Ascent Descent - 26 books and stories free download online pdf in Gujarati

આરોહ અવરોહ - 26

પ્રકરણ - ૨૬

સોનાએ બતાવ્યા મુજબ ડ્રાઈવર ફટાફટ ગાડી એ તરફ લઈ ગયો. એ જગ્યા પર પહોંચતા જ જોયું તો ત્યાં કોઈ છે જ નહીં. બધું સાવ સૂમસામ છે. એ છોકરાઓ જે દેખાયાં હતાં એ પણ ગાયબ છે. પાંચેક ત્રણ દુકાનો છે એ પણ બંધ છે. અંધકાર જ દેખાય છે. થોડે દુર સ્ટ્રીટ લાઈટનો આછો પ્રકાશ રેલાઈ રહ્યો છે.

ડ્રાઈવર બોલ્યો, " આપ લોગ કિસે ઢૂંઢ રહે હો? યહાં તો કોઈ ભી નહીં હે. ઓર જગહ ભી મુજે ઠીક નહીં લગ રહી હે."

ભૈયા આતે વક્ત શાયદ આપકો યાદ હોય તો હમને ઈસી જગહ ને ગાડી રૂકવાઈ થી. વહાં કુછ લડકે યહાં પે કુછ કમેન્ટ કરી રહે થે. શાયદ ઉન્હોંને પી રખી હો ઐસા ભી લગ રહા થા‌."

"હા મેમ, આપ ઉન લોગો કો ઢૂંઢને આયે હો? આપ ઉનકો જાનતે હે ક્યા?"

"નહીં વો આવારા લડકો કે લિયે નહીં, હમારે મેં સે ભી લડકી ગાયબ હે વો હમારી દોસ્ત થી. હમેં લગા શાયદ વો યહાં પે...વો યહાં આને કે બાદ હી ગાયબ હે." સોના પોતાની એક આશાભરી મીટ માંડીને બોલી.

ડ્રાઈવર થોડો શાંતિથી બોલ્યો, " મેમ યહાં અગર એસે તો હોતી તો અકેલી હોગી, તો વો આવારા લડકો ને તો..."

અકીલા એમને અટકાવતાં બોલી," એસા મત બોલો. એસા કુછ ભી ન હુઆ હો."

ડ્રાઈવર બોલ્યો, " આપ રૂકો યહાં ગાડી મેં ફિર ભી મેં યહા આસપાસ દેખ લેતા હું" કહીને ડ્રાઇવર ત્યાં આજુબાજુ નજર મારી આવ્યો પણ કોઈ દેખાયું નહીં.

સોનાનું મન હજુયે થોડું વ્યાકુળ છે. એને ઉંડે ઉંડે કંઈ આશા લાગી રહી છે. ચારેય આજુબાજુ નજર દોડાવીને ધીમેથી ત્રણેય બહાર નીકળ્યાં.

સોનાએ કહ્યું," અહીં તો કોઈ નથી, જગ્યા તો આ જ છે. કોઈ દેખાતું નથી અહીં હવે તો... ક્યાંક બધાં ગાયબ તો નહીં થઈ ગયાં હોય ને? કે છુપાયા હોય.."

અકીલા : " ઇતને દૂર તક આયે હે તો આસપાસ ફિર એક બાર દેખ લેના ચાહિએ."

ડ્રાઈવર ત્યાં ઉભો રહ્યો. ત્રણેય સાથે બધી બાજુ ધ્યાન રાખીને જોવાં લાગ્યાં કે કદાચ કોઈ દેખાય. કોઈ ટોર્ચ કે નથી મોબાઈલ ધીમે પગલે સાવચેતીથી ત્રણેય ગયાં. એ દુકાનોની લાઈનમાં એક થોડી સાઈડમાં જગ્યા જેવું દેખાઈ રહ્યું છે, ત્યાં એક મોટું ઝાડ દેખાઈ રહ્યું છે.

નેન્સીએ જગ્યા બતાવવા કહ્યું," વહાં એક બાર દેખ લેતે તો?"

ડ્રાઈવરે આ લોકોને એવી અંધારી જગ્યા પર જતાં અટકાવીને કહ્યું," મેમ વહા બહોત અંધેરા હે ઓર પીછે થોડાં સૂમસામ ઓર જંગલ જેસી જગહ હે પ્લીઝ આપ લોગ મત જાઓ. મે યે જગહ સે પરિચિત તો નહીં હૂ,પર દિખને સે યે જગહ ખતરે સે ખાલી નહીં લગતી."

પણ સોનાને પણ એકવાર ત્યાં જોઉં ઉચિત લાગ્યું. ત્યાં સહેજ પાછળ ગયાં ત્યાં જ અંધારામાં નેન્સીનો અનાયાસે પગ મુકાતાં એક તીણી ચીસ સંભળાઈ," અરે ભગવાન!"

એ સાથે જ નેન્સીને પગ ઝડપથી લઈ લીધો. પણ ત્રણેય સહેજ ગભરાયા કે આવી જગ્યાએ ભૂત પ્રેત પણ હોઈ શકે‌. આવું બોલવાની આધ્યાને આદત છે એટલે એક આશા પણ જાગી. પણ છતાં હિંમત રાખીને સોનાએ ડ્રાઇવરને પોતાની પાસે રહેલા મોબાઈલની ટોર્ચ ચાલુ કરવા કહ્યું.

ગભરાતો ગભરાતો ડ્રાઇવર આવ્યો. બધાં જ ધબકારા વધી ગયાં છે‌. ત્યાં જ ટોર્ચનો પ્રકાશ પથારાતા જોયું તો સાચે જ આધ્યા હતી.

એનાં અસ્તવ્યસ્ત વાળ, થાકેલો ચહેરો, એની આંખો હજું પણ એ સૂતી હોય એમ બંધ જ છે. પણ અહીં કેવી રીતે? શું થયું હશે? અનેક સવાલો હજું પણ અકબંધ છે.

બધાંએ નજર કરી તો એનાં કપડાં તો એમ જ વ્યવસ્થિત છે‌. ના કોઈ ફાટેલાં, કે અસ્તવ્યસ્ત દેખાઈ રહ્યાં છે. એ જોઈને બધાંની સૌથી પહેલી શંકા હતી એનાં માટે એક મોટો હાશકારો થયો. જોકે એ બધાંની જિંદગી કોઈ બળાત્કારથી ઓછી તો નહોતી જ છતાં એક બહારનાં કુત્રિમ કવચથી લદાયેલી જિંદગી તો કહેવાય છે ને!

ત્રણેય પકડીને આધ્યાને ત્યાંથી બહાર લાવીને ગાડીમાં બેસાડી‌. એ ધગધગતા તાવમાં સબડી રહી છે. એ આછાં પ્રકાશમાં એનાં ચહેરાં પર આવી ગયેલી ફિકાશ દેખાઈ રહી છે. શ્વાસ હજું પણ ધબકી રહ્યો છે પણ એનામાં ભાન નથી કે કદાચ અશક્તિને કારણે એ પોતાની આંખો સુદ્ધાં ખોલી શકવા સક્ષમ નથી.

હવે આધ્યાને લઈને ક્યાં જવું મોટો સવાલ થયો. એકવાર ફરીવાર શકીરા હાઉસ પહોંચ્યા પછી ત્યાંથી આધ્યાને કોઈ હોસ્પિટલ લઈ જવી બહું અઘરી વસ્તુ છે. શકીરા એ લોકોની હાલત શું કરશે એ તો કોઈ વિચારવા જ નથી ઇચ્છતું. ત્રણેય વિચારવા લાગ્યાં ત્યાં જ ડ્રાઈવર બોલ્યો," મેમ અબ ગાડી શૂરુ કરું? વહાં હી જાના હે ના? જહાં સે હમ અભી આયે? તો મેરા પેમેન્ટ વહા કા બાકી હે વો ભી લે લૂ મેં."

અંધારી રાતે ત્યાંથી તો કોઈ પણ રીતે નીકળવું જરુરી છે. પણ ક્યાં જવું? ડ્રાઈવર પણ પોતાનાં પૈસા તો ન જ છોડે.

નેન્સી: "હમ કોઈ જગહ ને રાત બીતા દે ફિર સુબહ દીદી કો અસ્પતાલ મેં દિખા દેંગે."

સોના કંઈ બોલી નહીં પણ એનાં મનમાં મોટી હોસ્પિટલમાં પૈસા કેવી રીતે ચૂકવશે એ મંડાઈ રહ્યો છે. વળી સરકારી હોસ્પિટલમાં કોઈ સારવારનું જલ્દી ઠેકાણું નહીં પડે.

અકીલા: " મેરા મન તો કર રહા હે, હમ કુછ ભી કામ કરેગે પર અબ શકીરા કે પાસ જાના હી નહીં હે. શાયદ કુદરતને આજ હમેં સામને સે એક મોકા દિયા હે."

ડ્રાઈવરને બહું પૂછવું એ પણ થોડું ખતરાજનક છે કારણ કે એને આખરે શકીરા લાવી છે કદાચ એની પાસેથી એ બધું જાણે તો એમના માટે નવી મુશ્કેલી આવી જાય.

થોડીવાર ચૂપ રહીને અકીલા ધીમેથી બોલી, " ઈસ એરિયા મેં એક નજદીક મેં એક બીચ હે મેને સુના હે. વહાં પે ડ્રાઇવર કો છોડને બોલતે હે. ફિર વહાં સે કુછ બંદોબસ્ત કરેંગે."

નેન્સી ઉતાવળે બોલી, " પર વહાં કા તો વો મેમ કો બોલ દેગા તો? વો હમેં છોડેગી નહીં."

"ઈસલિયે તો વહાં જાના હે."

સોનાને અકીલાનો પ્લાન સમજાયો કે બીચ જેવી જગ્યાથી એ લોકો ક્યાંય પણ જઈ શકે. વળી, કેટલાંય લોકો આવતાં જતાં હોય કોઈ ચોક્કસ ઓળખ કોઈને જલ્દી ન મળી શકે. કોઈ સ્થળે જાય તો એનાં પરથી શકીરા ચોક્કસ પકડી શકે. પણ એ માટે ડ્રાઈવરને સમજાવવો બહું જરૂરી છે.

સોનાએ સમયને અનુરૂપ ડ્રાઈવરને કહ્યું, " ભૈયા આપ હમારે સાથ યહાં તક આયે ઈસલિયે થેન્કયુ. પર એક અબ છોટા સા અહેસાન કર દોગે?"

"નજદીક મેં બીચ હે વહા લે ચલોગે?" અકીલા એક આશાભરી નજરે બોલી.

ડ્રાઈવર ચોંકીને બોલ્યો, " અભી ઇતની રાત કો કોઈ બીચ પર જાતા હે ક્યા મેમ? ઓર યે આપકી દોસ્ત કો ઇસ હાલત મેં લેકર? વહાં આપની જગહ પે પહુંચ જાઓ તો શાયદ ઉસકી સારવાર ભી અચ્છી હોગી."

"મેમ ને ચાર દિન સે કુછ નહીં કિયા ઈસ લિયે તો યે હાલત હુઈ હે ઈસકી, અબ ઈસે બિના ડૉક્ટર કો દિખાયે કેસે લે જાયેંગે ઉસે?"

"ભૈયા આપ કો વહાં કા પૈસા દે દેંગે. પર પ્લીઝ...અગર હમારી જગહ આપ કી બહેન, યા બેટી હોતી તો?" અકીલાએ પૈસાની વાત કરી અને સાથે લાગણીસભર વાતો કરતાં એ તૈયાર થઈ ગયો.

પણ એક પ્રશ્નાર્થ સાથે એ બોલ્યો, " મેં અગર વહાં પે જાઉંગા ઓર કિસી કો પતા ચલ ગયા હોગા ઓર મુજે આપ કે બારે મેં પૂછેગે તો?"

"હમારે પાસ ઉતને પૈસે તો નહીં હે જો મેમ ને આપ કો દેને કે લિયે બોલે હોંગે પર હમારે પાસ થોડે હે વો આપકો દે દેતે હે. ઉસકી સારવાર કે લિયે ભી હમારે પાસ કોઈ પૈસે નહીં હે."

ડ્રાઈવરે કંઈ મનમાં બે મિનિટ વિચાર્યું પછી બોલ્યો, " મેં વાપસ વહાં પે પેસે લેને કે લિયે નહીં જાઉંગા. યે પેસે આપ ભી રખો મુજે કોઈ પેસે નહીં ચાહીયે. ઓર દુસરી બાત, મેં તો આપ કો પેસો કી કોઈ મદદ નહીં કરે શકતા, પર યે એક કાર્ડ હે યે એક સંસ્થા કા. વો જરૂરતમંદ લોગો કો સારવાર કે લિયે પેસે દેતી હે. બહોત અચ્છી સંસ્થા હે... શાયદ આપ કો કુછ મદદ મિલ જાયે..." કહીને સોનાને કાર્ડ આપીને એણે ગાડી શરું કરી. ફટાફટ એણે બીચ પાસે જઈને ગાડી ઉભી રાખી.

બધાં ગાડીમાંથી નીચે ઉતર્યા. પછી ત્રણેએ ડ્રાઈવરનો ખૂબ આભાર માન્યો અને આ વાત કોઈ પણ રીતે શકીરાને ખબર ન પડે એ માટે સમજાવી દીધો અને કહ્યું કે એ લોકો સવારે એને બતાવીને પછી પાછાં ત્યાં પહોંચી જશે.

એક સીધો સાદો ડ્રાઈવર કદાચ આ છોકરીઓની વેદના મનોમન સમજી રહ્યો છે કારણ કે અહીં આવ્યાં પછી એને એ તો જાણ થઈ જ ગઈ કે આ બધાં પાસે એક વેશ્યાવૃત્તિ નું કામ કરાવવામાં આવે છે.

બધાંએ એ એનો આભાર માનતાં કદાચ એ લોકોને આ કાળકોટડીમાંથી છોડાવવામાં કંઈ અંશે મદદરૂપ બની શક્યો એનો સંતોષ માનતો એ ત્યાંથી ગાડી શરું કરીને ફટાફટ પોતાનાં ઘર તરફ નીકળી ગયો...!

સોનાને લોકોની નવી સફર કેવી રીતે શરું થશે? શકીરાનાં બંધનમાંથી ચારેય જણાં આટલું સહેલાઈથી મુક્ત થઈ શકશે? આધ્યાની સારવાર શક્ય બનશે ખરી? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૨૭