Ascent Descent - 18 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 18

આરોહ અવરોહ - 18

પ્રકરણ - ૧૮

શકીરાનો આજે જ શકીરાહાઉસ ખાલી કરીને બધાંએ બીજે શિફ્ટ થવાનો નિર્ણય સાંભળીને બાદ બધાં ફટાફટ ઉપર તો આવી ગયાં પણ આટલો મોટો ઝાટકો આપશે શકીરા આવી રીતે એ તો કોઈએ પણ વિચાર્યું નહોતું. બધાંને જાણે ઝાટકો લાગ્યો કે અચાનક આવો નિર્ણય શું કામ? જાણે શું થઈ રહ્યું છે કંઈ સમજાતું નથી.

નેન્સી તો આમ લમણે હાથ દઈને બેસી ગઈ. એ જોઈને આધ્યા બોલી, " શું થયું આ સમાચાર જાસૂસોને પણ હમણાં જ ખબર પડ્યાં લાગે છે. તમને પણ સૂત્રો દ્વારા કંઈ જાણ ન થઈ? "

"મતલબ અહીંનો જાસૂસ કોણ છે તને ખબર જ હશે ને નેન્સી?" સોના ઉતાવળે બોલી.

નેન્સી : " કેમ શું થયું અચાનક સોનાદીદી?"

" હું પછી શાંતિથી તારી સાથે વાત કરીશ શાંતિથી."

" હા, આધ્યાદીદી શોકિગ ન્યૂઝ છે જ. કોઈને ય આ વાતની ખબર ન પડી એ જ તો નવાઈ લાગે છે. પણવઆજે ને આજે જ જવું જરૂરી છે? મને તો કંઈ થાય છે."

સોના હસીને બોલી," શકીરાને એ જાસૂસ દ્વારા કહી જો કે કાલે જઈએ તો ન ચાલે?..."

"ઓ બાપા, તમે મરાવશો મને. તોપની નજીક જવાય ખરાં? ચાલો કરો પેકિંગ અને ઉપડો નવાં ઘરે...અરે, સોરી ઘર નહીં નવાં નરકનાં અડ્ડા પર..."

અકીલા : " પેકિંગ મેં કરને જેસા હે ભી ક્યા હમારે પાસ? બસ થોડે સે કપડે, રૂટિન કામ સામાન ચલો નીપટા દેતે હે..."

આધ્યા: " મુજે એસા સવાલ હોતા હૈ કી હમ કિસી આનેવાલે લોગો કા ડેટા તો રખતે નહીં હે. ઈન લોગો કો હમારા કુછ કોન્ટેક્ટ સિવાય કે લેન્ડલાઈન નંબર કે કૂછ દેતે નહીં હે તો ફિર યે કસ્ટમર તો આયેગે કી નહીં પતા નહીં પર ન્યુ કસ્ટમર આને મેં સબ સેટલ હોને મેં સમય નહીં લગેગા? કુછ સમજ નહીં આ રહા હે. શકીરા ઈતના લોસ કરેગી?"

સોના: " સચમે ઉસકે પાસ કૂછ ડેટા નહીં હોગા તુજે એસા લગતાં હે?"

અકીલા : " મેને તો કભી લિયા નહીં કિસી સે ક્યોંકિ મૂજે તો મેમને સાફ મના કિયા થા."

વેસે રૂલ્સ કે મુતાબિત તો સબકે હેલ્થ ટેસ્ટ ભી હોને ચાહિયે. પતા નહીં જો આતે હે લોગ વો યહી પે ભી આતે કે કિતની ઓર જગહ જાતે હોંગે? હમે ક્યા પતા?

નેન્સી : " ઈસીલિયે તો યે લીગલ કોલસેન્ટર મેં નહીં હે શાયદ મુજે પત્તા હે તબ તક..."

આધ્યા : " તો ફિર શકીરાહાઉસ અચાનક શિફ્ટ કરને કા ફેંસલા શાયદ કોઈ એસી વજહ સે હો તો..."

"હોઈ શકે છે પણ આપણી તો જિંદગી તો બદલાવાની કોઈ શક્યતા મને નથી દેખાઈ રહી. આપણે વચ્ચેથી જ ભાગી જવાનો પ્લાન કરીએ તો?" સોના વિચારોમાં ખોવાઈને બોલી.

"મને પણ એવું તો થાય જ છે પણ ચાલો હકીકત પર આગળ વધીએ" કહીને બધાં છૂટાં પડ્યાં.

બધાં ત્યાંથી થોડો સામાન પેક કરીને આઘાંપાછાં થવા લાગ્યાં ત્યાં જ આધ્યા ફટાફટ એક નાનું કાગળ શોધીને કંઈ લખવા લાગી. એણે કાગળમાં કોઈની નજર ન પડે એ રીતે થોડું કંઈ લખ્યું એ સાથે જ ખબર નહીં એની આંખમાંથી આંસુનું ટીપું કાગળ પર પડી ગયું. એણે ઝડપથી એણે સૂકવી તો દીધું પણ કદાચ એનો ડાઘ એક કુંડાળું બનીને સૂકાઈ ગયો કદાચ એ છાપ ભૂંસાઈ શકે એમ નથી.

આધ્યાને એક કાગળ જ માંડ માંડ મળ્યો હતો હવે એને બીજો કાગળ લાવવો અઘરું કામ લાગ્યું એણે ધીમેથી કંઈ વિચારીને એ ચીટ્ઠીને વાળીને એજ કાગળને કવર જેવું બનાવીને પોતાનાં હાથમાં કોઈને દેખાય નહીં એમ રાખી દીધી...ને બે હાથ જોડીને સાચાં દિલથી મનોમન કુદરતને કંઈ પ્રાર્થના કરવાં લાગી‌...!

*************

સાર્થકે ઓફિસમાંથી કામ પતાવીને ત્યાંથી જ કર્તવ્યને ફોન કર્યો.

કર્તવ્ય : " બોલ ભાઈ. ફ્રી થઈ ગયો કે શું?"

"હા યાર. પણ મારાં મગજમાં ખબર નહીં ત્યાંથી નીકળ્યા પછી મિસ્ટર પંચાલના વિશે જ વિચારો આવી રહ્યાં છે. મને લાગે છે કે મારે પણ આ મિશનના એકેક લોકોને મળવું છે."

કર્તવ્ય : " કેમ શું થયું ભાઈ અચાનક?"

"શું તને લાગે છે કે આજકાલ આ સ્વાર્થી અને વ્યસ્ત જમાનામાં લોકો આવાં કામ માટે તૈયાર થાય? લોકો આવાં કામ માટે સમય આપે ખરાં? મને લાગે છે ત્યાં સુધી હું જોયા પછી એમાંના અડધાં લોકોને જાણતો હોઈશ‌. હું તને બધાંની કુંડળી કહી દઈશ. બસ આ મિશનમાં જોડાયેલા લોકો કામ કરશે ખરાં? ક્યાંક તું એકલો જ દોડી નથી રહ્યો ને?"

કર્તવ્ય હસીને બોલ્યો, " ના ઘણાં સાચે કામ કરનારા પણ હોય છે. મેં પણ એ બધાંને એવી જ રીતે કામ સોંપી દીધાં છે. બસ મારાં પ્લાન મુજબ બધું થાય."

" ઠીક છે જોઈએ પણ, કાલે ફ્રી છે તું? વિકીની બેચલર પાર્ટી છે.મજા કરીશું."

કર્તવ્ય : " ઓહો? ક્યારે છે એનાં મેરેજ? બધાં મેરેજ કરવા લાગ્યાં નહીં હવે? સેટલ થવા માંડ્યા એમ ને? અરે યાર મને પણ ફોન તો આવેલો પણ એક મિટીંગમાં હતો તો કોલબેક કરવાનું રહી ગયું. મને એમ કે એમ જ આવ્યો હશે."

સાર્થક : " તો તારું આવવાનું ફાઈનલ ને?"

કર્તવ્ય કંઈક વિચાર્યા પછી બોલ્યો, " સોરી યાર કાલે તો નહીં આવી શકું."

"ઓ હીરો? એ એવું તો શું કામ છે? પાર્ટી તો રાત્રે છે દિવસે નહીં."

કર્તવ્ય : " છે એક ખાસ કામ જે બહું જરુરી છે. કદાચ પાર્ટીમાં એન્જોય કરવા કરતાં વધારે ઈમ્પોર્ટન્ટ છે."

" ઠીક છે. આજ કાલ તું બહું છુપાવી રહ્યો છે કર્તવ્ય. ક્યાંક ગર્લફ્રેન્ડ તો નથી શોધી દીધી ને? તારી પાછળ તો કોલેજની લોકોની લાઈનો રહેતી. પણ તે યાર કંઈ કર્યું નહીં."

કર્તવ્ય : " બોલ તે બે બે બનાવી હતી ને? શું થયું ? બેય મજા કરીને પરણી ગઈને બીજાં સાથે? અને ગર્લફ્રેન્ડનું ચક્કર હોય તો પહેલાં જ કહેત. એમાં તો હું ફ્રેન્ક માણસ છું તને ખબર છે ને?"

"ઠીક છે. તને કહેવા જેવું લાગે તો કહેજે બસ. પણ કાલે ટ્રાય કરજે અવાય તો બધાં ફ્રેન્ડસ સાથે મળીએ."

" ચોક્કસ...અને તને મિશનટીમને મળાવવાનું અરેન્જમેન્ટ પણ કરું. બાય..." ફોન મૂકાઈ ગયો.

કર્તવ્ય ફોન મૂકીને પોતાનાં વિશાળ ટેબલ પરનું એક પેપરવેઈટ ફેરવતા બોલ્યો, " કોણ જાણે મિશન સફળ થશે કે નહીં એ માટે બધાંને અવિશ્વાસ કેમ છે? જે વસ્તુ આપણાંથી જ થાય છે એ જ વસ્તુને અટકાવવાનો એક પ્રયત્ન આપણે જ સાથે મળીને સફળ ન કરી શકીએ? કે પછી દરેક જણ આવું જ થતું રહે એવું લોકો મનોમન ઈચ્છી રહ્યાં હશે? પણ સાલું મારું મન છેક છેલ્લાં સ્ટેજ સુધી આ મિશનની સફળતાને જોઈ શકે છે." ત્યાં જ કોઈએ ઓફિસનો દરવાજો નોક કરતાં કહ્યું, " આવું બેટા? "

કર્તવ્ય તો અચાનક આવેલા પ્રોજેક્ટ હેઠળ મિસ્ટર નાયકને જોઈને એ ઉભો થઈને બોલ્યો, " અંકલ તમે અહીં?"

" અરે બેટા ડિસ્ટર્બ તો નથી કર્યો ને તને?"

કર્તવ્ય : " જરાં પણ નહીં. તમે કહ્યું હોત તો હું આવી જાત મળવા એમ."

"ના ના. એમાં શું. મારે તારી સાથે થોડીક વાત કરવી છે અગત્યની. "

"બોલોને!"

" પ્રોજેક્ટનુ કામ કેવું ચાલી રહ્યું છે? "

" બસ ચાલે છે. પણ થયું શું?"

" મને એવાં સમાચાર મળ્યાં છે કે મિશનના જ કેટલાંક લોકો આ બધાં ધંધાઓમાં સંડોવાયેલા કે એને સપોર્ટ કરનારાં છે. એ લોકો મિશનને નિષ્ફળ કરવા મથામણ કરી રહ્યાં છે."

કર્તવ્યને જાણે કંઈ એ વાતથી એટલો આંચકો ન લાગ્યો. એ શાંતિથી બોલ્યો, " કોણ છે એ લોકો? કોઈનાં નામ ખબર છે? "

"નહીં, ફક્ત આવી માહિતી મળી છે. આટલાં દિવસોમાં કોઈ કંઈ કામ કરી શક્યું છે ખરાં?"

કર્તવ્ય : " ચિંતા ન કરો અંકલ. બધું જ થશે. કહીને એણે એક કાગળ કાઢીને એક લિસ્ટ પ્રિન્ટ કાઢીને બતાવી અને કહ્યું, " અંકલ જુઓ એ લોકોનું લિસ્ટ..."

મિસ્ટર નાયક તો જોઈ રહ્યાં કે," આ શું છે? અને પચ્ચીસમાંથી પંદર જણાં તો આ લિસ્ટમાં છે‌. તો કામ કરનાર કોણ દસ જણાં? પણ તને કેમ ખબર પડી?"

કર્તવ્ય: " આ ડેટા તો છે જ , કદાચ નેક્સટ મિટીંગમાં આનાથી વધું લોકો પણ આવી શકે છે‌."

" એકવાત કહું? આ મિશન બંધ કરી દઈએ તો?"

કર્તવ્યને આંચકો લાગ્યો એ બોલ્યો, " અંકલ આ શું કહી રહ્યાં છો? "

"આટલાં લોકો સાથે કામ કરવું અને એમાં પણ ગદ્દારી કરનાર લોકો અહીં જડાઈને મિશનને સફળ બનાવવા દેશે ખરા?

કર્તવ્યનું મનોબળ મજબૂત કરીને એને મિશનનુ હેન્ડલિંગ કરવાં તૈયાર કરનાર મુખ્ય બે વ્યક્તિમાંથી એક વ્યક્તિને તૂટી જતાં જોઈને કર્તવ્ય પણ હેબતાઈને મિસ્ટર નાયક સામે જોઈ રહ્યો...!

કર્તવ્યએ સાચે પોતાનું મિશન બંધ કરી દેવું પડશે? એક ઉમદા મિશનને સપોર્ટ કરવા માટે કોઈ સાથ નહીં આપે? આધ્યા અને મલ્હાર ફરીવાર મળશે ખરાં? આધ્યાને કોઈ મોટી બિમારી હશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૧૯

 

Rate & Review

Bharat Patel

Bharat Patel 4 weeks ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 10 months ago

Reena

Reena 10 months ago

jinal parekh

jinal parekh 11 months ago

Rasila

Rasila 11 months ago