unthought full steps books and stories free download online pdf in Gujarati

વિનાશકારી ગુસ્સો...

એક ખૂબ જ સુંદર લીલોતરી થી ભરપુર જંગલ હતું.... જંગલમાં ખૂબ જ લીલાછમ ,સરસ ફળો અને ફૂલો ના વૃક્ષો હતાં..ત્યાં બધા પ્રાણીઓ સંપીને રહેતા....... બધા ને એ જંગલમાં થી જ રહેઠાણ અને ખોરાક મળી રહેતુ... કોઈ ને ક્યાંય જવાની જરૂર નહીં... ત્યાં સુંદર મીઠા પાણીનું ઝરણું પણ હતું..
એકબીજાને સાથ સહકાર આપે અને સંપીને રહે....આ જંગલમાં એક મદમસ્ત હાથી પણ રહે... કોઈ ને પણ ઈષૉ થાય....એવો ત્યાં નો સંપ.... એકબીજા વચ્ચેની સમજણ અને લીલોતરી...
એક દિવસ ત્યાં , બીજા કોઇ જંગલ માંથી,એક વાંદરો આવી ચઢ્યો...
એ તો આ બધું જોઇને,દંગ જ રહી ગયો.....
એના જંગલમાં તો બધા એકબીજા સાથે લડાઈ કરતા... આવા લીલાછમ વૃક્ષો પણ નહીં.... એને તો ઈષૉ આવી..ખાવા માટે પણ બધા ને રખડવું પડતું..
એણે વિચાર્યું...🤔મારા જંગલમાં આવું ના હોય..તો બીજા જંગલમાં પણ આવું ના હોવું જોઈએ🤨.. હવે એણે યુક્તિ વિચારવા લાગી....આ બધું બરબાદ કરવા માટે....
અને પછી એક દિવસ.. એણે વિચારેલા ષડયંત્ર પૃમાણે,કામ કરવાનું શરૂ કર્યું..

એણે જોયું કે, હાથીભાઈ.. મદમસ્ત થઈને.... એના તરફ જ ચાલ્યા આવે છે....એ તો કૂદી ને તરતજ... હાથીભાઈ પાસે પહોંચી ગયો...

અને હાથીભાઈ ની ખોટી ખોટી ચાપલુસી કરવા માંડ્યો..કહેવા લાગ્યો કે, તમે તો કેટલા સારા છો...અને તમારે જ આ જંગલ ના રાજા હોવુ જોઈએ....આ બધા મૂર્ખ ના સરદારો એ... પેલા સિંહ ને રાજા બનાવ્યો છે... જ્યારે એના કરતાં વધારે તાકતવર તો તમે છો....તમે જ બધા ની મદદ કરો છો.. મુસીબત ના સમયે...અને બધા તમારી કદર કરતા નથી....ઉપર થી તમારા વિશે,ખરાબ બોલે છે...એમ કહી... ખોટું ખોટું... બધા ના નામ લઈને...આ આમ કહેતો હતો...અને પેલો તેમ કહેતો હતો.... કહીને હાથીભાઈ ના કાન ભર્યા...
હવે તો હાથીભાઈ ધુઆપુઆ થઈ ગયો.. વાંદરા ને તો , પોતાનુ ષડયંત્ર સફળ થતું લાગ્યું..અને મનમાં ને મનમાં.. હરખાવા લાગ્યો..
હવે હાથીભાઈ ને બહુ ગુસ્સો આવવા લાગ્યો...તેઓ તો ગુસ્સામાં...આમ થી તેમ.. ધમપછાડા કરવા લાગ્યા.... બધા વૃક્ષો, ઉખેડી ને ફેંકવા લાગ્યા.... તેમના મિત્રો.. સમજાવવા પાછળ દોડ્યા....પણ ગુસ્સામાં, તેમણે કોઈ ની વાત ના સાંભળી..
બધું જ જંગલ વેરવિખેર કરી દીધું.. પછી થાકીને, એકબાજુ બેઠા.. હવે એમનો ગુસ્સો શાંત થઈ ગયો હતો.... હવે બધા મિત્રો પાસે આવ્યા... ગુસ્સો શાંત થતાં, હાથીભાઈ ને પોતાની ભૂલ સમજાઈ.... ચારેબાજુ બરબાદ કરી દીધેલા , વૃક્ષો હતાં.... બિચારા પક્ષીઓ, માળા વગર ના થઈ ગયા હતા.... ઘણા પશુ પક્ષી ઓ ...ના રહેઠાણ તૂટી ગયા હતા...
ફળ ફૂલ ,બધું નષ્ટ થઈ ગયું...😣
હવે તેમને ખૂબજ પસ્તાવો થવા લાગ્યો.... ખૂબ જ દુઃખી થયા....કે એમણે જાતે જ ગુસ્સામાં... પોતાના મિત્રો નું અને પોતાનું નુકસાન કરી દીધું હતું...
વાંદરો તો પોતાના ષડયંત્ર ને પાર પડેલું જોઈને ખુશ થઈ ત્યાં થી હવે પલાયન કરી ગયો હતો...તેને થયું કે, હવે અહીં રહેવામાં આપણી સલામતી નથી..
બહુ નુકસાન ભોગવ્યા પછી પણ, હાથીભાઈ ની પાસે તેમના મિત્રો હતા.. તેમણે કહ્યુ કે... કંઈ ચિંતા ન કરશો.. આપણે બધા સાથે મળીને, ફરીથી આપણા જંગલ ને હર્યું ભર્યું બનાવી દઈશુ...
હાથીભાઈ એ બધાની માફી માંગી.....એમને ભારોભાર અફસોસ હતો કે,, તેમણે તેમના મિત્રો પર વિશ્વાસ ના કરી ને.. બહાર ના કોઈ પર વિશ્વાસ કર્યો હતો...
પછી બધાએ હાથીભાઈ ની માફી સ્વીકારી ને, સાથે મળીને..‌જંગલને વ્યવસ્થિત કરવામાં લાગી ગયા....થોડા જ દિવસોમાં, બધા પ્રાણીઓ ના સંપ થી..અને મહેનતથી.. જંગલ ફરીથી.... હર્યું ભર્યું થઈ ગયું..
અને બધા પહેલાં ની જેમ સંપીને, ખુશ ખુશાલ જીંદગી જીવવા લાગ્યા..

આમાં થી આપણને એ સાર મળે છે કે..."આપણે ક્યારેય બહાર થી આવેલા ની વાત સાંભળી, પોતાના પર શક ના કરવો જોઈએ..."

નહીં તો આવા વાંદરા બધે રખડતા જ હોય છે...આવા વાંદરા ઓની વાત સાંભળી ને, આપણે આપણું પોતાનું જ નુકસાન કરી બેસીએ છીએ....