200 grams cheese books and stories free download online pdf in Gujarati

બસ્સો ગ્રામ ચીઝ










બસ્સો ગ્રામ ચીઝ

રીના આજે તેની દીકરી કવિતા માટે ભાવતી વાનગી બનાવી રહી છે ખાસ કવિતા ની ફરમાઈશ પર. રસોઈ માં વ્યસ્ત રીના ને અચાનક યાદ આવ્યું કે ચીઝ તો લાવવાનું જ રહી ગયું. હા કવિતા ને પીઝા ખૂબ ભાવે એટલે રીના એના માટે ખાસ ઘરે પીઝા બનાવી રહી હતી, ખાલી પીઝા નું સ્પેશિયલ ચીઝ બહાર થી લાવવાનું હતું. ઘરે બીજું કોઈ હાજર ન હતુ એટલે ચીઝ કેમ લાવવું તેજ વિચારી રહી હતી ત્યાંજ કવિતા રમી ને ઘરે આવી ગઈ.

રીના ને થયું ડેરી નજીક જ છે અને દુકાનદાર પણ ઓળખે જ છે તો કવિતા ને મોકલી ને મંગાવી લવ ચીઝ. કવિતા ને રૂપિયા આપવા પર્સ ખોલ્યું ત્યારેજ રીના ને યાદ આવ્યું કે છુટા રૂપિયા તો સવારે શાક લીધું ત્યારે શાકવાળા ને આપી દીધા, હવે પર્સ માં બસ્સો રૂપિયા ની બે નોટ હતી. રીના થોડો વિચાર કર્યો પછી એક કપડાંની થેલી માં બસ્સો રુપિયા ની નોટ મૂકી કવિતા ને કીધું જા બેટા ચાલતા ચાલતા જા અને કાલુકાકા ની દુકાન થઈ ચીઝ નું 200 ગ્રામ નું પેકેટ લેતી આવ, આપડે પીઝા પર નાખવા જોઈશે.

પીઝા નું નામ સાંભળતાજ કવિતા ના પગ માં જાણે વીજળી ની તાકાત આવી ગઈ, આવેજ ને એને પીઝા બહુ ભાવતા અને આજે લગભગ ત્રણ મહિના પછી ખાવા મળવાના હતા. એણે તો દોટ મૂકી નજીક જ આવેલી કાલુકાકા ની ડેરી તરફ, રીના હજી કઈ શિખામણ આપે તે પહેલાજ.

રીના ને થોડી ચિંતા થવા લાગી કેમ કે કવિતા ને ગયે દસ મિનિટ થઈ ગઈ પણ હજી તે પાછી નતી આવી. રીના ને માં સહજ ચિંતા થવા લાગી કે એક્સિડેન્ટ તો નઇ થયો હોય ને કેમ કે એમનું ઘર અને ડેરી બંને મુખ્ય રોડ પરજ હતા. પોતાને જ જાણે સમજાવતી હોય તેમ વિચારવા લાગી કે કવિતા પાસે ના ગાર્ડન માં ઘણી વાર જાય જ છે ને.

બીજી બાજુ રીના તો ક્યારની ની પહોંચી ગયી હતી દુકાન પર પણ થોડી ભીડ હતી એટલે પોતાનો વારો આવે તેની રાહ જોતી બેઠી તી દુકાન ના ઓટલે. અચાનક કાલુભાઈ નું ધ્યાન કવિતા પર ગયું એટલે બોલી ઉઠ્યા બોલ બેટા શુ લેવા આવી છુ.

કવિતા ઝડપથી કાઉન્ટર પાસે પહોંચી ગઈ ને બોલી ઉઠી બસ્સો ગ્રામ પીઝા વાળુ ચિઝઝ્ઝ .....અને બસ્સો રૂપિયા ની નોટ કાઉન્ટર પર મૂકી દીધી એટલે કાલુભાઈ સમજી ગયા. કાલુભાઈ એ બસ્સો ગ્રામ ચીઝ નું પેકેટ અને વધેલા રૂપિયા કવિતા લાવી તી એ થેલી મા મૂકી દીધા.

કવિતા 3જા ધોરણ માં ભણતી એટલે સ્કૂલ માં ગણિત માં એને ખૂબ રસ પડતો. એ તો થેલી લઇ ને પાછી ઓટલા પર બેસી ગઈ અને થેલી માંથી રૂપિયા કાઢી ને ગણવા લાગી. આ જોઈ ઉભેલા બીજા ગ્રાહકો હસવા લાગ્યા કે જો તો નાની છે પણ કેવી પાકી છે.

થોડીવારમાંજ એ પાછી કાઉન્ટર પર પહોંચી ગઈ ને કહેવા લાગી કાકા તમે કેમ ખોટા હિસાબે રૂપિયા પાછા આપ્યા. કાલુભાઈ ને થયું મેં તો આપી દીધા રૂપિયા આ છોકરી શું બોલે છે પણ બહુ ભોળા સ્વભાવ ના હોવાથી પૂછી બેઠા, બોલ બેટા શું થયું હિસાબ માં ...છુટા ઓછા આવી ગયા કે શું?

નાની કવિતા કેહવા લાગી કાકાઆઆ ...કહું તમને ..હવે જુવો આ તમે આપેલા કેટલા છે .... મારો જવાબ સાચો હોય કે નહીં પણ મને આ તમે આપેલા રૂપિયા બહુ વધારે લાગે છે કેમ કે હું તો બસ્સો રૂપિયા ની એકજ નોટ લઈ ને આવી તી પણ આતો જુઓ આ થેલી માં બસ્સો ની નવ નોટો છે અને આ ફિફટી પલ્સ થર્ટી એટલે કે એઈટી રુપીસ છુટા....

કાલુભાઈ એ ધ્યાન થઈ જોયુ તો યાદ આવ્યું કે કવિતા ની પેહલા ના ગ્રાહકે બે હજાર ની નોટ આપી તી એ કવિતા એ આપી છે એમ સમજી ને 1880 રૂપિયા પાછા આપી દીધા તા.
સૌ પ્રથમ તો તેમણે કવિતા ને કીધુ બેટા તારો જવાબ સાચો છે મેં ભૂલ થી આ બસ્સો ની નવ નોટ વધુ આપી દિધીતી.

કવિતા મીઠું મીઠું બોલી ઉઠી તો લઈ લો પાછા..હિહીહી ...કાલુભાઈ એ 1800 પાછા લઈ ને એંસી રૂપિયા અને એક મોટી ચોકલેટ થેલી માં મૂકી દીધી, તો કવિતા બોલવા લાગી કાકા મેં ચોકલેટ તો લીધી જ નથી તમે પાછો લોચો માર્યો.... કાલુભાઈએ સ્મિત કરી ને કીધું આ ચોકલેટ ફ્રી છે મારા તરફ થી...

કવિતા બોલી ઉઠી ના કાકા એ ના આપો, મને ના જોઈએ. મારી મમ્મી કે છે કે જે આપણા હક નું કે કમાણી નું ના હોય એ નહીં લેવાનું..તો સોરી પણ આ ચોકલેટ તમે લઈ લો પાછી.....ઉભેલા બીજા ગ્રાહકો જે પહેલા હસી રહ્યા હતા એમના હોઠ સિવાઇ ગયા હતા...

કાલુભાઈ ના ખૂબ આગ્રહ છતાં કવિતા ના માની એટલે કાલુભાઈ કે સારું બેટા એક ચિઠ્ઠી આપું છુ એ રીનાબેન ને આપી દેજે.

સારું કાકા કહીને કવિતા તો દોડતી કૂદતી ઘરે આવી ગઈ.

એને જોઈ ને રીના ને હાંશકારો થયો પણ માં સહજ ભાવના થી પૂછી બેઠા કે કેમ આટલી વાર થઈ.

કવિતા એ પોતાના મીઠુડા અવાજ મા બધું કહી દીધું તેની મમ્મી ને અને કાલુભાઈએ આપેલી ચિઠ્ઠી બતાવી બોલવા લાગી મમ્મી મને ગુજરાતી વાંચતા શીખવાડી દે પ્લીઝ કેમ કે આ ચિઠ્ઠી માં શુ લખ્યું છે મને ના ખબર પડી.

નાની અમથી ચિઠ્ઠી માં આવું લખેલું કાલુભાઈએ.....
" રીના બેન તમારી કવિતા બુદ્ધિ, પ્રામાણિકતા ની સાથે સાથે અસલ ખુમારી વાળી દીકરી છે. આજે મારી ભૂલ થી વધુ આપેલા રૂપિયા ન માત્ર એણે પાછા આપ્યાં પણ મેં જ્યારે એ રૂપિયા પાછા લઈ એને ચોકલેટ આપી તો તેણે લેવાની ના પાડી દીધી અને કહેવા લાગી કે મારી મમ્મી કે છે કે જે આપણા હક નું કે કમાણી નું ના હોય એ નહીં લેવાનું..તો સોરી પણ આ ચોકલેટ તમે લઈ લો પાછી...આજે આ નાની દીકરી મને પોતાની ખુમારી નો પરિચય આપતી ગઈ...બાકી ચોકલેટ તો બાળકો લઈ જ લે એમાં પણ આ ચોકલેટ તો કવિતા ની ફેવરિટ હતી. ખૂબ આનંદ થયો આ નાની દીકરી ની ખુમારી જોઈ ને....
ભગવાન એને ખૂબ સફળતા આપે તેવા આશીર્વાદ.
લી.કાલુ "

ચિઠ્ઠી વાંચી ને રીના ની આંખો ખુશી થી છલકાઈ ગઈ અને વ્હાલી કવિતા ને ગળે લગાવી દીધી અને બોલી રહી બેટા ગર્વ છે તારી આ ખુમારી પર.....ચાલ હવે ફટાફટ પિઝા પર ચીઝ લગાવી ને તારા ફેવરિટ ચિઝી પિઝા ખાઈએ.....

સમાપ્ત.

પ્રસ્તુતિ : સંદિપ જોષી