Vat Ae Raat Ni... books and stories free download online pdf in Gujarati

વાત એ રાતની...


અગિયારમાં ધોરણનાં વિધાર્થીઓનાં સ્કૂલમાં હજુ નવાં નવાં જ આવ્યાં હતાં એટલે બારમામાં ધોરણનાં વિધાર્થીઓએ તેમનાં માટે Fresher's Party કરવાનું આયોજન કર્યું. Fresher's Party જૂન મહિનામાં હતી અને ત્યારે મે મહિનો ચાલી રહ્યો હતો. એટલે વિધાર્થીઓએ તૈયારી શરૂ કરવા માટે એક મિટિંગ બોલાવી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અભિનવ નામનો એક વિધાર્થી કરતો હતો.

‌‌ મિટિંગમાં બધાં આવી ચૂક્યાં હતાં. અભિનવ ઉભો થયો અને બોલ્યો,"Hello Everyone, જેવી કે તમને ખબર છે કે આપણે 11th નાં સ્ટુડન્ટ્સ માટે Fresher's Partyનું આયોજન કરી રહ્યાં છીએ. આ પાર્ટી આપણે 1st જૂન નાં સાંજનાં 4:30 વાગ્યે રાખી છે. આપણે 11th નાં સ્ટુડન્ટ્સને પોસ્ટ કાર્ડમાં ઇન્વિટેશન આપશું. ડ્રેસ કોડ વેસ્ટર્ન અને ડ્રેસ કલર બ્લેક હશે. કાર્યક્રમ શરૂ થશે એટલે સૌપ્રથમ આપણે ગણેશસ્તુતિ વગાડીશુ. પછી 11th નાં સ્ટુડન્ટ્સ રેમ્પ વોક કરીને કાર્યક્રમમાં આવશે. આપણે સ્કુલલાઇફ પર એક નાટક રજૂ કરીશું અને એક-બે ગીતો પર ડાન્સ પ્રફોમસ આપશું. પછી એમને ગેમ્સ રમાડીશુ. પછી તેમને આપણે Mr. Fresher's, Miss. Fresher's, Miss. Millions dollar smile, Mr. Fitness lover વગેરે જેવા ખિતાબો આપશું પછી થોડીવાર ડાન્સ પાર્ટી અને પછી ભોજન કરીને છુટા પડશું‌. પોતાનાં ભોજન માટેનો ખર્ચ જાતે ચૂકવવાનો રહેશે આપણે માત્ર ડેકોરેશન કરવા, ખિતાબો (સેસે) લેવાં માટે જ નાણાં ભેગા કરવાનાં રહેશે. જેમાં બધાંએ 50 રૂપિયા આપવાનાં થશે. કોઇને કંઇ ડાઉટ ?" બધાં બોલ્યાં,"No".

બધાંએ નાટક અને ડાન્સની તૈયારી શરૂ કરી દીધી હતી. પાર્ટી માટે હવે એક જ અઠવાડિયાંનો સમય હતો. બધાં નાટક અને ડાન્સનાં ફાઈનલ રિહર્સલ માટે એકઠાં થયાં. 12thનાં ક્લાસ ટીચર રોહિત સર જે અભિનવનાં સગાં કાકા હતાં તે પણ ફાઈનલ રિહર્સલ જોવાં આવ્યાં હતાં. નાટક જોઈને ટીચરે એ નાટકમાંની એક રુચિકા નામની વિદ્યાર્થીનીને શાબાશી આપતાં કહ્યું,"બેટા! ખુબ સરસ અભિનય કર્યો." પછી તે ટીચરે અભિનવ ને બોલાવીને‌ એને ઠપારતા કહ્યું," તું તો કોઈ દિવસ કંઇ સારું કરી શકતો જ નથી એટલે મને આ નાટકમાં પણ તારી પાસે આવી અપેક્ષા હતી." અભિનવ પણ બોલ્યો,"તમને કોઈ દિવસ મારાં માં કંઇ સારું દેખાયું જ નથી તો આજે શું દેખાવાનું? મને પણ તમારી પાસે આ જ અપેક્ષા હતી." આટલું બોલીને અભિનવ ત્યાંથી નીકળી જાય છે.

Fresher's Party માટે તેઓ સ્કૂલનાં મેદાનમાં ડેકોરેશન કરે છે. જેમ આયોજન કર્યું હતું તેમ જ Fresher's Party થઈ જાય છે. શાળાનાં મેદાનની સાફસફાઈ કરી અભિનવ, તેનાં મિત્રો આરવ‌, ક્રિશ, રિધ્ધિ અને પ્રિયા બધાં સાથે ઘરે જવા નીકળ્યાં. રાતનાં 10 વાગી ગયા હતાં. તેમનું ઘર સ્કૂલથી 1½ કિલોમીટર દૂર આવેલું હતું. ઘરેથી સ્કૂલે જવા માટે બે રસ્તા હતાં. એક રસ્તો નદી ઉપરથી નીકળતો અને બીજાં રસ્તામાં વચ્ચે એક રેલવે સ્ટેશન આવતું. આખું વર્ષ તો તેઓ નદી પરનાં રસ્તા પર પરથી જ સ્કૂલે આવતાં અને જતાં પણ ત્યારે ચોમાસાની ઋતુ હતી એટલે તેઓ રેલવે સ્ટેશનનાં રસ્તાથી ઘરે જવા નીકળે છે.

તેઓ સ્કૂલથી હજુ થોડા દૂર જ પહોંચ્યા હતાં ત્યાં વરસાદ શરૂ થયો. ખૂબ કડાકાભડાકા સાથે અને ડરાવી દેતી વિજળી સાથે ધોધમાર વરસાદ તુટી પડયો. અભિનવ નાં મમ્મીએ તેને રેલવે સ્ટેશનનાં રસ્તાથી ન જવા જણાવ્યું હતું. પણ વરસાદ ચાલુ હતો એટલે બીજો કોઈ ઉપાય ન હતો. તેમને બધાંને ખૂબ ડર પણ લાગતો હતો.

અભિનવ બોલ્યો,"તમે બધાએ કાળો દોરો બાંધ્યો છે?" તેનાં મિત્રો બોલ્યાં,"હા". અભિનવ બોલ્યો,"તો તે દોરો કાઢીને તેને ફેંકી દો." રિધ્ધિ બોલી,"પણ કેમ?" અભિનવે કહ્યું,"મારાં મમ્મી કહેતાં હતાં કે આ રસ્તેથી કોઈ દિવસ ન પસાર થતો અને જો કોઈ કારણસર પસાર થવું પડે તો હાથ-પગમાં જો કોઈ કાળો દોરો કે લોખંડનું કડું પહેર્યું હોય તો તે કાઢીને ફેંકી દેજે." બધાં પોતાનાં કાળાં દોરા અને‌ કડાં કાઢીને ફેંકી દે છે. પછી તેઓ આગળ વધવાં લાગે છે. બધાં હનુમાન ચાલીસા બોલવાં લાગે છે.

ચાલતાં ચાલતાં તેઓ સ્ટેશન પાસે પહોંચવા આવ્યાં હતાં. તેઓએ સ્ટેશન પાસે પહોંચીને જોયું તો ત્યાં ઘણાં બધાં નાનાં બાળકો સ્કૂલ‌ યુનિફોર્મ પહેરીને પકડમ પકડાઇ રમતાં હતાં. અભિનવ અને તેનાં મિત્રો આટલી રાત્રે આ સ્ટેશન પર જ્યાં કોઈ ન હતું ત્યાં આ નાનાં બાળકોને જોઇને આશ્ચર્ય પામે છે. વરસાદ હજુ સુધી ચાલુ હતો રેલવે ટ્રેક વરસાદનાં પાણીમાં ડૂબી ગયો હતો. ત્યાં પાણી ઘુંટણ સુધી પહોંચતું હતું.

અભિનવ અને તેનાં મિત્રો રેલવે ટ્રેક પસાર કરવાં લાગ્યાં. જેવો તેમણે રેલવેનાં ટ્રેકની બહાર પગ મૂક્યો કે તેમની સામે પેલાં બાળકો આવી ગયાં. બાળકોએ અભિનવ અને તેનાં મિત્રોને‌ પોતાની સાથે રમવા કહ્યું. અભિનવ અને તેનાં મિત્રો તેમની સાથે રમવા લાગ્યાં. તે બાળકોએ એક પછી એક કરીને અભિનવ અને તેનાં મિત્રોને ‌બેભાન કરી દીધાં અને તેમને પાણીમાં ડૂબતાં મૂકી ત્યાંથી નીકળી ગયાં.

થોડીવાર પછી અભિનવ નાં કાકા રોહિત અભિનવને શોધતાં શોધતાં ત્યાં આવ્યાં. તેમને જલ્દી જલ્દી અભિનવ અને તેનાં મિત્રોને પોતાની જીપમાં બેસાડ્યાં. પછી તેમને ઘરે લઈ ગયા અને ડૉક્ટર પાસે તપાસ કરાવી. ડૉક્ટરે તેમની તપાસ કરી અને દવા આપી અને કહ્યું કે સવારે બધાં ભાનમાં આવી જશે.

સવાર પડી ગઈ. અભિનવ અને તેનાં મિત્રો ભાનમાં આવવા લાગ્યાં. તેમણે બધાને પોતાની સાથે થયેલી ઘટના જણાવી. તે સાંભળી બધાંનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.

અભિનવ નાં દાદી બોલ્યાં,"આવું પહેલીવાર નથી થયું, આની પહેલાં પણ‌ આ ઘટના ઘટી ગઈ છે." અભિનવે કહ્યું,"પણ દાદી આ બધું કોણ કરે છે અને શા માટે આ થાય છે." તેનાં દાદીએ કહ્યું,"ઘણાં વર્ષો પહેલાં તું જે સ્કૂલમાં ભણે છે ત્યાંનાં નાના બાળકો એકવાર બસમાં પ્રવાસ માંથી ઘરે જઈ રહ્યાં હતાં. અંધારી રાત હતી અને ખૂબ ધોધમાર વરસાદ આવતો હતો. તે રેલવે ટ્રેક પાસે તેમની બસનું ટાયર પંચર પડી ગયું. ત્યાં અચાનક ટ્રેન આવી રહી હતી. બસનો દરવાજો પણ નાનાં બાળકો બહાર ન નીકળે એટલે બહારથી બંધ કર્યો હતો. ડ્રાઈવર બારીનો કાચ તોડી બહાર ભાગી ગયો હતો. બસમાં બેઠેલાં બાળકો ખૂબ ડરી ગયાં હતાં અને રડી રહ્યાં હતાં. વાતાવરણમાં બાળકોનાં રડવાનો અવાજ આવી રહ્યો હતો. ગામ રેલવે સ્ટેશનથી 1 કિલોમીટર દૂર હોવાથી કોઈ તેમનો અવાજ સાંભળતું ન હતું. ટ્રેન ક્ષણમાત્રમાં બસ ઉપરથી ‌પસાર થઈ ગઈ. વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ હતી. ટ્રેનનો ટ્રેક લોહીથી રંગાઈ ગયો હતો."

અભિનવ બોલ્યો," પણ દાદી એ બાળકો આપણેને શા માટે નુકસાન પહોંચાડે છે?" તેનાં દાદી બોલ્યાં,"બસમાંથી જે ડ્રાઈવર ભાગી ગયો હતો તે તારાં દાદા હતાં." આ સાંભળી બધાં સ્તબ્ધ થઈ ગયા.

........................સમાપ્ત..........................