HIGH-WAY - 23 books and stories free download online pdf in Gujarati

HIGH-WAY - part 23

Part 23


છેલ્લા ભાગ માં જોયું કે ....રાહુલ , ઇન્સ્પેક્ટર.પ્રાચી અને પ્રિયાંશી ભેગા થઈને ચિરાગ અને સુમિત ને ડરવા માટે નાટક કરે છે...સુમિત ચિરાગ ને ગેલેરીમાં સળગતો જોઈને ડરી ગયો છે....અને હવે એ ..ત્યાંથી ભાગવા નો પ્રયાસ કરી રહ્યો છે ....


ચિરાગ ભાગતો ભાગતો રૂમની બહાર નીકળે છે અને આમતેમ જોયા વગર એ બસ નીચે જવા માટે દોડ લગાવે છે. એ સીડીઓ ઉપર ફટાફટ ઉતરવા માટે પ્રયત્ન કરે છે અને સીડીઓ પણ પર નજર રાખ્યા વગર એની આંખો આમતેમ મદદ માટે ફાંફા મારી રહી છે. એ સમયે જ એનો પગ સીડી પરથી લપસી જાય છે અને એ ગગડીને સીડી ઉપરથી અથડાતો અથડાતો નીચે પડે છે. છતાં એને જોયેલી સફેદ સાડી વાળી છોકરીથી ડરીને એ તરત ઊભો થઈ જાય છે. ત્યાં એને એના જોડે રહેલી બંદૂક વિશે યાદ આવે છે અને એ બંદૂક બહાર નીકાળીને સીડીઓની નીચે કોર્નરમાં તાકીને ઉભો રહે છે પણ ત્યાં કોઈ હાલચાલ દેખાઈ રહી નથી. તેથી તે ફરીથી ભાગીને ગાડી તરફ બેસવા જાય છે. હવે એ ઘરની બહાર આવી ચૂક્યો હોય છે. એ ફટાફટ ગાડીમાં બેસે છે અને ગાડી ચાલુ કરવા માટે ગાડીની ચાવી લોકમાં નાખે છે, પરંતુ ગાડી ચાલુ થતી નથી અચાનક એની ગાડીની આગળ ધુમાડો ધુમાડો થઈ જાય છે.

આ જોઈને ચિરાગ અત્યંત ડરી જાય છે અને ગાડીના કાચ અને દરવાજો એકદમ બંધ કરીને ગાડીની સીટમાં સંતાઈ જાય છે અને જોર જોરથી બોલે છે "મને માફ કરી દે મને માફ કરી દે મારાથી ભૂલ થઇ છે મને માફ કરી દે" એની આંખોમાં ડર ચોખ્ખો દેખાય રહ્યો છે. એ હવે ડરી ગયો છે. તરત એને યાદ આવે છે એના ભાઈ સુમિતનું મર્ડર થઈ ગયું છે. એ સુમિતની યાદમાં એકદમ ડૂબી જાય છે અને જોર જોરથી રડવા લાગે છે"ભાઈ મેં કરેલા કર્મોની સજા તને કેમ મળી" અને ,"હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું".

ત્યાં અચાનક ગાડીના કાચ પર જોર જોરથી "ધબ ધબ ધબ ધબ" ના અવાજ સાથે કોઈ હાથથી અથડાવી રહ્યું છે અને " ખોલ ખોલ"નો અવાજ ચોખ્ખો સંભળાઈ રહ્યો છે ચિરાગ હવે વધારે ડરી જાય છે અને એ ઉપર જોઈ શકે એ હાલતમાં નથી છતાંય એ ગાડીના કાચ પર પોતાની નજર નાખે છે અને એની નજર સામે ઇન્સ્પેક્ટર ગાડીનો કાચ ખખડાવી રહ્યા છે. ઇન્સ્પેક્ટરને જોઈને એ થોડી હળવાશ અનુભવે છે અને ધીમે રહીને ઊભો થાય છે તથા ગાડીનો દરવાજો ખોલીને બહાર નીકળે છે. બહાર નીકળતાંની સાથે જ એ જમીન પર બેસી જાય છે તથા રડવા લાગે છે

ઇન્સ્પેક્ટર :-અરે ગાડીમાં શું કરતો હતો. અને આટલો ડરેલો કેમ છે અને કેમ રડે છે?

ચિરાગ:- હવે કંઈ જ બાકી નથી રહ્યું.

ઇન્સ્પેક્ટર :શું થયું?

ચિરાગ :-એ મને પણ મારી નાખશે...

ઇન્સ્પેક્ટર:- કોણ કોને મારશે?

ચિરાગ :- એ સફેદ સાડીવાળી....

ઇન્સ્પેક્ટર :- સાડીવાળી ... તું શું બોલી રહ્યો છે..?

ચિરાગ:-સફેદ સાડી વાળી...... સુમિત..... ઉપર .....લોહી ...સળગાવી દીધો ......મને મારી નાખશે.

ઇન્સ્પેક્ટર:-ચિરાગ તું હોશમાં આવ તને થયું છે શું... તું શું બોલે છે મને કંઈ ખબર નથી પડતી..

ચિરાગ:-તેણે સુમિતને મારી નાખ્યો.

ઇન્સ્પેક્ટર:-કોને માર્યો ? ક્યારે માર્યો ? એમ શું થયું?

ચિરાગ :- ઉપર... ઉપર પેલીએ સુમિતને મારી નાખ્યો.

ઇન્સ્પેક્ટર:-આ તું શું બોલે છે? ભાનમાં તો છે ને?

ચિરાગ:- મારી આંખોથી જોયુ... એને સુમીતને મારી નાખ્યો.

ઇન્સ્પેક્ટર :-ચલ મને બતાવ તો...

ચિરાગ:-ઉપર લોહી પડ્યું છે લોહીના ડાઘા પડ્યા છે લોહીના લિસોટા પડ્યા છે ત્યાં સુમિતને સળગાવી નાખ્યો..

ઇન્સ્પેક્ટર:- નક્કી દારૂનો નશો કરીને બેઠો છે.
ચિરાગ:-હું એકદમ ભાનમાં છું ઇન્સ્પેક્ટર (ગુસ્સામાં બોલે છે)

ઇન્સ્પેક્ટર:-ચલ મને બતાવ તો ક્યાં છે લોહીના લિસોટા બતાવ મને..

ચિરાગ :- મને બીક લાગે છે એ મને પણ મારી નાખશે.

ઇન્સ્ટ્રક્ટર :- હું છું ને સાથે અને કોઇ કાંઇ નહી કરે તું મારા સાથે ચલ.

ચિરાગ :- પાક્કુ ને મને કંઈ નહિ કરે?

ઇન્સ્પેક્ટર:- કોઈ છે જ નહીં તો તને કોણ મારવાનું...

ચિરાગ:- મને બીક લાગે છે.

ઇન્સ્પેક્ટર :-તારે મારા સાથે આવવું જ પડશે.

ચિરાગ :- ચલો

બંને ધીમે ધીમે ઘર તરફ આગળ વધી રહ્યા છે. ચિરાગ ધીમે રહીને ઘરનો દરવાજો ખોલે છે અને બંને ઘરની અંદર પ્રવેશે છે. ત્યાં ઇન્સ્પેક્ટરની નજર ચિરાગ સામે છે અને ઈશારામાં ચિરાગને પૂછે છે ક્યાં છે લાશ ? ક્યાં છે રાહુલ? ચિરાગ ઈશારો કરીને કહે છે ઉપર....

ઇન્સ્પેક્ટર ચિરાગને ધીમે ધીમે ઉપર એની સાથે આવવા માટે ઇશારો કરે છે પણ ચિરાગ ના પાડી દે છે. તો ઇન્સ્પેક્ટર એકલા જ ઉપર જવા માટે તૈયાર થાય છે. ધીમે ધીમે ઇન્સ્પેક્ટર ઉપર જાય છે. ઉપર એમને ના કોઈ લોહી દેખાય છે ના કોઈ ડાઘ ના કોઈ લોહીના લિસોટા.. ઇન્સ્પેક્ટર ફરીથી નીચે જાય છે.

ઇન્સ્પેક્ટર:-તું મારા સાથે મજાક કરતો હતો સમજી શું રાખ્યું છે ? મને હું તમારો નોકર નથી કે તમે ઇચ્છા થાય ત્યારે મારા સાથે મજાક કરો.

ચિરાગ:-તમે કેમ આવું બોલો છો ? ઉપર તમને લોહી ના દેખાયું?

ઇન્સ્પેક્ટર:-લોહી દેખાવા માટે લોહી હોવું પણ જરૂરી છે ને!!

ચિરાગ:-આ શું બોલો છો તમે ઉપર લોહી નથી એમ?

ઇન્સ્પેક્ટર :-ઉપર એક ટપકું પણ લોહી નથી..

ચિરાગ :- તમે હવે મજાક કરો છો..

ઇન્સ્પેક્ટર:- મારા જોડે એટલો ટાઈમ નથી.. તું મારા સાથે ઉપર ચલ અને જાતે જોઈ લે.

ચિરાગ :-ઠીક છે.

ઇન્સ્પેક્ટર ચડે છે અને પાછળ રાહુલ ધીમે ધીમે ડરેલા પગે સીડી ચડવાનું શરૂઆત કરે છે અને અંતે બંને જણા ઉપર પહોંચે છે. ઉપર પહોંચીને ચિરાગ આમતેમ જુએ છે પરંતુ એ જોઈને એની આંખો ફાટેલી રહી જાય છે. ત્યાંના કોઈ લોહી છે ના કોઈ લોહી નો ડાઘ ... જે ટેબલ ઉપર પડેલી કુહાડીથી અને એનામાંથી ટપકતું હોય તે લોહી બંને ત્યાંથી ગાયબ હતા. ચિરાગ દોડતો દોડતો ગેલેરીમાં જાય છે જ્યાં એને સફેદ સાડી વાળી છોકરીને સુમિતને સળગાવતો જોયો હતો.

આ જોઈને ચિરાગ એકદમ સ્તબ્ધ બની જાય છે અને એ વિચારે છે અત્યારે એના સાથે શું થઇ રહ્યું છે જે દેખાય છે એ સત્ય છે કે સત્ય દેખાઈ જ નથી રહ્યું.

ઇન્સ્પેક્ટર: બતાવ મને લાશ.... બતાવ મને લોહી ક્યાં છે.

ચિરાગ :- વિશ્વાસ કરો સાહેબ અહીંયા જ હતું.

ઇન્સ્પેક્ટર :- બતાવ સબૂત.

ચિરાગ:-સાહેબ હું સાચું બોલું છું.

ઇન્સ્પેક્ટર:-એ તો સમય જ બતાવશે.

ચિરાગ :- હા સાહેબ.

ઇન્સ્પેક્ટર રૂમમાં જાય છે અને આમ તેમ બધી વસ્તુઓ જોવે છે.. ત્યાં ચિરાગ ગેલેરીમાં આમ તેમ કોઇ સબૂત શોધી રહ્યો છે. એ ગેલેરીની દિવાલથી નીચે જોવે છે. ત્યાં સફેદ સાડી પહેરીને એક છોકરી તેને જોઇ રહી છે. ચિરાગ એને જોઈને એકદમ ડરી જાય છે. એનો ચહેરો આખો લોહીથી ખરડાયેલો છે. આંખોમાંથી લોહી નીકળી રહ્યું છે, સાડી પર લોહીના ડાઘા અને હાથ આખા લોહીથી રંગાયેલા જાણે હાલ લોહીની હોળી રમીને આવી હોય. આ જોઈને ચિરાગના ગળામાંથી અવાજ નીકળતો બંધ થઈ જાય છે. તેને ક્ષણભર માટે ડૂમો બંધાઈ જાય છે. તરત એ બૂમ પાડે છે. ઇન્સ્પેક્ટર સાહેબ અહીંયા આવો એ અહીંયા છે.. અને ઇન્સ્પેકટર સામે જોવે છે ઇન્સ્પેક્ટર દોડીને ચિરાગ પાસે આવે છે

ઇન્સ્પેક્ટર:-ક્યાં છે બતાવ.

ચિરાગ ;- નીચે જુઓ નીચે...

ઇન્સ્પેક્ટર:- ક્યાં છે મને તો નથી દેખાતી ( દેખાય છે પણ ના દેખાવા નું નાટક કરે છે..).

ચિરાગ:-સાહેબ તમારા સામે તો ઉભી છે સફેદ સાડી પહેરેલી..

ઇન્સ્પેક્ટર:-અરે ક્યાં છે યાર નથી દેખાતી.

ચિરાગ:-સાહેબ ધ્યાનથી જુઓ એ મારા સામે જોઈ રહી છે.

ઇન્સ્પેક્ટર:-મને નથી દેખાતી.( ચિરાગને વધારે ડર લાગવા માટે ખોટું બોલે છે )

ચિરાગ:-સાહેબે મારા સામે જોઈ રહી છે એ મને મારી નાખશે હવે એ મારા સામે હસી રહી છે...


ઇન્સ્પેક્ટર:-મને કાંઈ જ નથી દેખાતું તને કદાચ ભ્રમ થતો લાગે છે.

ચિરાગ:-ના સર મને કોઈ ભ્રમ નથી થતો.. એનું મોઢું આખું લોહીથી રંગાયેલું છે.

ઇન્સ્પેક્ટર:-મને કંઈ જ નથી દેખાતું ક્યાં છે..(ઇન્સ્પેક્ટરને સફેદ સાડી પહેરેલી છોકરી દેખાય છે પરંતુ તે ના દેખાવાનું નાટક કરે છે.. એને કરેલા મેકઅપ અને લોહીથી એકદમ સાચી ચુડેલ જેવું લાગે છે. ઇન્સ્પેક્ટર એના આ નાટકથી ખૂબ ખુશ થઇ જાય છે).

ચિરાગ :-વિશ્વાસ કરો સાહેબ ક્યાં કોઈ છે..

ઇન્સ્પેક્ટર:-ચલ તું મારા જોડે નીચે તને બતાઉ...

ચિરાગ:- ના સાહેબ મને બીક લાગે છે હું નહીં આવું.

ઇન્સ્પેક્ટર :- આમ ડરીશ તો તો ક્યાં કંઈ ફાયદો થશે, ચલ તું મારા સાથે..(ઇન્સ્પેક્ટર ચિરાગ નો હાથ પકડી ને તેને નીચે લઈ જાય છે).

હવે બંને જણા નીચે આવી ગયા છે અને ઘરની પાછળ ગેલેરી નીચે જઈને ઊભા રહે છે ઇન્સ્પેક્ટર ચિરાગ ને પૂછે છે , "ક્યાં છે તારી ચુડેલ બતાવો..?"

ચિરાગ ડરતા ડરતા બોલે છે , "એ કદાચ સુમિતને લઈને જતી રહી.
"
ઇન્સ્પેક્ટર:-તે તો હમણાં કહ્યું સુમિતને એણે સળગાવી દીધો.

ચિરાગ:-પણ ઉપર તો સળગેલા નાં કોઈ નિશાની છે જ નહીં.

ઇન્સ્પેક્ટર:- તું જ કહેતો હતો કે ઉપર સુમિતને સળગાવી દીધો...

ચિરાગ:- મને હવે કંઈ સમજાતું નથી હું શું કરું હવે ....શું થઈ રહ્યું છે...?

ઇન્સ્પેક્ટર:- તુ આરામ કર તારે આરામની જરૂર છે.....

ચિરાગ:-પણ સુમિત?

ઇન્સ્પેક્ટર:- એને અમે શોધી કાઢીશું તું ચિંતા ના કર..

ચિરાગ:- મળી જશે ને...? મારા ભાઈને કંઈ ના થવું જોઈએ...

ઇન્સ્પેક્ટર:- મારાથી થતા બધા પ્રયાસ કરીશ હાલ મારે જવું પડશે..

ચિરાગ:-મને બીક લાગે છે.

ઇન્સ્પેક્ટર:-ઘર બંધ કરી દે અને સુઈ જા... કોઈ પ્રોબ્લેમ હોય તો કોલ કરજે..

ચિરાગ:-ઠીક છે...

ચિરાગ ઇન્સ્પેકટરને નીચે ગાડી સુધી મુકવા જાય છે અને ઇન્સ્પેક્ટર એને આરામ કરવા માટે સલાહ આપે છે. ઇન્સ્પેક્ટર ગાડીમાં બેસીને પોલીસ સ્ટેશન જવા માટે નીકળ્યો છે અને તરત ચિરાગ ઘરમાં દોડીને ઘરના દરવાજા બંધ કરી દે છે ....

ઇન્સ્પેક્ટર રાહુલને કોલ કરે છે.

ઇન્સ્પેક્ટર:-વાહ આજે તો જોરદાર ડરી ગયો છે ચિરાગ.

રાહુલ:-હજી તો શરૂઆત છે

ઇન્સ્પેક્ટર:-હજુ તો રાત્રે ડરશે એટલે મને ખબર પડશે.

રાહુલ:- સર બધી તૈયારી થઈ ગઈ છે.

ઇન્સ્પેક્ટર:- પ્રાચી એ જોરદાર એક્ટિંગ કરી છે હો અને મેકઅપ એકદમ ચુડેલ જેવો લાગતો હતો.

રાહુલ:- હા સર એને એક્ટિંગમાં બહુ રસ છે પણ તમે ક્યારે જોઈ એને... ચિરાગ દોડીને નીચે ગયો ગાડીમાં બેસ્યો. મેં બોમ્બ ફોડયો, ત્યારે તે ઘરે જતી રહી હતી. તમે એના પછી આવ્યા , તમે ક્યારે જોઈ એની એક્ટિંગ અને મેકઅપ?

ઇન્સ્પેક્ટર:-ઘરે ક્યાંથી જાય ? મેં એને જોઈ છે.

રાહુલ:- સર એ ઘરે ગઈ હતી મને ખબર છે અમે જોઈ છે એને ઘરે જતા... એની તબિયત નહોતી સારી તો મેં એને ઘરે મોકલી હતી...

ઇન્સ્પેક્ટર:-અરે યાર મેં એને જોઈ હતી. હું થોડી ખોટું બોલું.

રાહુલ:-સર મેં એને ઘરે મોકલી હતી..

ઇન્સ્પેક્ટર:-એવું કઈ રીતે બની શકે. મેં એને જોઈ અને એણે મને જોયો ... એકદમ ચૂડેલ જેવી જ લાગતી હતી.

રાહુલ:-પણ સર....

ઇન્સ્પેક્ટર:-શું થયું..... મારામાં કોઈનો ફોન આવે છે હું તને પછી વાત કરું (રાહુલ નો ફોન કટ કરે છે અને ઇન્સ્પેક્ટર એમના મોબાઈલ ઉપર આવેલા કોલમાં વાત કરે છે).

(રાત્રે)
અંધારી રાત છે .આકાશમાં ચંદ્ર દેખાઈ રહ્યો છે અને ચંદ્રની ચાંદની જમીન પર પથરાઈ ગઈ છે. દૂર દૂર સુધી અંધારું જ અંધારું તથા પાછળના જંગલમાંથી આવતો જંગલી કુતરા નો અવાજ વાતાવરણને ભય જનક બનાવી રહ્યો છે.

રૂમના દરવાજા બંધ કરીને બેસેલા ચિરાગની આંખો માં પાણી અને પાણીના કારણે ધૂંધળી થઈ ગયેલી આંખો સુમિતને જોવા માટે તરસી રહી છે . ચિરાગ પોતાની જાતને સુમિતના ગાયબ થવાનું કારણ સમજે છે . એ બસ એક જ વાતની રટ લગાવીને બેઠો છે.."ભાઈ તું ક્યાં છે ? મારા કારણે તારે હેરાન થવું પડે છે. ભાઈ પાછો આવી જા"

ત્યાં અચાનક રૂમની બહાર કોઈના ચાલવાનો અવાજ આવી રહ્યો છે. પગની ઝાંઝરનો અવાજ ચિરાગના કાને પડે છે. ચિરાગ એકદમ ડરી જાય છે. ધીમે ધીમે અવાજ વધતો જાય છે . જાણે દૂરથી કોઈ ઝાંઝર પહેરીને રૂમની ચોખટ પર આવી રહ્યું છે ત્યાં જ રૂમના દરવાજા પર... ઠક ..ઠક ..ઠક.. અવાજ આવે છે. જાણે બહારથી કોઈ વ્યક્તિ અંદર આવવા માટે પરવાનગી માગતી હોય... ચિરાગ એકદમ ડરી જાય છે અને તે પલંગના નીચે સંતાવાનો પ્રયાસ કરે છે.. પરંતુ તે સફળ થતો નથી. હવે અવાજ વધતો જઈ રહ્યો છે ચિરાગનું મગજ હવે કોઈ એક જગ્યાએ સ્થિર રહેતું નથી . તે રૂમમાં આમ-તેમ સંતાવા પ્રયત્ન કરે છે અને સંતાવાની કોઈ જગ્યા ન મળતાં તે જોરથી બોલે છે , "હું તારાથી ડરતો નથી. તું જા અહીંયા થી...જા અહીંયાથી જા....."છતાં પણ રૂમના દરવાજા પર ખખડાવવાનો અવાજ સતત ચાલુ જ રહ્યો. ચિરાગ ના છૂટકે હવે બાજુમાં પડેલી બંદૂક લઇને દરવાજા તરફ ચાલ્યો. દરવાજાના એક પછી એક લોક ખોલવા લાગ્યો.

દરવાજો ખોલતાની સાથે એ ચોંકી ગયો એની આંખો સામે કોઈ ન હતું. તેને આમ તેમ જોયું પણ કોઈ દેખાયું નહીં.
તે ધીમે ધીમે નીચેના રૂમ તરફ જવા લાગ્યો . હાથમાં બંદૂક , આંખોમાં ગુસ્સો, દિલમાં ગભરાટ સાથે ચિરાગ મોતનો સામનો કરવા આગળ વધતો ગયો . જેમ જેમ એના કદમ આગળ વધતા ગયા એનો ડર ઓછો થતો ગયો, કારણકે એને એવો આભાસ થવા લાગ્યો , કે જે કોઈ છે જે મને ડરાવે છે એ હવે મારો સામનો નહીં કરી શકે .

આજ વિચાર સાથે ચિરાગ ઘરના દરવાજાની બહાર નીકળ્યો. પાર્કિંગ - ગાર્ડન બધુ જોઈ લીધું. ત્યાં તેને કોઈ દેખાયું નહીં પરંતુ..... ઘરની પાછળ જતાની સાથે તેને થોડે દૂર સફેદ ધુમાડો નજરે પડ્યો. ત્યાં ધ્યાનથી જોતા ધુમાડાની પાછળની બાજુ કોઈ છોકરી દૂરથી તેને જોઈ રહી હોય તેમ નજરે પડ્યું. ચિરાગ આજે ડરનો સામનો કરવા તૈયાર હતો. એણે બંદૂક હાથમાં લીધી, બંદૂકનું લોક ખોલ્યું અને ધીમે ધીમે એ સફેદ ધુમાડા બાજુ જતો ગયો. એની નજર દૂરથી આવી રહેલા ધુમાડા પર હતી. થોડું થોડું કરીને એ જંગલમાં પ્રવેશ્યો દૂર ઊભી રહેલી છોકરી હવે એને ધીમે ધીમે નજીક દેખાવા લાગી રાહુલ ને દૂરથી એની બાજુ આવતો જોઈને તેણે હાથમાં રહેલી ફાનસ મોઢા આગળ રાખી ફાનસ સળગતા દીવાના કારણે પ્રકાશ એ છોકરીના મોઢા પર પડ્યો અને ચિરાગની નજર એના મોઢા પર ગઈ . ચિરાગ અને એ છોકરીના વચ્ચે માત્ર થોડાક જ મીટરની દુરી હતી અને વચ્ચે હતો સફેદ ધુમાડો. ધુમાડાના કારણે કાંઈ ખાસ દેખાતું ન હતું. ચિરાગ જેમ જેમ નજીક આવતો ગયો એને મોઢું સાફ દેખાવા લાગ્યુ. એની નજર સામે આખું લોહીથી ખરડાયેલો ચહેરો અને ફાટેલી ટીશર્ટ ફાટેલું પેન્ટ અને એક પગમાં સેન્ડલ દેખાયુ. આ જોઈને એને સહેરની યાદ આવી અને તે જોરથી બોલી ઉઠ્યો , "હજુ તો તું જીવે છે એમને. કાંઈ નહિ આજે તારી ગેમ ફીનીશ કરી નાખીશ... આજે તને મારા હાથથી કોઈની બચાવી શકે." એમ કહીને બંદૂકના નિશાના પર એને એ છોકરીને રાખી. એની આંગળી બંદુકની ટ્રિગર પર હતી ધીમે ધીમે આંગળી દબાતી ગઈ અને બંદુકની ટ્રીગર દબાઈ ગઈ. બંદૂકમાંથી ગોળી છૂટી નહીં. આ જોઈને ચિરાગ ડરી ગયો. એ ફટાફટ બંદૂકને રીલોડ કરવા લાગ્યો તથા બંદૂકનું લોક બંધ કરીને ફરીથી ચાલુ કરવા લાગ્યો. આ થયાને માત્ર છ-સાત સેકન્ડ થઈ અને તેને સામે જોયું ત્યારે તેની આંખો ખુલીને ખુલી રહી ગઈ. એની સામે રહેલી છોકરી દૂર સુધી પહોંચી ગયેલી. એ ત્યાંથી ભાગતી હોય એવો અહેસાસ થયો અને બંદૂક અને તેની સામે ધરીને એક પછી એક ત્રણ ગોળીઓ મારી તથા તે પણ એના પાછળ દોડવા લાગ્યો. જેમ જેમ એ તેના પાછળ દોડતો એટલું જ તે છોકરી એના કરતા આગળ દોડતી. ત્યાં રાહુલને પગે અચાનક દુખાવો શરૂ થયો (સવારે સીડીઓ પરથી પડવાના કારણે તેના પગની નસ ચડી ગઈ હતી.) તે પગ પર બંને હાથ ધરીને જમીન પર પડી ગયો. પણ એને એક પછી એક એમ બીજી ત્રણ ગોળીઓ એ છોકરી પર તાકીને મારી.... પગનો દુખાવો વધારે અસહ્ય બન્યો.. ધીમે ધીમે પગ ઘસડીને એ ઘરે પહોંચ્યો અને ધીમે ધીમે સીડીના કઠેડાની મદદથી સીડીઓ ચડીને રૂમ તરફ પહોંચ્યો. દુખતા પગને લઈને બેડ પર બેસ્યો. એક પગ જમીન પર લટકતો રાખીને તથા એક પગ બેડ પર મૂકીને એ આંખો બંધ કરીને પડ્યો રહ્યો આંખોમાં ધીમે ધીમે ઊંઘ ભરાવા લાગી. બાજુમાં પડેલી દારૂની બોટલ ખોલીને તે આખી ગટગટાવી ગયો તેનાથી તેનો દુખાવો તેને ઓછો લાગવા લાગ્યો. અને તે બેડ પર તે જ તે સુઈ ગયો. રાત ધીમે ધીમે વધારે અંધારી થતી ગઈ અને ચિરાગ ની ઊંઘ વધારે ગહેરી થઈ ગઈ.

સવાર પડતાંની સાથે બારીમાંથી આવતા સૂર્યના પ્રકાશ ની કિરણ ચિરાગ ની આંખ માં પડી અને ચિરાગ ની આંખ ખુલી. ચિરાગ ને હવે પગે દુઃખતું હતું તે ઓછું થયું.. અને હવે એની આંખ સામે ગઈ રાતે થયેલું બધું યાદ આવ્યું મોબાઈલ માં જોયું તો દસ વાગી ચૂક્યા છે. મોબાઇલમાં ઇન્સ્પેક્ટર ના ત્રણ મિસકોલ આવીને પડ્યા છે ચિરાગ મોબાઈલ હાથમાં લે છે અને ઇન્સ્પેક્ટર ને કોલ કરે છે.

ઇન્સ્પેક્ટર:-હેલો ગુડ મોર્નિંગ.

ચિરાગ:-હેલો ગુડ મોર્નિંગ સર

ઇન્સ્પેક્ટર:-તો કેવી રહી કાલ ની રાત ઊંઘ તો આવી હતી ને (મનમાં ને મનમાં ચિરાગ પર હસતા )

ચિરાગ:-હા સર કાલે મસ્ત ઊંઘ આવી હતી.

ઇન્સ્પેક્ટર:-ઓહો..(ચિરાગ ના મોઢે આ વસ્તુ સાંભળીને ઇન્સ્પેક્ટર ના મોઢાની હસી એક પલ માં છુપાઈ ગઈ)

ચિરાગ:-હા સર મસ્ત ઊંઘ આવી હતી. હવે હું કોઈ થી નથી કરતો..

ઇન્સ્પેક્ટર:- વેરી ગુડ ચિરાગ ડરવું પણ ના જોઈએ. પણ એ તો બોલ , અચાનક આટલો આત્મવિશ્વાસ કઈ રીતે આવ્યો

ચિરાગ:-સર તમે નહીં માનો..

ઇન્સ્પેક્ટર:-બોલ તો ખરા પછી વિચારીશ માનવું કે નહીં..

ચિરાગ:-કાલ રાત્રે મારા રૂમનો દરવાજો જોરથી કોઈ ખખડાવી રહ્યું હતું .. મેં દરવાજો ખોલ્યો તો સામે કોઈ ન હતું...

ઇન્સ્પેક્ટર:- પછી શું થયું...(મનમાં ને મનમાં ફરીથી ખુશ થતા)

ચિરાગ:-સર મેં બંદૂક લઇને તેને શોધવાનો પ્રયત્ન કર્યો.

ઇન્સ્પેક્ટર:-તે અને એને શોધવાનો પ્રયત્ન કરો એમ? (હસતા હસતા)

ચિરાગ:-હા સર હવે હું કોઈથી ડરતો નથી ( ઇન્સ્પેક્ટર ને હવે ભરોસો થઈ ગયો કે ચિરાગ ગાન્ડો થઈ ગયો છે કાં તો એ દારૂના નશામાં છે).

ઇન્સ્પેક્ટર:-પછી શું થયું..

ચિરાગ:-સર હું ઘરના પાછળના જંગલ માં ગયો ....ત્યાં ધુમાડો ... સફેદ ધુમાડો ... ધુમાડાના પાછળ છોકરી ... છોકરીના મોઢા પર લાગેલું લોહી....અને એક પગમા રહેલા સેન્ડલ....

ઇન્સ્પેક્ટર:- ઓહ..પછી...તો તો એનો પીછો કર્યો હશે ને ...( એની ઉડાવતા. ...)

ચિરાગ :- હા sir મેં એનો પીછો કર્યો હતો.. એ મને જોઈને ભાગી અને તે સહેર જ હતી... સહેર જીવે છે ..

ઇન્સ્પેક્ટર:-ઓ ... સહેર જીવે છે એમ...( ઇન્સ્પેક્ટર મનમાં ને મનમાં ચિરાગ પર હસતા ....

ચિરાગ:- મે એને છ ગોળીઓ પણ મારી....

ઇન્સ્પેક્ટર:-વાહ તું તો એકદમ શક્તિશાળી થઈ ગયો હવે તમે કોઇનો ડર જ નથી..વાહ....( ઇન્સ્પેક્ટરને લાગે છે કે ચિરાગ ગાન્ડો થઈ ગયો છે અને વધારે પડતો બિવાઇ ગયો છે અને કાંઈ પણ બોલે છે)

ચિરાગ:- એ લંગડાતી લંગડાતી દોડતી હતી ...હા હા...

ઇન્સ્પેક્ટર:-હું થોડીવાર પછી તારા ફાર્મ હાઉસ પર આવું છું પછી આપણે વાત કરીએ..

ચિરાગ:-ઓકે સર..

ઇન્સ્પેક્ટર:-બાય

કોલ કટ થયાની સાથે ઇન્સ્પેક્ટર જોરજોરથી હસવા લાગે છે અને પોતાની જાત સાથે વાત કરતાં બોલે છે "આ ચિરાગ ગાન્ડો થઈ ગયો છે. પ્રાચીની એક્ટિંગ જોઇને એને સહેર યાદ આવી ગઈ . હવે જેલમાં નહીં પાગલખાનામાં જરૂરથી જશે..હા હા આ હા....

((ઇન્સ્પેક્ટર રાહુલને ફોન કરે છે....))
ઇન્સ્પેક્ટર:- રાહુલ ગુડ મોર્નિંગ..

રાહુલ:-ગુડ મોર્નિંગ સર

ઇન્સ્પેક્ટર:-એક સરસ સમાચાર કહું.

રાહુલ:-હા બોલોને સર બહુ દિવસ પછી કંઈક સારું સાંભળવા મળશે..

ઇન્સ્પેક્ટર:-ચિરાગ ગાન્ડો થઈ ગયો છે.. ગાન્ડા જેવી વાતો કરે છે સવાર સવારમાં મને બનાવતો હતો...

રાહુલ:-કેમ આવું બોલો છો..

ઇન્સ્પેક્ટર:-એ હવે જેલમાં જાય કે ના જાય પાગલખાનામાં જરૂરથી જશે ..

રાહુલ:-સર થયું શું......

ઇન્સ્પેક્ટર:-તું મને મળ. હું તને બધું કહું છું..

રાહુલ:-હા સર હું પ્રાચીને લઈને હોસ્પિટલ આવ્યો છું એની પગની ડ્રેસિંગ થઈ જાય તરત તમને મળવા આવું..

ઇન્સ્પેક્ટર:-શું....(રાહુલ ના મોઢે પ્રાચીના પગના ડ્રેસિંગ ની વાત સાંભળીને ઇન્સ્પેક્ટરના મોઢા પર રહેલી ખુશી અચાનક ગાયબ થઈ ગઈ .. ઇન્સ્પેક્ટરને ભરોસો થઈ ગયો કે ચિરાગ રાત્રે છ ગોળી પગે મારવાની વાત કહી હતી એ સાચી હતી એણે સાચે માં ગોળી મારી હતી..)

રાહુલ:-શું થયું સર..

ઇન્સ્પેક્ટર:-પ્રાચીને કેટલી ગોળી વાગી પગે? પગે જ વાગી છે ને બીજે ક્યાંય નથી લાગી ને..? એની તબિયત હવે કેવી છે?

રાહુલ:-સર તમે શું બોલી રહ્યા છો.. પ્રાચીને કોણ ગોળી મારે પગે..

ઇન્સ્પેક્ટર:- હવે તું ગાંડો નથી થઈ ગયો ને ??

રાહુલ : શું થયું sir??

Inspector:- કાલ રાત્રે ચિરાગ એ પ્રાચીને સેહર સમજી ને ગોળી મારી છે ૬ અને તું કહે છે કે કઈ થયું નથી..એને હાલ હોસ્પીટલ માં લઈને આવ્યો છે અને મને કહે છે કઈ થયું નથી...

રાહુલ :- અરે પણ મારી વાત સાંભળો... એ પ્રાચીને કઈ રીતે ગોળી મારે..... કાલ પ્રાચી ઘરે જ હતી. એને કાલ રાત્રે પગ પર ટેબલ પડ્યું હતું તો વાગ્યું હતું .. તો કાલ રાતે અમે નહોતા ગયા ચિરાગ ને ડરાવવા...

Inspector:- ઓહ...પાક્કું ને ..?

રાહુલ :- હા sir .. નતા ગયા .અમે....

Inspector:- ઓહ તો તો પેલો ...ચિરાગ સાચે માં ગાંડો થઈ ગયો છે....

રાહુલ...:- sir એ સાચે માં ગાંડો થઈ ગયો છે કે ....સાચું બોલે છે ??

Inspector:- કહેવા શું માગે છે ...?

રાહુલ :- એ પાછી આવી હશે તો ...!!!!

Inspector:- કોણ?

રાહુલ :- સહેર....

Inspector:- ( આંખો ફાટી જાય છે. હાથમાંથી મોબાઈલ પાડી જાય છે ......) કાશ એ પાછી આવી ગઈ હોય......