Jaguar - 3 books and stories free download online pdf in Gujarati

જેગ્વાર - 3

part 3

અર્જૂન સાહેબ આવી ગયા છે....આઘા ખસો બોલતા બોલતા હવાલદાર રાજ બોલી રહ્યો છે ને બધા ને દૂર રહેવા હાથથી ઇશારો કરે છે....
નામ અર્જૂન ને ચાલ.... Jaguar..... જેવી કોઈ જુએ તો દૂર થી સલામ કરવા મળે પંજદાર પહાડી શરીરનો બાંધો મોટી મોટી આંખો બોલે ત્યાં તો જાણે ત્રાડ પાડી હોય એવો ઘોઘરો અવાજ. ચાલે ત્યાં જ પગરવ પરથી જ થરથરી જાય આખુંય પોલીસ સ્ટેશન....રાજ બધી જ ફાઈલો ગોઠવી છે ટેબલ પર આટલું બોલે ત્યાં તો રાજ દોડતો દોડતો આવ્યો ને આજીજી સાથે થોડા વખાણ પણ કરતો જાય...
રાજ એક જ એવો હતો કે તે Jaguar એટલે કે.... અર્જૂન થી ન ડરે બાકી તો બધા અવાજ સાંભળી ને જ હક્કા બક્કા થઈ જાય. રાજ મિડયમ બાંધાનો ન બહુ ઊંચો ન કહેવાય ન તો નીચો
અર્જુન ખૂબ જ કડક સ્વભાવના અને રાજુ એટલે કે રાજ એનાથી વિરુદ્ધ. રાજ આખો દિવસ રમૂજ કર્યા કરે અને અર્જુન આખો દિવસ કડક સ્વભાવ બન્ને રાત દિવસ સાથે રહે પણ પોતાના સ્વભાવ બદલ્યા નહીં. કહેવાય છે કે સંગ તેવો રંગ પણ અહીંયા બિલકુલ વિરુદ્ધ હતું

પેલા હોટેલ વાળા છોકરા નું નામ શું હતું અર્જુને રાજ ને પૂછ્યું...? કયા પેલા ઝોમ્બી હતા એ જ ને રાજે પૂછ્યું..?
હા...હા... એજ એમનું નામ...... રાજ માથું ખંજવાળતા તો યાદ કરતો હતો. હવે યાદ આવ્યું કે નહીં કડક અવાજે પૂછ્યું અર્જુને પૂછ્યું. હવે બોલીશ કે મોઢામાં મગ ભર્યા છે અર્જુનને ખીજાય ને પૂછ્યું
હા પણ યાદ નથી આવતું યાદ આવે એટલે કહું છું રાજુ રમૂજ કરતા કહ્યું... મલ્હાર નહીં... નહીં રુદ્ર.... રાજે ફાઇલમાં જોઈને કહ્યું.
એટલી વારમાં લેન્ડલાઈન ફોન રણકી ઉઠ્યો. અર્જુનને રાજને કહ્યું ફોન ઉચક. રાજ તો પોતાની મસ્તીમાં ગીત ગાતો હતો તુજે દેખા તો એ જાના સનમ....
સોંગ ગાતા ફોન ઉપાડ્યો. અને સામેથી અવાજ આવ્યો શું બક્વાસ કરે છે...?અને રાજ તો પોતાની મસ્તીમાં જ પૂછે કોણ બોલો છો...?
સામે છેડેથી જવાબ આવે છે કમિશનર રાય બોલું છું. અને રાજ તો સેલ્યુટ મારવા ના ચક્કરમાં રીસીવર હાથમાંથી નીચે પડી જાય છે ને આબાજુથી અર્જુન પણ ત્રાટકે છે શું કરે છે રાજ તું......?
સોરી સર સોરી jaguar એમ બોલાય જાય છે. અર્જુનને એકને જ ખબર નથી કે એને બધા જેગવાર કહીને બોલાવે છે બાકી આખા ડિપાર્ટમેન્ટમાં બધા જ અર્જુનને જેગવાર તરીકે ઓળખે છે.. કમિશનર રાયથી પણ બોલાઈ જાય છે કે જેગવાર ને આપ... પછી એ પણ વાક્ય ને સરખું કરતાં હોય એમ બોલ્યા અ..અ..અર્જુનને આપ.
હા સર બોલો શું થયું પેલી વેક્સિન નું જે ઝોમ્બિઓ માટે તૈયાર કરવાનું કહેલું કંઈ જોગવાઈ થાય કે કંઈ થાય એવું ખરું.. તો સર... જલ્દી તૈયાર કરાવો આ નાનીસૂની વાત નથી અત્યારે તો એ નાનકડી હોટલમાં જ બધા પુરાયેલા છે જો એ બહાર નીકળશે તો શહેરમાં ફેલાતા વાર નહીં લાગે શહેરમાંથી બીજા શહેર અને પછી બધા જ રાજ્યોમાં ઝોમ્બી ફેલાતા વાર નહીં લાગે. સર આખા દેશ નો સવાલ છે અને આજે વેક્સીન જલ્દી તૈયાર કરવામાં નહીં આવે તો દેશની બરબાદીનો નક્કી છે.પ્લીઝ ટ્રાય

સામેથી જવાબ આવે છે કે લગભગ આજનો સાંજ સુધીમાં કંઈક જવાબ આવશે એવું ડોક્ટરની એક ટીમે જણાવ્યું છે. મને પણ તમારા જેટલી જ આ દેશની ચિંતા છે તમે બે બાકળા ના બનો થોડી ધીરજ રાખીને કામ કરો.

સર જલ્દીથી બને એટલું તૈયાર કરાવડાવો. હવે એને રોકવા બહુ મુશ્કેલ છે...મારાથી રોકાવાના બધા પ્રયત્ન કરી રહ્યો છું તમે પણ વેક્સિન તૈયારીના થોડી ઝડપ થોડી ઝડપ કરાવો.

બીજી બાજુ રુદ્ર એકલો બાથરૂમમાં બેઠો બેઠો વિચાર કરે છે કે કાશ કાશ એ દિવસે પાર્ટીનુ નક્કી જ ન કર્યો હોત તો કેટલા શાંતિથી અને જીવન વિતાવી રહ્યા હતા. શું ફરીથી હાથમાં હાથ પરોવી હું અને સુવર્ણા સાથે જીવી શકીશું. હું અને મલ્હાર ફરીથી એક સાથે એક જગ્યા પર સાથે જમી શકીશું મિત્રો ની મસ્તી, રમુજી કંઈ પણ વિચાર્યા વગર દિલની બધી જ વાત કરી શકાય એ છે મિત્ર. મલ્હાર અને રુદ્ર એટલી ગાઢ મિત્રતા હતી કે જાણે કર્ણ અને દુર્યોધન. જેમ કે કર્ણને ખબર હતી કે મરવાનુ છે છતાં દુર્યોધનનો સાથ ન છોડ્યો.

વાતાવરણમાં શાંતિ પ્રસરી જતા એને એક ઊંડો અવાજ સંભળાય છે રુદ્ર..... રુદ્ર.... રુદ્ર.... રુદ્ર બચાવ....
રુદ્ર ખ્યાલ આવે છે કે આ તો સુવર્ણા નો જ છે..... હા.... હા....હા.. સુવર્ણા તત તું ક્યાં છે... હું અહીં રૂમ નંબર 105 ની બાથરૂમમાં છું...તૂટક અવાજ સાથે રુદ્ર અને સંભળાય છે. પણ તું તો ઝોમ્બી સ્વરૂપમાં હતી તો મે જોયું હતું એ કોણ હતું. સામે છેડેથી જવાબ આવે છે એ તો સૌમ્ય હતી.એ કઈ રીતે બને એ તો શક્ય છે કપડાં તો તારા હતા રુદ્ર બોલે છે.

હા..હા...કપડા મારા હતા કેમ કે સૌમ્યા એ મને કહેલું કે હું તો તારી સાદગી જોઈને જ તારા તરફ આકર્ષાઈ છું તો મને તારા કપડા પહેરવા આપ... સૌમ્યા મારા કપડાં પહેરેલા અને મેં સૌમ્યા ના એટલે તને એવું લાગ્યું હશે કે એ હું છું.....

ઓહો થેન્ક્સ રુદ્ર નિસાસો નાખતા બોલ્યો....

તું ચિંતા ના કરતી હું સાથે છું અને જીગર રાખજે આપડે જરૂર મળીશું. મન મક્કમ રાખજે મનને તૂટવા ન દેતી એવું જોરથી રુદ્ર બોલે છે. ઇન્સ્પેક્ટર અર્જુન ને ફોન કર્યો છે તે થોડી વાર માં આવી જશે અને આપણી મદદ કરશે સામે છેડેથી ડરતા ડરતા સુવર્ણા હહહાં....હાં...બોલે છે પણ મને બહુ જ ડર લાગે છે રુદ્ર...

મલ્હાર અને સૌમ્યા ક્યાં છે.. એની કંઈ જાણ થઈ તને....?

એટલી જ વારમાં સાયર્ન નો અવાજ આવે છે અને મિસ્ટર અર્જુન પણ ત્યાં આવી પહોંચે છે ચારે બાજુથી હોટલ ને સીલ કરી દીધી છે.. બહારનું કોઈ અંદર જય ન શકે અને અંદરથી કોઈ બહાર નીકળી ન શકે એવો પહેરો ગોઠવી દીધો છે...

ઇન્સ્પેક્ટર અર્જુન બહારથી જ બૂમ પાડે છે કે શું છે કોઈ અંદર જીવિત...
મને અવાજ સાંભળતા જ બધા જ ઝોમ્બી બની ગયેલા અવાજ તરફ દોટ મૂકે છે અને શિકારી જેવા અવાજો થવા લાગે છે
આ સાંભળતા જ અર્જુનને અંદાજ આવી જાય છે કે શું થયું હશે. દસ બાર જણા એક સાથે ત્રાડ પાડી રહ્યા હોય તેવા અવાજ આવી રહ્યા હતા.

કદાચ રુદ્ર અને સુવર્ણા બોલે તો પણ બહાર કોઈ સાંભળી નાં જ શકે એવી પરિસ્થિતિ હતી.

રુદ્ર એબાથરૂમની એક કાચની બારીમાંથી એક ટીસ્યુ પેપર માં બધી વાત લખીને કાગળનો ડૂચો કરી નીચે ફેંક્યો. પણ કોઇનું ધ્યાન એ ડૂચા પર ન ગયું.... રુદ્ર એ ફરીથી ટીસ્યુ પેપર પર બધી વિગતે લખી ફરીથી બારીમાંથી ફેંકી.... આ વખતે તે સફળ થયો અને કાગળનો ડૂચો હવલદાર રાજ પાસે પડ્યો..

રાજે તરત જ ડુચો ખોલીને વિગતો વાંચી અને ઇન્સ્પેક્ટર અર્જુનને જણાવી... લો જેગવાર.... સાહેબ... બોલીને અટકી ગયો.. ઇન્સ્પેક્ટર અર્જુનને સામે જોઈ પૂછ્યું શું...? કંઈ નહીં કંઈ નહીં કેતા રાજે વાતને વાળી લીધી. એનો મતલબ કે ઉપર હજુ કોઈક છે જે ઝોમ્બી બન્યું નથી.....

ક્રમશ :