vaishyalay - 19 books and stories free download online pdf in Gujarati

વૈશ્યાલય - 19

અંશ પહેલો માણસ હતો જે રોમામાંથી દર્દ, ગમ અને આંસુ લઈને ઘરે ગયો હતો. એક મજૂરી કરતી છોકરી માંથી એક ગણિકા બનવાની કહાની પોતાના રિસર્ચ બહારનો વિષય હતો. છતા પણ તે સાંભળતો રહ્યો, એ ઘટનાનો સાક્ષી હોઈ એમ એ ઘટનાને જાણે નજર સામે જોતો રહ્યો.

બધા વિચાર માંથી બહાર નીકળવા માટે એ ટીવીની સામે બેસી ગયો હતો. ચેનલો બદલાતો રહ્યો, એક ચેનલ પર અટકી ગયો, અમિતાભ નું મુવી ચાલી રહ્યું હતું. મુકદર કા સિકંદર. રેખા ઘૂંઘરૂં પહેરી નાચી રહી હતી અને અમિતાભ શરાબના જામ પી રહ્યો હતો. "સલામ-એ-ઇશ્ક મેરી જા..." કવાલી કાનના પડદા ફાડે એમ અંશના મગજમાં ઘા કરી હતી. વાવાઝોડા થી બચવા એ ખુલ્લા મેદાનમાં આવી ગયો હોય અને સ્પીડમાં આવતા પવનના થપેદા તેને સ્થિર ઉભો રહેવા દેવા ન માંગતા હોય એવો અહેસાસ થતા ટીવી બંધ કરી નાખ્યું અને સોફા પર થોડીવાર આંખો બંધ કરી બેસી રહ્યો. આંખો ખોલી હાથમાં મોબાઈલ લઈ વોટ્સએપ ખોલ્યું, કઈ સૂઝ પડે એમ હતું નહીં એટલે એની બેસ્ટ ફ્રેન્ડ ગર્લ ફ્રેન્ડ કહીએ તો પણ ચાલે, તેને મેસેજ કર્યો,
"હેલો...."
"જી કોણ....?"
"અરે અંશ છુ....."
"કોણ અંશ, હું કોઈ અંશ ને નથી ઓળખતી..."
"પ્લીઝ કિંજલ મજાક ન કર ને મૂડ ખરાબ છે.. તું તો સમજ..."
"અરેરે... મારા સ્વીટ હાર્ટ ને શુ થયું..."
"મારે તને મળવું છે, તું મળી શકે ખરી...?"
"અત્યારે...? પાગલ છે તું...? અત્યારે બકા રસોઈ બનાવવાની હોઈ, પછી કામ હોય..."
"પ્લીઝ કિંજલ, મળી શકે કે નહીં એ મને કહે તું...?"
"હા, ચાલ મળીશ પણ 1 કલાક પછી. હમણાં ફટાફટ કામ પૂરું કરી નાખું નહિતર મમ્મી આજ ખિજાવવાની છે.."
"તો કલાક પછી મળીશ... ડન ને....?"
"કાળીયા તને વિશ્વાસ નથી કે શું...🙄🙄🙄"
"પણ આજ બાગમાં નહિ બેસવું, બહાર જઉં છે હો..."
"બહાર કયસ જઉં છે જનાબ...? મારા માતૃશ્રી ને જાણ કરવી પડે હો..."
"કહેજે નાઈટ આઉટ જઉં છે, બધા ફ્રેન્ડ ઘણા સમય પછી જાય છે રો હું જાઉં..."
"જી કોશિશ કરીશ, આમ પણ મારા કરતાં મારા મમ્મી ને તારા પર વધુ ભરોસો છે, એમની નજરે તું સરળ અને માસૂમ છોકરો છે. હા, એ વાત અલગ છે કે એ તને બરોબર ઓળખતા નથી...😂😀😂😀"
"જાડી વધુ વાત ન કર, ફટાફટ કામ કરી આંટી ને જાણ કર, શુ જવાબ આપે છે તેનો મને મેસેજ કરજે..."
"હા જેવી તમારી ઈચ્છા ભવિષ્યના....."
"અટકી કેમ ગઈ બોલી નાખ... ભવિષ્યના...."
"મળીએ ત્યારે નિરાંતે કહીશ, ચાપલા હવે કામ કરવા દે નહિતર લેટ થઈ જશે..."
"સારું બાય, ટેકકેર... ગપુચીગપુચી ગમ ગમ..."
"હા સેમ ટુ યુ..."

થોડીક રાહનો હાશકારો લેતો અંશ ચહેરા પર મિલનનું સ્મિત સજાવી થોડીવાર માટે સોફા પર લાંબો થયો. બસ હવે એક કલાક વીતી જાય તેની રાહ છે. ઘણા સમય પછી મળવાના હતા. તેનો પણ આનંદ હતો. અંશ પોતાના રિસર્ચના કામમાં પડી ગયો અને કિંજલે પોતાનું નવું ક્લિનિક ચાલુ કર્યું તેમાં જ વ્યસ્ત રહી. બન્ને વચ્ચે વાત તો થતી રહેતી. પણ થોડા દિવસમાં કશું વાત નહોતી થઈ બન્ને ખૂબ જ વ્યસ્ત થઈ ચૂક્યા હતા. અને આજ ફરી અંશે મળવાની વાત કરી એટલે કિંજલ પણ ખુશ ખુશ થઈ ગઈ હતી. બન્ને વચ્ચે ની લાગણી પરિપક્વ હતી એટલે એકબીજાને સારી રીતે સમજી શકતા હતા. બન્ને ના પરિવારને પણ ખબર હતી કે અંશ અને કિંજલ બહુ સારા મિત્ર છે. અને એકબીજા ને જરૂર પડે ત્યારે વિના સંકોચે મદદરૂપ પણ થાય છે. બન્ને નાનપણ થી જ સાથે ભણ્યા, રમ્યા અને મોટા થયા એટલે બન્નેમાં અને બન્નેના પરિવારમાં પણ પૂર્ણ વિશ્વાસ હતો. કિંજલના મમ્મી પુષ્પા બહેને કે એમના પપ્પા કિરીટભાઇએ કિંજલને અંશ સાથે જતા ક્યારેય રોકી નથી.

"મમ્મી, રાતે મોડું થઈ જશે, કદાચ સવાર પણ થઈ જશે, હું મિત્રો જોડે નાઈટ આઉટમાં જઉં છું. કિંજલ પણ સાથે આવે છે...."

"બેટા કઈ જગ્યા પર જવાના છો...?"

"બીચ પર જવાના છીએ..."

"વાંધો નહિ પણ ધ્યાન રાખજો"

"હા, હવે નાના થોડા છીએ કે આવું કહેવું પડે..."

"બેટા અમારે માટે તો તમે સદા નાના જ રહેવાના..."

"હા, પણ તું મને એક મસ્ત ચા બનાવી આપ ત્યાં હું ફ્રેશ થઈ જાઉં..."

"હા, સાહેબ જેવો તમારો હુકમ..."
અંશના મમ્મી હસતા હસતા રસોડા તરફ ગયા. અને પોતાના બાથરૂમમાં નાહવા માટે ચાલ્યો ગયો....
અંશ બાથરૂમ સિંગર ખરો અને આજે કિંજલ ને મળવાનું છે એ ઉત્સાહમાં નાહતા નાહતા ગીત ગાય રહ્યો હતો...

"ઝૂકી ઝૂકી સી નજર બેકરાર હે કી નહિ...
દબા દબા સા સહી દિલ મેં પ્યાર હે કી નહિ..."

બાથરૂમ માંથી અંશનો અવાજ બહાર આવતો હતો, એ સાંભળી તેના મમ્મી એ કહ્યું,

"એ મારા જગજીત સિંગ, ફટાફટ નાહી લે ચા ઠંડી થઈ જશે....."

"યો યો મોમ આઈ એમ કમિંગ, જસ્ટ ટૂ મિનિટ..."

"તું ક્યારેય ડાહ્યો નહિ થા, ગાંડો જ રહીશ...?

(ક્રમશઃ)

મનોજ સંતોકી માનસ