકીલા ધીમેથી એ યુવાન સામે જોતાં બોલી, "વો પૂરી રાત રૂકા થા. સબસે જ્યાદા પેસે ભી દિયે થે ઉસકે લિયે."

સોનાને એક આંચકો લાગ્યો હોય એમ બોલી," ક્યા યે તો યહાં કા રૂલ હી નહીં હે."

અકીલા : " મેમને હી પરમિશન દી થી."

સોના વિચારવા લાગી કે એનાં આવ્યા પછી તો આધ્યાની આવી સ્થિતિ નહીં થઈ હોય ને? આજે પણ એવો પ્રોગ્રામ હશે એનો તો આધ્યાની આવી બનશે‌. સહેજ એને કદાચ એવું પણ લાગ્યું કે આજે પહેલીવાર કોઈએ એની સામે જ એની સાથે સુવા માટે ના કહી દીધી. પણ પછી આધ્યાના સ્વભાવની એને હવે બરાબર જાણ થતાં એને ઈર્ષ્યા ન થઈ પણ ચિંતા થવાં લાગી.

સોના : " સોરી, આજ તો યે પોસિબલ નહીં હોગા. ઉસકે સિવા કિસી કે ભી સાથ અરેન્જ કર લો આજ કે લિયે."

એ યુવાન બોલ્યો, " પર મેમ ક્યું? મેં આપકો જિતને ચાહિએ ઉતને પેસે દૂગા. ઓર ઈસ દિન તો કોઈ દૂસરી મેમ થી વો નહીં હે આજ?"

સોના સહેજ ગુસ્સામાં બોલી," મેને આપકો બતાયા ના?"

કદાચ અકીલાને એ દિવસનાં યુવાનનાં વર્તન પરથી આજે એને આ રીતે ના કહેવું યોગ્ય ન લાગ્યું.

અકીલા ધીમેથી બોલી," મેમ, એક બાત બોલું શાયદ યે અચ્છા લડકા હે. એક બાર આધ્યા મેમ સે પૂછ લેતે તો...?" અકીલાને સહેજ વધારે બોલાઈ ગયું હોય એવું લાગતાં એ ચૂપ થઈ ગઈ.

" અચ્છા હોગા મેં મના નહીં કર રહી હુ પર યહાં કોઈ કયુ આયેગા? આરામ કરને કે લિયે તો નહી ના? તુમ મેરી બાત સમજ રહી હો ના?"

અકીલા કંઈ બોલ્યાં વિના ત્યાંથી જતી રહી. એ યુવાન પણ " ઠીક હે કોઈ બાત નહીં.. " કહીને બીજું કંઈ પણ કહ્યાં વિના શાંતિથી ઉતરેલા ચહેરે ધીમે ધીમે ચાલતો બહારની તરફ નીકળી ગયો...! સોના એ યુવાનને જોઈને વિચારવા લાગી કે એવું શું છે આધ્યામાં કે એનાં માટે ના પાડતાં એ બીજા બધાંને તો ઠીક પણ મને પણ ના કહીને નીકળી ગયો..? કંઈ તો છે આધ્યાનો જાદું...! કહેતી સોના વિચારવા લાગી.

**********

અકીલા ફટાફટ ઉપર ગઈ. કોણ જાણે એ યુવાનને આમ પાછો મોકલવો ઠીક ન લાગ્યું. એ ફટાફટ આધ્યા પાસે આવી. એ હજું હાંફતા હાંફતા જ બોલી," મેમ, પ્લીઝ આપ કો કેસા હે? "

ઉંધી ફરીને આડી પડેલી આધ્યા અકીલા તરફ ફરી, " ક્યા હુઆ? ક્યું ઈતની દોડકે આઈ હો? કુછ હુઆ હે ક્યા?"

અકીલા: " મેમ વો લડકા આયા થા ના પરસો જો પૂરી રાત આપકે સાથ રૂકા થા વો ફિર સે આયા હે."

આધ્યા રીતસરની પથારીમાંથી ઉભી થઈ ગઈ. એ સામાન્ય રીતે કોઈ કસ્ટમર આવતાં નિસાસો નાખે એનાં વિરુદ્ધમાં નિરાશ થવાને બદલે એનામાં જાણે કોઈ નવીન શક્તિનો સંચાર થયો હોય એમ એ ઉભી થઈ ગઈ. અકીલા આધ્યાની વર્તણૂકને નીહાળી રહી એ જોઈને આધ્યાને થયું કે અકીલા શું વિચારશે.

એટલે આધ્યા સામાન્ય બનીને પોતાની મનોમન થઈ રહેલી ખુશી છુપાવતા બોલી," હા તો આને દો."

અકીલા ઉતાવળે બોલી," પર વો તો વાપિસ જા રહા હે નિરાશ હોકર..."

" ક્યું? ક્યા હુઆ ઉસે?"

અકીલા: " વો આપકી ડિમાન્ડ કરી રહા થા બાકી કિસી કે લિયે ઉસને હા નહીં બોલા, સોના મેમને ખુદ અપને પાસ આને કે લિયે બોલા ફિર ભી ઉસને હા નહીં કી. ઉન્હોને શાયદ આપકી હેલ્થ કી વજહ સે મના કિયા તો વો વાપસ જા રહા હે... શાયદ ચલા ભી ના ગયા હો..."

આ વાક્ય પુરું થાય એ પહેલાં જ આધ્યા જાણે પોતાનો કોઈ પ્રેમી આવ્યો હોય એ ઝડપે નીચેની તરફ દોટ મૂકીને ભાગી... આધ્યાનાં આ ઉત્સાહને અકીલા નવાઈથી જોઈ જ રહી...!

આધ્યાને મલ્હાર મળશે ખરાં? કે એ ચાલ્યો ગયો હશે? શકીરા હજું સુધી ક્યાં હશે? એનું આટલાં સમય બહાર રહેવું સામાન્ય હશે? કર્તવ્યનાં મનમાં શું યોજના ઘડાઈ રહી હશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ – ૧૫