The door slammed shut - 7 in Gujarati Fiction Stories by Bhushan Oza books and stories PDF | બારણે અટકેલ ટેરવાં - 7

બારણે અટકેલ ટેરવાં - 7

|પ્રકરણ – 7|

 

શું શિવાની મેડમ, છે ને એકદમ નેચરલ જગ્યા. 

 

 અરે ! આ જ...આ જ વાક્ય હું બોલી મનમાં – એકદમ નેચરલ જગ્યા છે.

 

મન સરખું બોલવા લાગ્યું પછી બીજું શું જોઇએ. ચાલો થોડું ઘૂમીએ અંદર.

 

હા અહીં તો રખડપટ્ટી જ કરવી જોઇએ, આવી અફાટ જગ્યા ક્યાં મળે ! 

 

અલગારી રખડપટ્ટી કરીએ – ને હા મુંબઈમાં આટલા ચોરસ મીટરમાં ફરવું હોય તો દરિયો ખેડતા આવડવું જોઈએ. ચાલ પેલી ટેકરી પાસે જઈએ અને પછી દોડીને ચડી જવાનું ઉપર – જોઈએ કોણ પહેલું પહોચે છે, 

 

જઈએ ટેકરી પાસે. આ દોડીને ચડવું ને એવું બધું – બાલીશ લાગે !

 

તે મજા જ એમાં છે ને –આવા ભવ્ય કુદરતી સ્થળે આવો, ઓગળી જવું જોઈએ બધું. સાવ હળવાશ ના સ્તરે પહોચવાનું – આમ પક્ષી જ થઇ જવાનું – પાંખ વગરના. 

 

ઓકે... માની ગઈ હવે આગળ બોલતો નહિ... ! 

 

આ આવી ટેકરી ને – એક, બે ને ત્રણ – દોડો. 

.... .... 

.... .... . 

 

ટાઈ પડી ! લગભગ એકસાથે પહોચ્યા ! – શિવાની 

મન સરખું બોલ્યું’તું. ઝડપ પણ સરખી. – સુગમ 

 

**** **** **** **** 

 

શિવાની ને હું નીકળી પડ્યા આ રિસોર્ટ સુધી. વન ડે પિક્નિક. મુબઈથી નીકળ્યા ને અહી પહોચતા સુધીમાં કેટલાય લેન્ડસ્કેપ ઝીલાયા છે. ને આ આટલા કલાકોના સહવાસ પછી.. નવા કલ્પનો ફૂટે છે દોરવા માટેના. આવું પહેલીવાર થયું છે. જુદી જ જાતની અનુભૂતિ. ભાવ અને સ્પર્શ આવી શકે કેનવાસ પર ? – પોટ્રેટ – પ્રોફાઈલ બહુ બધું ઘૂંટાય છે અંદર. ને એમાં પાછું આ મુક્ત વાતાવરણ. ક્યા બાત હૈ ! અહી ફરી આવવું પડશે માત્ર ચિત્રો દોરવા. અત્યારે તો અમે મુક્ત વિહાર કરીએ છીએ. ટેકરી પરથી બધું નિહાળી ને.. રીતસર ગબડ્યા નીચે. ને ચાલતા – દોડતા – કુદતા ગયા છેક બીજા છેડે જ્યાં – ફળો નું આખું નગર હતું જાણે. આ સીતાફળ, ચીકુ, લીચી – કેળ – ખોવાયા એમાં. આ સીતાફળ તો તોડવા પડે ! 

 

એ સુગમ ! પેલા ભાઈને કહેને, થોડા સીતાફળ તોડી આપે.

 

હે હે ! ફરી મનમાંથી રેલાયો સરખો સુર. કહું છું. એ સોમાજી, એ સીતાફળ તોડ કે દો ના થોડા ! 

 

એનું નામ સોમાજી છે એ તને કેવી રીતે ખબર ? –

ખબર નથી. મોટાભાગે આવા પ્રકારના કદ, વય, બાંધો અને ખાસ તો આવું કામ કરતા લોકોનું નામ સોમાજી કે એ કુળનું જ હોય !

 

કુછ ભી ! એક મિનીટ લેટ મી આસ્ક. આ ડંફાસીઝમ કેટલું પોકળ છે. ભૈયા ક્યા નામ હૈ આપકા ? 

 

ગેમાજી સાલુંકે. !! ક્યા પાહિજે ?

 

(DISTINCTION ! ડંફાસ ને. ) – ઓ સીતાફળ ! 

 

આમને પૂછવું છે કે સીતાફળ બાસુંદી બનાવી આપે ? 

છાનો – માનો આ નેચરલ ફળ ખાઈ લે. એ અહી રખેવાળ છે.રસોઈઓ નહિ. આ સીતાફળ ની જયાફત પછી હવે જઈએ તળાવે. 

 

 

તળાવે જઈએ ને હોડીમાં બેસીએ. મારે પણ ટ્રાય કરવી છે હલેસાથી ચલાવવાની 

 

દોસ્ત સુગમ ! જેના કામ જે કરે... તમે હલેસુ લેશો તો તળાવે નહિ – જીવ તાળવે બંધાશે. એટલે મહેરબાની કરી ચાલક ક્ષેત્રે નવા આયામો રહેવા દેજો. કાર અને બાઈક સુધી બધું બરાબર છે.

 

ઠીક છે જેવી તમારી મરજી. મજા કરવા આવ્યા હોઈએ ને એમાં બીક લાગે એવું નથી કરવું. હું ખાલી પૂછી લઈશ કે એકલો આવું ત્યારે શીખવશે કે નહો. 

 

એટલે તું અહી એકલો આવશે ! 

 

હા, અસંખ્ય ચિત્રો દોરવા છે અહી આવીને. 

 

તે મને મુકીને આવીશ ?

 

એમાં એવું છે કે એ વખતે વન ડે ટ્રીપ નહી ચાલે – નાઈટ સ્ટે જરૂરી છે, એટલે તને પાછું નહી ફાવે. 

 

**** **** **** ****  

 

સુગમની આ વાત મને થોડી ગમી ને થોડી નહિ. ગમી એટલા માટે કે મારી નાઈટ સ્ટે ન કરવાની વાતને એ રીસ્પેકટ કરે છે. ને ન ગમી એટલે કે આવી સરસ જગ્યાએ એ ચિત્રો કરશે અને હું નહિ હોઉં ? વિચારીશ એ વખતે, મારી વિચાર સરણી કદાચ બદલીશ અથવા તો એટલી નીકટતા હશે કે – ઓહ ગોડ ! ભવિષ્યની ચિંતામાં આ રમણીય વર્તમાન શું કામ છોડીએ. હોડીમાં બેઠા અમે બન્ને. ને નૌકા વિહાર.... પાણીમાં હાથ ઝબોળ્યા ને એકબીજા પર છોળો ઉડાડી. ને એમ કરતા તળાવની મધ્યમાં આવ્યા ને આ શું ! અચાનક વાદળો ઘેરાણા ! ચારે બાજુ ગડગડાટી થવા લાગી... પવન સુસવાટા મારતો હતો ધોધમાર વરસાદ ચાલુ થયો. ને અમારી હોડી થોડીક હાલક –ડોલક, થવા લાગી. વિહારની મજા ઓછી થવા લાગી. પણ મારી સિવાયના બે જણા થોડા સ્વસ્થ હતા. સુગમ અંદરથી થોડો ડરતો હશે પણ, ચહેરા પર શાંતિ હતી. ને નાવિક તો મજા લેતો હતો.... એક મોટો ઝટકો ને આ...આ આ હું અચાનક ડરીને પડી – 

સીધી સુગમની બાથમાં. 

 

રીલેક્સ ડીઅર ! હમણાં બધું શમી જશે. એન્જોય ધ થ્રિલ. અને બસ આમ જ રહે થોડી વાર. !! ધબકાર નું પ્રત્યાયન થવા દે. તારા હ્રદયના તેજ ધબકાર, મારા થોડા ઓછા પણ તેજ તો ખરા જ એવા ધબકાર સાથે તાલમેલ કરે છે. 

 

તુમ ડરો નકા ! કુચ નહી હોવેન્ગા ! એ તો યહાં હોતા હી ચ હૈ. પહ્હાડી હઈ ના.. થોડી દેર મે બંદ હો જાયેગા, હા નાવ નહી ચલ સકેગી. થમ કર બેઠના પડેંગા !

 

**** **** **** **** **** 

 

શિવાની મને ક્યાંય સુધી વળગીને રહી. બહાર અને અંદર અલગ અલગ તોફાન ચાલતા હતા. મેં વાતાવરણ ને ખુબ ખુબ અભીનંદન આપ્યા. લગભગ એક કલાક આ બધું ચાલ્યું. ધીરે ધીરે બધું સરખું થયું. ને અમારી નાવ નિયત ચક્કર મારીને કિનારે આવી. પણ,. કહેવાય છે ને કે તોફાન ની ઉથલ પાથલ નવા સર્જનો લઇ ને આવે છે. એવું જ કૈંક થયું. અમારી વચ્ચે – નિકટતા સર્જાઈ. દીર્ઘ સંગાથનો સ્વીકાર થયો. લાગણી વધુ ઘટ્ટ થઇ. અમે સમયમાં થોડા આઘા – પાછા થયા એટલે લંચ સમય નીકળી ગયો હતો. ભૂખ તો બહુ લાગી હતી. એકબીજા સામે એવી રીતે જોયું ને કીધું કે “હાય રે ! જમવાનું ગયું, તોફાનમાં. !! પણ, એ લોકોને માટે આવા ફેરફારો સામાન્ય હશે, કારણ અમે સાવ નિરાશાથી રેસ્ટોરાંમાં દાખલ થયા કે તરત જ થડા ઉપર બેઠેલો મેનેજર બોલ્યો. 

 

સર ! ડોન્ટ વરી અબાઉટ ફૂડ. હમકો પતા થા કી ઇસ વેધરને આપકો ઝીલ કે બીચમે ફસા દિયા થા. તો હમને આપકા લંચ ભી ડીલે કરવા દિયા. પ્લીઝ બી સીટેડ એંડ એન્જોય ફૂલ કોર્સ અનલીમીટેડ લંચ. 

 

જીવમાં જીવ આવ્યો. દિવસોના દિવસો પછી ખાવા મળ્યું હોય એમ ખાધું નહિ.. ઝાપટ બોલાવી. 

 

અરે એક વાત યાદ આવી સુગમ. આપણે આવતા હતા ત્યારે રસ્તામાં મેં એક ટેકરી પર જોરદાર બંગલો જોયો. ભવ્ય, મોટા મોટા glass ને, ઉપર ગુંબજ. નાનો મહેલ જ લાગે. કોનો હશે આવો વિલા ? કોઈ રહેતું હશે કે નહિ ?

 

સી આપણા માટે આ એરિયો અજાણ્યો છે. ને આવા પ્રકારના બંગલા વિષે ક્યાંય છપાયેલું ન હોય. એટલે કશું કહી ના શકાય. પાછા ફરતા સમય હશે તો હાય, હેલો કહેતા આવશું !

 

જાણે કેમ બધા આપણને સાવ અજણ્યા ને આવકારવા ઉભા હોય. આ મેનેજર કેમ આ બાજુ આવે છે. એ આપણી વાતો સાંભળતો હોય એવું લાગ્યું. 

 

સાંભળતો હોય. સમજતો થોડો હોય. કૈંક વિશેષ ઓફર આપવા આવતો હશે. 

Rate & Review

Hema Patel

Hema Patel 2 years ago

Heena Suchak

Heena Suchak 2 years ago

Kruti Patel

Kruti Patel 2 years ago

Mamta Mehta

Mamta Mehta 2 years ago

Trupti Mehta

Trupti Mehta 2 years ago