Sakaratmak vichardhara - 26 books and stories free download online pdf in Gujarati

સકારાત્મક વિચારધારા - 26

સકારાત્મક વિચારધારા 26

સીતા અને ગીતા બંને ગર્ભશ્રીમંત, બંને બહેનો ને નાનપણ થી જ એકબીજા ને નાનામાંનાની વાતો કહેવાની ટેવ. બંને એકબીજા વિના રહી ન શકે.તેમનો આટલો બધો પ્રેમ જોઈને તેમના પિતાએ બંને ના લગ્ન એકજ ઘર માં કરાવ્યા.એવા વિચારે કે બંને એકબીજા સાથે
રહી શકશે.બંને નો પ્રેમ એવો હતો કે,એક ને વાગે તો દુઃખાવો બીજાને થાય.એક બીજાથી દૂર ન જવાનો ભય દૂર થતાં બંને ખૂબ ખુશ હતી.


આખા દિવસ ની વ્યસ્તતા બાદ સાંજે બંને બહાર લટાર મારવા જતી. શાક લઈ લીધા બાદ શાક થી ભરેલી થેલી એક બાજુ પર મૂકી પાણીપુરીની લારી પર પાણીપુરી ખાવા ઊભી રહી. ખાતાં ખાતાં વાતોમાં ક્યાં ખોવાઈ ગઈ અને શાક જ્યાં મૂક્યું હતું ત્યાં જ ભૂલી ગઈ.ઘરે પહોંચ્યા બાદ બંને ને યાદ આવ્યું.ત્યારે બન્ને એક બીજાને કહેવા લાગી કે,તે યાદ ના કર્યું, તે યાદ ના કર્યું આમ એક બીજા ને કહેતા કહેતા પછી ત્યાં પહોંચી તો શાક ની થેલી ના મળી.આટલી નાની વાતમાં સીતાનો મૂડ ખરાબ થઈ ગઈ અને ખરાબ મૂડ માં જમવાનું બનાવતા શાકમાં મીઠું ભૂલ થી વધુ નાખી દીધું.આથી, કોઈને જમવામાં મજા ના પાડી.આ બાજુ ગીતાનું મૂડ ખરાબ થતાં તેણે દૂધપાક બનાવતા તેમાં સાકર થોડી વધુ ઉમેરી દીધી.જેથી, ઘરના બધા લોકો બંને બહેનો પર ગુસ્સો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા આજે થયું છે શું,ક્યાંક મીઠું વધારે તો ક્યાંક મીઠાશ વધારે કેવી રીતે ખાવાનુ,અને કદાચ ધીરજ ધરીને ખાઈ પણ લઈએ તો પણ શારીરિક તકલીફ તો થવાની.દરેક વસ્તુ માપની સારી લાગે.ત્યાર બાદ સીતાએ થોડુ શાક બનાવી ઉમેર્યું અને ગીતાએ દૂધપાકમાં દૂધ ઉમેર્યું ત્યારે જ મજા આવી અને ખ્યાલ આવ્યો કે જે શાક ગાય ખાઈ ગઈ પણ ક્યારેય થોડી થોડી વાતે મન ખરાબ ન કરવું જેથી એક ની પાછળ બીજા કામ ન બગડે.


સમય જતાં સીતા ગર્ભવતી થઈ. પારણાં બાંધતા ગીતા ખૂબ ખુશ હતી. માસી બનવાની ખુશીમાં આખા ઘરને સજાવ્યો,અહી સુધી તે સીતાને હવે બને તેટલું આરામ કરાવતી અને તેનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતી પણ તેમના આટલા બધા પ્રેમ ને ક્યારે નજર લાગી જાય તે કંઇ કહેવાય નહિ.સમય જતાં સીતાએ પુત્રને જન્મ આપ્યો પણ તેની પાલના ગીતા જ કરતી હતી.સીતાના લાલને એક નહી પણ બે માતા મળી ગઈ.થોડો સમય પસાર થતાં હવે ગીતા ગર્ભવતી થઈ પણ કમનસીબે તેની કસુવાવડ થઈ ગઈ.તેનું આ દુઃખ જોઈને સીતા ખૂબ વ્યથિત થઈ.તેને કોઈ માનસિક દુઃખ ના પહોંચે તેથી,તે તેના પુત્રને તેને જ સોંપી દીધો હતો.માત્ર નામ ની માતા હતી પણ એક દિવસ ગીતા સીતાના પુત્રને ફરવા લઈ ગઈ અને તે દુકાને થી સમાન ખરીદી રહી હતી ત્યારે સીતાનો પુત્ર તેના ધ્યાન બહાર દુકાને થી ભાગી ગયો અને રિક્ષા સાથે અથડાઈ ગયો અને બેભાન થઈ ગયો.તેને ભાનમાં લાવવા માટે ગીતાએ ત્યાંથી સીધી જ
ડોક્ટર પાસે લઈ ગઈ અને ઘરે ફોન કરી દેતા ઘરના બધા સભ્યો ત્યાં પહોંચી ગયા પણ આડોશ પડોશમાં ખબર પડતાં બધા કહેવા લાગ્યા સીતાની ભૂલ છે પોતાનો પુત્ર આખો દિવસ ગીતાને સોંપી દેશે તો આવું તો એક દિવસ થવાનું જ હતું.તેના મનમાં પણ સંતાન પ્રાપ્તિની ઈચ્છા તો હશે જ ને!
અને દ્વેષ પણ હોય અને પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠેલી સીતાએ પણ ગીતાને વિના વિચાર્યે કહી દીધું કે,"શું તારી પોતાની સંતાન હોત તો તું ધ્યાન ના રાખત." બસ, આ શબ્દોએ બંને બહેનો ના નાનપણ થી રહેલા પ્રેમરસ માં જાણે ઝેર નો ઘૂંટડો ઉમેરી દીધો. નાનપણનો નાતો જાણે સેકંડો માં તૂટી ગયો. ગીતાથી અજાણતા થયેલી ભૂલ અને પુત્રપ્રેમ વશ
માનસિક સંતુલન ગુમાવી બેઠેલી સીતાના મુખ માંથી નીકળેલ વાણી ને લાખ વખત માફી માગ્યાં છતાં પણ બદલી
શકતી નથી.પુત્ર તો ઠીક થઈ ગયો એક દિવસ માં પણ સીતા અને ગીતાનો સંબંધ કયારેય પહેલાં જેવો ના રહ્યો.


સીતાએ માફી માગી પણ ગીતાલ હવે તેની સાથે રેહવા પણ તૈયાર ન હતી.તેને કહ્યું," આજ સુધી હું તારા પુત્રને જ પોતાની સંતાન માનતી રહી પણ એ મારી ભૂલ હતી.તે આજે મને યાદ દેવડાવી દીધું કે માત્ર તું જ તેની માં છે મારી મમતા ખોટી છે.ગીતાને ખૂબ દુઃખ થયું અને તેને તેના પતિને કહ્યું કે હવે સાથે નહી રહેવાય.મારો તારા પુત્ર માટેનો વધુ પડતો મોહ જ મારી માટે ઝેર સમાન બની ગયો.સંબંધોમાં મીઠાશ જાળવી હોય તો વાણી, વર્તન અને વ્યવહાર માપના હોવા જોઈએ કેમ કે, ખોરાક માં મીઠું અથવા સાકર, અને સંબંધો માં અતિ સ્નેહ હંમેશા દુઃખદાયક નીવડે છે.એટલે જ તો સંસ્કૃત માં કહેવાયુ છે કે,

"अति सर्वत्र वर्ज्यते"
_ મહેક પરવાની