Radhavtaar - 13 - 14 in Gujarati Book Reviews by Khyati Thanki નિશબ્દા books and stories PDF | રાધાવતાર..... - 13 અને 14

રાધાવતાર..... - 13 અને 14

શ્રી રાધાવતાર....
લેખક: શ્રી ભોગીભાઈ શાહ

પ્રકરણ-13 સતીત્વ પાવિત્ર્ય ની અગ્નિ પરીક્ષા....

સમયખંડ... અદ્રશ્ય પરંતુ માનવીના સમગ્ર જીવન દરમિયાન સાથે રહેનાર અનિવાર્ય વાસ્તવિકતા.આ વાસ્તવિકતા એટલે વર્તમાન ભૂત અને ભવિષ્યની વચ્ચે જીવતો એક સુંદર ધબકાર. આ ધબકાર જ સત્ય છે ભૂતકાળ ની ભવ્યતા કે ભવિષ્યના સોનેરી કિરણો માનવીને શ્વાસ જરૂર આપે છે પરંતુ તેમાંથી આવતી સુગંધ વર્તમાનની જ છે.

દ્વારિકામાં અત્યારનો વર્તમાન નો સમય સૌથી શ્રેષ્ઠ છે રાધા મય ભાવાનુભૂતિ પરંતુ શ્રીકૃષ્ણના સ્વજનો અને પ્રિયજનો હજૂ ભુતકાળ ના ખરાબ સ્વપ્નો માંથી પૂરેપૂરા બહાર નીકળી શક્યા નથી અને ત્યાં તો ગાંધારીના શાપને લીધે અંધકારમાં દેખાતું ભવિષ્ય પણ વર્તમાનમાં એકચિત્ત થવા દેતું નથી.

માનવ અવતાર ધારણ કરેલા કૃષ્ણ ભગવાન એટલે જ પોતાની પરમ લીલા દ્વારા શ્રી રાધાજીની પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા વર્તમાનની સુખદ ક્ષણો નો આનંદ લેતા શીખવે છે.

વ્યસ્તતા એટલે ચિંતા અને ચિંતન બધામાંથી મુક્તિ..વ્યસ્ત વ્યક્તિને ભૂતકાળના ખરાબ પ્રસંગોનું ફરીથી ચિંતન કે ભવિષ્યની ચિંતા કરવાનો સમય જ મળતો નથી. અસ્વસ્થ અર્જુન અને ચિંતિત ઉદ્વવ ને એટલે જ કૃષ્ણ ભગવાન નવગ્રહ શાંતિ યજ્ઞ ની ભોજનશાળાની જવાબદારીઓ સોંપી છે જેથી થોડો સમય તેઓ વ્યથાઓ માંથી મુક્ત રહી શકે.

તો નારદજી અને મહારાણી હતો બસ એક જ વિચારમાં વ્યસ્ત રહેવા માંગે છે રાધાજીના વિચારોમાં તેથી જ તે જ્યારે મળે ત્યારે તે સમય ઝડપી લે છે. નારદજી પોતાની અધુરી વાત શરૂ કરે છે
મૂર્છિત કૃષ્ણ ની સામે નારદજી પોતાની લીલા કૃષ્ણ સ્વરૂપે આરંભે છે સૌપ્રથમ નારદજી એક કોરો ઘડો લઈ આવવાનું કહે છે અને ત્યાં તો થોડીક વારમાં ઘડાઓની જાણે હારમાળાઓ થઈ જાય છે. નારદજી હસીને તેમાંથી એક પરિપક્વ ઘડો ઉપાડે છે. ત્યારબાદ સુવર્ણા ખીલી જેવા હથિયાર વડે 108 વાર મંત્રનો જાપ કરીને ફરતા સો કાણા ઘડામાં અને તળિયામાં આઠ કાણા પાડ્યા. શ્યામસુંદરના માથામાંથી કેશગુચ્છ કાપી ઘડામાં અને કાંઠા સાથે બાંધવા મંડી ગયા... અને બુલંદ અવાજે ઘોષણા કરી.... કે જે વ્રજ સુંદરી સતી હોય ,પવિત્ર હોય તેઓ કેશગૂચ્છ થી ઘડાને પકડીને યમુના કિનારે જાય અને છલોછલ યમુના જળ ભરી વાળ ના સહારે જ જળ ભરેલા ઘડાને ઉચકીને અહીં લઈ આવે અને પછી શ્રીકૃષ્ણના પાવન મુખપર અમીછાટણા કરે.

અત્યાર સુધી તલપાપડ થયેલી બધી જ ગોપીઓ છોભીલી પડી પાછળ હટી ગઈ તેના બે કારણ હતા એક તો ફક્ત કેશ થી પકડાયેલ ઘડો ઉપાડવાની અસમર્થતા અને બીજુ જાહેરમાં પોતાના સતીત્વની હાંસી. આ કારણોને લીધે કોઈ તૈયાર થયું નહીં.

છેવટે યશોદા જે સ્વયં પોતાના પર લે છે પરંતુ નારદજીએ ખૂબ જ ચતુરાઈથી વાત ટાળી દે છે અને ત્યાં પોતાને સતી સાવિત્રી ગણાતી બે ગોપીઓ તૈયાર થાય છે પરંતુ ખરાબ રીતે, હાંસીપાત્ર રીતે નિષ્ફળ જાય છે.

આશા નું છેલ્લું કિરણ એટલે શ્રીરાધાજી શ્રી નારદજી જ્યોતિષવિદ્યાના પ્રતાપે રાધાજીનું નામ ઉચ્ચારે છે અને ગોપીઓ તો જાણે તેની જ વાટ જોતી હતી ખુલ્લા પગે દોડી જાય છે જ્યાં સુંદર ની વાટ નિરખતી રાધા પાસે.કદી એ ફાયદો ન તોડનાર કૃષ્ણની ચિંતા કરતી રાધા તો આ સાંભળી બેબાકળી બની દોડી જાય છે પોતાના પ્રિયવર પાસે અને આંખોથી મીઠો ઠપકો પણ આપી દે છે.

🍂આંખોમાં પ્રેમ
છલકતો આનંદ
મૌન સંવાદ 🍂

આમ પ્રેમભરી આંખોથી સંવાદ સાધતા શ્રેષ્ઠ પ્રેમીઓના નિર્મળ ,પ્રેમાળ સુખદ શબ્દચિત્ર થી લેખક શ્રી પ્રકરણ ને પુર્ણ કરે છે.





પ્રકરણ-14 વૃષભાવતાર રહસ્ય અને શાપ વિમોચન...

આધુનિકતાનો સ્પર્શ એટલે ગુજરાતી સાહિત્યમાં ફ્લેશ બેક નો પ્રયોગ........
ફ્લેશબેક ટેકનિકથી આપણે કથાઓ નો આનંદ તો માણીએ જ છીએ સાથોસાથ લેખક તત્કાલીન કથારસ ને પણ તાજો રાખતા જાય છે. ફ્લેશબેકમાં ચાલતી રાધા અવતારની કથા અને તત્કાલીન દ્વારિકામાં નવગ્રહ શાંતિ યજ્ઞ નું મંગલમય વાતાવરણ.....

દ્વારિકામાં જમાઈ શ્રી અર્જુન ના આવવાથી બધાના આનંદમાં વધારો થઈ જાય છે સસરા જમાઈ ની વાતો માં સમય ક્યાં વહી જાય છે ખબર જ નથી પડતી પરંતુ દેવકી મા તો રોહિણી અને મહારાણી ની વાતો માં જોડાય છે .બાળકૃષ્ણની લીલાઓ ની વાતો રોહિનીમા પાસેથી સાંભળ્યા પછી કૃષ્ણની કિશોરાવસ્થાની વાતો સાંભળવાની જિજ્ઞાસા જાગે છે.

રોહિણી માં દ્વારા કહેવામાં આવી રહેલી હસ્તિંન વૃષભ ની વાર્તા થી દેવકી મા પણ જોડાય છે.પોત પોતાના પુત્ર માટે ના પ્રેમ તરફી દલીલોથી આખો પ્રસંગ સુંદર રીતે વર્ણવાયો છે કહાના એ દાવ સાથે શરત મારી કે એ" વ્રજના તોફાની માં તોફાની હસ્તિન વૃષભ પર પોતે સવારી કરશે......." તો રાધાજીએ પોતાના જીવના સોગંદ આપી પોતે પણ સાથે સવારી કરી. કૃષ્ણ ભગવાને ફક્ત એક જ લીલાનું રહસ્ય રોહિનીમા અને ઉત્સવને ખાનગીમાં કહ્યું હતું.

હસ્તિન વૃષભ સામાન્ય આખલો ન હતો સાક્ષાત નંદી હતો પરંતુ સ્વયં મહાદેવજીના શાપથી વ્રજમાં આખલા તરીકે અવતાર લેવો પડ્યો હતો. વ્રજની મોટાભાગની ગાયોનો એ સ્વામી હતો અને કંઈક નાના વાછરડાનો પિતા. પરંતુ 10 હાથીઓની પ્રચંડ શક્તિ ધરાવતો હોવાથી પોતાનું મૂળ સ્વરૂપ વીસરી મદમાં છકી ને ગાયો ને હેરાન કરી મૂકી હતી.

શ્યામસુંદર તેનું રહસ્ય જાણતા હોવાથી તેને મારી તો કેવી રીતે શકે?આખરે પ્રેમથી બંસી ના પ્રતાપે વશ કરી તેના સાચા સ્વરૂપનું ભાન કરાવતા વૃષભે ક્ષમા યાચના કરી અને દર્દ ભરી વિનંતી કરી કે શ્રીરાધાજી અને કૃષ્ણ બંને તેના પર સવારી કરે.

બસ આ વિનંતીનો સ્વીકાર કરી તેની ઈચ્છા પૂરી કરી અને તેને મહાદેવજીના શાપમાંથી મુક્તિ પણ અપાવી. તો સાથોસાથ નંદીને મળેલા આ શાપની ટૂંકી કથા પણ સાથોસાથ વર્ણવેલી છે.



🍂 સર્વેની ચિંતા
સર્વેસર્વા હરિને
સર્વે મુકત 🍂

આ સવારે શ્રીકૃષ્ણને સૌથી પ્રિય સવારી હતી અને આજે પ્રસંગોને સાંભળી ને કંઇક યાદ કરતા કરતા દેવકી માં ઓચિંતા ઉદાસ થઈ ગયા. રૂકમણી જીએ કારણ પૂછ્યું તેના જવાબમાં દેવકી નો માતૃપ્રેમ શબ્દેશબ્દ છલકાય છે
14 વર્ષના વિયોગ બાદ નજર સામે રહેતા નંદકિશોર ની હજુ જાણે તે દૂર હતા. પ્રેમ હતો ભરપૂર પણ પુરા ઓળખતા ન હતા. એટલે જ 24 કલાક એ જ વિચારમાં આકુળ-વ્યાકુળ રહેતા કે કઈ રીતે મનમોહનનું મન જીતી શકાય?

આ જ અતિશય પ્રેમ અધિકાર પ્રાપ્તિની ઝંખના માં પરિણમ્યો. લાલાને મહી માખણ ને રોટલો જમાડી માતૃત્વ અધિકારીની ઝંખના પ્રબળ બની. અને મહારાણી ઓની આ વાત જલ્દીથી સાંભળી લેવાની ઝંખના પ્રબળ બનાવી લેખક કથાને વિરામ આપે છે.







Rate & Review

ashit mehta

ashit mehta 2 years ago

Rakesh Thakkar

Rakesh Thakkar Matrubharti Verified 2 years ago

Abhishek Patalia

Abhishek Patalia 2 years ago