My poems Part 27 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ : 27

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 27

કાવ્ય 01

ધરતી - આકાશ ની પ્રેમ કહાની...

ઘણી બધી છે અમર પ્રેમ કહાની
પણ કહેવી છે એક અનોખી પ્રેમ કહાની.....

સદીઓથી ચાલી આવતી
ધરતી ને આકાશ તણી પ્રેમ કહાની

સવાર પડતાં ધરતી સજે સોળ શૃંગાર
રાત્રે તારલા ની ચાદર ઓઢી સજે નવોઢા બની

આકાશ ની પ્રીત પામવા
ધરતી કરે રાત દિવસ નિતનવા ઉપાય

આકાશ ને મનાવતા થાકતા રિસાઈ ધરતી
પાનખર બેસતા પાંદડા ખરે વૃક્ષો ઉપર થી

ચોમાસે આકાશ રિસાયેલી ધરતી ને
મનાવવા સાંબેલાધાર પ્રેમ વરસાવે મન મૂકી

અનરાધાર વરસી આકાશ કરે પ્રેમ નો એકરાર
પ્રેમથી ભીંજાઈને ધરતી તરબતોર થાય માઝા મુકી
ચોમાસે ઓઢી હરીયાળી ઓઢણી
ધરતી તૈયાર થાય દુલ્હન બની

પણ લાગ્યો જાણે ઋષી મુનિ નો શ્રાપ
આકાશ અને ધરતી ઝૂરે વિરહ માં સદીઓથી

ક્ષિતિજે સુરજ ઢળતાં
આકાશ ને ગુમ થવુ પડે અંધકાર માં
રાત્રીભર ધરતી તડપે આકાશ ના પ્રેમ વિરહમા

છતાં એકબીજા ના પ્રેમ મા એકલીન થવા
બંને કરે સદીઓથી એકબીજાં નો ઇંતજાર

આવી અનોખી છે
આકાશ - ધરતી ની અમર પ્રેમ કહાની...


કાવ્ય 02

પ્રેમ કેવો હોય....

કાપવા થીં કપાય નહી
તોડવા થી તૂટે નહી

કપરા કાળ માં છિન્નભિન્ન થાય નહિ
કપટ વગર ની ઊર્મિ ને
અપેક્ષા વગર ની લાગણી

ધરતી ની તકલીફ જોઈ
આકાશ રડીને વર્ષી પડે

બીજ નાં ચાંદ થી પૂર્ણમા ચંદ્રમા
પૂનમ થી અમાસ ઢળતા
પળે પળે લાગણી વધે

કાયા ની ભીતર આરપાર જોઈ શકે
અરીસો જયારે રિસાઈ જાય
છતાં લાગણી અકબંધ રહે

નિર્મળ ઊર્મિ નો અવિરત પ્રવાહ
ઉર માંથી કોઈ માટે વહ્યા કરે એ પ્રેમ

કલમ થકી વર્ણવી કાગળ ઉપર
ઉતારી શકાય એટલો સરળ પણ નથી પ્રેમ....

કાવ્ય 03

મે ભગવાન જોયાં...

ભગવાન નથી મળતા જોવા
ભ્રમણા થઈ મને

દ્રષ્ટિ આમતેમ ફેરવી
ભગવાન ગોતવા મે પ્રયાસ કર્યો
નિર્દોષ હસતા ચહેરા માં
મે ભગવાન જોયાં

ગુપ્ત દાન આપતા હાથ માં
મે ભગવાન જોયાં

અંગદાન રકતદાન ને અન્નદાન આપતા લોકો માં
મે ભગવાન જોયા

નિસ્વાર્થ ભાવે મદદ કરતા લોકોમાં
મે ભગવાન જોયાં

ડોક્ટર ને નર્સિંગ સ્ટાફ માં
મેં ભગવાન જોયાં

પ્રાણવાયુ આપતા વૃક્ષો માં
મે ભગવાન જોયા

ખળખળ વહેતી નદીઓ નાં નીર માં
મે ભગવાન જોયા

માં બાપ ના ચરણો માં
મે ભગવાન જોયાં

માં બાપ ની સેવા કરતા સંતાન માં
મે ભગવાન વસેલા જોયાં

જ્યાં જ્યાં મેં નજર કરી
ત્યાં ત્યાં કણ કણ માં મેં ભગવાન જોયા...

કાવ્ય 04


કોને કરુ હું ફરિયાદ....

રિસાઈ ખુદ નો પડછાયો જો ખુદ થી
તો કોને કરું હું ફરિયાદ ???

મઝધારે નાવી નાવ છોડી જાય
તો કોને કરું હું ફરિયાદ ???

થાય ઘણા બેઘર,બેકાર બેરોજગાર
કોને કરું હું ફરિયાદ ???

અકાળે મર્યા ઘણા નિર્દોષ યુવા
કોને કરું હું ફરિયાદ ???

વગર વાંકે બને તારા બાળ અનાથ
કોને કરું હું ફરિયાદ ???

લખતા લખતા આંખ થાય અશ્રુભીની
રિસાઈ કલમ કાગળ થી
તો કોને કરું હું ફરિયાદ ???

ઇશ્વર લેતો નથી હજુ તું અમારી સંભાળ
કહે તું કોને કરું હું ફરિયાદ ???

ઇશ્વર તું આટલો બધો થઇશ નિષ્ઠુર
તો કહે કોને કરું હું ફરિયાદ ???


કાવ્ય 05

ભરઉનાળે ચોમાસું ક્યાંથી ??

દુઃખ જોઈ માનવી નુ
ધરા એ કર્યો પોકાર
ભર વૈશાખે ફાટ્યું આભ,

વાતાવરણે ખાધો પલટો
કુકાણી હવા જોરદાર

ભર ઉનાળે બેઠું ચોમાસુ
વરસાદે વૃક્ષો નાહી થયા તૈયાર

મેઘરાજા ને વધાવવા
ધરા સજીધજીને થઈ તૈયાર
જાણે ચોમાસા એ કર્યા મંડાણ
માનવી નું દુઃખ જોઈ
ઋતુચક્ર ખાઈ ગયુ થાપ
નહિતર ભરઉનાળે ચોમાસું ક્યાંથી ??

કાવ્ય 06


આભ રોઈ પડ્યું...

ઘણી તકલીફો આપી ગઈ મુસીબત
મુસીબત, મુસીબત માં વધારો કરતી ગઈ

પડી ગયા ફાફા ઘણી વાતો ના
ફાંકા મારતો માનવી ફાંફા મારતો થઈ ગયો

ગુમાવ્યા નોકરી ધંધા વ્યાપાર
ગુમાવ્યા લોકો એ સ્વજન

તોડી પાડી માનસિકતા
તોડી પાડયા ઘરસંસાર

મોંઘવારી એ મૂકી માઝા
ભવિષ્ય ભાસે ભૂતાવળ

આગળ ખાઈ ને પાછળ કૂવો
થયો એવો માનવી નો ઘાટ

તકલીફો જોઈ માણસ ની
હવા ભરાણી તોફાને
ને આભ પણ રોઈ પડ્યું... આજે


Rate & Review

alpadoshi.tinu@gmail.com

🙏🏻🎉🌷🎉કોને કરૂ ફરિયાદ, મે ભગવાન ને જોયા, પ્રેમ સાચો 👌💓🙏🏻🌷🎉

Hiren Manharlal Vora
અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi
Mahendra R. Amin

Mahendra R. Amin Matrubharti Verified 2 years ago

અત્યંત સુંદર ભાવાત્મક આલેખન. ભગવાન મળ્યાનો અનેરો આનંદ થયો.

શિતલ માલાણી

best poem