THE GUJJU AND GUNS SEASON 1 - 23 books and stories free download online pdf in Gujarati

ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 23 (બદલો પૂરો)

ટોમી રોકેટ લોન્ચર લઈને નીચે બેઠો અને જ્યાંથી ફાયરિંગ થઈ રહ્યું હતું ત્યાં છૂપાઈને લોન્ચર હાથમાં પકડી નિશાન સેટ કર્યું...

જેવું તેણે લોન્ચર ટ્રિગર દબાવ્યું લગભગ બે થી ત્રણ સેકન્ડમાં જ... શુંનનનન કરતું રોકેટ સીધું સામે રહેલી એક હવેલીના દરવાજા સાથે અથડાયું...જોતા જોતા મોટા વિસ્ફોટ સાથે અડધી હવેલી ભસ્મ થઈ ગઈ.

ટોમી : બેસો ...બંને ગાડીમાં
ટોમીએ જોરથી બૂમ પાડતા રાહુલ અને બાબાને કહ્યું.

ત્રણે જણ ફટાફટ ગાડીમાં બેઠા અને રાહુલે સીધી ગાડી વિસ્ફોટ થયેલી દીવાલ પાસે ઊભી રાખી ...ત્યાં આજુબાજુ કશું દેખાતું ન હતું. ચારેબાજુ ધુમાડા ધુમાડા...

ત્યાં લગભગ છ થી સાત લોકોની લાશ પડી હતી.

અચાનક આ બાજુથી ફાયરિંગ થઈ ગઈ અને ટોમીએ
પણ ઈશારાથી તેમના માણસોને ફાયરિંગ બંધ કરવા કહ્યું.

ટોમી , રાહુલ અને બાબા ધીમે ધીમે પિસ્તોલ તેમજ એક લોન્ચર અને એક રાયફલ સાથ આગળ વધ્યા.

તે હવેલી લગભગ અડધી ભસ્મ થઈ ગઈ હતી...ત્યાં જ અચાનકથી તેઓની સામે પિસ્તોલથી ફાયરિંગ થયું અને ટોમીને વનરાજ તેમજ નીરજ કુમાર ભાગતા દેખાયા...

રાહુલે સળંગ ગોળીઓ મારી વનરાજના છેલ્લા બચેલા બે માણસોને ઘાયલ કરી નાખ્યાં અને ટોમી દોડતો આગળ વધ્યો.

બાબાએ તે ઘાયલ માણસોને પિસ્તોલથી મારી નાખ્યાં જ્યારે વનરાજ અને નીરજ ગભરાતા ગભરાતા દોડતા દોડતા પાછળના રસ્તેથી હવેલીની પાછળ પાર્ક કરેલી ગાડીઓ તરફ જઈ રહ્યા હતા.

ટોમી રાહુલ અને બાબા પણ તેમની પાછળ પાછળ તેમને શોધતા શોધતા આગળ વધી રહ્યા હતા.

વનરાજ અને નીરજ કુમાર ગાડી સીધી પહોંચી ગયા હતા અને તેઓ ફટાફટ ગાડી શરૂ કરી...

ટોમી પણ લગભગ અવાજ સાંભળતા તેમની પાસે પહોંચી ગયો હતો...વનરાજે ગાડી તરત જ ઉપાડી અને ચલાવવાનું શરૂ કર્યું...ત્યાંજ ટોમીએ અંદાજે નિશાન લીધું અને વનરાજની ચાલુ કાર પર છેલ્લું લોન્ચર છોડ્યું...

ટોમીનો નિશાનો સહેજ ચૂકી ગયો અને લોન્ચર ગાડીના પાછળના ભાગમાં અથડાયું...ગાડી ફૂટી તો ખરી પરંતુ વનરાજ અને નીરજ ઘાયલ અવસ્થામાં જીવતા હતા...

તેઓ હાથમાં બંદૂક સાથે લોહીથી લથપથ ગાડીની બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા. ગાડી અડધી સળગી રહી હતી...

ત્યાંજ ટોમીએ ખાલી લોન્ચર જમીન પર ફેંક્યું અને રાહુલ પાસેથી રાયફલ લઈને આગળ ચાલતા ચાલતા ગાડી પર અંધાધુંન ગોળી મારવાની શરૂ કરી...

સાથે સાથે રાહુલ અને બાબાએ પણ ગોળી મારવાની શરૂ કરી. ત્રણે ગાડીની નજીક પહોંચી ગયા.

તેમણે શું જોયું? વનરાજ અને નીરજ જીવતા હતા પણ પિસ્તોલ ઊંચી કરવાની પણ તાકાત નહોતી બચી... ટોમીએ કશું બોલ્યા વગર સમય ના બગાડતા રાયફલની બધી ગોળી વનરાજ અને નીરજ કુમારના માથે ચલાવી દીધી ...તેમનું માથું આખું ફાટી ગયું ...

આ જોતા કરણને વોમીટ જેવું થવા લાગ્યું અને તે દૂર ખસી ગયો... ટોમીએ જબરદસ્ત રીતે ડિસોઝા તેમજ જેનેલિયાનો બદલો લીધો.

****************

બીજા દિવસે બધા અખબારના ફ્રન્ટ પેજ પર ટોમીનો મોટો ફોટો હતો...અને નીચે લખ્યું હતું

" ગઇકાલે ટોમી અને તેની ગેંગે કર્યો વનરાજ નામના વ્યક્તિ ઉપર હુમલો ... આ હુમલામાં લગભગ દસ થી બાર વ્યક્તિની હત્યા થઈ હોવાનું મનાય છે. ક્યારે અહમદાબાદ આ ગેંગસ્ટરોથી મુક્ત થશે? શું આપણી સરકાર કોઈ પગલાં લેશે...વગેરે વગેરે

જોતા જોતા તો આખી ગુજરાત સરકાર હચમચી ઉઠી. કમિશનર તેમજ લોકલ પોલીસ સ્ટેશનમાં મુખ્ય મંત્રી તેમજ નાયબ મુખ્ય મંત્રીના ફોન આવવા લાગ્યા.

આ સમાચાર આખા દેશના અખબારોમાં છપાઈ ગયા કારણ કે આ ગેંગવોરમાં જે હથીઆરોનો ઉપયોગ થયો હતો તે ખૂબ મોટા અને ભયાનક હતા.

સરકારે તરત જ ટોમી સામે કડક પગલાં લઈ તેને પકડવાનો આદેશ આપ્યો.

(ક્રમશ:)
Urvil Gor