The Love story of little Angel books and stories free download online pdf in Gujarati

નાનકડી પરી ની લવસ્ટોરી

એક અમદાવાદ શહેર....
આ શહેર નો પોશ વિસ્તાર ગણાતો એવો એક નવરંગપુરા નામના વિસ્તારમાં આવેલા એક હાઈરાઈઝ બિલ્ડીંગ માં એક નાનકડું અને બધી જ રીતે સાધન સંપન્ન એવું એક પરિવાર રહે....
આ પરિવાર માં એક અનિકેત ભાઈ, તેમના પત્ની અનુષ્કા અને નાનકડી ૮ વર્ષ ની દિકરી અનન્યા રહે..

અનિકેત ભાઈ ના માતા પિતા ... તેમના ગામમાં જ રહે...
ઘણી વખત અનિકેત ભાઈ અને અનુષ્કા એ , તેમની સાથે આવી રહેવા સમજાવ્યું..પણ તેમને શહેરની આબોહવા માં રહેવું ન ગમ્યું...
તેમને નાનકડી અનન્યા ની બહુ યાદ આવે ત્યારે ક્યારેક શહેરમાં આવી.. અમુક દિવસો સાથે રોકાઇ ને પાછા.. ગામમાં જતા રહે..
તેમને ગામ નું સ્વચ્છ વાતાવરણ માં જ રહેવું ગમે...પાછું ત્યાં બધા હળીમળીને રહે...અને મંદિર એ દશૅન કરવા જાય...તેમ જ તેમની ઉંમર ના બધા ભજન કિર્તન કરે..તે વધુ અનૂકુળ આવતું...

અનન્યા બધા ની બહુ જ લાડકી... તે ખૂબ જ સુંદર કોઈ સ્વર્ગ ની પરી જેવી લાગતી...એક વસ્તુ માંગે અને બે હાજર થઈ જાય.અને ખૂબ જ મીઠડી...એની કાલીઘેલી ભાષામાં જ્યારે તે બોલે તો જાણે સાંભળ્યા જ કરીએ... એટલે અનિકેત ભાઈ અને અનુષ્કા તેને વ્હાલ થી પરી પણ કહેતા....
ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર... સ્કૂલ માં પણ બધા ની વહાલી થઈ ગઈ હતી...
તે ત્રીજા ધોરણમાં ભણતી હતી...

એક દિવસ અચાનક તે સ્કુલ થી આવી...
પપ્પા પપ્પા કરતી ,અનિકેત ભાઈ કે ,જે બાલ્કની માં હિંચકા પર બેઠા હતા.. ત્યાં જઈને વળગી પડી...અને પ્રેમ થી બોલી," પપ્પા, મને મારા ક્લાસ માં ભણતો "રાજ "બહુ જ ગમે છે...મારે અત્યારે જ તેની સાથે મેરેજ કરવા છે....😇
અનિકેત ભાઈ તો અચરજ થી જોઈ જ રહ્યા.🤨.. હવે આ નાનકડી પરી ને શું સમજાવવુ.??...😂
થોડી વાર મુંઝાયા પછી.. 🤔તેમણે થોડું વિચારીને તેમણે બહુ જ સહજતાથી જવાબ આપ્યો..🤓
મારી વહાલી નાનકડી પરી...🤗.હું તારી દરેક ઈચ્છા પૂરી કરૂં છું....આ પણ કરીશ...😃
પણ...
એક શર્ત છે.🤔..તારો આ જ વિચાર, જો છ મહિના સુધી નહીં બદલાય તો હું તારા અને રાજ ના મેરેજ કરાવી આપીશ 😅...
અનન્યા તો ખુબ ખુશ થઈ ને, ત્યાં થી રમવા નીકળી પડી...
આ બધું જ તેના મમ્મી અનુષ્કા ચુપચાપ અત્યાર સુધી સાંભળી રહી હતી..તે આવી ને... અનિકેત ભાઈ ને કહેવા લાગી કે..આ શું?? એ તો‌ ના સમજ છે.. પણ તમે પણ એની આવી વાતોમાં શામેલ થઇ ગયા..
અનિકેત ભાઈ એ કહ્યું..તુ જો જે.. હવે પરી જાતે જ સમજી જશે...થોડો સમય રાહ જો.

લગભગ એક જ મહિનામાં..એક દિવસ પરી રડતાં રડતાં... પપ્પા.. પપ્પા ..કરતી સ્કુલ થી આવી ને... અનિકેત ભાઈ ને વળગી પડી....અને કહેવા લાગી... "પપ્પા, મારે રાજ સાથે મેરેજ નથી કરવા...હુ તો તમારી સાથે જ રહીશ...😅 મને તમારા થી વધુ કોઈ જ પ્રેમ ના કરી શકે...."
હવે અનુષ્કા પણ આશ્ચર્ય થી....ને આતુરતાથી ,દૂર ઊભી રહી...બધું સાંભળી રહી.🤔

અનિકેત ભાઈ મનમાં હસી રહ્યા હતા... તેમણે વહાલસોયી દિકરી ને , પ્રેમ થી.. ખોળામાં બેસાડી ..અને પુછયુ..."શું થયું બેટા?" તારે તો મેરેજ કરવા હતા ને. રાજ ની સાથે...😅
પરી બોલી..." પપ્પા, આજે તો મારો રાજ ની સાથે ઝઘડો થઈ ગયો...મેં એની કીટ્ટા કરી લીધી છે...🤨🙄
અનિકેત ભાઈ એ પ્રેમ
થી દિકરી ને વ્હાલ કર્યુ.. પછી કહ્યું..બેટા કંઈ વાંધો નહીં... તને જ્યારે પણ કોઈ ગમે અથવા તારો નિર્ણય બદલાય તો...તું સવૅ પ્રથમ મને આવી ને જણાવજે...હું તરત જ તેની સાથે તારા મેરેજ કરાવી આપીશ.... હવે પરી ખુશ થઈ.. ઉછળકૂદ કરતી..
ફરી મિત્રો ની ટોળી સાથે રમવા દોડી ગઈ....

આ બધું નાટક અનુષ્કા ના સમજ માં તો બિલકુલ જ ન આવ્યું..
હવે તેની ધીરજ ખૂટી... તેણે પરી ના જતા જ... અનિકેત ભાઈ ને આ વાત સમજાવવા કહ્યું...
ત્યારે અનિકેત ભાઈ એ વાત સમજાવતાં કહ્યું કે.. જ્યારે પરી એ અચાનક આવી... મેરેજ કરવાની વાત કહી.. ત્યારે હું પણ થોડી વાર અસમંજસ માં.. પડી ગયો...
પણ પછી મેં સ્વસ્થ થઈ વિચાર્યું કે..જો હું તેના પર ગુસ્સો કરીશ..તો તેને મારાથી નફરત થઈ જશે.. પછી એ કોઈ પણ વાત મારી સાથે શેયર નહીં કરે....તેમ જ તેને લાગશે કે, તેના પિતા તેને પ્રેમ નથી કરતા....
તેનુ કોમળ હ્દય દુઃખી થતું... હું જાણતો હતો કે તેને મેરેજ ની કોઈ જ સમજ નથી...
એટલે મેં તેને તેની રીતે જ સમજાવવી .. યોગ્ય સમજ્યું....
હું તેને સમજાવવા મા સફળ રહ્યો...એ પણ તેને દુઃખ પહોંચાડ્યા વગર..

પછી બંને સાથે હસી પડ્યા.....😃