HIGH-WAY - 25 books and stories free download online pdf in Gujarati

HIGH-WAY - part 25

Part 25



થોડા કલાકો પછી..


પ્રાચી ,રાજ, પ્રિયાંશી ,ધ્રુવ અને ઇન્સ્પેક્ટર એ જગ્યા પર ભેગા થાય છે અને સાંજે શું કરવાનું છે તેનો પ્લાન બનાવવા માટે એકબીજા સાથે વાતો કરે છે.
ઇન્સ્પેક્ટર: મેં તમને લોકોને અહીંયા આજે રાત્રે કોને શું કરવાનું છે તે યાદ કરાવવા માટે બોલાવ્યા છે .
રાહુલ: હા મિત્રો.. આજની રાત કતલની રાત છે . આજે થનારી એક ભૂલ આખા પ્લાન પર પાણી ફેરવી શકે છે અને સહેરને ન્યાય નહી મળે એ તો અલગથી.
રાજ : ચિંતા ના કર મિત્ર એક પણ ભૂલ નહિ થવા દઈએ ..
પ્રિયાંશી: હા પણ કોઈ કહેશે મને ...? કોને શું કરવાનું છે ?
ઇન્સ્પેક્ટર: રમત જ્યાંથી શરૂ થઈ ત્યાં જ ખતમ થશે. એટલે કે શરૂઆત ફાર્મહાઉસથી થઇ હતી તો એનો અંત પણ ત્યાં જ આવશે. હું રાજને લઈને ત્યાં આવીશ તમે બધા ત્યાં પહેલાથી પોતાની જગ્યા લઈને તૈયાર રહેજો. બધું નક્કી કરેલા સમયે જ થવું જોઈએ. એક નાનકડી ભૂલ આપણામાંથી કોઈ પણની જિંદગીની છેલ્લી ભૂલ સાબિત થઈ શકે છે.
પ્રિયાંશી : ઓકે સર.
પ્રાચી : કોઈ મને કહેશે, મારે શું કરવાનું છે?
ઇન્સ્પેક્ટર: પ્રાચી આ રમતના અમે બધા ખેલાડીઓ છીએ, પણ તું આ ટીમની કેપ્ટન છે... તારા વગર કંઈ પણ થવાનું નથી.
પ્રાચી: ચિંતા ના કરો તમે આપેલું કામ હું મારા દિલથી કરીશ તમને ભૂલ શોધવાનો મોકો નહી આપું.
ઇન્સ્પેક્ટર: તારાથી એ જ આશા હતી મને..
રાજ : તો શરૂ કરો સર ... કોને શું કરવાનું છે..
ઇન્સ્પેક્ટર: હા જરૂર... કાલે હું ચિરાગને લઈને ફાર્મ હાઉસ આવીશ ત્યાં પહેલાથી રાહુલ રાજ પ્રિયાંશી અને પ્રાચી પોતપોતાની જગ્યા લઈને તૈયાર હશે. પ્રાચી ભૂત બનશે. રાહુલ બાબા બનશે. હું અને પ્રિયાંશી એક જગ્યા પર સંતાઈને બધી વસ્તુઓનું નિરીક્ષણ કરીશું અને રાજ ફાર્મ હાઉસની પાછળ પહેલા લાઈટની મેઈન સ્વીચ અને સ્પીકરનું ધ્યાન રાખશે. જરૂર પડશે ત્યારે રાજને સ્પીકરમાં ભૂત અને ચુડેલના અવાજ શરૂ કરવાના રહેશે...
રાજ: સર એ બધું તો ઠીક છે પણ આ બાબા ક્યાંથી આવ્યા...?
ઇન્સ્પેક્ટર: ચિરાગનો સવારે ફોન આવ્યો હતો કે એ સાંજે દુબઇ જવા માટે નીકળે છે અને તેને રોકવા માટે મારા પાસે કોઈ રસ્તો ન હતો. તેથી મેં એને કહ્યું કે એના ભાઈની આત્માની શાંતિ માટે એક બાબા જોડે હવન કરાવવાનો છે. આ વાત સાંભળીને મારી વાત માની ગયો. હવે એ વાતનો આપણે ફાયદો લઈને, તેને ફાર્મ હાઉસ ઉપર લઈને આવીશું અને આપણા પ્લાન મુજબ બધુ થશે..
પ્રાચી: સમજી ગયા સર, તમે જે કહેવા માંગો છો એ ..
ઇન્સ્પેક્ટર: અને હા દેખ પ્રાચી તારે છે ને ઉપરના રૂમમાં રહેવાનું છે. ત્યાં તારે મેકઅપ કરવો હોય અને તૈયાર થવું હોય તો થઈ શકે છે. તારી એન્ટ્રી થાય ત્યારે તારે સીડીઓ પરથી ઊતરીને નીચે ઉતરવાનું છે.
પ્રાચી: મારી એન્ટ્રી ક્યારે થશે? મને ક્યારે ખબર પડશે?
ઇન્સ્પેક્ટર: ચિંતા ના કર મેં પહેલાથી ત્યાં કેમેરાની સગવડ કરી નાખી છે અને તેની ટીવી ઉપરના રૂમમાં સેટ કરાવી. ત્યાં જે જે પણ કંઈ થશે એ બધું કેમેરામાં રેકોર્ડ થશે. આપણે બધા એકબીજાને માઇક્રોચિપની મદદથી સાંભળી શકું છું..
પ્રાચી : ઓકે સર.
ઇન્સ્પેક્ટર : તારે ચુડેલ બનીને એને ડરાવાનો છે. એના જોડે બધું સાચું બોલવવાનું છે.....
ઇન્સ્પેક્ટર : તો બધા તૈયાર છો ને..? થોડા કલાકોમાં જ આપણો પ્લાન શરૂ થશે...

પ્રાચી, પ્રિયાંશી અને ધ્રુવ એક સાથે બોલી ઊઠ્યા, " હા સર, અમે તૈયાર છીએ આજે કંઈ પણ થઈ જાય ચિરાગને એની ભૂલની સજા જરૂર થશે."

રાજ: તો સર સુમિત?
ઇન્સ્પેક્ટર: એ હજુ જીવતો છે અને મારી કસ્ટડીમાં છે એને હું લઈને આવીશ... બસ એનું મોઢું અને હાથ-પગ બાંધેલા હશે.
ચલો સમય ના બગાડો બધા પોતપોતાની રીતે તૈયાર થઈ જાઓ અને ફાર્મહાઉસ ઉપર પોતાની જગ્યા લઇ લો.


થોડા કલાક પછી......

ઇન્સ્પેક્ટર ચિરાગને ફોન કરે છે.....

ઇન્સ્પેક્ટર: તૈયાર થઈ ગયો છે ચિરાગ?
ચિરાગ : હા સર થઈ ગયો...
ઇન્સ્પેક્ટર : હું તને લેવા આવું છું.
ચિરાગ: પણ હજુ મારે ફ્લાઇટનો ટાઈમ નથી થયો ...
ઇન્સ્પેક્ટર: અરે પેલા બાબા જોડ હવનમાં સમય લાગશે ને પછી મોડું થાય એના કરતાં વહેલા પતાવું સારું...આમ પણ મેં એમને તારા ફાર્મહાઉસમાં બોલાવ્યા છે.
ચિરાગ: કેમ મારા ફાર્મ હાઉસમાં?
ઇન્સ્પેક્ટર: મેં એમને સુમિત વિશે વાત કરી હતી તો એમણે એવું કહ્યું કે જ્યાં સુમિતની હત્યા થઈ હતી, ત્યાં જ હવન કરવો જોઈએ તો જ તેની આત્માને શાંતિ મળશે. પહેલા તો તૈયાર જ ન હતા પણ મેં બહુ આજીજી કરી પછી તૈયાર થયા. બહુ જ પ્રખ્યાત છે એ આ બધામાં..કામ એમનું એક દમ સારું હોય છે જોઉં ના પડે બીજીવાર.
ચિરાગ: ઓકે ઓકે વાંધો નહીં.. તમે મારા ઘરે મને લેવા આવી જાઓ હું તૈયાર છું..
ઇન્સ્પેક્ટર : બસ હું થોડીવારમાં તારા ઘરે આવું છું તૈયાર રહે..
ચિરાગ : ઓકે સર
ઇન્સ્પેક્ટર : હા જલ્દી મળીએ.... સફેદ કલરના કપડાં પહેરજે ..
ચિરાગ : સફેદ મને નથી ગમતા...
ઇન્સ્પેકટર : હવનમાં સફેદ કપડાં પહેરવા જોઈએ...
ચિરાગ : હા . ઓકે હું ..તૈયાર રહીશ સફેદ કપડાંમાં ...બીજું કંઈ?
ઇન્સ્પેક્ટર: ના બસ ...એટલું જ ..bye
ચિરાગ: bye




((ઇન્સ્પેક્ટર ચિરાગના ઘરે ચિરાગને લેવા જાય છે.. ગાડી ચિરાગના ઘરની બહાર ઉભી રાખે છે અને ગાડીનો હોર્ન બે-ત્રણવાર દબાવે છે. ગાડીના હોર્નનો અવાજ સાંભળીને ચિરાગ બેગ લઈને બહાર આવે છે.ઇન્સ્પેક્ટર ગાડીમાંથી ઉતરે છે અને ચિરાગને બેગ ગાડીમાં મુકવામાં મદદ કરે છે. બંને ગાડીમાં બેસે છે))

ઇન્સ્પેક્ટર: બધી તૈયારી થઈ ગઈ?
ચિરાગ: હા. બધી તૈયારી થઈ ગઈ હવે પાછો નથી આવવાનો..
ઇન્સ્પેક્ટર: અમને ભૂલી ના જતો..
ચિરાગ: મારે કંઈ યાદ નથી રાખવું ભારત અને ભારતમાં થયેલા બધા પ્રોબ્લેમ હું બધું ભૂલી જઈશ.
ઇન્સ્પેક્ટર : ઠીક છે .
ચિરાગ: ગાડીની પાછળની બાજુથી કંઈક અવાજ આવી રહ્યો છે.
ઇન્સ્પેક્ટર: અરે એ તો કાંઈ નથી વધારા ની ફાઇલો ઘરે લઈ જવાનો હતો એ ડીકીમાં મૂકી છે એટલે અવાજ આવે છે..
ચિરાગ: હાલ આપણે ક્યાં જઈ રહ્યા છીએ?
ઇન્સ્પેક્ટર : ફાર્મહાઉસ ...ત્યાં બાબા તારી રાહ જુએ છે..
ચિરાગ : ok
((ચિરાગ અને ઇન્સ્પેક્ટર ચિરાગના ઘરેથી ફાર્મ હાઉસ તરફ જવા માટે નીકળી રહ્યા છે અને જેમ જેમ હાઉસ નજીક આવી રહી છે તેમ-તેમ ઇન્સ્પેક્ટરના ધબકારા વધતા જાય છે.))

(( 30 મિનિટ પછી))

આખરે ઇન્સ્પેકટર અને ચિરાગ બંને ફાર્મ હાઉસ પહોંચી ગયા છે ગાડી ફાર્મ હાઉસમાં પ્રવેશે છે . ઇન્સ્પેક્ટર ચિરાગને સમજાવે છે કે બાબાને નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય છે તેથી તે કહે તે જ કરવું સામે કોઈ દલીલ કરવી નહીં અને ચિરાગ એ વાત માની જાય છે..

બંને ગાડીમાંથી ઉતરે છે અને ઘરના દરવાજા તરફ આગળ વધે છે...

ઇન્સ્પેક્ટર ધીમે રહીને દરવાજો ખોલે છે. ત્યાં સામે અંધારું જોવા મળે છે અને ત્યાં દેખાય છે તો માત્ર ને માત્ર મીણબત્તીઓ અને મીણબત્તીના પ્રકાશમાં દેખાતું એક ગોળ કુંડાળું જેમાં બાબા ધ્યાન લગાવીને બેઠા છે. ચિરાગ અને ઇન્સ્પેક્ટર, બંને ધીમે ધીમે ઘરમાં પ્રવેશે છે. બાબાની આંખો બંધ છે. પ્રાચી ઉપરના રૂમમાંથી આ બધું કેમેરાની મદદથી જોઈ રહી છે તે રાહુલને આંખો ખોલવાનું કહે છે. રાહુલના કાનમાં ભરાયેલી માઇક્રોચીપથી રાહુલ પ્રાચીની વાત સાંભળે છે. પ્રાચી બોલે છે કે, "ભાઈ શિકાર આવી ગયો છે, તમારું કામ શરૂ કરો"

બાબા (રાહુલ) : (આંખો બંધ જ છે) આવ બચ્ચા આવ તારા બધા દુઃખોની દવા હું જ છું. આજે તારા બધા દુઃખોનું નિવારણ કરીશ આવ બેટા.....

((આંખો બંધ હોવા છતાં બાબાને ખબર પડી ગઈ કે ચિરાગ અને ઇન્સ્પેક્ટર આવ્યા છે. એમ જાણીને ચિરાગ અચરજ પામે છે અને તે બંને હાથ જોડીને બાબા સામે ઊભો છે.))

ચિરાગ: નમસ્કાર બાબા....
બાબા: તથાસ્તુ બેટા ..
ઇન્સ્પેક્ટર: બાબા મેં તમને કહ્યું હતું ને કે નાના ભાઈને આત્માને શાંતિ આપવા માટે..
બાબા: બેટા તું ચિંતા ના કર બાબાને બધું જ ખબર છે. બાબા અંતર્યામી છે...
ઇન્સ્પેક્ટર: બાબા એ વાતથી હું ક્યાં અજાણ છું...
બાબા: તો બેટા નામ શું તારા ભાઈનું...!!
ચિરાગ: બાબા એનું નામ... સુમિત હતું.
બાબા: સુમિત.. વાહ અતિસુંદર નામ... એની આત્માને શાંતિ જરૂરથી મળશે એના માટે તારે મારા જોડે ખાસ વિધિ કરવી પડશે
ચિરાગ : હું તૈયાર છું..
બાબા : તો હું શ્લોક બોલવાનું શરૂ કરું એટલે તું મારા સામે આવીને બેસી જજે. યાદ રાખજે જ્યારે શ્લોક બોલવાનું શરૂ કરે, ત્યારે જ કુંડાળામાં પગ મુકજે નહી તો સળગીને રાખ થઈ જઈશ...
ચિરાગ: ઓકે બાબા (ધીમે ધીમે ચિરાગને બાબા પર વિશ્વાસ આવી રહ્યો છે.)
બાબા: ઓમ.. હિમ કલીમ ......(શ્લોક બોલવાનું શરૂ કરે છે.)

((ચિરાગ બંને હાથ જોડીને ધીમે ધીમે કુંડાળામાં પગ મૂકે છે અને બાબા સામે આવીને બેસી જાય છે.))

બાબા: હવે હું કહું એ જ તારે કરવાનું છે..
ચિરાગ : બાબા હું તૈયાર છું..
બાબા: તને આ વિધિ દરમિયાન અજીબ અજીબ અવાજો સંભળાશે... પરંતુ તારે ધ્યાન ફક્ત આ વિધિમાં રાખવાનું છે...
ચિરાગ: (થોડો ડરીને) ઓકે બાબા
બાબા: જો તું અડધી વિધિ દરમિયાન આ કુંડાળાની બહાર નીકળ્યો તો ભસ્મ થઈ જઈશ...
ચિરાગ: હા બાબા હું સમજી ગયો

((આ બધું નાઈટ વિઝેન કેમેરા ( અંધારાંમાં પણ જોઈ શકાય એવા કેમેરા ) દ્વારા રૂમમાં બેઠેલી પ્રાચી જોઈ રહી છે. રાહુલને આ નાટક જોઈને પ્રાચી બોલે છે ,"વાહ ભાઈ નાટક કરવામાં તો તું મારો પણ ગુરુ છે મને નથી ખબર તને આટલું સારું નાટક આવડશે. ચાલુ રાખ ભાઈ ચાલુ રાખ."

આ સાંભળીને રાહુલને ઉર્જા મળે છે અને તે જોશમાં આવી જાય છે અને વિધિ શરૂ કરે છે.))

બાબા: હું બોલું તે તારે એકાગ્રતા થી સાંભળવાનું અને મારા પાછળ બોલવાનું. આ વિધિ દરમિયાન આજુ બાજુમાં રહેલી બધી આત્માઓ અહીં આવશે. તું ડરતો નહીં, તે તને કંઈ જ નહીં કરે જ્યાં સુધી તું કુંડાળામાં બેઠો છે. જો તું બહાર જઈશ તો તને કોઈ નહિ બચાવી શકે. તો હવે બેસી ગયો છે, તો હવે ઉભો ના થતો. અને ઇન્સ્પેકટર સાહેબ તમે અહીંથી જતા રહો અથવા એક ખૂણામાં જઈને બેસી જાવ તમારું કંઈ કામ નથી.
ઇન્સ્પેક્ટર: ઓકે બાબા હું જાઉં છું...
ચિરાગ: અરે ક્યાં જાવ છો મને મૂકીને...?
ઇન્સ્પેક્ટર: મને ભૂતોથી બીક લાગે છે અને હું તો કુંડાળાની બહાર છું... હું તને લેવા આવી જઈશ ચિંતા ના કર.
ચિરાગ: અરે પણ સાંભળો તો ખરા..
બાબા: ચલો જલ્દી વિધિ શરૂ કરીએ છીએ. ચલો આંખો બંધ કરી દો...
ચિરાગ:-(એનું ધ્યાન ઇન્સ્પેક્ટર પરથી હટીને બાબા સામે જાય છે. ત્યાં ઇન્સ્પેક્ટર ત્યાંથી દોડીને સંતાઈ જાય છે.) હા બાબા જરૂર....


((બાબા જોર જોરથી શ્લોક બોલવાનું શરૂ કરે છે અને ચિરાગ શ્લોક એકાગ્રતાથી સાંભળીને બાબાના પાછળ ફરીથી બોલે છે. થોડીવાર માટે તો બધું બરાબર ચાલતું હોય છે પરંતુ હવે......


ઇન્સ્પેક્ટર રાજને સ્પીકરમાં અવાજ શરૂ કરવા માટે કહે છે અને ઇન્સ્પેકટરના ઈશારા મળતાની સાથે રાજ એક સાથે ઘરની લાઈટો એકસાથે ચાલુ બંધ કરતો જાય છે અને બહાર વીજળી પડી રહી છે, એવો અવાજ સ્પીકરમાં વગાડે છે. આ બધું જોઇને ચિરાગ પોતાનું માનસિક મનોબળ ગુમાવી ચૂકે છે. તે કંઈ બોલી શકતો નથી, કારણ કે તે બાબાના શ્લોકો સાંભળવામાં મગ્ન છે. જેમ જેમ શ્લોક આગળ વધતા જાય છે, તેમ તેમ અવાજ બદલાતો જાય છે. હવે રાજ પગના ઝાંઝરના રણકારનો અવાજ વગાડી રહ્યો છે અને આ સાંભળીને ચિરાગના હૃદયના ધબકારા વધતા જાય છે.))


ત્યાં અચાનક ચિરાગની નજર સીડીઓ ઉપર પડે છે. સફેદ સાડી, હાથમાં ફાનસ, મોઢા ઉપર લોહી અને આંખોમાં ગુસ્સો કરી રહેલી એક છોકરી સીડી ઉપર ઉભી છે. તેને જોઈને ચિરાગ એવું સમજે છે કે કદાચ એનો ભ્રમ છે. પરંતુ બે-ત્રણ વાર ત્યાં જોતા તે છોકરી ત્યાં જ ઉભી છે. ચિરાગની નજર સીડીઓ ઉપર વારંવાર જતી હોવાથી ઇન્સ્પેક્ટર પણ સીડી ઉપર જુએ છે.. ત્યાં તેમને દૂરથી એક છોકરી સફેદ સાડી પહેરીને સીડી ઉપર ઉભી દેખાય છે . ઇન્સ્પેક્ટર ખૂણામાં સંતાઈને દેખી રહ્યા હોવાથી તે બધુ સાફ તો જોઈ નથી શકતા, પરંતુ તેઓ અંદાજો લગાવી શકે છે કે પ્રાચીએ તેનું નાટક શરૂ કરી દીધું છે...


અહીંયા બધું ઇન્સ્પેક્ટરના બનાવેલા પ્લાન મુજબ જ થઈ રહ્યું છે અને આ વાત બધા જાણે છે. તેથી બધાના મનમાં આત્મવિશ્વાસ
વધતો જઈ રહ્યો છે. ચિરાગ અને ઇન્સ્પેક્ટર બંનેની નજર સીડી ઉપર એકધારી જોઈ રહી છે. ઇન્સ્પેક્ટર મનમાં ને મનમાં પ્રાચીનું નાટક જોઈને ખુશ થઈ રહ્યા છે. તે જોઈ રહ્યા છે કે ચિરાગની નજર હવે ભૂત બનેલી પ્રાચી પર જ છે અને ડર એની આંખોમાં દેખાઈ રહ્યો છે. તે હવે શ્લોકમાં ધ્યાન નથી લગાવી શકતો અને બીજી બાજુ રાજ સ્પીકર દ્વારા જોરથી વિવિધ ડરાવના અવાજો વગાડી રહ્યો છે, જેથી ડરનો માહોલ બની શકે.

ઇન્સ્પેક્ટર ધીમે રહીને ચીપ પર હાથ રાખીને બોલે છે, "વાહ! પ્રાચી વાહ! તું તારું નાટક ચાલુ રાખ તો સારું કરી રહી છે."

આ વસ્તુ સાંભળતાની સાથે રૂમમાં બેસેલી પ્રાચી અચરજ પામે છે અને કેમેરામાં જોવે છે. કેમેરામાં જોતાની સાથે તેને માલુમ પડે છે કે ચિરાગ અને ઇન્સ્પેક્ટર બંનેની નજર સીડી ઉપર છે. જોકે સીડી પર કોઈ દેખાઈ પણ નથી રહ્યું કેમેરામાં.

પ્રાચી બોલી ઊઠે છે, "સર તમે શું મજાક કરો છો. હજી તો હું રૂમમાં છું. મારું નાટક તો શરૂ પણ નથી થયું, પણ તમે અને આ ચિરાગ સીડી સામે કેમ જોઈ રહ્યા છો? હું તમને કેમેરામાં જોઈ શકું છું. સીડી ઉપર કોઈ છે જ નહીં. તો પણ તમે બંને ત્યાં જોઈ રહ્યા છો.

આ વાત સાંભળતાની સાથે ઇન્સ્પેક્ટરના ધબકારા વધી જાય છે અને તે બોલે છે, "પ્રાચી બેટા. આ મજાકનો સમય નથી મને ખબર છે, તુ સીડીઓ પર ઉભી ઉભી મારા જોડે વાત કરી રહી છે હું તને ખૂણામાં બેસીને જોઈ શકું છું. તું આજે એકદમ ચુડેલ જેવી જ લાગે છે. કોઈ તારામાં અને સાચી ચુડેલ બંનેમાં ફરક ના નીકાળી શકે.

પ્રાચી બોલે છે, " સર આ સમય પર હું થોડી ખોટું બોલું , હું ખરેખર રૂમમાં છું તમે મસ્તી ના કરો હજુ તો મારું નાટક હવે શરૂ થશે. ઉભા રહો હું હવે રૂમની બહાર નીકળું છું. પ્રાચી ઊભી થાય છે અને રૂમનો દરવાજો ખોલીને બહાર નિકળવા માટે લૉક ખોલે છે, પણ લૉક નથી ખૂલતું. સર... મારા રૂમનો દરવાજો બહારથી બંધ છે. લાગે છે કે રૂમનો દરવાજો કોઈએ બહારથી બંધ કર્યો છે. જલ્દીથી ખોલો.

ઇન્સ્પેક્ટર: અરે તું અંદર છે, તો આ બહાર કોણ છે ?

પ્રાચી: આ બધું પ્રિયાંશીનું કર્યું લાગે છે. હજુ પણ એ સુધરી નથી. તેણે મારો રૂમ બહારથી બંધ કર્યો હશે અને પોતે ચુડેલ બનીને આવી ગઈ હશે.

ઇન્સ્પેક્ટર: એ પ્રિયાંશી ના હોઈ શકે, કારણકે તે હાલ મારા સાથે છે. મારા બાજુમાં જ છે... એ એવું ના કરી શકે. એ ઉપર આવી જ નથી...

પ્રાચી : પ્રિયાંશી તમારા જોડે ઉભી છે તો મારા રૂમનો દરવાજો બંધ કોણે કર્યો..? મારા રૂમના દરવાજાને છોડો. તમને સીડીઓ ઉપર જે કોઈ દેખાઈ રહ્યું છે, એ મને કૅમેરામાં કેમ નથી દેખાતું....

ઇન્સ્પેક્ટર: સરખી રીતે દેખ. કદાચ દેખાઈ જાય. તારે જોવામાં ભૂલ થઈ હશે.

પ્રાચી : સર નીચેના હોલમાં પાંચ કેમેરા લગાવેલા છે, એ પણ કેમેરામાં સીડીઓ ઉપર કોઈ દેખાતું નથી.

ઇન્સ્પેક્ટર બોલે છે, "અરે બાપ રે... આ એ તો નથી ને જે હું..."
પ્રાચી ઇન્સ્પેક્ટરની વાત ને કાપતા બોલે છે, "સર તમે એમ તો નથી વિચારી રહ્યા ને જે હું વિચારી રહી છું....."

બંને એક સાથે બોલે છે, " સેહેર .....? સહેરનું ભૂત .....?!?!"

ઇન્સ્પેક્ટર : જલ્દીથી તું રાહુલને જાણ કર. એટલે એ આંખો ખોલીને અને સીડી તરફ જોવે. મારી ચીપ રાહુલ સાથે જોઈન્ટ નથી. તે મારો અવાજ નહીં સાંભળી શકે.

પ્રાચી: હા કહું છું...(પ્રાચી રાહુલને ચિપની મદદથી વારંવાર કહી રહી છે કે ભાઈ આંખો ખોલ અને સીડી તરફ જો. પરંતુ તેની વાત રાહુલની ચિપ સુધી પહોંચી રહી નથી.)


આ બાજુ તે સફેદ સાડી ધારણ કરેલી છોકરી, ધીમે ધીમે સીડી ઉપરથી નીચે ઉતરે છે અને કુંડાળાની બહાર આવીને ઊભી રહી છે. તે એક જ નજરે ચિરાગને જોઈને ગુસ્સાની મુદ્રામાં ઉભી છે. તેને આટલી નજીક જોઈને ચિરાગ જોરથી બોલી ઊઠે છે. ભૂત.. ભૂત ....ભૂત... આવી ગયું. બાબા બચાવો... મને ...ભૂત આવી ગયું...

આટલું સાંભળતાની સાથે રાહુલ એની આંખો ખોલે છે અને તેની નજર કુંડાળાની બહાર ઊભી રહેલી સફેદ સાડી વાળી છોકરી પર પડે છે. રાહુલના મગજમાં એવું જ છે, કે તે પ્રાચી છે અને પ્રાચી ચિરાગને ડરાવવા માટે નાટક કરી રહી છે.

બાબા: ત્યાં જ ઉભો રહે તો કંઈ જ નહીં કરી શકે.
ચિરાગ: બાબા મને બચાવી લો. બાબા મને બચાવી લો.
બાબા: એ તને કંઈ જ નહીં કરે.. બાળક, તે ક્યાં કંઈ બગાડ્યું છે..
ચિરાગ:-બાબા મને બચાવી લો.
બાબા:-અરે બચ્ચા.. તે એનું કંઈ બગાડ્યું નથી તો એ તને કંઈ નહીં કરી શકે. તું શું કામ ચિંતા કરે છે. ભૂત હંમેશા એ લોકોને હેરાન કરે છે જે લોકોએ એમને હેરાન કર્યા હોય....
ચિરાગ:-બાબા મને મારી નાખશે.
બાબા:-તને શું કામ મારે તે ક્યાં કંઈ કર્યું છે ?
ચિરાગ:-બાબા મેં બહુ બધું કર્યું છે. બાબા મને બચાવી લો..
બાબા:-જો તું બચવા માંગતો હોય તો આ કુંડાળાની સાક્ષીમાં તારી ભૂલ કબૂલીને માફી માંગી લે. તો કદાચ તને માફ કરી દેશે નહીં તો હું પણ નહીં બચાવી શકું..
ચિરાગ:-મેં કંઈ જ નથી કર્યું ..
બાબા:-તો તું શું કામ ડરે છે, તને કંઈ નહી કરે. એ લોકો જ ડરવા જોઈએ જેમણે તેમને હેરાન કર્યા હોય...
ચિરાગ:-બાબા મને બચાવી લો. આ મને મારવાની તૈયારીમાં છે..
બાબા:-તે જો કોઈ ભૂલ કરી હોય તો કબૂલ કરી લે નહી તો એ તને મારી નાખશે..

એ છોકરીની આંખોમાં આંખ નાખીને રાહુલ તેને ઈશારામાં કુંડાળામાં પગ મૂકવા કહે છે અને એ છોકરી કુંડાળામાં પગ મૂકે છે.
કુંડાળામાં પગ મૂકતાની સાથે ચિરાગ બાબાને પૂછે છે, "તમે તો કહ્યું હતું કે અંદર નહીં આવી શકે અંદર આવી ગઈ આ તો.."

બાબા : જો તે એને હેરાન કરી હશે તો એ અંદર આવી શકશે બાકી ના આવી શકે. એ અંદર આવી છે એનો મતલબ એ થયો કે તે એને હેરાન કરી છે....

ચિરાગ:-બાબા બચાવી લો. બાબા બચાવી લો..
બાબા:-મેં કહ્યું એમ તારી ભૂલો જલ્દી સ્વીકારી લે અને માફી માગી લે નહીં તો તને મારી નાખશે....


આ બાજુ પ્રાચી ઇન્સ્પેક્ટરને કહી રહી છે, "આ રાહુલ અને ચિરાગ કોને જોઈને વાતો કરી રહ્યા છે મને કંઈ જ દેખાતું નથી કેમેરામાં. શું ચાલી રહ્યું છે નીચે ? કોઈ મને કહેશે ?

ઇન્સ્પેક્ટર જવાબ આપતા બોલે છે,"મને ખબર નથી પડી રહી, શું ચાલી રહ્યું છે? તું ક્યાં છે? પ્રિયાંશી મારી બાજુમાં છે તો સામે કોણ છે અને સામે જે કોઈ પણ છે એ કેમેરામાં કેમ નથી દેખાતું. માનો યા ના માનો આ સહેરનું ભૂત લાગે છે.

ચિરાગ: હું મારી ભૂલો કબૂલું છું...
બાબા :-કઈ ભૂલો ...?
ચિરાગ:-મેં બહુ ખરાબ કામો કર્યા છે મને માફ કરી દો.
બાબા:-આમ ખરાબ કામ કરે છે એમ બોલવાથી કામ નહીં ચાલે.. સાફ સાફ બોલ તે શું કર્યું છે....
ચિરાગ:-મેં બે છોકરીઓ સાથે તેમનું દુષ્કર્મ કર્યું છે......
બાબા: આ તું શું બોલી રહ્યો છે(રાહુલને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે)?
ચિરાગ:-હા મેં બે છોકરી સાથે દુષ્કર્મ કર્યું છે.
બાબા:-કોના જોડે?
ચિરાગ:-આ સેહેરનું ભૂત છે. સેહેર મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભુલ થઈ ગઈ. માફ કરી દે મને સહેર...
બાબા:-તુ સ્વીકારે છે ? સહેર સાથે દુષ્કર્મ તે કર્યું હતું..?
ચિરાગ:-હા હું સ્વીકારું છું. તેનું દુષ્કર્મ કર્યું હતું અને તેને અધમરેલી સ્થિતિમાં ગાડીમાંથી ખાબોચિયામાં નાખીને હું અને મારો મિત્ર ત્યાંથી ભાગી ગયા હતા . પણ હવે હું મારી ભૂલ માનું છું. મને માફ કરી દો.. મને માફ કરી દો....

બાબા એકદમ ઊભા થઈ જાય છે અને તેમને જોઈને ચિરાગ પણ ઉભો થઈ જાય છે. રાહુલ નકલી દાઢી અને વાળ હટાવીને પોતાના મૂળ વેશમાં આવી જાય છે અને આ જોઈને ચિરાગની આંખો પહોળીને પહોળી રહી જાય છે.

ચિરાગ : રાહુલ તું ?
રાહુલ: હા હું... હવે તને તે કરેલા પાપોની સજા મળશે...
ચિરાગ: મને સજા ક્યારેય ના મળી શકે કોણ છે ? જે કહી શકે કે મેં દુષ્કર્મ કર્યું છે? કોઇ સબૂત છે ? ( હસવા લાગે છે )
રાહુલ:-તો પોતે એક સબૂત છે કે તે દુષ્કર્મ કર્યું છે
ચિરાગ:-તને એવું લાગે છે કે કોર્ટમાં હું સામેથી એવું કહીશ કે મેં દુષ્કર્મ કર્યું છે એમ?
રાહુલ:-તારો તો ખબર નહીં પણ હાલમાં લાગેલા 5 કેમેરામાં જરૂર રેકોર્ડ થઈ ગયું છે અને એ કાફી છે તને સજા આપવા. હું તને નહી છોડુ...
ચિરાગ:-તું મને નહીં છોડે એમ. હું, તને અને તારા નકલી ભૂત બંનેને મારી નાખીશ જો તું હવે. આ ઘરમાંથી કોઈ જીવતું બહાર નહીં જાય મારા સિવાય અને હું સીધો દુબઈ. પછી મારું કોઈ કંઈ જ નહિ બગાડી શકે.

ચિરાગ તેના સફેદ શર્ટના અંદર છુપાયેલી તેની બંદૂક નીકળે છે અને કંઈપણ વિચાર્યા વગર બંદૂક સફેદ સાડી પહેરેલી છોકરી સામે ધરીને એક પછી એક એમ બે ગોળી મારી દે છે. રાહુલ બંદુકની ગોળીનો અવાજ સાંભળતાની સાથે જોરથી ચિલ્લાઇ ઊઠે છે, "પ્રાચી............"

ત્યાં અચાનક દરવાજો ખુલે છે અને બહારથી ચંદ્રની ચાંદનીનો પ્રકાશ ઘરમાં પ્રવેશે છે.....

ચંદ્રની ચાંદનીના પ્રકાશ સાથે સાથે કોઈ લંગડાતું લંગડાતું ઘરમાં પ્રવેશી રહ્યું છે. ચિરાગની નજર ત્યાં પડે છે અને તેને એ જ ચાલથી ચાલતી છોકરી દેખાય છે, જે જંગલમાં દેખાઈ હતી. એ ડરી જાય છે અને રાહુલ તેના હાથમાંથી બંદૂક લઇ લે છે... હવે રાહુલ બંદૂક ચિરાગ સામે ધરી દે છે અને એટલામાં જ સંતાઈ રહેલા ઇન્સ્પેક્ટર અને પ્રિયાંશી બંને દોડતા દોડતા કુંડાળા જોડે આવે છે. રાહુલની નજર બાજુમાં રહેલી છોકરી પર પડે છે અને તે બોલે છે, "પ્રાચી તું ઠીક છે ને..." પરંતુ એ બાજુ જોતાની સાથે રાહુલની આંખો ખુલીને ખુલી રહી જાય છે, કારણકે બંદૂકમાંથી છૂટેલી એક પણ ગોળી એ છોકરીને વાગી નથી હોતી અને આ બાજુ જોતા દૂરથી લંગડાતી લંગડાતી આવતી છોકરી નજીક આવી ચૂકી છે અને એના મોઢા સામે જોતા રાહુલની ખુશીનો કોઈ પાર નથી. એના મોઢા પર છવાયેલી ઉદાસી એક જ પળમાં ગાયબ થઈ જાય છે, કારણ કે તેના આગળ ઊભેલી છોકરી બીજું કોઈ નહીં પણ પોતે સહેર છે.



to be continued...