Ascent Descent - 28 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 28

આરોહ અવરોહ - 28

પ્રકરણ - ૨૮

લગભગ સવાર પડતાં અજવાળું થયું. સાતેક વાગતાં ક્યાંક વહેલી સવારે ચાલવા આવનાર, તો ક્યા લટાર મારનારાઓની બીચ પર થોડી થોડી અવરજવર શરું થઈ. કોઈ હાવરા એક્સપ્રેસની જેમ ભાગતા તો કોઈ પરાણે ખેંચીને લાવ્યાં હોય એમ પરાણે ડગ માંડી રહ્યાં છે. હવે એ જગ્યાએ આ રીતે બેસી રહેવું બધાંને સલામત ન લાગ્યું.

સોના બોલી, " બધાંને ઠીક લાગે તો આપણે રાઉન્ડ મારતાં હોય એમ થોડું ચાલીએ. રખે કોઈ આપણને ઓળખી જાય. આપણે બે બે જણાં સાથે ચાલીએ આપણા દુપટ્ટા સાથે જેથી કોઈ શંકા ન જાય. ત્યાં સુધીમાં કોઈ સાથે હોસ્પિટલ માટે પણ તપાસ કરી લઇએ."

આધ્યાને હજું નબળાઈ હોવાથી એનું મન તો નથી પણ એ લોકોએ એક યોજના બનાવી એ મુજબ તાત્કાલિકમાં કોઈ સામેથી એમને હોસ્પિટલનુ સજેશન આપે એવી ગોઠવણ કરી.

થોડું ચાલ્યાં બાદ આધ્યાની આમ પણ આગળ ચાલવાની તાકાત ન હોવાથી એ નીચે જ બેસી ગઈ. સોના એની સાથે હોવાથી એને ખોળામાં માથું રાખીને એને ઉઠાડવા મથામણ કરવા લાગી. ત્યાં થોડાં લોકો ભેગા થઈ ગયાં.

સોનાએ તકને ઝડપીને કહ્યું, " પતા નહી ઈસે ક્યા હો ગયા? યહાં કોઈ નજદીક મેં અસ્પતાલ હે ક્યા? હમ નયે રહેને આયે હે તો પતા નહીં."

કોઈ સારાં એકબે વ્યક્તિઓએ નજીકમાં આવેલી એક બે સારી હોસ્પિટલનું નામ કહ્યું. પછી બધાં વિખેરાવા લાગ્યાં. ત્યાં જ નેન્સી અને અકીલા ફટાફટ અજાણતાં જ આવીને મળી ગયાં હોય એમ આવી ગયાં. અને બધાં ફટાફટ બીચની બહારની બાજુએ એને લઈને આવી ગયાં.

વહેલી સવારનો સમય હોવાથી એક બે જ ટેક્સી પડેલી દેખાઈ. એમાંના એકે તો ના પાડી દીધી. બીજાને આધ્યાની સ્થિતિ જોતાં હા પાડી. સોનાએ કહ્યું, " ભાઈ સાબ નજદીક કે અચ્છે હોસ્પિટલ મેં લે ચલો ના, ઉસકી તબિયત ઠીક નહીં હે. અચાનક પતા નહીં ક્યા હો ગયા?"

એ ભાઈએ કંઈ વિચાર્યું પછી કહ્યું," મેમ એક એસ.ડી. હોસ્પિટલ હે ઓર બીજી તપન હોસ્પિટલ છે."

ભાઈનું અટપટું હિન્દી સાંભળીને સોના બોલી, " ભાઈ ગુજરાતી સમજો છો?"

એ ભાઈએ હકારમા માથું ધુણાવતા સોના બોલી," જે સારી હોય ત્યાં ફટાફટ લઈ જાવ."

" સહુથી નજીક એસ.ડી‌. હોસ્પિટલ છે આધુનિક છે પણ કદાચ ખર્ચો વધારે થશે‌. તપન મિડીયમ છે પણ એમાં પહોંચતાં વાર લાગશે‌."

ભગવાન પર ભરોસો રાખીને સોનાએ પેલા ગાડીનાં ડ્રાઈવરે આપેલું કાર્ડ હાથમાં ફેરવતા કહ્યું," ત્યાં જ લઈ લો ફટાફટ..." ને ફટાફટ થોડીવારમાં તો ત્યાં પહોંચી પણ ગયાં.

અકીલાએ પોતાની પાસે રહેલાં પૈસામાંથી ટેક્સીનું ભાડું ચુકવી દીધું. પછી ફટાફટ આધ્યાને અંદર લઈ જઈને એક ડોક્ટર દ્વારા તપાસ કરાવવામાં મોકલાઈ ત્યાં સુધી એમની એડમિશનની પ્રોસિજર શરું કરવામાં આવી.

સોનાએ આધ્યાની બધી તકલીફની ડૉક્ટરને વાત કરી પણ હજું સુધી એ શું કામ કરે છે ક્યાં રહે છે એ જણાવ્યું નહીં. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું," ચાર દિવસથી આ સ્થિતિ છે એ મુજબ એમનાં બધાં રિપોર્ટ કરાવવા પડશે તો જ કોઈ ચોક્કસ નિદાન પર આવી શકાશે‌. આ સ્થિતિમાં એમને એડમિટ જ કરવા પડશે."

" સર ,પેમેન્ટ કઈ રીતે?"

"એ બીજાં બહાર મેડમ છે એ સમજાવી દેશે પણ અત્યારે એડમિટ કરી દો એટલે બધું જ આગળ શરું થઈ જશે‌." કહીને એ બહાર નીકળી ગયાં.

સોના હજું હવે શું કરવું એ વિચારોમાં અટવાઈને ઉભી છે ત્યાં એક સિસ્ટર આવીને બોલી," મેમ આપકો કોન સા રૂમ ચાહિયે? શ્યુટ રૂમ, ડિલક્સ, સ્પેશિયલ, સેમી સ્પેશિયલ..." ડાયરેક્ટ પેશન્ટ કો નહીં પે શિફ્ટ કરવા દેતે હે.

સોનાને તો એ બધાનાં પૈસા અને શું બિલ આવશે એની મૂંઝવણ વધી ગઈ. એ સ્ટાફ જાણે કોઈ હોસ્પિટલ નહીં પણ હોટેલના રૂમની વાત કરી રહ્યો હોય એમ ઓપ્શન પૂછી રહ્યો છે‌.

સોનાએ કહ્યું," મને એ બધાંની કોસ્ટ ખબર પડશે?"

"બહાર આવો આપને બધું જ સમજાવી દઉં. ત્યાં સુધી પેશન્ટને રિકવરી રૂમમાં જ સારવાર ચાલું કરવામાં આવે છે."

સોનાએ જોયું તો બધા રૂમનાં ભાવ જાણે હોટેલની જેમ ધરખમ દેખાયાં. પણ અત્યારે કોઈ વિકલ્પ ન હોવાથી એણે એક સૌથી ઓછાં રેટવાળો સેમીરૂમ પસંદ કરી દીધો અને એટલામાં જ નેન્સી અને અકીલા પણ આવી ગયાં.

આધ્યાને રૂમમાં શિફ્ટ કરીને એનાં બ્લડનું સેમ્પલ લેવામાં આવ્યું. ને બોટલ ઇન્જેક્શન વગેરે શરું કરવામાં આવ્યું. આધ્યાને પણ અત્યારે સહેજ સારું લાગી રહ્યું છે.

અકીલા : " દીદી મેરે પાસ અભી બહોત પેસે નહીં હે. વો જો આધ્યા દીદીને દીયે થે વો ઓર વો મલ્હાર સાબને દિયે થે વો."

આધ્યા: "મેરે પાસ દો હજાર હે."

"કુલ મિલા કે સાડે પાંચ હજાર રૂપિયે હે પર યે બડી હોસ્પિટલ મેં ઈતને હમ કુછ નહીં કર પાયેગે. કુછ તો સોચના પડેગા."

નેન્સી:" વો કાર્ડ હે ના જો ડ્રાઈવરને દિયા થા ઉસ પર એક બાર ફોન કરે તો? અભી દીદી કે સાથ રહેના જરૂરી હે હમ કુછ કામ ભી ઢૂંઢ નહીં શકતે. જબ તક ઉનકે રિપોર્ટ ન આયે તબ તક પતા ભી નહીં ચલેગા કી આખિર હમેં ક્યા કરના હે."

"વો તો હૈ ચલો એક બાર ટ્રાય તો કરલે તો ફિર આગે કા કુછ સોચ શકે." કહીને તરત જ સોના બહાર ગઈ. આજનાં આધુનિક જમાનામાં પોતાની પાસે ફોન ન હોવો એ પણ એક વિચિત્ર વાત લાગી રહી છે. એણે કંઈ રીતે કહેવું કે કોઈને કે ફોન લગાડી આપે. થોડી અવઢવ પછી એ રિસેપ્શન પર પહોંચી. એણે પોતાનો ફોન બંધ થઈ ગયો હોવાનું વાત કરીને ત્યાંથી વાત કરવા માટે કહ્યું તો ખરાં પણ ત્યાં બે ત્રણ જણાં બેઠેલા હોવાથી વાત કેમ કરવી એ વિશે સવાલ થયો.

આજનાં જમાનામાં હવે તો ઘરે ઘરે ફોન હોવાથી પીસીઓ પણ બંધ થઈ ગયાં છે. સોના ધીમેથી બહાર નીકળી. પછી બહાર નીકળતાં જ કોની પાસેથી ફોન લઈને વાત કરવી એ સવાલ થયો ત્યાં જ એણે સામે એક છોકરાને જોયો એ મોબાઈલમાં કંઈક મથી રહ્યો છે.

સોનાએ શાંતિથી વાતચીત કરીને એના ફોનમાંથી વાત કરવાં રાજી કરી દીધો. એણે પોતાને આ આધુનિક ફોન કેમ કરવો એટલું થોડું આવનારા કસ્ટમર્સને કારણે ખબર છે પણ બાકી ઝાઝું કોઈ નોલેજ નહીં. પણ એનામાં કોઈ સાથે વાતચીત કરવાની એનો વિશ્વાસ મેળવવાની સારી કુનેહને કારણે એણે ફોન કરાવી દીધો. પહેલાં એકવાર તો કોઈએ ફોન ઉપાડ્યો નહીં.

એકવાર મોકો જતો રહે તો બીજાં કોઈને શોધવું અઘરું હોવાથી એણે ફરીથી લગાડ્યો. ફોન ફરી પણ ન ઉપડતાં એને થયું કે આ કંઈ ખોટો નંબર ન હોય! આવી રીતે કોણ નવરું હોતું હશે‌? ખોટી કોઈ જાહેરાત હશે ફસાવવાની. હતાશ બનીને એ વીસેક વર્ષના છોકરાનો આભાર માનતી નીકળી. એણે વિચાર્યું કે રૂબરૂ પણ મળી આવે એ ત્યાં પણ કાર્ડ પર કોઈ એડ્રેસ નથી ફક્ત એક "વીરા કન્સલ્ટન્સી" એવું લખેલું છે. ફોન ઉપાડે તો કંઈ થાય ને?

એ જેવી થોડી આગળ ગઈ હોસ્પિટલમાં ફરી અંદર જવાં ગઈ કે તરત જ એ છોકરો દોડતો દોડતો ત્યાં આવીને બોલ્યો," મેમ વો નંબર સે ફોન આ રહા હે.."

સોનાને સહેજ રાહત થઈ એણે ફોન ઉપાડ્યો કે તરત જ કોઈ પુરૂષનો અવાજ સંભળાયો," હેલ્લો કોન?"

સોનાને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે કેવી રીતે વાત શરું કરવી એ વિશે અચકાટ થયો. એણે ધીમેથી કહ્યું, "વીરા કન્સલ્ટન્સી સે બોલ રહે હો."

"જી બિલકુલ. કહીયે ક્યાં કામ હે? કિસ કામ કે લિયે આના હે ઈસ હિસાબ સે અપોઈન્ટમેન્ટ દે દુ."

સોના સમજી ગઈ કે એ ભાઈ કોઈ એમનાં કામકાજને લગતી અપોઈન્ટમેન્ટ માટે વાત કરી રહ્યાં છે એટલે એ સ્પષ્ટતા કરતાં બોલી," વો...મુજે થોડે સે પેસે ચાહીયે થે અસ્પતાલ મેં ઈલાજ કે લિયે. બાદ મેં વાપસ કરો દૂગી."

"મેમ અચ્છા યે કામ હે? આપ હોસ્પિટલ કા પતા દે દો‌. ઓર પેશન્ટ કા નામ દે દો. ઓર યે આપ કા નંબર હે?"

સોના ધીમેથી બોલી," મેરે પાસ ફોન નહીં હે. કહીને એણે હોસ્પિટલનું નામ કહ્યું. એણે આધ્યાનું નામ અહીં મિતાલી લખાવ્યું છે એ કહી દીધું. કદાચ અસલી નામથી શકીરા એ લોકો સુધી પહોંચી જાય તો..."

" ઠીક હે. બારા બજે તક આપ કો કિતને પેસે કેસે મિલેગે પતા ચલેગા."

સોના:" મતલબ? આપ હમે કેસે બતાઓગે? હમેં કેસે માલૂમ પડેગા?"

"મેમ વો સબ આપ હમ પે છોડ દો. આપ સિર્ફ પેશન્ટ કી ફિકર કરો..." ફોન મૂકાઈ ગયો. સોના વિચારવા લાગી કે આ દુનિયામાં સાચે એવું પણ છે કોઈ કે જે દર્દીઓની સારવાર માટે આમ કોઈ સંબંધ વિના પણ મદદ કરી શકે? એ શું થશે એનો વિચાર કરતી ફરીથી ફટાફટ હોસ્પિટલમાં આધ્યા પાસે પહોંચી ગઈ...!

સોનાની વાત થયાં મુજબ કોઈ પૈસાની મદદ માટે આવશે ખરાં? કે પછી સોનાને લોકો શકીરાની જાળમાંથી છૂટી કોઈ મોટી મુસીબતમાં ફસાશે? આધ્યાને શું તકલીફ હશે? એ સાજી થઈ શકશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૨૯

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 10 months ago

Reena

Reena 10 months ago

Shefali

Shefali Matrubharti Verified 11 months ago

Hemal nisar

Hemal nisar 12 months ago

sbkandoliya

sbkandoliya 12 months ago