TOY JOKAR - 17 books and stories free download online pdf in Gujarati

ટોય જોકર - પાર્ટ 17

તોય જોકર પાર્ટ 17
પ્રતીક અને જયદીપ એક કારખાને જોકર ટોય અંગે તપાસ કરવા આવ્યા હતા. પણ તેમને જોકર ટોય ના સ્થાને હેતુ મળે છે. આ હેતુ એ જ છોકરી હોય છે કે જે જોકર ભૂતની ચપટીથી મૃત્યું પામી ન હતી.
જોતા એવું લાગતું હતું કે હેતુ બેહોશ છે. પણ તે બેહોશ ન હતી. તે જ્યારે પ્રતીક હેતુ પાસે ગયો ત્યારે હેતુ ઝબકીને ઉભી થઇ ત્યારે જાણ થઈ. હેતુ અચાનક આવેલા પ્રતીક અને જયદીપને જોઈને ડરી ગઈ. ડરના કારણે તેના શ્વાસોશ્વાસ તેઝ ગતિએ ચાલવા લાગ્યા હતા.
આ છોકરી કોણ છે? અહીં ક્યાથી આવી? આના માતાપિતા કોણ છે? તેવા અઢળક સવાલ પ્રતીક અને જયદીપને થઈ રહ્યા હતા. જે બધા સવાલોના જવાબ તેની સામે ઉભેલી છોકરી પાસે હતા. હેતુ નાની હતી. આથી થોડું સમજી વિચારીને સવાલ કરવા પડે એમ હતા.
"ડરવાની જરૂર નથી. અમે પોલીસ વાળા છીએ. તને કશું નહીં કરીએ." જયદીપે કહ્યું.
"તારું નામ શું છે?" પ્રતિકે સવાલ કરતા કહ્યું. પણ હેતુ તે બંને સામે જોઇજ રહી. પણ કશું બોલી નહીં.
"જો બટા મારું નામ જયદીપ છે. અને આ પ્રતીક અંકલ. એમ તારું શુ નામ છે. જેથી આપણે દોસ્તી કરી શકીએ." જયદીપે કહ્યું તો પણ હેતુ ચૂપ જ રહી. પોતાનું નામ પણ ન કહ્યું.
"મને એવું લાગે છે કે આ છોકરી ડરી ગઈ છે. એટલે તે કશું બોલી નથી રહી. આપણે તેને હોસ્પિટલ લહી જઈએ. ત્યાંજ આપણે તેના માતાપિતા વિશે પૂછીને હોસ્પિટલમાં બોલાવી લહીશું." પ્રતિકે કહ્યું. પ્રતિકની વાત જયદીપને યોગ્ય લાગી.
@@@@@
"સર તમને શું લાગે છે. આ ખૂન પાછળ કોણ હશે અને તેનો શું મકસદ હશે." પ્રજ્ઞા એ કાર ચલાવી રહેલા મયુરને કહ્યું. મયુરે પ્રજ્ઞા તરફ જોયું અને બોલ્યો. "મને આની પાછળ કોઈ મોટી ગેંગ નો હાથ લાગે છે. રહી વાત તેના મકસદ ની તો તે આપણે તેને પકડશું તો તે ખુદ તેનો મકસદ આપણને કહેશે."
"તો પણ તમને શું લાગે છે?" પ્રજ્ઞા
"મારૂ છોડ તારૂ આ વિશે શું કહેવું છે?" મયુર.
"મારા મતે કોઈ પોતાનો બદલો લહી રહ્યો છે. કોઈ સાયકો કિલર બની શુકયો છે. જેને ફક્ત કોઈના ફેમેલીને પૂરો ખતમ કરી નાખવાનું ભૂત સવાર થયું છે." પ્રજ્ઞા એ પોતાનો મત કહ્યો.
"તારા આ ફેમેલીના ખતમ કરવાના ભૂત પરથી એ પણ હોઈ શકે કે કોઈ ભૂત જ આ બધું કરતું હોય." મયુરે હસતા કહ્યું.
"શુ ભૂત અને એ પણ આ જમાનામાં શક્ય જ નથી." પ્રજ્ઞા એ મયુર સાથે હસતા કહ્યું.
તે બંને મજાક મજાકમાં તેના લક્ષ પાસે પહોંચી ગયા હતા. પણ તેમણે એ બધું એક મજાકમાં નીકાળી નાખ્યું. અને તે દિવ્યા ના શોપ તરફ આગળ વધી રહ્યા હતા.
@@@@@
દિવ્યા રાકેશ સાથે તેની શોપ પર આવી. દિવ્યાએ પોતાની શોપ ખોલી. અંદર પ્રવેશીને રાકેશને અંદર આવવાનું કહ્યું. રાકેશના અંદર આવતાની સાથે જ દિવ્યા એ શોપને અંદરથી બંધ કરી દીધી. દિવ્યા અંદર થી શોપ શા માટે બંધ કરે છે તે બાબત રાકેશ સમજી ના શક્યો. પણ હાલ તે દિવ્યા ને કશું પૂછવા ઈચ્છતો ન હતો. તે જાણતો હતો કે જો તે દિવ્યા ને કોઈ પણ સવાલ કરશે તો દિવ્યા તેને બસ સૂપ રહેવાનું કહેશે. અને તે જવાબ તો આપશે જ નહીં. આથી તે છુપછાપ દિવ્યા શું કરી રહી છે તે જોતો રહ્યો.
દિવ્યાએ શોપ બંધ કરી. શોપની લાઈટ શરૂ કરી. આગળ પડેલા ટેબલના ખાનામાં તેણે શોપની ચાવી મૂકી. ત્યાર બાદ તેણે રાકેશને તેની પાછળ આવવા કહ્યું. રાકેશ છુપછાપ દિવ્યા પાછળ ચાલવા લાગ્યો. દિવ્યા શોપની પાછળના ભાગે પહોંચી. રાકેશ પણ તેની પાછળ પાછળ આવ્યો.
"વાઈટ ટોય એલિયન અને બ્લેક ટોય એલિયન બહાર આવો. ડરવાની જરૂર નથી. રાકેશ મારો દોસ્ત છે." દિવ્યાએ શોપમાં બધે સંભળાય તેમ બોલી. દિવ્યા જાણતી હતી કે તેની સાથે રાકેશને જોશે તો તે બંને ટોય એલિયન બહાર નહીં આવે. આથી તેંને પહેલા વિશ્વાસ દેવડાવો પડશે.
દિવ્યાએ ત્રણથી ચાર વખત બસ એક જ વાક્ય કહ્યા બાદ વાઈટ ટોય એલિયન હરકતમાં આવ્યું. તે ટોય રાખવાના સ્ટેન્ડની પાછળથી ઉડતું બહાર આવ્યું. અચાનક કોઈ ટોય ઉડવા લાગ્યું તેનાથી રાકેશ થોડો ડરી ગયો. રાકેશને ડરેલો જોઈને દિવ્યા બોલી " ડરવાની જરૂર નથી. આ કોઈને નુકશાન નહીં પહોંચાડે."
"પણ આ શું છે?" રાકેશ હજી પણ ડરી રહ્યો હતો.
"આ એલિયન છે." દિવ્યાએ રાકેશને જવાબ આપ્યો.
"એ... એલિયન. શું સાચું જ આ એલિયન છે." વાઈટ ટોય એલિયન હજી પણ હવામાં ઉડી રહ્યું હતું તેને જોતા જોતા અને થોડો ડરતા ડરતા રાકેશ બોલ્યો.
"હા, રાકેશ આ એલિયન છે અને સારા પણ છે." દિવ્યા.
"હું એ માનવા તૈયાર નથી કે આ એલિયન છે અને એ પણ સારા છે?" રાકેશને હજી પણ વિશ્વાસ આવતો ન હતો.
"તું ભૂત વિશે જાણ છો. એમ હું આ એલિયન વિશે જાણું છું." દિવ્યા.
"જો આ એલિયન હોય તો તે પૃથ્વી પર કબઝો કરવા આવ્યા હશે. આપણે તેને પોલીસ ના હવાલે કરી દેવા જોઈએ." રાકેશ.
"અમારે તમારી પૃથ્વી પર કબઝો કરવાની કોઈ ઈચ્છા નથી. તમારી પૃથ્વી કરતા અમારી પૃથ્વી વધુ સુંદર છે. તે સ્વર્ગ છોડીને અમે આ નર્કમાં આવવા નથી ઈચ્છતા." વાઈટ ટોય એલિયને કહ્યું.
"આ બોલે પણ છે. એ પણ આપણી ભાષા." રાકેશ.
"હા, હું બોલી શકું છું અને સાંભળી પણ શકું છું" વાઈટ ટોય એલિયન.
"તો પછી તમે અહીં શા માટે આવ્યા છો. તમારો મકસદ શું છે?"
"રાકેશ તને તારા બધા જ સવાલના જવાબ મળશે. પહેલા તું બ્લેક ટોય એલિયાનને અહીં આવી જવા દે પછી તને વિગતે બધું સમજાવું." દિવ્યાએ કહ્યું.
"બ્લેક ટોય એલિયન અહીં નથી." વાઈટ ટોય એલિયન.
"અહીં નથી મતલબ ક્યાં છે?" દિવ્યા.
@@@@@
જયરાજે તેના પિતાનો બદલો લેવાનું નક્કી કર્યું હતું. તે માટે તે પોલીસ પર એક એવો હુમલો કરવાનો વિચાર કરી રહ્યો હતો જેનાથી પોલીસ તંત્રની હિમંત અને તાકાત બને નષ્ટ થઈ જાય. આ અર્થે તે હાલ તેના એક જીગરી દોસ્ત પાસે ગોવા આવ્યો હતો.
તેનો જીગરી દોસ્ત રેડ કોબ્રા તરીકે પુરા ગોવામાં પ્રખ્યાત હતો. મુખ્ય કામ તેનું દારૂની અને સોનાની સપ્લાય નું હતું. જયરાજ અને રેડ કોબ્રા એક અકસ્માતે મળ્યા હતા. તે અકસ્માત માં તે બંને ની દોસ્તી થઈ અને તે ખૂબ આગળ વધી હતી.
આજે જ્યારે જયરાજને પોલીસ તંત્ર સાથે પોતાનો બદલો લેવો હતો ત્યારે જયરાજ સિવાય તેને કોઈ મદદ નહીં કરી શકે તેમ તે વિચારતો હતો.
જયરાજે પહેલા તેનો પૂરો પ્લાન રેડ કોબ્રાને સમજાવ્યો. રેડ કોબ્રા એ પહેલાં ધ્યાનથી પૂરો પ્લાન સાંભળ્યો. અને તે થોડુંક વિચાર કર્યા બાદ જયરાજ સાથે આવવા તૈયાર થયો. ત્યાર બાદ તે બંને આપસમાં થોડી વાતચીત કર્યા બાદ જયરાજ ગુજરાત આવવા નીકળી ગયો. રેડ કોબ્રા તેની પુરી તૈયારી સાથે તેના શહેર આવવાનો હતો. તે જ્યારે આવશે ત્યારથી પોલીસ તંત્રની રાતની નિંદર અને દિવસનું સેન સીનવાય જશે. એક એક કરીને તે બંને બધા જ પોલીસ ઓફિસરને મારવાનો મહા પ્લાન બનાવી તેને આજમવાની તૈયારી શરૂ કરી દીધી હતી. આગળ જતાં બે મહા યુદ્ધ થવાના હતા. એક ગેંગસ્ટર રેડ કોબ્રા અને પોલીસ ઓફિસર વચ્ચે. જ્યારે બીજી ટોય એલિયન અને જોકરની આત્મા વચ્ચે. આ બે યુદ્ધની અસર શહેરના લોકો ને થવાની હતી. જેના વિશે કોઈ પણ વિચારતું ન હતું.
(વધુ આવતા અંકે)