HIGH-WAY - 20 books and stories free download online pdf in Gujarati

HIGH-WAY - part 20

Part 20





એ જાણીને ફાર્મહાઉસના બીજા રૂમમાં બેસેલા લોકો ડરી જાય છે અને સુમિત અને રાહુલ ફટાફટ કાર લઈને હોસ્પિટલ પહોંચે છે..

ગાડીમાંથી ઉતરતાની સાથે જ દોડીને હોસ્પિટલમાં જાય છે. ત્યાં ઇન્સ્પેક્ટર ઊભા છે અને પાછળની બાજુ હવલદાર.

રાહુલ : સર.... શું થયું પ્રિયાંશીને...?

ઇન્સ્પેક્ટર : હું ઇન્સ્પેક્ટર છું રાહુલ , ડૉક્ટર નહીં... એ બસ બેહોશ થઈ એટલે અમે એને હોસ્પિટલ લઈ આવ્યા.. બાકી આગળનું મને કંઈ જ ખબર નથી......

રાહુલ: ઓકે સર... વાંધો નહિ. બસ જલ્દી પ્રિયાંશી સરખી થઈ જાય..

સુમિત : થઈ જ જશે વાંધો નહિ.. બેહોશ તો કદાચ ડરના કારણે પણ થઈ હોય... મતલબ કે એ પહેલીવાર આમ પોલીસ તપાસનો સામનો કરી રહી છે તો..

રાહુલ : ભગવાન કરે બસ આવું જ હોય...

ઇન્સપેક્ટર :- તમને બંનેને ફાર્મહાઉસથી અહીંયા આવવાનું કોણે કહ્યું?? કોની પરમિશનથી આવ્યા છો?

રાહુલ : સર અમારી દોસ્તની તબિયત બગડી છે.....

ઇન્સપેક્ટર: હા તો શું? અમે હતાને સાથે!!

સુમિત : હા સાહેબ.. તમારી વાત તો સાચી છે.....

રાહુલ : સર... મને પ્રિયાંશીની ચિંતા થઈ તો આવી ગયો.....


ઇન્સપેક્ટર: તમારે બધાની ચિંતા કરતા ફરવું જરૂરી છે????

રાહુલ : સર ...એવું નથી...

ઇન્સપેક્ટર: જાઓ હવે તમે ચાલો બધા હવે ફાર્મહાઉસ પાછા...

રાહુલ : પણ સર...

ઇન્સપેક્ટર : તમે ઈજ્જતથી જાઓ છો કે હું બીજું કંઈક કરું??

સુમિત : સર.. જઈએ છીએ...

ઇન્સપેક્ટર : good...

રાહુલ : sir please..

ઇન્સપેક્ટર : ok... તમારામાંથી કોઈ એક અહીંયા રોકાશે અને એક પાછું ફાર્મહાઉસ પર જશે.

રાહુલ : તો હું રોકાઉ છું...

સુમિત : ના હો.. હું રોકાઈશ અહીંયા આમ તો રોજ પ્રિયાંશીને ઇગ્નોર કરતો હતો સહેર આવ્યા પછી, હવે સહેર નથી એટલે પ્રિયાંશી પર હક જતાવે છે......

રાહુલ: અરે સુમિત એવું નથી યાર.

સુમિત : તું જા ને લા... મને ના શીખવાડ.

રાહુલ : તું આમ બોલે છે... તું દોસ્ત છે કે દુશ્મન ... તું આવી રીતે મારી સાથે કેમ વાત કરી શકે...

સુમિત : કારણ કે બધું તારા કારણે જ થયું છે, તું જો એ રાતે અહીં હોત તો આવું કંઈ જ ન થાત ...

રાહુલ: હા ..મારે અહીં હોવું જોઈતું હતું પણ હું અહીં નહોતો તો તું તો હતો ને .. તે સહેરને એકલી જવા દીધી... મેં નહિ ...

સુમિત : મેં બધાને સાચવવાનો ઠેકો નથી લીધો...તું જા અહીંયાથી...

ઇન્સપેક્ટર : રાહુલ તમે જાઓ અહીંયાંથી...

રાહુલ : ok sir.

ઇન્સપેક્ટર : હા ચલો જાઓ...

રાહુલ : ધ્યાન રાખજો પ્રિયાંશીનું please એક દોસ્તને ખોઈ છે.. બીજીને નથી ખોવી..

ઇન્સપેક્ટર : હા જાઓ ચલો...

રાહુલ પાર્કિંગમાં પડેલી ગાડીમાં બેસીને ફાર્મહાઉસ જવા નીકળી જાય છે... આ બાજુ ઇન્સપેક્ટર અને સુમિત પ્રિયાંશીના હોશમાં આવવાની રાહ જુએ છે......

સુમિત : બસ એ હોશમાં આવી જાય.....

ઇન્સપેક્ટર : આવશે જ ને.. બહુ જલ્દી આવી જશે

સુમિત : કેટલા ગ્રામ આપ્યું હતું???

ઇન્સપેક્ટર : 5 gram..

સુમિત : શું ..5 ગ્રામ ..??!! સાહેબ બહુ વધારે છે.. આના માટે તો 2 gram. પણ ઘણું હતું...

ઇન્સપેક્ટર : અપાઈ ગયું હવે શું!! હોશમાં આવે એની પ્રાર્થના કરો હવે.

સુમિત: હા સર.

30 minutes પછી..

Doctor : hello inspector..

Inspector : hello dr.

Doctor: હજુ બહાર જ ઉભા હતા તમે?

Inspector : હા actually આ જે છોકરી અંદર છે એના જોડે investigation ચાલુ હતું તો..

Doctor : ok ok ભલે...

ઇન્સપેક્ટર : કેમ છે હવે એની તબિયત..

Doctor :ઠીક છે. હાલ તો હોશમાં આવી ગઈ છે... થોડાં Medical reports કરાવવા પડશે કદાચ bodyમાં કંઈક poison આપેલું લાગે છે..

Inspector :- સાહેબ હાલએ હોશમાં છે??

Doctor :- હા .. સમય પર તમે અહીં લાવી દીધી હતી તો બચી ગઈ છે અને આવી ગઈ છે હોશમાં પણ આવું અચાનક થયું કેવી રીતે એ ખબર ના પડી..... મારે reports કરાવવા પડશે...

ઇન્સપેક્ટર : અરે નવું નથી.... નથી કરાવવા કોઈ reports હવે એને કોણ poison આપે સાહેબ અને reports આવે ત્યાં સુધી અમે એને અમારા જોડે લઈ ગયા હોઈશું. શુ કામ હેરાન થાઓ છો?? ...

Doctor : તમે ઇન્સ્પેકટર થઇને આટલું ગેર-જવાબદારીભર્યું વર્તન કેવી રીતે કરી શકો છો ... થયું શું એની તો ખબર પડવી જ જોઈએને..... આની હત્યા કરવાનો પ્રયત્ન થયો છે અને તમે ...

ઇન્સપેક્ટર : બહુ ઈમાનદારીના સેવક બનવાનો પ્રયત્ન ન કરો ડૉકટર... તમને જેટલું કહ્યું છે એટલું કરો...નહિ તો તમે સારી રીતે જાણતાં જ હશો કે એક ઇન્સ્પેકટર શું કરી શકે છે...

ડૉક્ટર :-ok તમે કહો એમ .. હું નથી કરાવતો કોઈ reports...

Inspector :- good....

Doctor :- ચલો હું જાઉં મારે હજી એક ઓપરેશન કરવાનું છે....

Inspector : best of luck sir.... આશા કરું છું કે તમારું ઑપરેશન ... કોઈ સર્જરી જ હોય ... બીજું કોઈ નહિ ...

Doctor : તમે ચિંતા ના કરો ... મારાં તરફથી તમને કોઈ તકલીફ નહિ થાય ..

Doctorના જતા જ સુમિત ઇન્સ્પેક્ટરને કહે છે.....

સુમિત : મરતા મરતા બચી ગયા હો આજ.... જો પેલો ડૉકટર માન્યો ન હોત તો ..

ઇન્સપેક્ટર :- હું છું ત્યાં સુધી કંઈ જ નહિ થાય.

સુમિત : હા એ તો છે પણ હવે ધ્યાન રાખવું પડશે.....

ઇન્સપેક્ટર : હું એને મળીને આવું છું તું અહીંયા જ રહેજે...

સુમિત : હા હું અહીંયા જ છું...


ઇન્સપેક્ટર અંદર જાય છે રૂમમાં.....

રૂમમાં એકદમ શાંતિ છે... ACની ઠંડી હવામાં પ્રિયાંશીના શ્વાસનો અને ઇન્સપેક્ટરના પગનો અવાજ એકબીજા સાથે તાલ મિલાવી રહ્યો છે..... ઇન્સપેક્ટર બાજુમાં રહેલી ખુરશીમાં બેસે છે... અને પ્રિયાંશીના માથા પર હાથ મૂકે છે.

ઇન્સપેક્ટર : પ્રિયાંશી...

પ્રિયંશી : ((આંખો ખોલે છે...)) સર... તમે... મને શું થયું હતું...?

ઇન્સ્પેક્ટર :- તું ઠીક છે, ચિંતા ના કર

પ્રિયાંશી:- મને અચાનક એવુ કેમ થયું હતું...

ઇન્સ્પેક્ટર :- કંઈ નહોતું થયું..

પ્રિયાંશી : તો હું અહીંયા કેમ!? મને શું problem થયો છે??. Please કહો મને

ઇન્સ્પેક્ટર : પ્રિયાંશી...

પ્રિયાંશી :-sir please કહો મને..

ઇન્સ્પેક્ટર : તને poison આપ્યું હતું એટલે તને આવું થયું.. પણ ચિંતા ના કર એ થોડુક જ હતું તો હવે વાંધો નહિ આવે..

પ્રિયાંશી : શું... Poison? મને...? Sir સુમિતનું કામ છે આ... sir please મને બચાવી લો....

ઇન્સ્પેક્ટર:- ના ના આ સુમિતનું કામ નથી.. મેં જ આપ્યું હતું તને... પાણીના ગ્લાસમાં નાખીને.

પ્રિયાંશી:- sirrr...

Inspector : સુમિતે ના પાડી હતી તને કઈ બોલવાની કે એનું નામ લેવાની તો કેમ બોલી તું??

પ્રિયાંશી :- sir તમને ખબર છે બધું!?

Inspector :- મને બધું ખબર છે પણ તારું મોઢું બંધ કરાવવા મેં આ કર્યું..

પ્રિયાંશી :- sir પણ..

ઇન્સ્પેક્ટર :- જિંદગી વ્હાલી હોય તો મોઢામાંથી સુમિતનું નામ ના નીકળવું જોઈએ.. બાકી તારે જેનું નામ આપવું હોય એ આપી દે.

પ્રિયાંશી :- sir પણ એ મને ફસાવી દેશે તો

ઇન્સ્પેક્ટર :- પણ બન કંઈ નહિ જો એનું નામ બોલીશ તો ભગવાનના ઘરે જઈશ.

પ્રિયાંશી :- sir please આવું ના કરો..

Inspector :- મેં તો કંઈ કર્યું જ નથી... બાકી સહેરના જેમ તારી પણ લાશ........

પ્રિયાંશિ :- sir Please.. મને આ બધામાંથી નીકાળો...

Inspector :- એક જ રસ્તો છે....

પ્રીયાંશી :- શું sir....

Inspector :- તું કોઈને કહીશ નહિ સુમિતનું નામ અને એણે એ પાર્ટી માં શું કર્યું હતું એ ...

પ્રિયાંશી:- પણ sir..

Inspector :- કહ્યું એટલું કર તું.. બાકીનું મારા પર છોડી દે....

પ્રિયાંશી:- sir મને problem નહિ થાયને..

ઇન્સ્પેક્ટર :-ચિંતા ના કર સુમિતને દુબઈ મોકલી દઉં છું હું. ચાર વર્ષ માટે ત્યાં એનો બિઝનેસ ચલાવશે કોલેજ છોડીને....હવે એને આ કેસમાંથી બચવાનો આ જ રસ્તો છે.

પ્રિયાંશી :-અને હું??

ઇન્સ્પેક્ટર:- જ્યાં સુધી હું ના કહું, ત્યાં સુધી તું મને પૂછીને જ બધું કરીશ ઓકે..

પ્રિયાંશી :-ઓકે સર

ઇન્સ્પેક્ટર:- આ વખતે તો ઓછું ઝેર આપ્યું હતું. હવે તે સુમિતનું નામ લીધું છે તો તારી હાલત પણ સહેર જેવી થઈ જશે...

પ્રિયાંશી:- સર હું કંઈ જ નહીં કહું કોઈને પણ નહીં કહું..

ઇન્સ્પેક્ટર :- ગુડ. સુમિતને હવે દુબઇ જવા માટે ક્લિયર કરી દેવો પડશે અને જલ્દીમાં જલ્દી મોકલી દઉં પછી તારું કરીશ પણ જો ત્યાં સુધી કંઈ બોલી તો ખબર છે ને શું થશે..!!

પ્રિયાંશી:- હા ખબર છે સર..

ઇન્સ્પેક્ટર:- ચાલ હું જાઉં છું તું આરામ કર. કાલે આવી જજે ટાઈમ પર ફાર્મહાઉસ પર...

પ્રિયાંસી :-કેમ સર? ફાર્મ હાઉસ પર મારી investigation હજુ થશે?

ઇન્સ્પેક્ટર : ઇન્વેસ્ટિગેશન એ પણ તારા જોડે ?! હવે શું કામ કરવી મારે... મારે તો એ કરવું છે જે....
( ખરાબ ઈશારા સાથે બોલે છે)

પ્રિયાંશી :- સર પ્લીઝ

ઇન્સ્પેક્ટર :- નહીં પ્લીઝ કહેવાનો ટાઈમ ગયો. તારી પાસે બે વિકલ્પ છે, મને ખુશ કર અથવા તો દુનિયાને અલવિદા કહી દે.

પ્રિયાંશી:- પ્લીઝ સર મને જવા દો હવે આવું ક્યારેય નહીં થાય...

ઇન્સ્પેક્ટર :-કેમ સહેર સાથે થયું હતું તો એ જોઈને તો ખુશ થતી હતી પોતાના પર આવ્યું તો પ્લીઝ.

પ્રિયાંશી: સર ..મને નહોતી ખબર કે એ લોકો એને મારી નાખશે. પ્લીઝ માફ કરો હવે હું આવું ક્યારેય નહીં કરું.

ઇન્સ્પેક્ટર: સુમિતને હું પકડી ન શકું, કારણ કે મારા પર નેતાજીનું પ્રેશર છે. જો એને કંઈ થયું તો મારી જાન દાવ પર લાગી જશે..

પ્રિયાંશી:- નેતાજી?

ઇન્સ્પેક્ટર:- હા નેતાજી.. સુમિતને બચાવવા માટે મોટા એવા નેતાનો સપોર્ટ છે એને ..

પ્રિયાંશી :-સર પ્લીઝ આવું કંઈ ના કરો મારા જોડે. આ બધું સુમિતનું કર્યું ધાર્યું છે....

ઇન્સ્પેક્ટર:- હા મને ખબર છે પણ અદાલત તો પ્રૂફ માગશે અને પૈસાથી પ્રુફ મળે અને મિટાવી પણ શકાય. સુમિત પર નેતાજીનો હાથ છે. તો એ ક્યારેય ન પકડાય. પણ તારું શું ?

પ્રિયાંશી :-સર હું શું કરું.. ( રડવા લાગે છે.)

ઇન્સ્પેક્ટર:- તું કાલે આવ ફાર્મ હાઉસ પર અને હું તને બધું સમજાવીશ..

પ્રિયાંસી:- હું બચી જઈશ ને?

ઇન્સ્પેક્ટર :-હા.. જો મારુ કહ્યું માનીશ તો..

પ્રિયાંશી :-સર હું આવી જઈશ ફાર્મ હાઉસ પર..

ઇન્સ્પેક્ટર:- કાલે 6:00 વાગે ફાર્મ હાઉસ પર આવી જજે.

પ્રિયાંશી :-સર પ્લીઝ કોઈને ખબર ન પડવી જોઈએ કે સહેર વિશે મને ખબર હતી. પ્લીઝ સર તમને હાથ જોડું છું.

ઇન્સ્પેક્ટર :-હા ઠીક છે.

પ્રિયાંશી :-ઓકે સર

ઇન્સ્પેક્ટર:- કાલે ખબર છે ને ક્યાં અને ક્યારે આવવાનું?

પ્રિયાંશી:- હા સર મને ખબર છે અને હું આવી જઈશ.

ઇન્સ્પેક્ટર :-ગુડ .. જાઉં છું.

(( રૂમમાંથી ઈન્સ્પેકટર બહાર નીકળે છે સુમિત બહાર વેઈટ કરતો હોય છે))

સુમિત :-સર શું કર્યું?

ઇન્સ્પેક્ટર :-સમજાવી દીધી મેં..

સુમિતે :-કંઈ બોલશે નહીંને હવે?

ઇન્સ્પેક્ટર :-નહિ બોલે નેતાજીએ કહ્યું છે તને બચાવવાનું તો હું બચાવી લઈશ.પણ તારી પ્રોમિસ યાદ છે ને ! મને પ્રમોશન આપવાની...

સુમિત:- હા મને યાદ છે.

ઇન્સ્પેક્ટર :- અરે હા તારો દુબઈમાં બિઝનેસ છે ને?

સુમિત:- છે ને .. એનું શું પણ..

ઇન્સ્પેક્ટર :-થોડા વર્ષો ત્યાં જતો રહે તું..

સુમિત:- ક્યાં દુબઈ

ઇન્સ્પેક્ટર :-હા દુબઈ..

સુમિત :-પણ કેમ?

ઇન્સ્પેક્ટર :-અહીંયા લોકોની નજરથી દૂર થઈ જા એમાં જ મજા છે

સુમિત:- પણ ત્યાં મારી સ્ટડી નહીં થઈ શકે

ઇન્સ્પેક્ટર:- સ્ટડી જાણે કરીને ઊંધો પડ્યો હોય તેમ કરે છે. સ્ટડી જ કરતો હોત તો આ ધંધો ન કર્યો હોત અને બચવા માટે બેસ્ટ રસ્તો છે આગળ તારી ઈચ્છા.

સુમિત:-ઓકે સર હું જઈશ થોડા દિવસમાં..

ઇન્સ્પેક્ટર:- થોડા દિવસમાં નહીં કાલે રાત્રે તું દુબઈમાં જોઈએ બચવા માટેનો આ જ એક રસ્તો છે આગળ તારી ઈચ્છા

સુમિત:- ઓકે સર તમે કહ્યું એમ જ થશે..

ઇન્સ્પેક્ટર :-કાલે સવારે તું દુબઇ જવા માટે નીકળી જા.

સુમિત:- કાલે સવારે? બધાને શંકા થશે મારાં પર.

ઇસ્પેક્ટર :-એ બધું સંભાળી લઇશ ચિંતા ના કર.

સુમિત : ખરેખર જાઉં ને ?

ઇન્સ્પેક્ટર :-હા

સુમિતા :- અને હા પ્રિયાંશીનું શું કરવું છે?

ઇન્સ્પેક્ટર:- ઠેકાણે થઈ જશે એ પણ આ હાહાહા...

સુમિત:- તો ઠીક છે હું તમારું પ્રમોશન બહુ જલદી કરાવી દઈશ નેતાજીને કહીને.

ઇન્સ્પેક્ટર :- ઠીક છે.. ચલ તુ જા અહીંયાથી બેગ પેક કર અને કાલે સવારે દુબઈ માટે નીકળી જજે....

સુમિત :-ઠીક છે જાઉં છું.

ઇન્સ્પેક્ટર : હા જાઓ ચલો

((સુમિત ત્યાંથી ઘરે જવા માટે નીકળે છે સુમિતના જતા જ ઇન્સ્પેક્ટર ત્યાં કોઈને કોલ કરે છે.))

ઇન્સ્પેક્ટર:- હેલો

સામેથી અવાજ આવે છે:- હા સર...

ઇન્સ્પેક્ટર :-કાલે 6:00... ફાર્મ હાઉસ...

સામેથી અવાજ આવે છે:- ઓકે સર

ઇન્સ્પેક્ટર :-યસ.

સામેથી અવાજ આવે છે :- ઓકે સર...




બીજા દિવસે સવારે....


(( સુમિત થોડો જલ્દીમાં છે ફટાફટ બેગ પેક કરીને ઘરની બહાર નીકળે છે અને ગાડીની ડેકીમાં બેક મૂકે છે))

ચિરાગ:-ભાઈ શાંતિ શાંતિ

સુમિત :-અરે લેટ થઈ જશે ભાઈ ફ્લાઇટ છે મારે

ચિરાગ:- દુબઈ અચાનક કેમ જવું છે તારે..

સુમિત :-પેલા ઇન્સપેક્ટરે કહ્યું છે એટલે.. ચાર- પાંચ વર્ષ ત્યાં જ રહીશ...

ચિરાગ :- દુબઈ એ પણ ચાર-પાંચ વર્ષ માટે જ તો સ્ટડી...?

સુમિત:- સ્ટડીને માર ગોળી હાલ મને જવા દે.. બાકી ગયું તેલ લેવા.

ચિરાગ:- ઠીક છે જેવી તારી ઈચ્છા.

સુમિત :-મને મૂકી જા હવે આવીને એરપોર્ટ પર..

ચિરાગ:- હા....

સુમિત :-ચિંતા ના કર બધું મેં રફા દફા કરાવી દીધું છે. હવે કંઈ નહીં થાય.

ચિરાગ:- બસ તો હવે શાંતિ છે.

સુમિત :-હા હવે ધ્યાન રાખજે.

ચિરાગ :-ધ્યાન તો રાખું જ છું ને..

સુમિત :-અરે ભાઈ તને ગમે એ કર પણ છોકરીને મારી નાખવાની નહિ....

ચિરાગ :-સમજી ગયો

સુમિત :-ચાલ હું જાઉં છું. જાઉં પછી નેતાજી ને કહી દેજે કે ઇન્સ્પેકટર નું પ્રમોશન કરાવી નાખે.

ચિરાગ:- અને પેલા ભાર્ગવ નું શું કરવાનું છે?

સુમિતે :- ઠેકાણે થઈ ગયો

ચિરાગ:- સમજ્યો નહીં?

સુમિત:- પછી સમજાવીશ હાલ તું આટલું સમજ કે હું જઉં પછી તારે કાંડ ઓછા કરવાના અને શાંતિથી જીવવાનું અને જીવવા દેજે

ચિરાગ :-હા ભાઈ ડોન્ટ વરી

((ચિરાગ ગાડી સ્ટાર્ટ કરે છે અને સુમિતને એરપોર્ટ પર મુકવા જાય છે થોડા જ કલાકમાં સુમિત એરપોર્ટથી દુબઇ જવા માટે ફ્લાઈટમાં બેસી જાય છે અને પોતાની નવી જિંદગી તરફ આગળ વધે છે.))



05:56 કલાકે સાંજે

ફાર્મ હાઉસમાં પ્રિયાંશીની ગાડી પ્રવેશે છે. ગાડી અંદર પ્રવેશતાંની સાથે જ સામે પડેલી પોલીસની ગાડી પર પ્રિયાંશીની નજર જાય છે. ઇન્સ્પેક્ટરની ગાડી જોઈને પ્રિયાંશી સમજી જાય છે. એ ગાડી પાર્ક કરે છે અને ડરતા ડરતા ગાડીમાંથી ઉતરે છે. ઇન્સ્પેકટર સાથે એકલામાં મળવામાં એને બીક લાગે છે, એને ખબર છે ઇન્સ્પેક્ટર સાથે એને શું કરવાનું છે. એને એ નથી ગમતું પણ એને ગમે તે કરીને આ કેસથી છુટકારો જોઈએ છે. તે માટે તે તૈયાર થઈ જાય છે.


ધીમે ધીમે એ અંદર જાય છે રૂમમાં અંધારું છે . ધીમે ધીમે એ અંદર આવે છે રૂમનો દરવાજો અંદરથી બંધ થઈ જાય છે જાણે કોઈએ બંધ કર્યો હોય. અંદર લગાવેલા એક બલ્બથી થોડું થોડું અજવાળું થયું. રૂમમાં સામે ઇન્સ્પેક્ટર સામે ઉભા છે.


પ્રિયાંશી:- હેલો સર

ઇન્સ્પેક્ટર :-ટાઈમ પર આવી ગઈ હા.

પ્રિયાંશી:- હા સર

ઇન્સ્પેક્ટર :-હા તો ચાલુ કરી આપણે ચલો.

પ્રિયાંશી : શું સર?

ઇન્સ્પેક્ટર:- કેટલી ભોળી બને છે યાર તું તને પણ ખબર છે તું અહીંયા શું કામ આવી છે તો પણ પૂછે....

પ્રિયાંશી:- સર પ્લીઝ

ઇન્સ્પેક્ટર :-કંઈ નહીં થાય શરૂઆતમાં થોડું પેઈન થશે પછી શાંતિ

પ્રિયાંશી :-પ્લીઝ જવા દો ને

ઇન્સ્પેક્ટર:- એમ થોડી જવા દઈશ

=(ઇન્સ્પેક્ટર નજીક આવે છે અને પ્રિયાંશીના ખભા પર હાથ મૂકે છે)

પ્રિયાંશી :-સર પ્લીઝ જવા દો ને મને તમે કહેશો એ કરીશ..

ઇન્સ્પેક્ટર :-શું કરીશ બોલ તો?

પ્રિયાંશી:- તમે કહેશો એ

ઇન્સ્પેક્ટર:- હા તો ચાલ તને એક ચાન્સ આપું છું..

પ્રિયાંશી :-હા બોલો સર હું બધું કરીશ.

ઇન્સ્પેક્ટર:- તો બોલ પ્રિયાંશી વિશે તને શું ખબર છે.

પ્રિયાંશી :-હા સર કહી દઉં છું.

ઇન્સ્પેક્ટર :-પણ એક શરત છે

પ્રિયાંશી..:- હા બોલોને..

ઇન્સ્પેક્ટર :-એક પણ પોઇન્ટ રહી ગયો સહેર વિશે તો તારી હાલત સહેર જેવી કરી નાખીશ..

પ્રિયાંશી :-સર હું બધું કહી દઈશ.

ઇન્સ્પેક્ટર :-ખુરશીમાં બેસ અને એક એક ટોપીક યાદ કર અને બોલ..

પ્રિયાંશી:- હા સર

(ખુરશીમાં પ્રિયાંશી બેસે છે અને સામે ઇન્સ્પેકટર અને બેસે છે અને ફોનમાં રેકોર્ડર ઓન કરે છે.)

પ્રિયાંશી:- સહેર એ રાત્રે પાર્ટીમાં આવી હતી અને મેં એની મજાક ઉડાવી હતી બધા વચ્ચે કારણ કે એ મારાં અને રાહુલ વચ્ચે આવી હતી. એ દિલની સારી હતી પણ મારાને રાહુલ વચ્ચે આવી હતી એ મને ના ગમ્યું અને સુમિત...

ઇન્સ્પેક્ટર:- બોલ શું સુમિત..!

પ્રિયાંશી :- ના તમે મને મારી નાખશો એનું નામ લઈશ તો..

ઇન્સ્પેક્ટર:- નહિ કરું કંઈ, બોલે રાખ તું.

પ્રિયાંશી :-સર. સુમિત અને મેં એને અમારા રસ્તામાંથી સાફ કરવાનો પ્લાન બનાવ્યો હતો પણ મારવાનો પ્લાન નહીં. સુમિત અને રાહુલ બંને મિત્રો હતા પણ સુમિત રાહુલની success જોઈ શકતો ન હતો તેથી તે રાહુલને નફરત કરતો હતો.

ઇન્સ્પેક્ટર :-પછી

પ્રિયાંશી :-મેં અને સુમિતે પ્લાન બનાવ્યો હતો કે શહેર ની ઈજ્જત બધા વચ્ચે ઓછી કરવાનો અને પાર્ટીમાં મેં એ જ કર્યું પછી સુમિતનો ભાઇ ચિરાગ....

ઇન્સ્પેક્ટર:- ચિરાગ પણ આમાં છે એમ??

પ્રિયાંશી:- હા સર તમને સુમિતે નથી કહ્યું?

ઇન્સ્પેક્ટર:- તું એ બધું છોડ ... આગળ બોલે જા.

પ્રિયાંશી :-તો સર એને સહેર જોડે રાત વીતાવી હતી. તો સુમિતે સહેરને રાઘવ જોડ એકલીને ફાર્મના પાછળના રસ્તે મોકલી દીધી. અને ત્યાં પછી એમની પાછળ ચિરાગ પણ ગયો હતો. ત્યાં સહેર જોડે શું થયું એ મને નથી ખબર પણ એ લોકોએ જ સહેરને મારી નાખી છે.

ઇન્સ્પેક્ટર :-તું ભાનમાં છે ને..?

પ્રિયાંશી :- સર સાચે સુમિતએ મને કહ્યું હતું..

ઇન્સ્પેક્ટર :-બીજું કંઇ બાકી છે કહેવાનું?

પ્રિયાંશી :-ના

ઇન્સ્પેક્ટર :-ઓકે હું હવે બધું ઠીક કરી દઈશ. દોષીઓને સજા મળશે

પ્રિયાંશી:- સર મારો વાંક નથી આમાં મને જવા દો.

ઇન્સ્પેક્ટર:- એ હું નહીં નક્કી કરું તારા પાછળ ઊભા છે એ તારો ન્યાય કરશે.

(પ્રિયાંશી પાછળ જોવે છે કોઈક ઊભું છે અંધારાના કારણે મોઢું દેખાતું નથી))

પ્રિયાંશી :- કોણ છો તમે?

(અચાનક રૂમમાં લાઈટ થઇ જાય છે અને એની આંખો સામે રાહુલ ઊભો છે.)