The door slammed shut - 9 in Gujarati Fiction Stories by Bhushan Oza books and stories PDF | બારણે અટકેલ ટેરવાં - 9

બારણે અટકેલ ટેરવાં - 9

|પ્રકરણ – 9|

શિવાની ના હોઠ પર આવીને કશુક અટકી ગયું. તુટક હતું કે સ્ફુટ નહોતું કરવું –કે બીજું કશુક – પણ કૈંક તો છે જ. હશે જે હશે તે બહાર આવશે. મેં સમય અને ડિસ્ટન્સ નો તાલમેલ કરવા સ્પીડ વધારી. સાવ પીચ ડાર્ક હતું બહાર. પણ આ અંધારાની સુંદરતા ય અજબ હતી. આકાશ દેખાતું સામે અને આજુબાજુ એ બહુ ખચિત લાગતું. અનેક તારાઓ – ને આ સપ્તર્ષિ- મોનિકા – ક્યાં હશે ? – ને નીચે ખીણમાં દેખા દેતી ઝીણી લાઈટ્સ નાના ગામ હોવાની ખબર આપતા. ટનલ્સ વધુ પ્રકાશમય લાગી. ને આ શું મારો ફોન રણક્યો. – પપ્પાનો ફોન ? 

હા પપ્પા, ! 

ક્યાં છે બેટા તું ? પહોચી ગયો મુંબઈ ?

ના હજી થોડી વાર છે. કહો ને ખાસ કંઇ. ?:

તારી મા ની તબિયત બગડી છે. ચિંતા કરવા જેવી ખરાબ નહિ પણ તને યાદ કરે છે. પહોચી શકાય તો પહોચ. આરામથી ચલાવજે કાર. કોઈ ઉતાવળ કરવા જેવું નથી. 

...

... 

સુગમ ! રીલેક્સ – કહ્યું ને એમણે કે ચિંતા કરવા જેવું નથી. લે થોડું પાણી પી લે અને હું પપ્પા ને કહીને તારી ટીકીટ કરાવું છું. which is the nearest airport ? 

રાજકોટ,.,,, 

ઓકે.

બસ પછી ગાડી જ ચાલતી હતી. વિચારો લગભગ અટકી ગયા એક જ શબ્દ પર મા. આવા સમયે આ ડિસ્ટન્સ – સાત સમુદ્ર પારનુ લાગે. નસીબજોગે શિવાની વચ્ચે – વચ્ચે મારો હાથ પકડી.. આંખોથી મને બહુ જ હુંફ આપી રહી હતી. જે મને વર્તમાનમાં રાખતી હતી. – એનો ફોન રણક્યો – 

... હા પપ્પા !.. અહહ., એક મિનીટ – પૂછી લઉં – સુગમ કાલ સવારે ૭ વાગ્યાની ફલાઈટ છે – રાજકોટ ની અને છે એમાં ટીકીટ – 

,,,

ઓકે પપ્પા બુક ધેટ. 

આજની રાત કાઢવાની છે. અઘરી રહેશે. પણ છુટકો નથી. સ્પીડ વધારી. હવે કશું જ જોવું નહોતું. માત્ર ડ્રાઈવિંગ પર ફોકસ કરીને – પહોચી ગયા છેવટે મુંબઈ ની હદમાં – શીવાની ને એના ઘર સુધી ઉતારી – 

 

- સુગમ, તને એવું લાગે તો બેગ લઈને આવી જા મારે ત્યાં. બે જણા હશે ઘરમાં તો વાતો થશે ને થોડી હળવાશ રહેશે. 

 

જોઉં, મને કોઈપણ ક્ષણે એવું લાગશે તો આવી જઈશ. થેન્ક્સ ફોર this. તું પણ આરામથી સુઈ જજે. અને હા ! એન્જોયડ અ લોટ. 

સેઈમ હીઅર. કમ બેક સુન. ! બાય ! 

 

શિવાની ને વેવ કરીને ફટાફટ ઘેર પહોંચ્યો. જેની કાર હતી એને ફોન કરીને બધી હકીકત જણાવી, અને સવારે ગાડી લઇ જવા કહ્યું. એણે તો સામી ઓફર આપી કે ચલ હું મારી SUV લઇ લઉં અત્યારે જ નીકળી જઈએ સવારે ત્યાં. પણ મેં ના પાડી. થોડીવાર રહીને પપ્પાને ફોન કર્યો, મા ની તબિયત સ્ટેબલ હતી. માઈલ્ડ એટેક હતો. હોસ્પીટલમાં હતી. પણ ICU ની જરૂર નહતી. શી વોઝ in સ્પેચીઅલ રૂમ. આ થોડા રાહતના સમાચાર હતા. સવાર પડી જાય એમ હતું. ઊંઘ આવશે કે નહિ એ તો પછી ખબર પડે. 

 

થોડીવારમાં કઝીન પણ આવ્યો, એને માહિતી આપી. ફોર્ચ્યુંનેટલી એ કોઈ રેડી ટુ કુક સબ્જી લઈને આવેલો ને સાથે તૈયાર ચપાટી. અમે એ બધાને ન્યાય આપીને જમ્યા. ને હું પડ્યો પથારીમાં. ફોન રણક્યો. શિવાની !

 

હાય ! મને ઉતર્યા પછી યાદ આવ્યું કે જમવાનું શું કર્યું ? જમ્યો ? શાંતિ રાખજે દિમાગ પર. અને શું કરે છે સુતો છે ? અહી આવે છે ? આવું લેવા ? 

આને ક્વેશ્ચન બેંક નહી તો શું કહેવાય ! જમ્યો રેડી ટુ કુક નો પ્રથમ અને સફળ પ્રયોગ. મા હોસ્પિટલમાં છે પણ ICU નથી. સ્પેચીઅલ રૂમમાં છે, સ્વસ્થ છે એટલે હું ય સ્વસ્થ. સુતો છું. ત્યાં આવવાની જરૂર નથી. આઈ એમ ફાઈન. તું આરામથી સુઈ જા. મારી સહેજ પણ ફિકર ના કરીશ. બાય. 

 

બાય ! અને જલ્દી પાછો આવી જજે. તારી વગર – 

 

ફરી એકવાર અટકી, પણ આ વખતે લગભગ સ્પષ્ટ થઇ લાગણી. અમને એકબીજા વગર ચાલવાનું નથી એ.

 

****** ***** *****  

તો સુગમ અને શિવાની.. દરિયા કિનારે મળેલા.. તો જેમ દરિયામાં ભરતી ચડતી જાય, મોજાં નું કદ અને વ્યાપ વધતો જાય એમ જ એમની વચ્ચે કશુક વિકસતું થયું... ને વિકસ્યું. મુંબઈમાં મુલાકાતો કરી એમાંથી આગળ વધીને આ રીતે બહાર નીકળ્યા.. ને લાગણી ખેંચાણ સુધી પહોચી. હાથમાં હાથ લીધા પછી હવે હૈયા પરોવી રહ્યા હતા. વિચારો સાવ છુટ્ટા મુકીને પોત પોતાને વ્યક્ત કરતા હતા. ટૂંકમાં, સંબંધ એવો સહજ બની ગયો કે એમાંથી તૂટવાનો ડર જતો રહ્યો. જો કે હજી સુધી વિચારો વ્યક્ત થયા.. લાગણી – સ્નેહ નો અહેસાસ થી રહ્યો હતો પણ સ્ફુટ રીતે વ્યક્ત નહોતો થયો... કરશે કે કરી શકશે એ વ્યક્ત ? એ તો હજી ખબર નથી.. પણ આ બાજુ સુગમ ને જવાનું થયું વતનમાં. ઘરે, મા ની તબિયત ના સમાચાર આવ્યા ને એ ઉડ્યો – પહોચ્યો નજીકના એરપોર્ટ અને ત્યાંથી બાય રોડ પોતાને ગામ. આમ તો એ વેકેશનમાં આવતો બહાર અભ્યાસ કરવા નીકળ્યા પછી. પણ, મુંબઈ સ્થિત થયા પછી આ અંતરાલ લાંબો હતો... ને આ સમાચાર જાણીને નીકળ્યા પછી એરપોર્ટથી ઘર સુધીનું અંતર પણ વધી ગયું હોય એવું લાગતું. દરેક માઈલસ્ટોન પર સરખા જ આંકડા દેખાતા. વચ્ચે એક બે વાર શિવાનીના ફોન પણ આવ્યા.. સુગમ મા ની ઘનિષ્ટ મમતા અને શિવાની સાથેના તાજા પણ બળુકા થઇ રહેલા સ્નેહ ના બેવડા વર્તમાનમાં સંતુલન કરી રહ્યો હતો. 

 

આવી પહોચ્યો છેવટે ગામના પ્રવેશે. રસ્તા થોડા વ્યવસ્થિત લાગ્યા છેલ્લે આવ્યો એ કરતા.... વાહનો વધી ગયા હોય એવું લાગતું.. હોર્ન વગાડવાની નવી પ્રથા અમલમાં આવી હોય એમ લોકો વારવાર હોર્ન મારતા... “અરે એ કલાકાર ! આવી ગયો “ એક બાઈક પરથી અવાજ આવ્યો – આ તો મન્યો !! રંગબેરંગી ગોગલ્સ, કાબરચીતરુ શર્ટ ને ટાઈટ જીન્સ, નવું મોંઘુ બાઈક – અસ્સલ લાગતો હતો ! – હા મળું પછી - ! 

સુગમે સ્કુલના ગોઠિયા ને પ્રતિસાદ આપ્યો. – અનેક અવાજો વચ્ચેથી, પસાર થતા અચાનક – ટનનન ! ચીર પરિચિત અવાજ સુગમના કાને પડ્યો. – આ તો.. આ તો મારી સ્કુલ ! – એક અવાજ કાનમાં અથડાયો ને એકસાથે વચ્ચેના બધા જ વર્ષો ખરી પડયા. થોડીવાર ગાડી ઉભી રાખી. નીચે ઉતરીને સ્કૂલ સામે જોઈ રહ્યો. આંખથી સ્કૂલને પી લીધી. સ્કુલમાંથી બહાર નીકળતા, ચિચિયારી પડતા છોકરા ઓ ને જોઈને સુગમ પણ દોડ્યો એમની સાથે. છોકરાઓ પણ થોડા આશ્રય, થોડા આનંદથી જોઈ રહ્યા. સુગમનો ફોન રણક્યો.. – “હા, પપ્પા ! પહોચી ગયો છું. – આવું જ છું હોસ્પીટલ” - 

 

- ગાડીમાં બેસીને પહોચ્યો સીધો હોસ્પિટલ. પપ્પા બહાર જ ઉભા હતા. એકદમ ગળે વળગીને અહી પહોંચતા સુધી ભરાઈ ગયેલો ડૂમો ખાળી નાખ્યો. પપ્પાનું વાત્સલ્ય સુગમની પીઠ પર ફરતું હતું ને પપ્પાના હાશકારો સુગમ છાતીમાં જીલી રહ્યો હતો. 

 

બન્ને પહોચ્યા સ્પેશિઅલ રૂમમા. સુગમને જોતા જ રૂમ ઉપરાંત ક્ષણો પણ સ્પેશીઅલ થઇ ગઈ મા માટે, એ તો ટેવવશ અડધી બેઠી થઇને સુગમને ગળે લગાડવા ઉતાવળી થઇ. પણ સુગમ “અરે મા ! “ કહીને લાંભ ભરીને સીધો લગભગ વળગ્યો. એટલો નજીક કે બન્નેના આંસુઓ એકબીજામાં ભળી ગયા. રૂમમાં ભીનાશની સુગંધ આવવા લાગી. – “હવે બા, કાલે ધોડી ને ઘીર્યે જાશે !” એક નર્સ બોલી. 

 

દુબળો પડી ગ્યો ! – ખાતો નથી ! – ને હા ઓલી દીકરીને નો લાયવો !? - એકવાર અમારે ય જોવી તો પડે ને ! – 

Rate & Review

Hema Patel

Hema Patel 2 years ago

Heena Suchak

Heena Suchak 2 years ago

Urvish Mehta

Urvish Mehta 2 years ago

Neerav Mehta

Neerav Mehta 2 years ago

Mamta Mehta

Mamta Mehta 2 years ago