Jaguar - 1 in Gujarati Novel Episodes by Krishvi books and stories PDF | જેગ્વાર - 1

જેગ્વાર - 1

અંધારી રાત....રાતે એકલી સૌમ્યા.....એકલી જ ટેલીવીઝન પર હોરર મૂવી જોતી હતી.....આખું ઘર અસ્તવ્યસ્ત, બેડ પણ આખો અસ્તવ્યસ્ત પોપકોર્ન પથરાયેલા...મન ફાવે તેમ આખાં રૂમમાં કપડાં, ટુવાલ સેન્ડલ,કાંચકો, બધું જ અસ્તવ્યસ્ત સૌમ્યા એકલી જ રહેતી ન તો દુનિયા થી કંઈ લેવાદેવા ન તો દુનિયા ને. ન તો કોઈ નું માનવું ન મનાવવું પોતાની દુનિયામાં મસ્ત..
હોરર મૂવી જોતી જોતી જ આંખો ક્યારે વિસાઈ ગઈ ખબર જ ન પડી...

સ્કૂટી પાર્ક કરી સીધી જ કોલેજ ના પગથીયા ચડી બધાં જ ફ્રેન્ડ ને ઉંચો હાથ કરી હાઇફાઇ કર્યું....

મલ્હાર ને હગ કર્યું....હાઇ જાન... બોલી મલ્હાર પણ સાથે બોલ્યો.... love you જાન...

શું કંઈ વિચાર કર્યો કે નહીં....?
યાર,
કેટલા દિવસ થી કંઈ પાર્ટી કરી નથી ચલોના કુછ ફન હો જાય........
રૂદ્ર એ પણ વાત માં સાથ પૂરાવ્યો....
હાં યાર કેટલા દિવસો થઇ ગયાં કંઈ મજા નથી કરી

સૌમ્યા એક ખુલ્લા વિચારો વાળી છોકરી હતી. ખુલ્લાં દિલ થી હરવું ફરવું ને બસ મોજ....
દેખાવ માં પણ સુંદર, અણીયાળી આંખો નાકે નમણી હોઠ જાણે ગુલાબ ની પાંખડી ગાલ પર નો તીલ જાણે અધૂરામા પૂરો ખૂબસુરતી માં ચાર ચાંદ લગાવી, લેયર કટ વાળ માં હાઇલાઈટસ કરાવેલ મીડયમ બાંધો, અદાવતમાં પૂરી ને આશરે ઘઉંવણૅ રંગ, ચાલમાં ચટકો

મલ્હાર પણ પાંચ હાથ પુરો આખી કોલેજ માં આકર્ષક કેન્દ્ર, નશીલી આંખો ગોળમટોળ ચહેરો કાળી ભમ્મર આંખો, હસે ત્યારે ગાલોમા ખંજર પડે, બોલવા માં આગવી ચટ્ટા દરિયા દીલી,ચાલ નું તો કહેવુ શું વટ પાડે પૂરી કોલેજ માં

મલ્હાર અને રૂદ્ર સાથે જ જોવા મળે પછી એ પાર્ટી હોય કે કોલેજ નું કોઈ ફંકશન ક્લાસ હોય કે કેન્ટિન, સ્ટાફ રૂમ હોય કે લાઈબ્રેરી.....

સૌમ્યા એ સુવર્ણા ને મેસેજ કરી જણાવ્યું કે તારે પાર્ટી માં આવવાં નું જ છે,
સુવર્ણા : મારી પાસે ટાઈમ નથી
પપ્પાને શું કહેવું...?

સૌમ્યા : ગમે તે થાય.
એ તારે જોવા નું મારે કંઈ નહીં
ઓકે બાય...

સુવર્ણા : પ્લીઝ સાંભળ સૌમ્યા.....
સૌમ્યા

સુવર્ણા સૌમ્યા ની બેસ્ટ ફ્રેન્ડ હતી. જેમ મલ્હાર અને રૂદ્ર તેમ સૌમ્યા ને સુવર્ણા....

સુવર્ણા નું નામ પડતાં જ રૂદ્ર ની આંખો કંઈક કેટલું કહી જાય
રૂદ્ર જાણે એની આંખો માં ખોવાઈ જવા તલપાપડ હતો...
અધિરો બની તેની જાણે વર્ષો થી રાહ જોતો હોય એમ કંઈ કેટલીય કવિતા ઓ ગુંથી નાંખતો....

સુવર્ણા એક સામાન્ય ઘર પરિવાર માંથી હતી. એટલે તેનાં પપ્પા ને સાથ આપતી એક દિકરો બની...

પાર્ટી નો ટાઇમ ને સ્થળ નક્કી થાય એટલે જણાવ જે હું સુવર્ણા ને કહી દઉ સૌમ્યા જતા જતા જ બોલતી ગઈ ને થોડી વારમાં અદ્રશ્ય થઈ ગઈ.

મલ્હાર અને રૂદ્ર બંને ઘણા કોલ કરે છે પણ ક્યાંય મેળ પડતો નહોતો, આખરે સીટી થોડા દૂર સ્થળ નક્કી કર્યું. શહેરમાં કોઈ જગ્યા ન મળી એટલે શહેર થી દૂર જ પાર્ટી નું ફીક્સ કર્યું.

આખરે નક્કી થયેલા સ્થાન પર બધા પાર્ટી માટે ભેગા થાય છે.. પાર્ટી માટે બધાંએ સાથે એક બસમાં જવાનું હતું. સવારનું ખુશનુમા વાતાવરણ જાણે ખીલી ઉઠ્યું હતું. સૂરજ પણ અંધારાની સાથે રેસ લગાવી હોય તેમ ઝડપથી આકાશ ને ચીરતો ઉગી નીકળ્યો. આકાશ વાદળી રંગ છોડી ને કેસરીયે વાઘે સજ્જ થઇ. પક્ષી નાં કલબલાટ થી મીઠો મધુર ફેલાઈ ગયો...
એમાં થોડા લોકો નો વિરોધ હતો...પણ આખરે બધું હેમખેમ પાર પડી ગયું....

બધાં જ બસ માં ગોઠવાઈ ગયા છે.... પણ સુવર્ણા.... હજુ નથી આવી રૂદ્ર બોલ્યો.

સૌમ્યા કોલ કરને સુવર્ણા ને કેમ લેટ થયું પૂછ તો, ખબર પડે મને કે કબ દિદાર હોંગે કબ તક યુહી રાહ... દેખું.... રૂદ્ર બોલ્યો....
સૌમ્યા કોલ કરે તે પહેલાં તો આવતી દેખાઈ સુવર્ણા.
જેવી સુવર્ણા દેખાઈ તરત જ રૂદ્ર બસના ગેટ પર ગોઠવાઈ ગયો....
હાથ લંબાવીને કહે ફક્ત ને ફક્ત તારી જ રાહ જોવાઇ રહી છે....
ડ્રાઈવર પણ જાણે રૂદ્ર નો સાથ આપતા હોય તેમ બસ ને થોડી ચલાવી... એટલે સુવર્ણા પણ થોડી અધિરી બની ને ફટાફટ ચાલી લગભગ દોડી....

હાથ લંબાવ્યો રૂદ્ર તરફ, રૂદ્ર એ પણ હાથ લંબાવ્યો સુવર્ણા તરફ અને આખરે જેમ ધરતી ને આકાશનું મિલન થયું હોય એમ બંને આંખો માં આંખ પરોવી જાણે દુનિયા થી કંઈ અલગ હોય એમ દુનિયા નું ભાન ભૂલી એકમેક માં ઓતપ્રોત થઈ ગયા....

બસ નાં ડ્રાઈવરે બ્રેક મારી.....ને સુવર્ણા ને રૂદ્ર ભાનમાં આવ્યા....
સૌમ્યા ની બાજુ માં તો પહેલે થી જ મલ્હાર બેઠેલો હતો ને બાકી ની સીટો માં બધા ગોઠવાઈ ગયેલા, એટલે સુવર્ણા ને રૂદ્ર ની બાજુ માં જ બેસવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો... સુવર્ણા ઉભી ઉભી વિચાર કરતી હતી

થોડા સંકોચ સાથે તે રૂદ્ર ની બાજુ માં બેસી ગઈ. એને બહાર નહીં પણ ભીંતર પણ એક સંકોચ સતત સતાવતો હતો. એને આ બધાં મિત્રો મોટા ને પોતે નાની એવું સતત લાગ્યા કરતું. પણ માણસ પૈસા થી નહીં વિચારોથી મોટો હોવો જોઈએ.
અને આ બધાં માં પડવું ન હતું પણ આ પ્રેમ નામનું પક્ષી ક્યારે લાગણી નો દરિયો વટાવી ગયું ખબર જ ન પડી...

બસમાં બેઠા બેઠા બધાં મસ્તી કરતા હતા. પણ સુવર્ણા ખૂબ જ સંકોચ અનુભવતી હતી તેને એવું જ લાગ્યા કરતું કે આ લોકો મોટાં ને પોતે નાની... પૈસેટકે

સૌમ્યાએ રૂદ્ર ને ઈશારો કરી સુવર્ણા તરફ જોઈ, બોલાવતો સુવર્ણા ને આંખ ના ઈશારે જ કહ્યું કે રૂદ્ર એ અઅમમ અઅમમ શું હવે બોલ ને મોઢાં માં મગ ભર્યા છે? સુવર્ણા બોલી... જાણે હુકમ કરતી હોય એમ બોલી
રૂદ્ર થી રહેવાયું નહિ તે મીઠું મલક્યો

દિલ માં તો કંઈક કંઈક કહેવા ની ઇચ્છાઓ હતી... પણ લોકો સમય સંજોગો થી દુર ભાગતી હતી.
સુવર્ણા એક સીધી સાદી ઘરેલુ છોકરી હતી. પણ દિલના એક ખૂણે કૂણી લાગણીઓ હતી. રુદ્ર માટે
પણ સૌમ્યા મલ્હાર અને રુદ્ર ધનાઢ્ય કુટુંબના હોવાથી દૂર દૂર સુધી ગરીબાઈ શું કહેવાય ને એ ખબર જ નહતી.

સુવર્ણા અને સૌમ્યા ની મુલાકાત એક પાર્લરના સેમીનારમાં થઈ હતી. સૌમ્યાને સુવર્ણની સાદગી બહુ જ ગમી હતી સાદા કપડામાં પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી તેની સાદગી જોઈ પોતાની પર્સનાલિટી ભૂલી ગઈ હતી પછી પછીના બધા જ સેમિનાર સાથે જ બેસવાનું થતું હોવાથી બંને સંપર્ક માં આવી હતી અને ફોન નંબરની આપ-લે કરી હતી

સુવર્ણા એ ઈશારો કરી સૌમ્યા ને કહ્યું મારે તારી સાથે બેસવું છે. સૌમ્યા એ તરત જ મલ્હાર ને કહ્યું. મલ્હાર ઉભો થઇ સુવર્ણા ની સીટ પર બેસી ગયો.

સુવર્ણા ને હવે કંઈક શાંતી થઈ.

બસ તેની ગતિ પકડી ચાલતી હતી. વાતાવરણમાં જાણે ખુશનુમા પ્રસરી રહી હતી કોમળ તડકો બસની બારીમાંથી ડોકિયું કરી રહ્યો હતો.......

ક્રમશ:


Rate & Review

Usha Fulwadhva

Usha Fulwadhva 4 months ago

Meera Soneji

Meera Soneji Matrubharti Verified 6 months ago

yogesh dubal

yogesh dubal 10 months ago

Jay Dave

Jay Dave 10 months ago

ખૂબ સરસ વર્ણન, ખાસ કરીને સૌમ્યા અને રુદ્ર નિ સુંદરતા નું,

Indu Talati

Indu Talati 11 months ago