Coincidence - 17 books and stories free download online pdf in Gujarati

દો ઈતફાક - 17



🔹️17🔹️
દો ઈતફાક
Siddzz💙



યુગ અને નવ્યા કેન ટીન માં બેસેલા હતા અને ઈશાન અને પાર્થ ની રાહ જોતાં હતાં. યુગ તો ત્યાં જ ટેબલ પર બેગ રાખી ને સૂતો હતો. ત્યાં ઈશાન આવી ને યુગ ને જગાડ્યો

" આવી ગયો તું ?" યુગ એ પૂછ્યું.

" હા " ઈશાન અને પાર્થ બોલ્યા.

" ખબર પડી જ જાય. કઈ ખાવાનું લઇ આવ મને ભૂખ લાગી છે" યુગ બોલ્યો.



થોડી વાર પછી,


યુગ કોક પીતો હતો ત્યાં ઈશાન એ કહ્યું

" ભાઈ પાર્ટી અમારે આપવી પડશે એવુ લાગે છે હવે તો ?"

" કેમ ?"

" યાદ છે બે મહિના પહેલા કઈ ડીલ થઈ હતી ?" પાર્થ બોલ્યો.

" અચ્છા એ " યુગ ને યાદ આવતા કહ્યું.

" માયરા તો ભાભી ના બની હવે પાર્ટી અમારે આપવી પડશે ને " નવ્યા એ કહ્યું.

" હા " યુગ બોલ્યો.

" તો કાલે રવિવાર છે કાલે જઈએ સવારે ક્યાંક " ઈશાન એ કહ્યું.

" કેટલા વાગે ?" નવ્યા એ પૂછ્યું.

" અમારા માટે આઠ અને તારા માટે સાત " પાર્થ હસતા હસતા બોલ્યો.

" સારું "


બીજે દિવસે એ લોકો સવાર ના બહાર ગયા હતા. સવારે બીચ પર , બપોરે મૂવી જોવા અને મોલ માં. આમ એ લોકો નો આજ નો આખો દિવસ મસ્ત ગયો હતો. બોવ બધી મેમરી ભેગી થઈ હતી આજ ની. નવ્યા ની અમુક વાતો જે આ લોકો ને ખબર નઈ હતી એ પણ પડી ગઈ હતી.


યુગ, પાર્થ, નવ્યા અને ઈશાન આ ચારેવ નું એક ગ્રુપ બની ગયું હતું. હવે કોલેજ સાથે જવાનું અને સાથે જ આવવાનું. એક ને લેક્ચર ના ભરવો હોય તો કોઈ ના ભરતું. અઠવાડિયા માં એક વાર ક્યાંય જોડે ફરવા જવાનું.


થોડા દિવસ પછી એ લોકો નું રીઝલટ પણ આવી ગયું હતું. 1 સ્ત સેમેસ્ટર બધા નું પાસ થઈ ગયું હતું. યુગ ને એના ગરબા ક્લાસ નો એક મહિનો ઉપર થતા એને એનો પહેલો પગાર મળ્યો હતો.


એ માથી એને પંક્તિ મેમ ને એક ડેનિમ ગિફ્ટ આપ્યું હતું અને પછી એના ફેમિલી ને પણ.

સ્મિતા બેન અને અજય ભાઈ ખુશ હતા યુગ ને આ રીતે જોઈ ને.


યુગ અને માયરા ની વાત હવે થોડી વધારે થતી. માયરા ને સ્કૂલ માથી એક્ઝામ માટે વેકેશન પડી ગયું હતું એટલે એ ઘરે જ હોય. યુગ જયારે પણ ટાઈમ મળે ત્યારે એની સાથે વાત કરી લેતો.


યુગ માટે માયરા હવે આદત બની ગઈ હતી. અને એ વાત ની માયરા ને પણ ખબર પડી ગઈ હતી. માયરા એ યુગ ને સમજાવવાનો ટ્રાય કર્યો પણ યુગ કઈ સમજે એમ નઈ હતો.

યુગ નાની નાની વાત પણ કહેતો માયરા ને. માયરા વાંચવા ના બેઠી હોય તો પણ એને બોલતો. જોડે રહી ને નઈ પણ દૂર રહી ને એ માયરા નું ધ્યાન રાખતો.


આમ તો એ લોકો ની મેસેજ પર વાત થતી. ખાલી શનિવાર રાતે ફોન પર વાત થતી.

આજે શનિવાર હતો અને યુગ એના ગરબા ક્લાસ પર થી ઘરે આવતા આજે પણ લેટ થઇ ગયો હતો. મુંબઈ ના ટ્રાફિક ના લીધે.

યુગ એ ખાઈ ને માયરા ને ફોન કર્યો થોડી વાત કરી પછી માયરા એ કહ્યું

" યુગ તું કેમ મને નાની નાની વાત પણ કહે છે ?"

" કેમકે તું મારા માટે બધા ફ્રેન્ડ કરતા થોડી સ્પેશિયલ છે. અને તારા લીધે જ આજે હું અહીંયા છું. તને લાઈફ મા કોઈ દિવસ દૂર કરવા નઈ માંગતો "

" ઓકે "

" કેમ આજે આવો સવાલ આમ અચાનક ? " યુગ ને ખબર હતી માયરા કોઈ દિવસ આવા સવાલ ના કરતી.

" બસ એમજ. "

" ઓકે "

" પણ યુગ એવું ના હોય ને મારા લીધે તું અહીંયા છે. હું ના હોત તો પણ " માયરા આગળ કઈ બોલે એ પેલા યુગ બોલ્યો

" બસ માયરા. હવે આગળ કઇ ના બોલ "

" કેમ ?" માયરા એ પૂછ્યું.

" બસ મારે તને મારી લાઈફ માથી ખોવી નથી "

" પણ આખી લાઈફ થોડી બધા જૉડે હોય ?"

" એ મને નઈ ખબર પણ મારે તને નથી ખોવી. "

" ઓકે" માયરા ને પણ આગળ પૂછવાનું ઠીક ના લાગ્યું એટલે કઈ ના પૂછ્યું.

થોડી વાર પછી વાત કરતા કરતા જ માયરા સૂઈ ગઈ.


યશવી પણ જ્યારે ફ્રી હોય ને ત્યારે માયરા ને ફોન કરતી. યુગ પણ ઘર માં અમુક વાર માયરા ની વાત કરતો. હવે તો યુગ ના ઘર માં માયરા એક ઘર નું જ વ્યક્તિ હોય એવું લાગતું.

સ્મિતા બેન પણ ક્યારેક ક્યારેક માયરા ને ફોન કરી ને એના હાલ જાણી લેતા. એક વાર સ્મિતા બેન એ ફૉન કર્યો હતો ત્યારે માયરા એ કહ્યું,

" આંટી એક વાત કહું ?"

" હા બોલ ને બેટા " સ્મિતા બેન એ કહ્યું.

" તમે ખોટું ના લગાડતાં "

" તારી વાત નું ખોટું લાગતું હોય મને "

" આંટી મને એવું લાગે છે યુગ ને મારી આદત પડી ગઈ છે. "

"એટલે ?" સ્મિતા બેન એ પૂછ્યું.

" આંટી એ એમ કહે છે કે તું કોઈ દિવસ દૂર ના જતી " પછી માયરા એ જે વાત યુગ કહેતો એ કરી.

" આંટી મારે કોઈ ની અને યુગ ની પણ આદત નઈ એક દોસ્ત બનવું છે "

" બેટા આ નો જવાબ પણ તારી પાસે છે જ. અને યુગ ને તું સમજાવીશ તો વધારે સમજસે. હું કહીશ તો કઈ નહિ સમજે એ "

" ઓકે આંટી "

" એ બધી વાત પર બોવ ધ્યાન ના આપતી બેટા. અને એક્ઝામ પર ધ્યાન આપજે વધારે " સ્મિતા બેન એ કહ્યું.

" હા આંટી "

" અને બેટા હજી એક વાત. યુગ ને ગુસ્સો બોવ જલ્દી આવી જાય છે તો એ ગુસ્સા માં બોલી દે તો પહેલે થી જ સોરી કહું છું તને "

" ના આંટી તમે કેમ સોરી કહો છો ?"

" બેટા મને ખબર એ કેવો છે. અને ગુસ્સા મા શું બોલે એ એને પણ ખબર નઈ હોતી એટલે "

" ઓકે "

" સારું બેટા ધ્યાન રાખજે તારું મૂકું "

" હા "


ફેબ્રુઆરી મહિનો ચાલુ થઈ ગયો હતો. હવે માયરા ની એક્ઝામ ને એક મહિનો જ બાકી હતો. એ સવાર મા કામ પતાવી ને વાંચવા બેસી જતી. બપોરે ટ્યુશન જતી અને ત્યાં થી આવી ને પણ વાંચવા બેસી જતી. સાંજે જમી ને થોડી વાર વાંચી. દસ વાગ્યા પછી યુગ નો ફોન આવે ત્યારે દસ પંદર મિનિટ એની સાથે વાત કર્યા પછી સૂઈ જતી.
આ એનું રોજ નું થઇ ગયું હતું.


એક વાર યુગ એના ફ્રેન્ડ સાથે કેન ટીન માં બેસેલો હતો. લેક્ચર હતો નઈ આજે એટલે.

વેફર ખાઈ ને નવ્યા રેપર સાથે રમતી હતી એ જોઈ ને ઈશાન બોલ્યો,

" હજી ભૂખ લાગી હોય તો બીજી લઈ આવ."

" ના હવે " નવ્યા એ કહ્યું.

" તો ઊભી થઈ ને રેપર કચરા પેટી માં નાખી આવ ને " પાર્થ બોલ્યો.

યુગ હજી શાંતિ થી બેસેલો હતો.

" ચાલો ગાય્સ ટ્રુથ એન્ડ ડે ર રમીએ " ઈશાન એ કહ્યું.

" ચાલો " પાર્થ અને યુગ એ કહ્યું.

" ભેંસ તારે નઈ રમવાનું ?" યુગ એ પૂછ્યું.

" હે ?" ઈશાન એ કહ્યું. અને નવ્યા તો એમ જોવા લાગી કે હમણાં જ યુગ નું ખૂન કરી નાખશે.

"શું બોલ્યો ?" નવ્યા એ પૂછ્યું.

" ગાય્સ કીધું તો તે જવાબ નઈ આપ્યો તું ભેંસ એમ " યુગ આંખ મારતા બોલ્યો.

" કૂતરા જેવા હું ભેંસ દેખાવ છું તને " નવ્યા થોડું મોટે થી બોલી.

" બાળકો આપડે કેન ટીન માં બેસેલા છે ઘર માં નઈ એટલે અવાજ લિમિટ માં રાખજો " પાર્થ એ કહ્યું.

" આ બેસ શું ?" ઈશાન ને ગુજરાતી ઓછી સમજમાં આવતો એટલે કહ્યું.

" બ્લેક કાઉ " યુગ એ કહ્યું.

" બફેલો 🐄 " પાર્થ એ ઇંગ્લિશ માં કહ્યું.

" ઓહ ભેંસ શું કરવું છે તારે રમવું છે કે પછી પેલા ગુંડા સાથે ડેટ પર જવું છે " ઈશાન એ કહ્યું.

" હું ભેંસ દેખાવ છું તમને ?" નવ્યા થોડા ગુસ્સા માં બોલ્યો.

" હા " પાર્થ , યુગ અને ઈશાન ત્રણેવ સાથે બોલ્યા.

" મારે નઈ રમવું કઈ. જાવ " નવ્યા એ કહ્યું.

" સારું તું જઈ સકે છે " ઈશાન એ કહ્યું.

" હું અહીંયા જ બેસીસ. ક્યાંય નઈ જવાની " નવ્યા એ કહ્યું.

" સારું. બેસ તો " ઈશાન એ કહ્યું.

" ડે ર નઈ ખાલી ટ્રુથ " નવ્યા એ કહ્યું.

" ના એમાં મઝા નઈ આવે " યુગ એ કહ્યું.

" મારું તો કોઈ દિવસ સાંભળવાનું જ નઈ ને " નવ્યા મોઢું નીચે કરતા બોલી.

" સારું બસ ખાલી ટ્રુથ " યુગ એ કહ્યું.

" યેસ " ખુશ થયા નવ્યા બોલી.

" ચાલો ચાલુ કોણ કરે છે બોલવાનું " પાર્થ એ કહ્યું.

" એક મિનિટ " નવ્યા એ એના બેગ માથી બોટલ કાઢી. " આ બોટલ જેના આગળ આવી ને ઉભી રેશે એને કહેવાનું. બાકી ના ત્રણ જે પૂછે એ "

" સારું "

પેલા બોટલ નવ્યા સામે જ આવી ને ઉભી રહી.

" આપડા ક્લાસ માથી કે આપડી કોલેજ માથી કોઈ એવો છોકરો જે તને ગમતો હોય " ઈશાન એ પૂછ્યું.

" ના આ ના કહી શકું " નવ્યા એ કીધું.

" કેમ બોલવું જ પડશે નઈ તો અમે નઈ રમીએ. " પાર્થ એ કીધું.

" યુગ " નવ્યા બોલી.

" હા બોલ ને પણ " યુગ એ કીધું.

" મે કઈ દીધું " નવ્યા બોલી.

" ઓહ એટલે યુગ ગમે છે એમ " પાર્થ એ કહ્યું.

હા મા માથું હલાવ્યું નવ્યા એ.

" પણ અમારે તને ભાભી નઈ બનાવવી " ઈશાન એ કીધું.

" મારે પણ નથી બનવું " નવ્યા એ કીધું.

યુગ એ કઈ કીધું નઈ. એને પછી બોટલ ફેરવી અને ઈશાન પાસે આવી ને ઉભી રહી

" કિસ બંદી કે સાથ ડેટ પે ગયા હે ?" પાર્થ એ પૂછ્યું.

" ઝીલ. એક જ વાર ગયો હતો ખાલી "

" એ કોણ છે " યુગ અને નવ્યા બંને સાથે બોલ્યા.

" સ્કૂલ માં હતી "

પછી પાર્થ સામે બોટલ આવી ને ઉભી રહી એટલે નવ્યા એ પૂછ્યું.

" તું આપડું ભણવાનું પતે પછી શું કરીશ "

" પપ્પા ની ઓફીસ " પાર્થ બોલ્યો.

" સાચે ?" ઈશાન એ પૂછ્યું.

" હા "

" સરસ એક ડાન્સ ર એક ને પપ્પા ની ઓફીસ ઈશાન તું ?" નવ્યા એ પૂછ્યું.

" મારે તો ફોટોગ્રાફર બનવું છે. " ઈશાન બોલ્યો.

" ઓહ પેલા અમારા ફોટો પાડતા શીખ ભાઈ " પાર્થ બોલ્યો.

" અને ભેંસ તારે " ઈશાન એ પૂછ્યું.

" યુગ આને સમજાઈ દેજે ભેંસ ના બોલે " નવ્યા ગુસ્સા માં બોલી.

" ઓહો યુગ . ઈશાન આપડે તો અહીંયા છે જ નઈ. " પાર્થ બોલ્યો.

" હા અને અમારે તને ભાભી નઈ બનાવવી એટલે યુગ ના સપના ના જોતી " ઈશાન બોલ્યો.

" સારું " નવ્યા બોલી.

" પણ તે અમારા સવાલ નો જવાબ ના આપ્યો " યુગ એ કહ્યું.

" મારું ... મારું કઈ નક્કી નથી. કેમ કે એન્જિનિયરિંગ પતે એ પેલાં તો કદાચ મારા મેરેજ થઈ જશે "

" વોટ " યુગ અને ઈશાન બંને એક સાથે બોલ્યા.

" હા. મરાઠી માં છોકરી ને બોવ ઉંમર સુધી રાહ નઈ જોવા દે મેરેજ માટે " પાર્થ એ કહ્યું.

" હા પાર્થ સાચું કહે છે. અમારા માં ભણવાની ના નથી પણ ટાઈમ પર મેરેજ કરી લેવાં પડે. અને મેરેજ પછી જો એ લોકો હા પડે તો આગળ જોબ થાય કે ભણાય " નવ્યા બોલી.

" કઈ નઈ મેરેજ માં તો બોલાવજે અમે આવસુ ડાન્સ કરવા. નઈ યુગ ? " ઈશાન બોલ્યો.

પણ યુગ તો કઈક વિચારો મા ખોવાયેલો હતો .

" યુગ શું વિચારે છે ?" નવ્યા એ પૂછ્યું.

" કઈ નઈ "

" ના બોલ. ભાઈ ને નઈ કહે. આ ભેંસ ને ના કહીશ. અમને તો બોલ " પાર્થ એ કહ્યું.

" હા હું કાન બંધ કરું છું " નવ્યા કાન પર હાથ રાખતા બોલી.

" ના એની જરૂર નથી. આને મેરેજ નું કીધું એટલે રાધિકા દી પણ જસે અને યશવી પણ... માયરા " બોલતા બોલતા અટકી ગયો.

" યુગ બધા ના મેરેજ તો થવાના જ છે ને એક દિવસ. અને તારા વાળી ને પણ એનું ફેમિલી છોડી ને તારી પાસે આવવું જ પડશે " નવ્યા એ કહ્યું.

પછી પાછી બોટલ ફેરવી પણ હજી સુધી એક પણ વાર યુગ ની સામે બોટલ આવી નઈ હતી. અને પાર્થ , ઈશાન અને નવ્યા એની જ રાહ જોઈ ને બેઠા હતા કે એની સામે બોટલ ઊભી રહે અને અમે પૂછ્યે કઈક . ત્યાં તો બોટલ ઊભી રહી

" હવે મઝા આવસે " પાર્થ યુગ ની સામે જોતા બોલ્યો .

" હા "

" યુગ સાચું બોલજે માયરા માટે શું વિચારે છે. ફ્રેન્ડ છે કે ગર્લ ફ્રેન્ડ " નવ્યા એ પૂછ્યું.

" ગર્લ ફ્રેન્ડ તો નથી જ " યુગ બોલ્યો.

" દોસ્ત પણ કઈક અલગ વાળી દોસ્ત છે થોડી વધારે સ્પેશિયલ વાળી " યુગ બોલ્યો.

" એટલે અમે દોસ્ત નથી એમ ને ?" ઈશાન એ પૂછ્યું.

" હા તમે છો જ ભાઈઓ મારા. અને આ ભેંસ પણ "
યુગ એ કહ્યું.

" તો અલગ શું છે અમારી દોસ્તી માં અને એના માં " ઈશાન એ પૂછ્યું.

" યાર તમે તો મને ફસાઈ દીધો આ સવાલ કરી ને " યુગ એ કહ્યું.

" ચલ બોલ. અમને ખોટું નઈ લાગવાનું કઈ " ઈશાન એ કહ્યું.

" હા નઈ લાગે " પાર્થ અને નવ્યા એ પણ કહ્યું.

" તમે મારી સાથે હોવ છો અને મારો મૂડ ના હોય તો તમને ખબર પડી જાય છે પણ એને તો કઈ કીધા વગર મેસેજ માં વાત કરતા હોય ને તો પણ ખબર પડી જાય. યાર શું કહું હું " યુગ ને બોલવું હતું આજે પણ કદાચ શબ્દો નઈ હતા એની પાસે .

" સમજી ગયા અમે. કઈક અલગ લેવલ વાળી દોસ્તી છે " ઈશાન એ કહ્યું.

" હા એ તારા કરતાં તો બોવ જ ક્યૂટ છે " નવ્યા એ કહ્યું.

" હા એ તો છે જ " યુગ એક મસ્ત સ્માઈલ આપતા બોલ્યો.

" એ કોઈ સોશિયલ મીડિયા પર કેમ નથી ? હોય તો અમે કહી શકીએ ને તું કેવા નાટક કરે છે એ " ઈશાન બોલ્યો.

" એ સ્કૂલ મા છે હજી. આપડે કોલેજ માં આવી ગયા એટલે એવું ના હોય બધા કોલેજ માં આવી ગયા હોય " પાર્થ બોલ્યો.

" ઓહ હા હું તો ભૂલી ગયો હતો " ઈશાન એ કહ્યું.

" ઝીલ ની યાદ માં " યુગ અને નવ્યા એક બીજા ને હાઈ ફાઈવ આપતા બોલ્યા.

" જાને હવે. ઝીલ કોન્ટેક્ટ માં પણ નથી " ઈશાન બોલ્યો.

" તો બીજી હસે ને કોઈ " નવ્યા બોલી.

" ના હો કોઈ જ નથી. " ઈશાન એ કહ્યું.

" આપડા મેરેજ માં તો નવ્યા નું એક બેબી પણ આવી ગયું હસે " પાર્થ બોલ્યો.

નવ્યા કઈ ના બોલી અને હસવા લાગી.

આમ હવે યુગ ને લાગતું નઈ હતું કે એ મુંબઈ હમણાં થોડા મહિના પેલાં જ આવ્યો છે. આટલા મસ્ત ફ્રેન્ડ હતા. ડાન્સ ક્લાસ માં પણ બધા એક થી એક નંગ મળ્યા હતા એને. અને એના ગરબા ક્લાસ ના સ્ટુડન્ટ્સ.

યુગ અને માયરા ની દોસ્તી ને એમ વર્ષ થઈ ગયું હતું. ગયા વર્ષે ફેબ્રઆરીમાં જ યુગ એ એને ફોન કર્યો હતો. પણ હજી સુધી એ મળી નઈ શક્યો હતો. યુગ જ્યારે પણ એને મળવાનું વિચારે ત્યારે કા તો માયરા ને એક્ઝામ આવે કા તો એને.

એક વાર યુગ એ નક્કી કર્યું હતું ત્યારે એને ડાન્સ ક્લાસ માં પરફોર્મન્સ આપવાનું થયું. આમ કઈ ને કંઈ કામ ને લીધે એ લોકો હજી મળી નઈ શક્યા હતા.


આમ એ લોકો ની મસ્તી માં ફેબ્રુઆરી મહિનો પણ પતી ગયો. માયરા ની બોર્ડ ની એક્ઝામ ચાલુ થવાની હતી એના દસ દિવસ બાકી હતા.

યશવી એ માયરા ને આજે બેસ્ટ ઓફ લક કહેવા ફોન કર્યો હતો કેમકે એ બે દિવસ પછી કેમ્પ મા જવાની હતી અને પંદર દિવસ પછી આવવાની હતી એટલે.

માયરા એ જમી ને ટીવી જોવા બેઠી હતી પણ એનું મન કઈ પણ લાગતું નઈ હતું. કોઈ વાત નો એને આજે અચાનક ડર લાગતો હતો. એ ને જલ્દી સુવા માટે એના રૂમ માં આવી ગઈ.

દસ વાગ્યે યુગ નો ફોન આવતો પણ આજે તો સાડા દસ ઉપર થઈ ગયું હતું યુગ નો ફોન આવ્યો નઈ હતો.

આ બાજુ યુગ એના ફ્રેન્ડ સાથે બહાર ગયો હતો અને ઘરે કહેવાનું ભૂલી ગયો હતો. દરરોજ એ સ્મિતા બેન ને રાતે ફોન કરતો પણ આજે સ્મિતા બેન ને પણ ફોન નઈ કર્યો હતો.

યુગ જે જગ્યા પર હતો ત્યાં નેટવર્ક નઈ આવતું હતું. એટલે કોઈ ને ફોન કરી પણ ના શકે અને કોઈ નો ફોન આવી પણ ના શકે.

યુગ સાડા દસ વાગ્યા પણ ઘરે નઈ આવ્યો હતો એટલે એના ફોઈ ફુઆ પણ ચિંતા મા હતા. રાધિકા અને નીલ
ક્યારના યુગ ને ફોન કરવાનો વ્યર્થ પ્રયત્ન કરતા હતા કેમકે યુગ નો ફોન લાગતો નઈ હતો.

આમ ને આમ અગિયાર વાગ્યા. નીલ ને પણ હવે ચિંતા થતી હતી યુગને કઈ થયું તો નઈ હોય ને.

સ્મિતા બેન એ રાધિકા ને ફોન કર્યો.

રાધિકા ના ફોન મા રીંગ વાગતા બધા ને લાગ્યું યુગ નો ફોન હસે પણ રાધિકા બોલી,

" મામી નો ફોન છે ?"

" ઉપાડ તો ખરી " નીલ એ કહ્યું.

" હા મામી "

" બેટા યુગ નો ફોન નથી લાગતો આપને એને " સ્મિતા બેન એ કહ્યું.

" મામી અમે પણ ક્યારના યુગ ને જ ફોન કરીએ છે અને અમે પણ એની રાહ જોઈએ છે એ હજી ઘરે નઈ આવ્યો. "

" સારું આવે એટ્લે એને કેજે ફોન કરે મને "

" હા મામી "


સ્મિતા બેન ને આમ ચિંતા મા જોઈ ને અજય ભાઈ એ પૂછ્યું

" કેમ આટલી ચિંતા મા દેખાય છે ?"

" યુગ ... યુગ હજી ઘરે નઈ આવ્યો અને ફોન પણ નથી લાગતો એનો " સ્મિતા બેન રડવા જેવા થઇ ગયેલા.

" એની પેલી ફ્રેન્ડ ને તો ખબર હસે ને "

" હા કદાચ માયરા ને તો ખબર જ હસે " સ્મિતા બેન બોલ્યા.


આ બાજુ અગિયાર વાગ્યા પણ યુગ નો ફોન નઈ આવ્યો એટલે માયરા એ એને ફોન કર્યો પણ લાગ્યો નઈ. ત્રણ ચાર વાર એને ટ્રાય કર્યો.

પછી યુગ ને મેસેજ કરી ને એ સૂઈ ગઇ. થોડી વાર પછી ફોન આવ્યો.

યુગ નો ફોન હસે પણ જોયું તો સ્મિતા આંટી લખ્યું હતું.

" હેલ્લો આંટી "

" બેટા યુગ નો ફોન આવ્યો હતો "

" ના આંટી મે એને ફોન કર્યો હતો પણ લાગ્યો નઈ "

" અમે પણ એને ક્યારના ફોન કરીએ છે પણ નથી લાગતો અને એ ઘરે પણ નઈ આવ્યો. "

" ફોઈ ને તો કહ્યું હસે ને "

" ના "

" ઓકે . તમે ચિંતા ના કરો એ આવી જસે ઘરે હમણાં "

" હા ગુડ નાઈટ બેટા "

" ગુડ નાઈટ "


બાર વાગ્યા ત્યારે ડોર બેલ વાગી.
રાધિકા એ દરવાજો ખોલ્યો યુગ ને જોઇ ને એ બધા ને શાંતિ થઈ.

" સોરી. ત્યાં નેટવર્ક નઈ હતું. મે હમણાજ બધા ના મીસકોલ જોયા " યુગ આવતા ની સાથે બોલ્યો.

" બેટા કઈ થયું તો નથી ને " યુગ ના ફોન એ પૂછ્યું.

" ના કઈ નઈ થયું. મને એમ ત્યાં જતા રસ્તા માં ફોન કરી દઈશ પણ ત્યાં તો નેટવર્ક જ નઈ આવતું હતું "

" વાંધો નઈ બેટા ફરી વાર ધ્યાન રાખજે " ફોઈ એ કહ્યું.

" હા યુગ પેલા ફોન કે મેસેજ કરી દેજે પછી તું બે વાગે આવે તો પણ અમને ટેન્સન નઈ રેહ " નીલ બોલ્યો.

" હા ભાઈ ફરી આવું નઈ થાય "

હવે કોઈ કઈ આગળ બોલે એ પેલા યુગ ના ફોન મા રીંગ વાગી,

" કેમ આટલા બધા ફોન કરે છે ?" યુગ થોડું ગુસ્સા મા બોલ્યો.

" તારો ફોન ના આવ્યો એટલે "

" જરૂરી નથી ને દરરોજ ફોન કરવો જ. " યુગ ગુસ્સા માં એની રૂમ માં જતો રહ્યો.

આ લોકો એને જોતાં જ રહી ગયા. પછી રાધિકા એ સ્મિતા બેન ને ફોન કર્યો
" મામી યુગ ઘરે આવી ગયો છે "

" હાસ કઈ થયું તો નથી ને એને ?"

" ના પણ હમણાં કોઈ નો ફોન આવ્યો તો એ ગુસ્સા મા એની સાથે વાત કરતો હતો અને ગુસ્સા મા અંદર એના રૂમ માં ગયો "

" એ કોઈ ના પર ગુસ્સો ના ઉતારે તો સારું "

" કેમ ?"

" એ ગુસ્સા મા શું બોલે એ એને પણ નઈ ખબર હોતી એટલે "

" ઓહ જોઈએ કોણ એના ગુસ્સા નું શિકાર બન્યું છે એ "

" હા " કહી ને સ્મિતા બેન એ ફોન મૂક્યો.

આ બાજુ યુગ ખબર નઈ કેમ ગુસ્સા મા હતો એ

" ઓકે ક્યાં હતો ? "

" હવે માયરા મારે એ પણ કહેવાનું ક્યાં હતો ?" યુગ બોલ્યો

" કેમ ગુસ્સા મા છે તુ ? કઈ થયું છે ?" માયરા એક દમ શાંતિ થી બોલી.

" ના કઈ નઈ. "

" ઓકે સ્મિતા આંટી નો ફોન આવ્યો હતો"

" તો હું શું કરું. "

" તું ઘરે નઈ આવ્યો હતો એટલે એમને ફોન કર્યો હતો કે યુગ ક્યાં ગયો છે એ ખબર છે "

" ઓકે "

" તું ઠીક છે ને ?"

" હું ઠીક હોવ કે ના હોવ તને શું છે યાર. અને તું દર વખતે મને કહે છે ઘરે કહી ને જજે હું નાનો થોડી છું કે ખોવાય જવાનો "

આજે યુગ ગુસ્સા માં બોલતો હતો કદાચ ગુસ્સો ના હોત તો એ માયરા ને આવું કોઈ દિવસ ના બોલતે.

" મને ખબર છે તું નાનો નથી. ઘરે કોઈ ને ચિંતા ના થાય ને એટલે કીધું હતું મે. "

" હા સારું " યુગ ગુસ્સા માં બોલ્યો.

" હવે નઈ કહું હું "

" સારું. ના કહીશ એમ પણ સંભાળવું પણ નથી "

યુગ આ બોલ્યો ને ત્યારે માયરા ની આંખ માં પાણી આવી ગયા હતા.

" ઓકે. આંટી ને ફોન કર્યો ઘરે આવી ગયો એમ ?"

" ના નઈ કર્યો સવારે કરી દઈશ "

" પણ એમને ચિંતા થશે એનું શું ?"

" કહી દઈશ સવારે કીધું ને . અને તને શું ફરક પડવાનો મમ્મી ને કહું કે ના કહું એનો "

" મને કઈ ફરક નઈ પડવાની "

" ક્યાં થી પડે. મમ્મી હોય તો ખબર પડે ને " યુગ ગુસ્સા માં બોલ્યો.

" હા સાચી વાત " માયરા રડવાનું રોકી રાખતા બોલી.

" સારું ગુડ નાઈટ "

" હમ " જેવો ફોન કર થયો તરત જ માયરા એ જે આંશુ રોકી ને રાખ્યા હતા એ નીકળી આવ્યા. એ દિવસે એને ઊંઘ તો ના આવી પણ આખી રાત એ રડી.

આ બાજુ યુગ ફ્રેશ થઈ ને કપડા બદલી ને સુવા ની ટ્રાય કરતો હતો પછી યાદ આવ્યું એટલે એને સ્મિતા બેન ને ફૉન કર્યો.

" મમ્મી સોરી ત્યાં નેટવર્ક નઈ હતું. હું ઘરે આવી ગયો છું. "

" હા કીધું રાધિકા એ મને " સ્મિતા બેન બોલ્યા.

"ઓકે "

" તું ગુસ્સા મા કોની સાથે વાત કરતો હતો ?" સ્મિતા બેન એ પૂછ્યું .

" કોઈ ની સાથે નઈ "

" જૂઠું ના બોલ મને રાધિકા એ કીધું તે ગુસ્સા મા વાત કરી"

" ઓહ નો મમ્મી કાલે વાત કરું "

યુગ એ જોયું તો એને યાદ આવ્યું . માયરા ને એ ગુસ્સા મા બોલ્યો હતો. યુગ ની આંખ માંથી આજે પેલી વાર એક એવી છોકરી માટે પાણી આવી ગયા હતા જેને એ રીયલ માં મળ્યો જ નઈ હતો.

એને માયરા ને મેસેજ કર્યો સોરી નો પણ માયરા નું નેટ ઓફ હતું.

એ દિવસે યુગ ને પણ નીંદ ના આવી. એ પણ આખી રાત રડ્યો હતો. બીજે દિવસે સવારે જ્યારે ઉઠ્યો તરત ફોઈ એ પૂછ્યું,

" બેટા આંખ કેમ આટલી લાલ છે ?"

" કઈ નઈ ફોઈ રાતે નીંદ નઈ આવી હતી એટલે "

યુગ એ માયરા ને ફોન કર્યો પણ માયરા એ ઉપાડ્યો જ નઈ.

માયરા નાસ્તો કરતી હતી ત્યારે વિરાજ ભાઈ એ કીધું,
" બેટા કેમ તારી આંખ આટલી બધી લાલ છે "

" લેટ સુધી વાંચ્યું હતું એટલે લાલ થઈ ગઈ હસે. "

વિરાજ ભાઈ ને ખબર હતી કે માયરા રડે તો જ એની આંખ આટલી લાલ હોય છે પણ કઈ ના કીધું એમને.


માયરા એ ફોન વાપરવાનો જ ઓછો કરી દીધો હતો. અને વાંચવામાં ધ્યાન આપતી. યુગ ની યાદ આવતી ત્યારે એની આંખ માં પાણી આવી જતા પણ એને યુગ ને ફોન એક્ઝામ પછી જ કરશે એવું વિચાર્યું હતું.


યુગ કોલેજ માં પણ ચુપ ચાપ હતો બે દિવસ થી.

બ્રેક માં પણ બોવ મસ્તી ના કરતો. ઈશાન અને પાર્થ એ પૂછવાનો ટ્રાય કર્યો હતો પણ યુગ એ કઈ ના કહ્યું.

" યુગ કઈ થયું છે ?" નવ્યા એ પૂછ્યું.

" ના "

" તો ક્યાં ગઈ મસ્તી ?"

" કઈ નઈ થયું " યુગ નો જવાબ અલગ હતો આજે.

" સારું ઝગડો થયો છે કોઈ સાથે ?" નવ્યા એ પૂછ્યું

" હા ના "યુગ ને લાગ્યુ આ લોકો ને નથી કહેવું.

" બોલ કોની સાથે થયો છે ?" નવ્યા એ પૂછ્યું

યુગ એ કઈ જવાબ ના આપ્યો. અને નવ્યા એ કીધું
" તું જ્યાં સુધી કહેશે નઈ ત્યાં સુધી અમે લેક્ચર માં નઈ જઈએ "

યુગ એ વાત ને ગોળ ફેરવવાની બોવ ટ્રાય કરી પણ પછી છેલ્લે કહેવું જ પડ્યું

" માયરા સાથે " યુગ બોલ્યો.

" હે ? કેમનો ?" ઈશાન અને પાર્થ એ પૂછ્યું.

યુગ એ તે દિવસ જે થયું હતું એ અને માયરા ને ગુસ્સા મા બોલી ગયો એ બધું કીધું.

ત્યાં તો સટાક અવાજ આવ્યો.

યુગ નો હાથ ગાલ પર હતો. અને આ અવાજ ઈશાન ની ઝાપટ નો હતો.

" યુગ તું પાગલ છે. એમાં જેવી દોસ્ત મળવી બોવ મુશ્કેલ છે અત્યારે ખબર છે ને " ઈશાન એ કહ્યું.

" હા યુગ બોવ મોટી ભૂલ કરી છે તે " પાર્થ એ કહ્યું.

" તે એને સોરી કીધું ?" નવ્યા એ પૂછ્યું.

" ના "

" યુગ સોરી તો કહી શકે છે ને તું ?" ઈશાન બોલ્યો.

" હા મે એને બીજે દિવસે સવારે ફોન કર્યો હતો પણ એને જ ઉપાડ્યો નઈ હતો અને મારા મેસેજ પણ નઈ જોયા. પછી મે ફોન કે મેસેજ નઈ કર્યો " યુગ બોલ્યો.

" તું ફોન તો કરી શકે ને ?" ઈશાન એ કહ્યું.

" હા પણ મારે નઈ કરવો. એને મિસ્કૉલ જોયા જ હસે તો એ ફોન કરી શકે ને મને "યુગ બોલ્યો.

" ઓકે પછી થોડા દિવસ પછી તને તારી ભૂલ સમજાશે ત્યારે કદાચ ટાઈમ નીકળી ગયો હસે " પાર્થ બોલ્યો.

" ઓકે જોયુ જસે ત્યારે "યુગ નોર્મલ થઈ ને બોલ્યો.

યુગ ની હવે મસ્તી ઓછી થઈ ગઈ હતી. એને માયરા સાથે વાત તો કરવી હતી પણ સોરી બોલવાથી કદાચ એનો ઈગો હર્ટ થઈ જશે એમ લાગતું હતું.

ડાન્સ ક્લાસ માં પણ યુગ પ્રેક્ટિસ કરી ને તરત ઘરે જતો રહેતો. પંક્તિ મેમ એ પણ પૂછ્યું હતું પણ યુગ એ એક્ઝામ નું ટેન્શન છે એમ કહી દેતો.




યુગ અને માયરા પાછા પેલા જેવા દોસ્ત બનશે ?