Sunset books and stories free download online pdf in Gujarati

Sunset



"Hello પ્રિયા, તું ક્યાં પહોંચી ?", ભવ્ય ફોનમાં પ્રિયા સાથે વાત કરતાં બોલ્યો. પ્રિયા બોલી ,"હજી ઘરેથી નીકળી છું"‌. ભવ્ય બોલ્યો,"શું? તું હજું ઘરેથી નીકળી છો! પ્રિયા, This is not fair. આપણી વાત થઇ હતી કે આપણે સાંજે 4 વાગ્યે શિવરાજપુર બીચ પર મળીશું. આપણે sunset જોવાનો છે. please જલદી આવ." ભવ્ય એકસાથે આટલું બોલી ગયો. આટલું બોલતાં ની સાથે જ કોઈકે ભવ્યની આંખો પર હાથ મૂકીને તેની આંખો બંધ કરી દીધી. ભવ્ય તેની આંખ પરનાં હાથ ઓળખી ગયો હોય એમ બોલ્યો, "પ્રિયા". પાછળથી અવાજ આવ્યો, "હા, પ્રિયા! પણ દર વખતે તું મને કેમ ઓળખી જાય છે?" ભવ્ય પાછળ વળી જવાબ આપતા બોલ્યો, " તારા હાથનાં સ્પર્શ થી!" પ્રિયા આગળ આવીને ભવ્યની બાજુંમાં બેસી ગઇ.

સુર્ય દરિયાનાં પાણીમાં જતો હોય એમ આથમી રહ્યો હતો. પ્રિયાનો હાથ ભવ્યનાં હાથમાં હતો. પ્રિયા ભવ્યનાં ખભા પર માથું ઢાળીને બેઠી હતી. પ્રિયા બોલી, " ભવ્ય! એક વાત પૂછું?" ભવ્ય બોલ્યો, "હા, બોલ". પ્રિયા બોલી, " સૂર્યોદય આપણી લાઈફમાં નવી રોશની લઈને આવે છે, નવી ઉમ્મીદ લઈને આવે છે. છતાં પણ લોકો સૂર્યોદયને ન જોતાં સૂર્યાસ્ત જોવાનું પસંદ કરે છે, એવું શા માટે?" ભવ્ય બોલ્યો, "પ્રિયા! આ દુનિયાનો નિયમ એવો જ છે. જે સારું છે તેને કોઈ સ્વીકારવા તૈયાર નથી અને આપણે જો પોઝિટિવલી જોઈએ તો જેનો દિવસ ખરાબ ગયો છે એમનો ખરાબ દિવસ સૂર્યનાં આથમતાંની સાથે પૂરો થાય છે. તો આપણે આની પોઝીટીવ બાજુ જોવી જોઈએ." પ્રિયા બોલી, "હા, તારી વાત સાચી છે."

ભવ્ય બોલ્યો, "એ બધું મૂક, તું એ વિચાર કે આ સૂર્યાસ્ત આપણા જેવા couples માટે કેટલો romantic બની શકે છે!" પ્રિયા શરમાતા બોલી, " હા, તો ચાલ આપણે આ sunset ને રોમેન્ટિક બનાવીએ." પ્રિયા અને ભવ્ય ઊભા થઈને દરિયાનાં પાણી તરફ જવા લાગે છે. દરિયામાં ધીમા ધીમા મોજાં ઉછાળી રહ્યાં હતાં અને તેઓનાં પગને ભીના કરી રહ્યાં હતાં.

થોડીવાર પછી અચાનક વરસાદ શરૂ થઈ જાય છે. વરસાદનું પાણી ભવ્યનાં હાથ પર પડયું. હાથ પર ઠંડક અનુભવતા જ ભવ્ય પોતાના વિચારો માંથી બહાર આવી ગયો. સુર્ય આથમી ગયો હતો. ભવ્યની બાજુમાં કોઈ ન હતું. તે પોતાનો મોબાઇલ કાઢીને તેમાં સમય જોવે છે. પછી તે પ્રિયાનો call કરે છે. તેણે પ્રિયાને 2 call કર્યા પણ પ્રિયા તેનો call ઉપાડતી ન હતી. પછી તેને ત્રીજી વખત તેને call કર્યો. લાંબી રીંગ વાગ્યા પછી પ્રિયાએ call ઉપાડ્યો. પ્રિયા બોલી, "હા બોલ". ભવ્ય બોલ્યો, "તું ક્યાં છે?" પ્રિયા અચકાતાં બોલી, "Sorry ભવ્ય, actually થયું એવું કે હું ઘરેથી નીકળી તો મારી કારમાં પંચર પડી ગયું. પછી હું એ સરખું કરાવવા ગેરેજ પર ગઈ. ત્યાં મને ટાઈમ લાગી ગયો. પછી sunset પણ થઇ ગયો હતો એટલે પછી મેં ત્યાં આવવાનું માંડી વાળ્યું. મેં તને call કરવા મોબાઇલ કાઢ્યો તો મોબાઇલ switch off થઇ ગયો હતો. પછી હું ઘરે આવી અને મોબાઈલ ચાર્જીંગમાં મૂકીને ન્હાવા ચાલી ગઈ. હું તને call કરવાની જ હતી પણ ત્યાં તારો call aavi ગયો."

ભવ્ય બોલ્યો, "Ok, કંઈ વાંધો નહીં. પછી કયારેક બીચ પર પાછા આવશું." ભવ્ય આટલું બોલ્યો ત્યાં સામેથી અવાજ આવ્યો, "પ્રિયા, તું અત્યારે મારી સાથે છે તો પછી ભવ્યને શું બહાનું આપીશ. દર વખતની જેમ આ વખતે પણ તેને બેવકૂફ બનાવીશ કે નઇ?" આટલું સાંભળી ભવ્ય તો થોડીવાર તો શોકમાં જ રહ્યો. પ્રિયા ભવ્યનો call hold પર રાખી અને તેનાં boyfriend રાજને ચૂપ કરાવતાં બોલી, "અરે! આ તે શું કર્યું? અત્યારે ભવ્યનો call ચાલુ છે." ભવ્ય થોડો સ્વસ્થ થતાં બોલ્યો,"Ok પ્રિયા! ભગવાને ઈચ્છયું તો બીજી વાર મળશું. Good Bye" આટલું બોલી ભવ્યએ આંસું ભરેલી આંખ સાથે ફોન મૂકી દીધો.

ભવ્યને લાગ્યું કે સુર્ય આથમતાની સાથે તેનાં જીવનનાં એક દુઃખદ પ્રકરણનો પણ અંત આવ્યો.

The End