The door slammed shut - 8 books and stories free download online pdf in Gujarati

બારણે અટકેલ ટેરવાં - 8

|પ્રકરણ – 8|

 

મેનજર સાવ નજક આવીને થોડીવાર તો દિગ્મૂઢ ઉભો રહ્યો. પછી ઘણું બધું ખી દ્દેવું હોય એમ શરુ કર્યું.

 

બહેનજી – સાહબ, આપ કુચ બાત કર રહે થે, પુરા સમજ મેં નહિ આયા લેકિન રાસ્તે મેં વો હિલ પર બડી ઈમારત હૈ ઐસા બોલ રહી થી ના આપ ?

 

હા હા – આપકો પતા હૈ ? કિસકા હૈ વો બંગલો ? કોઈ રહેતા હૈ ? હોટલ તો નહી હૈ ? યા એસે ખાલી પડા હૈ ? 

 

તું થોડુક ખાલી પડવા દે તો કહેશે ને – I mean પ્રશ્નો બંધ થાય તો જવાબ આપે ને –

 

મલ્લિકા મેન્શન !! વો બંગલે કા નામ હૈ. બહોત બાતે હૈ. કોઈ કહેતા હૈ કઇ સાલોં સે ખાલી પડા હૈ. કોઈ બોલતા હૈ રાત કો કભી કભી લાઈટ્સ હોતી હૈ અંદર.. ઔર...ઔર... ઔરત ! હે દેવા ! આપ દેખના ભી મત વહાં.!!

 

ઔરત ! ક્યા ? આપ પુરા બતાઈએ. શિવાની, તેં તો intersting turn આપ્યો આપણી જર્ની ને. કહીએ આગે. 

 

કુચ્ચ interesting નહી હે, સાબ ! અરે દો ઔરત દિખતી હૈ રાત કો.. એક વ્હાઇટ સારી મેં ઔર એક રેડ મેં. ડાન્સ કરતી હૈ... ! ફિર અચાનક બંદ હો જાતા હૈ સબ... ભગવાન કે લીએ આપ કુચ રિસ્ક મત લેના. સીધા બમ્બઈ ચલે જાના ! 

 

ઠીક હૈ, ઠીક હૈ ! આપ બિલકુલ ચિંતા મત કરના. સુગમ, વાતમાં કૈંક તથ્ય લાગે છે. આવા વેરાન પ્રદેશમાં – આપણે કશું જોયું જ નથી એમ માનીને ચાલ્યા જશું. થેંક યુ. મેનેજર સાબ આપને હમે આગાહ કિયા. 

 

ચાલો હવે વધારે જમવું નથી. થોડાક ઉણા રહેવું સારું. ગાડી ચલાવવવાની ને !

 

સુગમ ! આ આટ આટલું ખાધું.. ને તો ય તું હજી ઉણો રહ્યો.. ! જનાબ કુલ કેટલો ખોરાક છે તો પછી ! 

 

અરે.. એ તો આટલી રખડપટ્ટી ને દોડાદોડી,,,કરી એમાં ભૂખ લાગી ગઈ.. બાકી ડાયેટ બહુ નહિ આપણું ! ડોન્ટ વરી ! 

 

તો વાંધો નહિ.. (મારે વરી કરવાની ય છે !! ? ખબર નથી હજી )

 

**** **** **** **** 

 

ખબર નહિ મેં સાવ સાહજિક રીતે એના ડોન્ટ વરી નો જવાબ આપ્યો. કદાચ એણે પણ સાવ એમ જ કહ્યું હોય. પણ મારું ‘તો વાંધો નહિ !’ કહેવું ક્યા ભાવમાં હતું ? કેટલીકવાર આવા સાવ નેચરલી બોલાતું વાક્ય ઘણા અર્થો લઇને આવે છે. કશુક તો બંધાઈ રહ્યું છે – કે બંધાઈ ગયું છે અમારી વચ્ચે. જે છે એ એટલું કુદરતી રીતે વિકસ્યું છે – વરસાદ પછી ઉગતા લીલાછમ્મ, કુણા ઘાસ જેવું. કોઈ છોડ ની જેવું નહિ કે, વાવ્યો ને ક્યારામાં, પાણી પાયું, ખાતર નાખ્યું ને ઉછેર્યો... છોડો. બહુ વિચારવું નથી.. વહેણ માફક વહેતા જઈએ. સાંજ પડવા આવી છે. હવે અહીંથી નીકળી જઈએ તો સારું. પપ્પાનો ફોન આવી ગયો એકવાર. પણ આ સુગમ ક્યારે હંકારશે કોને ખબર - ? આવ્યો ઉછળતો – 

 

ચાલો હવે થોડી લટાર મારીએ ને પછી હંકારી જઈએ. મુબઈ ભણી. કાલે આખો દિવસ રેસ્ટ ને પછી રાબેતા મુજબ ૮ :૧૦ ની ફાસ્ટ. પણ હા શિવાની.. મને પેલા બંગલામાં રસ પડ્યો છે. કૈંક તો હશે ત્યાં. લોકો કોઈકને જુએ છે એટલે વસ્તી તો હશે જ એ વાત નક્કી. 

 

કોઈ જ સાહસ કરવામાં નહી આવે. તેં સાંભળ્યું નહી આ મેચ્યોર લાગતો મેનજર પણ કહેતા ડરતો હતો. 

કમ on શિવાની, આ બધી વાતોમાં જોઈએ એવી મેચ્યોરીટી કદાચ એનામાં ના પણ હોય, એણે જે બે –પાંચ જણા પાસે સાંભળ્યું એ આપણને કહ્યું. ને ખબર નહી કોઈ કારણસર આપણે ત્યાં ધોળા અને લાલ વસ્ત્રોને, સ્ત્રીના ખાસ કરીને, રહસ્ય સાથે જોડી દીધા છે. લેટ્સ સી. 

 

નો સી.. બીકોઝ મારું એન.ઓ.સી. નથી આ બાબતે. લટાર પૂરી ને હવે ચાલો ઇટ્સ ઓલરેડી ૬, આપણને પહોચતા રાત પડશે. 

 

ઓકે.. બધો પ્રોગ્રામ પતી ગયો છે ને ? પછી રસ્તામાં ક્યાંય નહી ઉભા રહેવાય. અમે તો હજીય.. ! 

 

બધું પતી ગયું છે. હવે ઉપડીએ. 

 

- ને ઉપડ્યા.બહુ જ સભર અને રસભર ડેઈટ રહી. બન્નેના તાર વધુ ગુંથાયા. જો કે હજી માત્ર ગૂંથાયું જ છે કે કોઈક ભરતકામની છાપ ઉપસી છે એ દેખાતું નથી. આનો એક્સ –રે પાડી આપે એવું મશીન નહી શોધાયું હજી. અથવા તો કહો કે જો કંઇ હશે તો એ abstract જ બહાર આવશે. પણ મોજ તો પડી. બીજું ખાસ એ ગમ્યું કે શિવાની પોતે તો આવવા તૈયાર થાય એવી ખુલ્લા વિચારની છે.. એના પેરેન્ટ્સ પણ એવા જ હશે, તો જ આવી શકે ને...

.... 

.... 

કાર નિયત દિશામાં દોડાવી મેં. મ્યુઝીક ચાલુ કર્યું ધીમા અવાજે. શિવાની થોડા થાકથી ને થોડી વધુ ખાવાથી શાંત બેઠી હતી... સમય પસાર થતો હતો. સુર્યાસ્ત થઇ ગયો હતો.. આછું અંધારું થઇ રહ્યું હતું. વાતાવરણ ઠંડુ હતું. કાચ ચડાવી દીધા અમે. લગભગ અડધા કલાક નું ડ્રાઈવ થયું. ને અચાનક શિવાની એ લગભગ બુમ પાડી. – 

 

સુગમ ! જો જો સામે – મલ્લિકા... લાઈટ્સ આર on. !! 

મેં કાર સાવ સાઈડમાં ઉભી કરી, બેક લાઈટ આપી દીધી. ને જોયું મારી ડાબી બાજુ – ટેકરી ઉપર – અહ્હ્હા ! રીઅલી અ હ્યુજ વિલા ! દિલથી બનાવેલી ઈમારત હતી એ. બેલ્જીયમ ગ્લાસ ને એની આરપાર દેખાતી લાઈટ્સ. આખી ઈમારતને ઈલ્યુંમીનેટ કરતી હતી.આટલે દુરથી કોઈ વ્યક્તિ હોય એવી દેખાતું નહોતું.- 

 

શિવાની, એક કામ કર – GPS on કરીને એમાં ‘મલ્લિકા મેન્શન’ નાખ શું આવે છે – જોઈએ !

 

યાર, છોડને – આવા બધામાં આપણે નથી પડવું. !

અરે ! મોબાઈલમાંથી કુદીને તો આત્મા નથી આવવાની ને ? just try –

ઠીક છે ! આ ગુગલ દેવતા ને પૂછ્યું – ‘મલ્લિકા મેન્શન’ મુંબઈ –પુના હાઈ વે – શોધે છે – ઓહ ગોડ ! GPS ને ખબર છે –

ગ્રેઈઈટ ! શું જાણે છે ગુગલી મા- 

મલ્લિકા મેન્શન – ૧૫ કિલોમીટર્સ. અને ૪૦ મીનીટસ ડ્રાઈવ, directios માં થોડું ગુંચવાય છે. 

મોડું થયું છે – બાકી ઉપડી જાત. 

તને છે ને અમુક પીન ચોંટે એટલે ઉખડતી નથી લાગતી. કશે જવું નથી આજે પણ નહિ ને ક્યારેય પણ નહી. માંડ – 

 

ઓહ બેબી ! આટલી નારાજગી ! નથી જતા આજે.. પણ એક વાત શાંતિથી વિચારીને સમજજે કે જે જગ્યાની ગુગલ મહારાજને ખબર છે એ active તો હશે જ. કોઈકે એને આ ફલક પર મૂકી છે. મતલબ ધેર ઈઝ સમ કનેક્ટ. એની વે વધારે નથી વાત કરવી અત્યારે પણ just give a thought with this logic. અને હા છેલ્લે – માંડ... એ શું હતું ? 

 

માંડ ! એ તો એમ જ – ના જો કે – હા – બધ્ધું - બધ્ધું કહેવાય એવું ન આવતું હોય અંદરથી – ક્યારેક અટકે પણ ખરું – તું ચ્લાવને ગાડી.