Advice give to a wrong person books and stories free download online pdf in Gujarati

ધમૅ કરતા ધાડ પડી..

એક સુંદર જંગલ માં એક ઘટાદાર વૃક્ષ પર એક સુંદરી નામ નું સુગરી પક્ષી રહેતું હતું..એ ખૂબ જ મહેનતી પક્ષી હોય છે....એ જ વૃક્ષ પર એક ચંપુ વાંદરો પણ રહેતો હતો.
સુગરી એક એક તણખલું ભેગું કરીને, ખૂબજ મહેનતથી ,માળો બનાવતી હતી... સુગરી એ માળો બનાવ્યો પછી, એમાં રોજ દૂર દૂર સુધી ચણવા જતી...અને થોડું અનાજ ખાઈને.. બાકી નું ભેગું કરતી...
આ જોઈ ચંપુ એને ચિઢવતો....કે અમારે તો ઘર બનાવવાની જરૂર જ નહિ ..આટલી મહેનત કોણ કરે?...અમે તો આમતેમ કૂદકા મારીએ..અને વૃક્ષો પર થી તોડી ને ફળો ખાઈએ...અને જલસા થી જીવીએ...
બધું ભેગું કરવાની ઝંઝટ કોણ કરે?🙄
સુગરી તો તેની વાત અવગણી ને,બસ પોતાના કામ માં મશગુલ રહે...
તેણે ચંપુ ને સલાહ પણ આપી કે, ચોમાસામાં તકલીફ પડશે...એના કરતાં અત્યારે થોડી મહેનત કરી લઈએ,તો આખું ચોમાસામાં શાંતી....
પણ ચંપુ તો કોઈ વાત કાને ન ધરે...બસ પોતાની મસ્તીમાં જ મસ્ત રહે...
થોડા દિવસ પછી ચોમાસું બેસી ગયું....એક દિવસ ખૂબ જ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો....
બધે જ પાણી જ પાણી થઈ ગયું....
સતત એક , બે, ત્રણ , ચાર દિવસ થયા..પણ મેઘરાજા એ તો માજા મૂકી તે થોભવાનું નામ જ ના લે...
બધા જ પોતાના ઘરોમાં ભરાઈ ગયા...
સુગરી તો ભેગું કરેલું અનાજ ખાય અને ઘરમાં થી હુંફ મેળવે....
હવે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ તો ચંપુ વાંદરા ની થઈ...
ન ક્યાંય જવાય....ન કંઈ ખાવાનું મળે.
અને ઝાડ ની ડાળી પર બેસીને ઠૂઠવાય...
વરસાદ વધુ પડવાથી, વાતાવરણ પણ એકદમ ઠંડુગાર થઈ ગયું....
હવે ઘણોય પસ્તાવો થાય...પણ કહે કોને..? સુંદરી
સુગરી આ ચંપુ વાંદરા ને જોવે અને જીવ બાળે...
પણ એ પણ બિચારી શું મદદ કરી શકે... એને..

હવે સુંદરી સુગરી એ ,ચંપુ વાંદરા ને કહ્યું,," મેં કહ્યું હતું તમને કે,આમ થી તેમ કૂદકા મારવામાં..સમય વેડફવા ને બદલે સમય નો સદુપયોગ કરો...
પણ તમે મારી એકેય વાત કાને ન ધરી.. તમે મારી સલાહ ના માની...😒
અત્યારે બધાં જ પશુ પક્ષી ઓ પોતાના, ઘરમાં રહીને વષૉરુતુ નો આનંદ માણી રહ્યા છે...
તમે પણ એક ઘર બનાવ્યું હોત અને થોડાક ફળો નો સંગ્રહ કર્યો હોત...
તો આજે તમારે આમ નિ:સહાય , થઈ ને બેસવાનો વારો ના આવતો... તમે પણ વષૉરુતુ નો આનંદ લેતા હોત.
હવે એક તો ચંપુ વાંદરો ચાર દિવસ થી ભૂખ્યો હતો....ઉપર થી થીજી જવાય તેવી ઠંડી..
એટલે એને તો સુંદરી સુગરી ના શબ્દો બહુ જ ખુચયા...
હવે એને આ સલાહ ના ગમી.... એને બહુ જ ગુસ્સો આવ્યો....
સુંદરી સુગરી ઉપર એને બહુ જ ગુસ્સો આવ્યો...
અને એણે ગુસ્સામાં, સુંદરી સુગરી ના માળા પર ઝાપટ મારી... અને બિચારી નો મહેનત થી બનાવેલો માળો વેર વિખેર કરી નાંખ્યો...😒
બિચારી સુંદરી સુગરી ની મહેનત પર પાણી ફરી વળ્યુ....એ પણ નિઃસહાય થઈ ગઈ.....

સાર:
એટલે જ કહેવાય છે કે, સલાહ પણ સમજી વિચારીને આપવી....કે સામે વાળો સલાહ આપવાને લાયક છે પણ કે નહીં....🙄
આને કહેવાય ધમૅ કરતા ધાડ પડવી....
આવા વાંદરા ઓ ને તો તેમના હાલ પર છોડી દેવામાં ભલાઈ છે... નહીં તો પોતાનુ તો કામ બગાડ્યું જ હોય...પણ આપણું પણ બગાડે...
આવા વાંદરા ઓ થી દુર રહેવામાં જ આપણી ભલાઈ છે..
આપણા સમાજમાં પણ, આવાં કેટલાંય વાંદરા ઓ આપણને રખડતા મળી જતા હોય છે...
એવા વાંદરા ઓ ને..... ભલમનસાઈ રાજ નથી આવતી....
ના તો કોઈ નું સારું કરી શકે છે...ના તો કોઈ નું સારું થતાં જોઈ શકે છે.....