Radhavtaar - 15 - 16 books and stories free download online pdf in Gujarati

રાધાવતાર.... - 15 અને 16

પ્રકરણ-15 :દેવકીમાની શ્રી રાધા દર્શનની ઉત્કંઠા....

સ્મૃતિ અને વિસ્મૃતિ ઈશ્વરના બે આશીર્વાદ. સ્મૃતિ એટલે ઈશ્વર પાસેથી આપોઆપ મળેલી એક ચમત્કારિક ઔષધિ જે વ્યક્તિને સફળ બનાવે છે, અને વિસ્મૃતિ એટલે ઈશ્વર પાસે માંગેલી સર્વ પીડા અને વેદના ઓ ને ભૂલવાની ઔષધી, એ વેદનાઓ જે સફળતા ને માણવા નથી દેતી......

દેવકી માં સમગ્ર સૃષ્ટિના પાલનહાર ની જનેતા... પણ પોતે તો ફક્ત એક નાનકડા કાનુડા ની માતા જ જે તેને ખુશ કરવા હર હંમેશ તત્પર છે, આકુળ-વ્યાકુળ રહે છે, અને આવી મનોસ્થિતિને કારણે જ તે એક ગંભીર ભૂલ કરી બેઠા.

વહેલી સવારથી જ જાણે કૃષ્ણની વાટ જોતા હોય તેમ પોતાના હાથે માખણ તૈયાર કરે છે લોટ દળી અને ચાર રોટલા શેકે છે અને સાથે મહિ નો વાટકો. અને આ બધું સામે ધરીને દેવકીમાને એમ કે કૃષ્ણને દુનિયાની સર્વશ્રેષ્ઠ વસ્તુઓ મેં પીરસી દીધી, પરંતુ કૃષ્ણને તો જાણે આત્મા અને શરીર માં બધા જ ઘાવ ફરી જીવતા થઈ ગયા.

દેવકી મા તો પોતાની ધૂનમાં આગળ આગળ બોલતા હતા અને ત્યાં તેની નજર કૃષ્ણના મુખ પર ગઈ...... તેના નિશ્ચેતન શરીર પર ગઈ..... આંખોમાં રહેલી વેદના પર ગઈ.,.... અને તરત જ પોતાની ભૂલ સમજાઈ અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા..પરંતુ વાત હાથમાંથી વહી ગઈ હતી, તેનું નાનકડો કાનુડો જાણે અહીંથી કોષો દૂર વ્રજ મા પહોંચી ગયો.

કૃષ્ણને ખ્યાલ આવ્યો કે તેની તેની મા ચોધાર આંસુએ રડી રહી છે અને ત્યારે પોતે પણ કલ્પાંત કરવા લાગ્યા અને દેવકી માને પહેલીવાર ફરિયાદ કરી કે શા માટે આમ કરો છો? તમે થાળીમાં માખણ રોટલો અને મહિને બદલે મારી સામે યશોદા માં નંદબાબા અને આટલું અધૂરું હોય તેમ મહી સ્વરૂપે વિરહી રાધાજીને ધરી દીધા છે. જે વસ્તુ હું ભુલી જવા માગતો તે ફરીથી યાદ દેવડાવી દીધી છે. અને હવે તેનું પ્રાયશ્ચિત મારે જ કરવું પડશે. અને તેમાં ભંગ ન પડે તેની જવાબદારી તમારી. એમ કહી સર્વેસર્વા કૃષ્ણ પોતાના શયનખંડમાં ભરાઈ જાય છે.

🍂 અપાર પીડા
માખણ જાણે વ્રજ
સળવળી વેદના 🍂

દેવકીમાં કૃષ્ણની આ પારાવાર વેદના જોઈ શકતા નથી અને રોહીણીમા પાસે મદદ લેવા પહોંચી જાય છે. રોહીણીમા તેને શાંત રહેવા જણાવે છે અને કૃષ્ણની રહસ્ય લીલાથી જ્ઞાત કરે છે સવાર થતાં બધું સારું થઈ જશે તેમ આશ્વાસન આપે છે.

અને રોહિણી માના કહેવા પ્રમાણે બધું જ જાણે સવારે ભુલાઈ ગયું કૃષ્ણ ફરીથી તેના મૂળ સ્વરૂપમાં આવી ગયા પરંતુ દેવકી માએ તે દિવસથી કૃષ્ણને ફરીથી કંઈ પણ યાદ ન દેવડાવવા નું જાણે વચન આપોઆપ પોતાની મેળે લઈ લીધું. અને બીકને લીધે જ દેવકી મા ફરીવાર રાધા નું નામ ઉચ્ચારતા નથી પરંતુ અત્યારે આ રાધા મય વાતાવરણમાં તેમની દબાયેલી ઈચ્છાઓ ફરી જાગૃત થઈ ગઈ.

ત્યાં કૃષ્ણ લીલા ના ભાગરૂપે રાણીઓને ઉદ્ધવજી માં આશાનું કિરણ દેખાય છે .રાણીઓએ સાંભળ્યું કે ઉદ્ધવજી પાંડવોનું આમંત્રણ લઈને વ્રજ જવાના છે તો પછી તે દિશામાં વિચારવા લાગે છે.

આમ દેવકી માંથી શરૂ થયેલા પ્રકરણનો અંત ઉદ્વવ જીના પાત્ર નિર્દેશ સાથે થાય છે પરંતુ સમગ્ર પણે છવાયેલા રહે છે રાધા રાણી ફક્ત રાધા રાણી......



શ્રી રાધાવતાર ...

લેખક :શ્રી ભોગીભાઈ શાહ


પ્રકરણ-16 શ્રી રાધા ઉદ્વવ મિલન....


શ્રી રાધાવતાર ધાર્મિક મૌલિક નવલકથા માં શ્રેષ્ઠ કૃતિ ની જેમ મધ્યભાગ સૌથી વધારે આકર્ષક છે.સમગ્ર કૃતિ નો અર્ક શ્રી રાધા અવતાર નું જીવન સાફલ્ય અનેક પાત્રો અને રસમય ઘટનાઓ દ્વારા લેખિત કરવામાં આવ્યું છે.મહારાણીઓની જિજ્ઞાસા તો ચરમ કક્ષાએ પહોંચી જ છે સાથોસાથ વાચકોને પણ જાણે શ્રી રાધાજી ને મળવું છે.


ઉદ્ધવજી સૌથી વધારે સત્યા રાણીના નજીક હતા એટલે જ આગળની કથા તેમના મહેલથી આગળ વધે છે. બધી જ મહારાણીઓ રાધાજી ના ભાવ સૌંદર્ય નું રસપાન કરવા આતુર છે તો ઉદ્ધવજી તેનાથી પણ વધારે અધીર....અને પ્રસ્તાવના બાંધ્યા વિના જ તે સમય ખંડમાં પહોંચી જાય છે.


એ સમયે જ્યારે ઉદ્ધવજી પોતાની જાતને વધારે ભાગ્યશાળી સમજતા હતા વ્રજવાસીઓ ને તોકૃષ્ણ ક્યારેય ભૂલી ગયા છે અને કૃષ્ણની સૌથી વધારે નજીક પોતે જ છે એવું માનતા હતા તે સમયે શ્રી કૃષ્ણની લીલાઓ શરૂ થઈ.


શ્રીકૃષ્ણ પોતાની માથામાં થતી અતિશય પીડાનો ઉપાય માંગે છે ઉદ્ધવજી પાસે. ઉદ્ધવજી તો બધું જ કરવા તૈયાર પરંતુ નરકમાં જવાની બીકે ચરણરજ આપવા તૈયાર થતા નથી અને આખું મથુરા ફરી વળે છે કોઈ તૈયાર નથી થતું એટલે સીધા વ્રજમાં દોડી જાય છે અને ત્યાં શ્રી રાધાજી અને ગોપીઓ ની કટાક્ષ વાણી ની સાથે ચરણ રજ ની પોટલી લઈ આવે છે. પોટલી કૃષ્ણ માટે તો જીવનભર અમૂલ્ય રહી જ પણ ઉદ્ધવજી માટે જાણે જ્ઞાન ના ભંડાર ખોલવાની ચાવી.


પહેલું મિલન માણ્યા પછી વિરામ બાદ બીજા મિલનને શબ્દદેહે માણવા બધી જ માનુનીઓ ઉત્કંઠ બની. શ્રી ઉદ્ધવજી દેવકી માની અકલ્પ્ય ભુલથી પોતાની વાતનું અનુસંધાન સાથે છે. દેવકી માની વાતથી શ્રીકૃષ્ણ વ્રજની વધારે નજીક પહોંચી જાય છે. આજ ચિંતાથી પ્રેરાઈને રોહિનીમા અને દેવકી માં ઉદ્વવ ને કૃષ્ણને સમજાવવા વિનંતી કરે છે.


🍂 પ્રેમની ભાષા

સમજાવે સખાને

કરીને લીલા 🍂


શ્રીકૃષ્ણને ઉદ્ધવજી ના સુંદર સંવાદ વ્યક્ત થયા છે શ્રી કૃષ્ણ અત્યારે જીવનના એવા પડાવ ઉપર છે જ્યાં પાછું વળવું અશક્ય છે અને બધું ભૂલીને આગળ વધવું અસહ્ય..તો ઉદ્ધવજી ફક્ત જ્ઞાનની ભાષામાં જ કૃષ્ણને સમજાવવા માગે છે. તેમના મતે જગતના સર્વે સર્વા ને આવા લાગણી વેળા ન શોભે. હજુ તો અવતાર કાર્યોની શરૂઆત થઇ છે અને આમ વાતે વાતે અટકવું યોગ્ય નથી.

શ્રીકૃષ્ણ એક નવી વાત કરે છે તે ઉદ્વવને કહે છે કે તમે વ્રજમાં જઈને બધાને કહી દો કે મને ભૂલી જાય તો હું પણ ભૂલી જઈશ.

ઉદ્ધવજીને લાગે છે કે બસ આટલી જ વાત અને શ્રીકૃષ્ણના કહેવાથી જ શ્રી હરિના વસ્ત્રો અને મોરપીંછ ધારી મુગટ ધારણ કરી વ્રજમાં તેમના જ રથમાં નીકળે છે

જતાં જતાં શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને ચાર પાંચ વખત રોકે છે અને જે કાકલૂદી ભરી વિનવણીઓ કરે છે તેમાં અસીમ પ્રેમ છલકે છે જે આપણને પણ કૃષ્ણ પ્રીતિમાં ડુબાડી દે છે.


આમ કૃષ્ણ અને ઉદ્વવની જેમ આપણે પણ રાધાજી ને મળવા આતુર થઈ એ તેવા મનમોહક અંત પછી નું આગળ નું પ્રકરણ વાંચવા પ્રેરાઈએ છીએ...,.