Paheli mulakat books and stories free download online pdf in Gujarati

પહેલી મુલાકાત...

હા, પહેલી મુલાકાત અમારી કેફેમાં થઈ હતી. ત્યારે હું કૉલેજના સેકન્ડ ઈયરમાં હતો. અમારું આઠ છોકરા-છોકરીઓનું સહિયારું મજેદાર ગૃપ, અમારા ગૃપને જોઈને આખી કૉલેજને ઈર્ષા આવે તેવું અમારું નજરાઈ જાય તેવું આ ગૃપ હતું.

ફ્રી પીરીયડમાં કે રિશેષમાં આખા ગૃપનાં બધાજ સભ્યો સાથે મળીને કેફેમાં જઈને સાથે બેસીએ અને મજેદાર કોફીની લિજ્જત ઉડાવીએ. ગૃપમાંનો મારો એક બેસ્ટ ફ્રેન્ડ વ્રજ, ખૂબજ ડાહ્યો અને સીન્સીયર સ્ટુડન્ટ, ભણવામાં પણ હંમેશાં તેનો ફર્સ્ટ ક્લાસ જ આવે. ખબર નહીં તે કઈરીતે અમારા તોફાની ગૃપમાં આવી ગયો હતો..!! કદાચ ભૂલથી જ આવી ગયો હતો..!! તેને ન તો કોફીની હેબિટ ન તો ચાની હેબિટ. બસ, અમારી બધાની સાથે બેસીને ફક્ત ગપ્પાં મારે...

એકદિવસ અમે બધા સાથે જ કેફેમાં બેઠાં હતાં અને બીજી કૉલેજનું એક છોકરીઓનું ગૃપ કેફેમાં એન્ટર થયું.અમારી બધાની નજર તેમાં રહેલી એક રૂપાળી અને પર્સનાલેટેડ છોકરી નિવેશા ઉપર પડી. ખૂબજ હસી હસીને વાત કરતી આ છોકરી હિરોઈનને પણ ટક્કર મારે તેટલી સુંદર લાગી રહી હતી. વ્રજની નજર પણ તેની ઉપર અટકેલી હતી.

પછી તો અવાર-નવાર અમે જ્યારે જ્યારે કેફેમાં જતાં ત્યારે આ છોકરીઓનું ગૃપ પણ ત્યાં આવતું હતું એટલે સ્વાભાવિક રીતે અમને તેમની સાથે વાત કરવાની અને તેમને જાણવાની કે તે કઇ કોલેજમાંથી આવે છે તેવી ઈચ્છા થઈ.

અમે બધાંએ ભેગા થઈને વ્રજને રીક્વેસ્ટ કરી કે તું છોકરીઓ સાથે પૂછપરછ કર... કારણ કે અમારામાંથી બીજું કોઈ વ્રજ જેવું સિન્સીયર નહતું.

વ્રજ ભણવાની વાતને લઈને પૂછપરછ કરવા માટે તૈયાર થયો. કારણ કે તેને પણ નિવેશા ખૂબ ગમી ગઈ હતી.

આજે અમે બધાંએ છોકરીઓ જે ટેબલ ઉપર બેઠી હતી તેની બાજુના ટેબલ ઉપર બેસવાનું પસંદ કર્યું.

અમારી બધાની કોફી આવી ગઈ એટલે અમે પીવાનું ચાલુ કર્યું. વ્રજ કંઈ પીતો નહોતો એટલે ફ્રી બેઠો હતો. અમે બધા વ્રજને ઈશારો કરી રહ્યા હતા કે, તું આ છોકરીઓ સાથે વાત કરવાનું ચાલુ કર.. કઈ રીતે વાત કરવી તે વ્રજની પણ સમજમાં આવતું ન હતું...!!

તેના હાથમાં પેન હતી તે પેન ગોળ ગોળ ફેરવી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે, મારે આ લોકો સાથે વાતની શરૂઆત કઈ રીતે કરવી..??

એટલામાં તેના હાથમાંથી પેન છટકીને સીધી નિવેશાના કોફીના મગમાં પડી.. થોડી કોફીના છાંટા નિવેશા ઉપર ઉડ્યા આને તે, " ઓ શીટ " કરીને સફાળી ઊભી થઈ ગઈ. અને ગુસ્સાથી તેણે વ્રજની સામે જોયું. વ્રજ પણ થોડો ગભરાઈ ગયો હતો. તે પણ એકદમ ઉભો થઇ ગયો અને પોતાના પોકેટમાંથી રૂમાલ કાઢીને નિવેશાને, " સોરી..સોરી.. " બોલતાં બોલતાં આપવા લાગ્યો.. હવે નિવેશાના મગજે થોડો વધારે ગુસ્સો પકડી લીધો હતો.. તેથી તે બોલી ઊઠી, " વોટ આર યુ ડુઈંગ..?? નોનસેન્સ." વ્રજને આ બધું જ સાંભળ્યા વગર છૂટકો ન હતો કારણકે તેણે એવું પરાક્રમ કર્યું હતું.. તે ફરીથી બોલ્યો, " સોરી, મારી ભૂલ થઈ ગઈ મને એવી ખબર ન હતી કે મારી પેનને તમારી કોફી ગમી જશે..!! અને મને તમે..!! " એટલું બોલીને તે અટકી ગયો. નિવેશા ફરીથી ગુસ્સાથી બોલી, "what do you mean..?? " અને ગભરાયેલો વ્રજ ફરીથી સોરી યાર, ભૂલ થઇ ગઇ, માફ નહીં કરે મને..?? " તેટલું જ પ્રેમથી બોલ્યો..

અને કહેવાય છે ને કે, પ્રેમથી બોલેલું બધું જ માફ થઈ જાય છે તેમ નિવેશાએ પણ, વ્રજની સામે જોયું અને "ઓકે" એટલું બોલી, જાણે તેને માફ કરી દીધો..!!

પછી તો અવાર-નવાર આ બંને ગ્રુપનું મિલન કેફેમાં થતું હતું અને હવે તો, બધાંજ સાથે બેસીને કોફી પીતાં.. વ્રજને પણ નિવેશાની સાથે સાથે કોફીનો ચસ્કો લાગ્યો હતો. દરરોજ બધાં જ ફ્રેન્ડ્સ તેની મજાક ઉડાવતાં હતા અને તે હસીને સાંભળી લેતો હતો..!!

અવાર-નવારની મુલાકાતે નિવેશા અને વ્રજને વધારે નજીક લાવી દીધા. બંનેની મિત્રતા પ્રેમ તરફ જુકી અને ક્યારે બંને ગાઢ પ્રેમીઓ બની ગયાં તેની બંનેમાંથી કોઈને ખબર ન પડી..!!

હવે કોલેજનું ભણવાનું પૂરું થઈ ગયું હતું. દરેકે પોતાની કરિયર સંભાળવાની હતી નિવેશાના ઘરેથી ખૂબજ સ્ટ્રીક્ટ વાતાવરણ હતું તેથી તેને હવે આગળ ભણવાનું જ નહતું. થોડા સમય બાદ નિવેશાના મોટાભાઈએ નિવેશાને લગ્ન માટે બે-ચાર છોકરાઓના બાયોડેટા બતાવ્યા અને તેમાંથી કોઈ એક છોકરો પસંદ કરી લેવા કહ્યું. નિવેશા મુશ્કેલીમાં મૂકાઇ ગઇ હતી.. શું કરવું..?? કોને કહેવું..?? તેની કંઈજ સમજમાં આવતું ન હતું..!! તેના મમ્મી-પપ્પા તે નાની હતી ત્યારે જ એક્સિડન્ટમાં મૃત્યુ પામી ચૂક્યાં હતાં. ભાઈ અને ભાભીએ જ તેને મોટી કરી હતી અને ભણાવી હતી. તેથી ભાઈની કોઈ પણ વાતનું ઉલ્લંઘન કરવું તેને માટે શક્ય ન હતું..!! હવે તેને માટે અગ્નિ પરીક્ષા હતી..!! એક તરફ ભાઈ અને બીજી તરફ વ્રજ.. તે ખૂબજ અસમંજસમાં મૂકાઇ ગઇ હતી..!!

હિંમત કરીને તેણે પોતાની અને વ્રજની વાત ભાભીને જણાવી ભાભીએ આ વાત ભાઈને જણાવી,.. નિવેશાના ભાઈ નિવેશાને બીજી જ્ઞાતિમાં પરણાવતા અને પોતાની ઇજ્જત ગુમાવવા માટે બિલકુલ તૈયાર નહતા.. તેથી તેણે વ્રજને નિવેશાના જીવનમાંથી દૂર હટાવી દેવાનું નક્કી કર્યું..!!

તેણે વ્રજને પોતાને મળવા માટે હાઈવે ઉપર બોલાવ્યો અને તેની સાથે વાતો કરતાં કરતાં તેને નદીના પુલ સુધી લઈ ગયો ત્યાં બિલકુલ નીર્જન રસ્તો હતો.. ત્યાં તેણે પુલની પાળી ઉપર વ્રજને બળપૂર્વક ચઢાવ્યો અને રહસ્યમય રીતે તેને ધક્કો મારીને નદીમાં ફેંકી દીધો..!! નદીનાં વહેતાં પાણીમાં વ્રજ તણાઈ ગયો.. શું થયું..?? કોણે કર્યું..?? તે એક રહસ્યમય ઘટના બની રહી..!!

આમ કેફેમાં વ્રજ અને નિવેશાનું મિલન, વ્રજના આખા ફેમિલીને અને આખા ગ્રુપને ભારે પડ્યું..!!

~ જસ્મીન