HIGH-WAY - 13 books and stories free download online pdf in Gujarati

HIGH-WAY - part 13

Part 13


અત્યાર સુધી ( પાર્ટ ૧૧ સુધી ) આપણે જોયું કે...

સુમિત સેહેર અને રાહુલ ને પાર્ટી માં આવવા માટે invitation આપે છે. રાહુલ ને બહાર જવાનું હોવાથી સેહેર એકલી જ પાર્ટી માં જાય છે ત્યાં બધા લોકો નશાની હાલતમાં છે... સેહેર સામેના બંધ રૂમમાં પ્રવેશે છે અને તેને પ્રિયાંશી મળે છે.. પ્રિયાંશી તેને ગામડાની છોકરી કહી ને તેનું અપમાન કરે છે એટલે સેહેર દુઃખી થઈ ને તેના ઘરે જવા નીકળે છે ત્યાં ચિરાગ તેની પાસે આવે છે અને સેહેર ને પોતાની વાતોમાં ફસાવી મોકટેલ ( નોનઆલ્કોહોલિક ડ્રિન્ક) પીવા માટે ફોર્સ કરે છે...
હવે આગળ.......


સેહેર :- નઇ નઇ ચાલશે... મારે કંઈજ પીવાની ઈચ્છા નથી..

ચિરાગ :- આમ કેમ ચાલે!! અહીંયા આવ્યા પછી કંઈક તો પીવું જ પડે... અને આમ પણ આમાં આલ્કોહોલ નથી તો તમે પી શકો છો..

સેહેર :- thankyou so much offer કરવા માટે પણ મારે ઘરે જવું છે... આપણે પછી ક્યારેક મળીશું...

ચિરાગ :- અરે ભાઇ જતા રહેજો... હું મુકવા આવીશ બસ!! પણ પહેલા મારી સાથે એક ગ્લાસ ડ્રિન્ક કરવું પડશે તમારે... આ પાર્ટી મારા માટે રાખવામાં આવી છે અને જો તમે મારું કહ્યું નહિ માનો તો ખોટું લાગશે મને..

સેહેર :- અરે એવું ના હોય.....

ચિરાગ :- તો એક ગ્લાસ તમારું શુ જતું રહેવાનું છે તમારું!! ચિંતા ના કરો આના પૈસા નઇ લઉ તમારી જોડે... (હસવા લાગે છે )

સેહેર :- અરે હા હો.. ખબર છે એ તો મને...

ચિરાગ :- પ્રિયાંશી ની વાત નું ખોટું લાગ્યું છે તમને ખબર છે મને... મેં સાંભળ્યું હતું...


સેહેર :- અરે નઇ બસ મને ઈચ્છા નથી અહીંયા રહેવાની એટલે જાઉં છું પ્રિયાંશી ની વાત નું ખોટું નથી લાગ્યું મને..

ચિરાગ :- હા એ તો દેખાય છે તમારી આંખો માં... ચિંતા ના કરો.. આ પાર્ટી માં તમને કંપની આપવા હું છું... ચાલો ને હવે.. એક ડ્રિન્ક લઈએ સાથે..

સેહેર:- અરે પણ હું નથી લેતી....

ચિરાગ :- અરે એક ગ્લાસ માં કાઈ ના થઇ જાય યાર

સેહેર સારું ચલો... લઈએ પણ એક જ ગ્લાસ હો... only one... વધારે નઈ અને એમાં પણ મોકટેલ (નોનઆલ્કોહોલિક ) જ

ચિરાગ :- અરે હા... એક જ.. ચાલો બીયર ટેસ્ટ કરાવીએ તમને..... નશો પણ નહીં ચડે અને ડ્રિન્ક નું ડ્રિન્ક પણ થઈ જશે...

સેહેર :- ok ઠીક છે...

ચિરાગ :- તો ચાલો મેડમ પેલા ટેબલ પર..

સેહેર :- હા... ચલો...

ચિરાગ :- પહેલે આપ ( બંને હાથ ટેબલ તરફ કરીને )

સેહેર :- પાગલ ( સેહેર ને હવે ચિરાગ સાથે કમ્ફર્ટેબલ લાગવા લાગ્યું.. )


બન્ને જણ ટેબલ પર બેસે છે ટેબલ ની બીજી બાજુ એક વેઈટર ડ્રિન્ક બનાવીને આપે છે... ટેબલ પર બહુ બધી જાતના ડ્રિન્ક ની બોટલો પડેલી છે.. દારૂ.. , બીયર.. , vodka , Rum ...... બધો નશો એક જ ટેબલ પર ભેગો કરીને ગોઠવેલો છે એવું કહીયે તો પણ ખોટું નહિ હોય..

ચિરાગ :- તો મેડમ તૈયાર છો ને....!!!

સેહેર :- સાચું કહું તો.. જરાય નહિ.. પણ તમે આટલું કહો છો તો try તો કરીશ..

ચિરાગ :- અરે એક વાર try કરી જુઓ.. તમને ગમશે જ... પાક્કું...

સેહેર :- જોઈએ...

ચિરાગ :- વેઈટર.. મેડમ માટે એક મોકટેલ અને મારા માટે એક મસ્ત કોકટેલ ...

સેહેર :- તમે આલ્કોહોલ લેશો!?

ચિરાગ :- મને નશો નહિ ચડે chill...

સેહેર :- પણ તમે મને મુકવા આવવાના હતા ને... તો drink કરી ને ડ્રાઈવ કેવી રીતે કરી શકશો!!?

ચિરાગ :- અરે ચિંતા ના કરો મારા માટે રોજ નું છે આ તો...

સેહેર :- પણ ડ્રિન્ક કરી ને ડ્રાઇવ ના કરાય. ને!!

ચિરાગ :- ચિંતા ના કરશો.. તમને સાચવી ને મૂકી જઈશ ઘરે.. અને આમ પણ એક ગ્લાસ થી કાઈ નઇ ચડે મને...

સેહેર :- સારું... ઠીક છે... ( થોડું વિચારી ને )

ચિરાગ :- અમારું એક કોકટેલ અને એક મોકટેલ લાવો પ્લીઝ..

વેઈટર :- sure sir...

વેઈટર બોટલ માંથી એક ગ્લાસ માં કોકટેલ અને બીજા ગ્લાસ માં મોકટેલ નાખી ને તેમાં યોગ્ય પ્રમાણ માં બરફ ના ટુકડા નાખી બંને ની તરફ લંબાવે છે.....સેહેર અને ચિરાગ બન્ને તેને હાથમાં લે છે અને ગ્લાસ પીવાનું શરૂ કરે છે.. સેહેર ને સ્વાદ અજીબ લાગે છે એટલે બહુ જ ધીમે ધીમે થોડું થોડું પીવે છે અને આ બાજુ ચિરાગ એક શ્વાસે આખો ગ્લાસ પી ગયો અને બીજી વાર ગ્લાસમાં આલ્કોહોલ લઈ ને પીવાનું શરૂ કર્યું...

સેહેર :- મારે આ ગ્લાસ ખાલી નથી થઈ રહ્યો અને તમે બીજી વાર પીવા લાગ્યા!!

ચિરાગ :- અમને તો આદત પડી ગયેલી છે હવે.. હાહાહાહાહા હા હા

સેહેર :- બહુ ના સારું આ સેહત માટે.. પ્લીઝ હવે ના પીતા વધારે..

ચિરાગ :- અરે આ તો હજુ શરૂઆત છે યાર.. ( એટલામાં ચિરાગે બીજો ગ્લાસ પણ ખતમ કરી દીધો અને ત્રીજા માટે વેઈટર સામે હાથ લંબાવ્યો.. )


સેહેર :- આપડે એક જ ગ્લાસ ની વાત થયેલી...

ચિરાગ :- સારું સારું બાબા આ લાસ્ટ છે બસ... અરે વેઈટર જલ્દી આપી દે ને આમાં કોકટેલ ફરી થી....

સેહેર :- ચિરાગ સાચ્ચે આ લાસ્ટ હો... તમે already ૩ ગ્લાસ પી ગયા છો... હવે વધારે નઇ...

ચિરાગ :- અરે હા હા... આ લાસ્ટ બસ..જેમ જેમ ચિરાગ ના શરીર માં અલકોહોલ નો એક એક ગ્લાસ ખાલી થતો જાય છે તેમ તેમ તેને ધીમે ધીમે નશો ચડતો જાય છે.. એની આંખો લાલ થઈ રહી છે ... સેહેર આ બધું જોઈને ડરી ગઈ છે પણ જેમતેમ કરીને તેણે પોતાની જાતને કન્ટ્રોલ કરી ને રાખી છે.. ધીમે રહીને બેગ માંથી મોબાઈલ નીકાળી ને રાહુલ ને કોલ કરે છે પણ ફ્લાઇટ માં હોવાને લીધે ફૉન બંધ આવે છે )

ચિરાગ :- તમે બહુ ડ્રિન્ક કરી લીધું છે... તમે ડ્રાઈવ નહિ કરી શકો... રહેવાદો...

ચિરાગ :- હા હા હા હા હા હા હા ડ્રાઈવ!! અને હું!! અને આલકોહોલ... અરે ચલ તું.... બધું ઠીક જ છે.. કાઈ નઈ થાય ચલ હવે....

સેહેર :-ના ના it's OK... હું જતી રહીશ... તમે રહેવા દો...

ચિરાગ :- ચલ ને યાર કાઈ ના થાય... હું લઈ જઈશ તને ઘરે.. વધારે નાટક ના કરીશ ( સેહેર નો હાથ પકડી લે છે )

સેહેર :- હાથ છોડો મારો...

ચિરાગ :- આમ થોડી ચોકી દઉં જનેમન... કેટલા દિવસ પછી આટલી સુંદર કલી મળી છે .... ચલ મારી સાથે... ( નશાની હાલતમાં બોલે છે અને એના અવાજ માં હવસ છલકાઈ રહી છે)

સેહેર :- ચિરાગ તમે વધારે પડતું ડ્રિન્ક કરી લીધું છે.. કદાચ તમને નઇ ખબર હોય તમે શું બોલો છો પણ મારો હાથ છોડો પ્લીઝ.. મને જવા દો...

ચિરાગ :- નઇ જવા દઉં તો શું કરી લઈશ!? ( સેહેર નો હાથ વધારે જોર થી પકડી ને એની આંખોમાં આંખો નાખી ને ગુસ્સા સાથે એકદમ લુખ્ખાઈ ભરેલા અવાજે બોલ્યો..)

સેહેર :- મને જવા દો અહીંયાંથી.. પ્લીઝ (સેહેર એકદમ ડરી ગઈ છે અને રડતા રડતા બોલે છે )

ચિરાગ :- ચલ મારી સાથે.. ( હાથ પકડી ને જબરદસ્તી ક્યાંક લઈ જઇ રહ્યો છે. )

સેહેર :- મારે નથી આવવું... પ્લીઝ મને છોડી દો.. મને જવા દો ઘરે... હું તો તમને ખાસ ઓળખતી પણ નથી.... કેમ આવું કરો છો!! પ્લીઝ મને જવા દો.... (સેહેર ચિરાગ સામે રડતા રડતા કગરી પડી.. )

" ચાલ ચુપચાપ "
ચિરાગ એકદમ ગુસ્સામાં જોર થી સેહેર ને ધ્રુજાવી નાખે એવા અવાજે બોલ્યો.... તેની આંખો જરાક મોટી થઈ છે... દૂર થી આ બધું જોઈ રહેલો સુમિત ચિરાગ નો અવાજ સાંભળી દોડી ને એની પાસે આવ્યો. ..

સુમિત :- આ બધું શુ છે!!? શું ચાલી રહ્યું છે અહીંયા!! શુ થયું ચિરાગ? શુ થયું સેહેર ?

સેહેર :- સુમિત.... સુમિત જો ને યાર... તારા ભાઈ એ........... ( રડતા રડતા સેહેર નું ગળું બેસી ગયું છે)

સુમિત :- ચિરાગ!!! છોડ ભાઈ આને તું... છોડ ચલ ફટાફટ... છોડ.... ( સુમિત પણ નશાની હાલતમાં જ છે )

ચિરાગ :- પણ ભાઈ મારે આ જોઈએ છે.. 🥺 ( ચિરાગ જાણે નાનું બાળક કોઈ રમકડાં માટે જીદ કરતું હોય એવી રીતે બોલ્યો.. )

સુમિત :- છોડ તું એને.. મેં કીધું ને છોડ.... છોડ ચૂપચાપ ... *છોડ....* ( સુમિત નશાની હાલત માં હોવા છતાં ચિરાગ સામે આંખ કાઢી ને બોલ્યો એટલે ચિરાગે તેની પકડ ઢીલી કરી અને એક જોર ના ઝટકા સાથે સેહેર નો હાથ છોડી દીધો )

ચિરાગ :- લે બસ.....

સેહેર હજુ દરેલી છે અને રડી રહી છે.. રડતા રડતા એ સુમિત ને Thankyou કહેવા એને ભેટી પડે છે..

સુમિત :- ઓય રાઘવ....... અહીંયા આવ તો.... ( સામે ઉભેલો રાઘવ સુમિત નો અવાજ સાંભળી તેની પાસે જાય છે ) યાર તું મારી આ ફ્રેન્ડ ને એના ઘરે મૂકી આવ ને.......

રાઘવ :- હા.. વાંધો નઇ ચલ.. મુકીઆવું..

સુમિત :- સાચવી ને જજે અને ફાર્મ હાઉસ ની પાછળ ના રસ્તે થી લઈ જજે.. ( વાત કરતાં કરતાં આંખો વડે કંઈક ઈશારો કરે છે)

રાઘવ :- હા સમજી ગયો... ( સેહેર ની નજરોથી છુપાઈ મોઢા પર એક લુચ્ચાઈભર્યું સ્મિત લાવે છે )