જેને સાચા દિલથી, હ્રદયના ઉંડાણથી ખૂબજ પ્રેમ❤️ કર્યો હોય તેના તરફથી સ્વાભાવિકપણે જ વફાદારીની અપેક્ષા રખાઇ જાય છે...!!
👩❤️👨નિરવ ખૂબજ પ્રેમ કરતો હતો કશીશને. કશીશનું પણ એવું જ હતું, તે પણ નિરવને દિલોજાનથી બેપનાહ મહોબ્બત કરતી હતી. બંને એકબીજાની સાથે લગ્ન કરી એકબીજાનામાં ભળી એક થઈ જવા માંગતાં હતાં પણ અચાનક નિરવને જોબ માટે બહારગામ જવાનું થયું....અને તે કશીશને છોડી, શહેર છોડીને ચાલ્યો ગયો. શરૂ શરૂમાં તે રેગ્યુલર કશીશને ફોન કરતો રહેતો પણ ધીમે ધીમે બધું બંધ થઈ ગયું હતું. તે કશીશના ફોનનો રીપ્લાય પણ આપતો નહિ. પણ કશીશ...કશીશને ખબર હતી કે એક દિવસ ચોક્કસ મારો નિરવ અચાનક આવી ચઢશે અપ્નેપર તે દિવસ-રાત નિરવનાપ્આરવવાની રાહ જોતી બેઠીહી...
👩❤️👨એક દિવસ નિરવ આવ્યો પણ ખરો પરંતુ તેનો જવાબ સાંભળીને કશીશ ચોંકી ઊઠી....નિરવે તેને કહ્યું કે, " કશીશ હું મજબૂર છું અને તારી સાથે મેરેજ નહિ કરી શકું અને આજ પછી તું મને ફોન પણ કરતી નહીં..! "
કશીશના માન્યામાં ન આવે તેવી આ વાત હતી...!! તેને તો શું કરવું કંઇજ સમજાતું ન હતું...!! કાયમ માટે જે નિરવ વફાદારીના દાખલા આપ્યા કરતો હતો તે આમ અચાનક બેવફા કેમ થઈ રહ્યો હતો....?? તે પ્રશ્ન કશીશને હજી પણ મુંઝવી રહ્યો હતો...!!
👩❤️👨ઘણો બધો સમય પસાર થઈ ચૂક્યો હતો... પણ.... કશીશને પોતાના પ્રેમ ઉપર ખૂબ વિશ્વાસ હતો...!! અને તે હજી પણ નિરવના પાછા આવવાની રાહ જોઈ રહી હતી.
👩❤️👨અને પછી તેણે... એક દિવસ થાકીને ઘણીબધી રાહ જોયા બાદ... કશીશે નિરવને ફોન કર્યો તો ખબર પડી કે... તેને કેન્સર થયું હતું... અને તે તેના જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો.... કશીશ ખૂબજ રડી પડી તેને નિરવની વફા ઉપર શંકા કરવા બદલ ખૂબજ પસ્તાવો થયો અને પોતે તેની સાથે રહી તેની સેવા ન કરી શકી તે બદલ ખૂબજ અફસોસ પણ થયો.... બંનેને એકબીજા માટે જે પ્રેમ હતો તે અકબંધ રહ્યો અને બંનેના પ્રેમની વફાદારી હજીપણ બંનેના હ્રદયમાં જીવંત રહી....💕
- જસ્મીન
" ડિઅર જિંદગી "
શેરોન અને સુચિત બંને સાથે જ જોબ કરતા હતા. શેરોનને બોલવા બહુ જોઈએ અને સુચિતને બોલવા બિલકુલ ઓછું જોઈએ, અરે કોઈ રસ્તામાં મળે તો પણ સુચિત તેને સ્માઈલ આપે જ નહિ. જાણે તેને સ્માઈલ આપતા આવડતું જ ન હોય તેમ.
સુચિતનો ચહેરો એટલો તો ધીર-ગંભીર હોય કે તેની સામે કોઈ જોઈને હસવાની કે તેની સાથે કોઈ બોલવાની હિંમત જ ન કરે. દેખાવમાં પણ એકદમ અક્કડ, જાણે પી.એસ.આઇ.
તેને શેરોનનું હાસ્ય ખૂબ ગમે. શેરોનનું નિખાલસ હાસ્ય, બોલવું, ચાલવું, જીવનની હરેક ક્ષણને માણી લેવાની આવડત. આ બધું સુચિતને ખૂબ ગમે. આમ કરતાં કરતાં તે શેરોનના પ્રેમમાં પડી ગયો. પણ કહેતા ડર લાગે એટલે કહેતો નહિ.
શેરોન પણ સુચિતની બોલવા-ચાલવાની સ્ટાઈલ, પર્સનાલિટી, કામ કરવાની આવડત, હંમેશાં સાચું જ બોલવાની આદત, આ બધાથી પ્રભાવિત થઇ તેને ચાહવા લાગી હતી પણ કહેવું કઇ રીતે તે પ્રશ્ન હતો.
એક દિવસ શેરોનનો મૂડ બરાબર ન હતો તો, સુચિત પણ તેને જોઇને થોડો ઉદાસ થઇ ગયો. ના છૂટકે તેણે શેરોનને પૂછી જ લીધું, " કેમ, તારી તબિયત બરાબર નથી આજે તું મૂડમાં નથી ? "
શેરોન: ( જરા અકળાઈને ) આપણાં મૂડથી ક્યાં કોઈને ફરક પડે છે ? મૂડમાં હોઇએ કે ન હોઇએ એ તો એના એજ..!!
સુચિત: એવું ન બોલ યાર, તારું આ ચડેલું મોઢું સ્હેજ પણ સારું નથી લાગતું. તું હંમેશાં હસતી જ સારી લાગે છે.
શેરોન: તમને કંઈ ફરક પડે છે ?
સુચિત: હા, બહુ ફરક પડે છે.
શેરોન: શું ફરક પડે છે ?
સુચિત: આઇ લવ યુ, યાર.
અને શેરોન ખડખડાટ હસી પડે છે.
સુચિત: શું થયું તને એકદમ ?
શેરોન: આ જ તો સાંભળવું હતું મારે તારી પાસેથી.
સુચિત: હવે, તું તો આઇ લવ યુ કે.
શેરોન: ( સુચિતની આંખમાં આંખ પરોવીને ) આઇ લવ યુ સુચિત. પણ એક વાત કહું, તું જીવન પ્રત્યે આટલો સીરીયસ કેમ થઇ જાય છે ? જિંદગીને થોડી ઇઝીલી લેવાની રાખ અને જીવનની હરેક ક્ષણને માણવાની રાખ.તો જિંદગી બોજારૂપ નહિ લાગે અને જીવવાની મજા આવશે. " ડિઅર જિંદગી " જિંદગીને પણ પ્રિયતમાની જેમ વ્હાલી બનાવીને રાખ.
સુચિત: તારી વાત સાચી છે. તારા આ નિર્દોષ હાસ્યએ મને જિંદગી જીવતા અને હંમેશ માટે ખુશ રહેતા શીખવી દીધું. નાઉ આઇ એમ ઓલ્વેઇઝ હેપ્પી. પણ, શેરોન ( શેરોનની આંખોમાં પ્રેમથી આંખો પરોવીને, તેના હાથ પોતાના હાથમાં લઇને ) તું પણ મને પ્રોમિસ આપ કે તું હંમેશાં હસતી જ રહેશે, કોઈ દિવસ દુઃખી કે નારાજ હોવા છતાં મારી સામે મોં નહિ ચડાવે.
શેરોન: ( ખડખડાટ હસીને ) કાયમ હસતી રહીશ બસ, પ્રોમિસ.
- જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ